ચોરોનો ખજાનો - 43 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોરોનો ખજાનો - 43

પ્રેમ કે વિશ્વાસઘાત

वैसे मेरे पास तुम्हारे लिए कुछ है, और वो तुम्हे पसंद आयेगा। સિરત એમ કહીને કોઈ વસ્તુ સીમાને આપવા માટે ઊભી થઈ.

જેવી સિરત ઊભી થઈ કે તરત જ સીમા અને મીરા બંને પણ ઊભા થઈને સિરતની પાછળ પાછળ જવા લાગ્યા.

ઘણા દિવસોથી પોતાના રૂમની અંદર રહેલા એક કબાટમાં સિરતે મુકેલી ડાયરી અને નકશો બહાર કાઢ્યા. ખુબ જ સંભાળ પૂર્વક તેણે ડાયરી અને રાજસ્થાનના થારના રણનો નકશો પાછો હતો એમને એમ જ મૂકી દીધા અને એના સિવાય નો બીજો નકશો જે તેને ડેનીના રૂમમાંથી મળ્યો હતો તે પોતાના હાથમાં લીધો.

નકશો લઈને વળી પાછા સિરતે કહ્યા પ્રમાણે તેઓ ડેનીના રૂમ તરફ ચાલવા લાગ્યા. સિરત ઈચ્છતી હતી કે આ નકશો તેણે ડેનીથી છુપાવીને રાખ્યો હતો એટલે ઘણા સમયથી તેના જ વિચારો તેના દિમાગમાં ઘૂમી રહ્યા હતા. એટલે તે આ વખતે નકશાને ડેની સામે જ ખોલવા માગતી હતી.

તેઓ ઝડપથી ડેની પાસે આવ્યા. ડેની સૂતા સૂતા જ પોતાના એક હાથમાં મોબાઈલ લઈને તેમાં મથી રહ્યો હતો. બીજા હાથમાં ઇજા થવાના કારણે હજી સુધી તે હાથનું હલનચલન બંધ કરવામાં આવેલું હતું.

સિરત પોતાની સાથે સીમા અને મીરાને લઈને આવી છે એ જોઇને ડેની બેડ ઉપર બેઠો થઈ ગયો. મોબાઈલ પોતાના બેડની પાસે પડેલા નાના ટેબલ ઉપર મૂક્યો અને પોતાનું બધું જ ધ્યાન હવે તેણે સિરત તરફ આપ્યું.

ડેની પોતાની સામે જ જોઈ રહ્યો છે એ જાણતી સિરત પોતાનું ધ્યાન જરા સરખું પણ ભટકાવ્યા વિના રૂમમાં દાખલ થઈ. ડેનીની પ્રેમાળ નજર અત્યારે સિરતના ચહેરા ઉપર રહેલી લાલાશમાં વધારો કરી રહી હતી.

सीरत: अभी दर्द कैसा है? ડેનીની બાજુમાં બેડ ઉપર બેસતા સિરત બોલી.

डेनी: अभी एकदम ठीक है, दर्द बिलकुल नहीं हो रहा है। शायद कुछ दिनों में तो मैं फिर से तलवार भी चला पाऊंगा। तुम क्या कहती हो? ડેની પણ એકદમ ઉત્સાહમાં અને સિરતની મજાક ઉડાવતા બોલ્યો. કેમ કે ડેની જાણતો હતો કે તેને હજી બધું બરાબર નથી થયું એ વાત સિરત જાણે છે એટલે તે તેને તલવાર તો શું એક પત્થર પણ ઉપાડવા નહિ દે.

सीरत: डेनी, तुम भी ना। जब तक तुम बिलकुल ठीक नहीं हो जाते, तब तक तुम अपनी तलवार को बिलकुल हाथ नही लगाओगे। समझे तुम? સિરત સમજી ગઈ હતી કે ડેની તેની સાથે મજાક કરી રહ્યો છે તેમ છતાં તે ડેનીને ટોકતા બોલી. તેમને બંનેને આવી રીતે હસી મજાક કરતા જોઇને સીમા અને મીરા બંને પણ હસી પડી.

डेनी: अच्छा ठीक है बाबा, जैसा तुम कहो। वैसे इस समय तुम तीनों एकसाथ यहां कैसे? હવે ડેની દેખીતી રીતે પોતાની હાર માનતા બોલ્યો અને તેમનું ત્યાં આવવાનું કારણ પૂછ્યું.

સિરતે પોતાની પાસે રહેલો નકશો બહાર કાઢી અને બેડ ઉપર મૂક્યો. ડેની સમજી ગયો કે આ નકશો કઈ જગ્યાનો હતો. તેણે તે નકશો પોતાના હાથમાં લીધો અને ધ્યાન પૂર્વક જોવા લાગ્યો.

આ નકશો પેલા રણના નકશાની જેમ થ્રી ડાઈમેન્શન માં ન્હોતો બનેલો પણ દેખાવમાં એકદમ સિમ્પલ અને સારી રીતે સમજી શકાય એ રીતે બનાવેલો હતો. આ નકશો કોઈ સાધન કે મશીનથી બનાવવામાં ન્હોતો આવેલો. કોઈએ પોતાના હાથ વડે બનાવેલો આ નકશો એકદમ વ્યવસ્થિત રીતે દરેક જગ્યા અને દિશાનું ખૂબ જ સરસ રીતે વર્ણન કરતો હતો.

डेनी: क्या ये नक्शा सच में उस जगह का है, जहां हम जाने वाले है? ડેની એકદમ ચમકદાર અને ફાટી આંખે નકશો જોઈ રહ્યો હતો. તે નકશા વિશે સાંભળીને સીમા અને મીરા બંને પણ દોડીને ડેનીની બાજુમાં ગોઠવી ગઈ અને નકશો ધ્યાનપૂર્વક જોવા લાગી.

सीरत: हां डेनी। ये नक्शा बिलकुल उसी जगह का है, और इस नक्शे के मिलने के बाद ही मैने दिवान साहब और हमारे बाकी के साथियों को जाने की तैयारियां दुगनी स्पीड से करने केलिए कहा था। और तुम यकीन मानो, अब बहुत जल्द हम उस सफर केलिए निकलने वाले है। એકદમ માસૂમ અને પોતાની જીતની ખુશી વર્ણવતી મુસ્કાન સાથે સિરત બોલી. સિરતની વાત સાંભળીને ડેનીના ચેહરા ઉપર પણ મુસ્કાન છવાઈ ગઈ.

डेनी: वैसे, तुम्हे ये मैप कहां मिला? અચાનક જ ડેનીના ચહેરાના હાવભાવ બદલાયા અને તેણે સિરત સામે જોઇને પૂછ્યું.

હવે ચેહરાના હાવભાવ બદલવાનો વારો સિરતનો હતો. ડેનીએ અચાનક પૂછેલા આ સવાલે સિરતને હડબડાવી નાખી. ગભરાહટ તેના ચેહરા ઉપર એકદમ સાફ દેખાઈ રહી હતી. તે જાણતી હતી કે આ સવાલનો જવાબ આપ્યા પછી તેનું પરિણામ શું આવી શકે છે તેમ છતાં તે બોલી...

सीरत: मैं तुमसे झूठ नही बोलना चाहती डेनी। दरअसल सच्चाई तो ये है की ये नक्शा मुझे तुम्हारे कमरे से मिला था। जब तुम दिवान साहब के साथ सफर की तैयारिया करने गए थे.. એના પહેલા કે સિરત પોતાની વાત પૂરી કરે, ડેની વચ્ચે જ બોલી પડ્યો.

डेनी: तब तुमने मेरे कमरे की तलाशी ली? ડેની નો અવાજ અત્યારે એકદમ દુઃખદ અને ઊંચો થઈ ગયો હતો. તેનો ગુસ્સો ધીમે ધીમે વધી રહ્યો હતો.

सीरत: नही डेनी। तुम ऐसा क्यों बोल रहे हो? मैं तुमसे बात करने केलिए तुम्हारे कमरे में गई थी लेकिन तुम वहां पर नही थे। तब मुझे याद आया की तुम तो दिवान साहब के साथ गए हो। तो मैं जब वहां से निकल रही थी तब इत्तेफाक से मेरा ध्यान तुम्हारे टेबल के नीचे गया। और मुझे ये नक्शा वहां मिला। સિરતે બને એટલી બધી જ મહેનત કરી અને ડેનીને પોતાની વાત સમજાવવાની કોશિશ કરી. તેમ છતાં તેને લાગ્યું કે તેની વાતથી સંપૂર્ણ રીતે ડેની સંતુષ્ટ ન્હોતો થયો. ડેનીના ચેહરા ઉપર હજી પણ ગુસ્સા અને શંકાના ભાવ દેખાઈ રહ્યા હતા. બંનેને આવી રીતે લડતા જોઈ સીમા અને મીરા બંને એકદમ ચોંકી ગયા અને બાજુમાં ઊભા રહી ગયા.

डेनी: वाह क्या इत्तेफाक था। और उस वक्त कौन सा इत्तेफाक हुआ था जिस दिन मुझे वो डायरी मिली और दूसरे ही दिन तुम यहां वो डायरी और नक्शा लेने केलिए पहुंच गई। हां? बताओ। હવે ડેની ભૂતકાળની વાતો ઉખાળતા બોલ્યો. તે સમજી રહ્યો હતો તે મુજબ કંઇક તો અજીબ હતું કે જે સિરત તેનાથી છુપાવી રહી છે.

सीरत: देखो डेनी। उस वक्त की बात अलग है और ये बात अलग है। तुम कहां की बात कहां जोड़ रहे हो। સિરતની આંખો ભીની થઈ રહી હતી. તેને હવે પોતાની ભૂલ સમજાઈ રહી હતી.તે જાણતી હતી કે હવે ડેનીને સાંભળવો ખૂબ જ અઘરું થવાનું હતું.

डेनी: नही मुझे बताओ सीरत। मैं जानना चाहता हु। तुम्हे सच में मेरी परवाह है या तुम बस मेरा इस्तेमाल कर रही हो? मेरी परवाह करने का नाटक तो नही कर रही न तुम? सच बताओ। હવે ડેની નો ગુસ્સો વધ્યો હતો જેના કારણે તેનો અવાજ એકદમ ઊંચો થઈ ગયો.

सीरत: ये तुम क्या बोल रहे हो डेनी? मैं तुम्हारा इस्तेमाल..?એટલું બોલતાં સુધીમાં તો સિરતના ગળે ડૂમો બાઝી ગયો..એના પહેલા કે તે વધારે કંઈ બોલે તેની આંખોમાંથી આંસુ તેના ગાલ ઉપર અને ગાલ ઉપરથી નીચે સરી પડ્યા.

ડેનીનો ગુસ્સામાં થયેલો ઊંચો અવાજ સાંભળીને બહાર કામ કરી રહેલા અમુક સાથીઓ અને દિવાન તરત જ ડેનીના રૂમમાં દોડી આવ્યા. ત્યાંની જે સ્થિતિ હતી તે જોઇને કોઈને સમજાઈ ન્હોતું રહ્યું કે આ શું થઈ રહ્યું હતું.

દિવાન અને બાકીના સાથીઓને બહાર બારણે ઉભેલા જોઇને સિરત પોતાના આંસુ લૂછતી ચૂપચાપ ત્યાંથી બહાર પોતાના રૂમમાં ચાલી ગઈ.

સિરતને એટલે કે પોતાની સરદારને દિવાન અને બાકીના લોકોએ આજ પહેલા ક્યારેય રડતા જોઈ ન્હોતી. એમાંય ખાસ કરીને જ્યારથી તેઓ સિરતને મળ્યા ત્યાર બાદથી તો ક્યારેય નહીં.

શું તેઓ સિરતને રડતી જોઈને ડેની ઉપર ગુસ્સો કરશે??
શું ડેની અને સિરતનો પ્રેમ કાયમ રહેશે કે આ બનાવ પછી તેઓ વચ્ચે કંઈ મનમોટાવ રહેશે..?
તેમની સફર કેવી રહેશે..?

Dr Dipak Kamejaliya
'શિલ્પી'