ચોરોનો ખજાનો - 2 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

ચોરોનો ખજાનો - 2

રાત્રિનો સમય: લગભગ 2.30 કલાકે.

એક ભવ્ય રાજમહેલની બહાર પોતાની દળટુકડી સાથે રાજેશ્વર નામનો એક બહારવટિયો કોઈ જોઈ ન જાય એ રીતે સંતાઈને નજર રાખીને બેઠો હતો. રાત્રિના અંધકારને ચંદ્રનું અજવાળું ધીમું પાડી રહ્યું હતું. રાજેશ્વર નું ધ્યાન અચાનક જ મહેલના દરવાજા પર ગયું. જરા પણ અવાજ ન થાય એ રીતે એક સૈનિક, પોતાના હાથમાં એક પોટલી લઈને દરવાજાની બહાર નીકળ્યો. રાજેશ્વરે પોતાની સાથેના બીજા બહારવટિયાઓ તરફ જોયું. જોલે ચડી ગયેલા તેના અમુક સાથીઓને રાજેશ્વરે પોતાના પગથી ધીમું ઠેબૂ મારીને પેલા સૈનિકને ઈશારો કરીને બતાવ્યો. તેના સાથીઓ આંખો મસળતા સફાળા બેઠા થયા. રાજેશ્વરને લાગ્યું કે આ એક જ સૈનિક વધારે કાંઈ લઈને જઈ નથી રહ્યો એટલે તેણે પોતાના સાથીઓને સજાગ રહીને દરવાજા પર નજર રાખવાનું કહ્યું અને પોતે પેલા સૈનિકની પાછળ ગયો.

ચંદ્રના ધીમા અજવાળે પેલો સૈનિક પોતાના હાથમાં પોટલી લઈને જઈ રહ્યો હતો. થોડી થોડી વારે તે પાછળ વળીને કોઈ તેનો પીછો નથી કરી રહ્યું ને તેની ખાતરી કરી લેતો હતો. પેલા મહેલથી થોડે દૂર એક બગી(ઘોડાગાડી) ઊભી હતી. તેની ઉપર વાદળી અને લાલ રંગના પટ્ટા વાળા કપડાથી શણગાર કરેલો હતો. જોતા લાગતું હતું કે તે બગી અંગ્રેજોની હશે. તેની અંદર એક વૃદ્ધ અંગ્રેજ પેલા સૈનિકની રાહ જોઈ રહ્યો હતો જે પોતાની પાસે રહેલી પોટલી તેને આપવા જ આવી રહ્યો હતો. તે પોટલી આ વૃદ્ધ અંગ્રેજ માટે ખૂબ જ કીમતી હતી.

જ્યારે રાજેશ્વરને લાગ્યું કે હવે પેલો સૈનિક મહેલથી ઘણો દૂર આવી ગયો છે અને અહી બીજા કોઈ સૈનિકને તેની મદદ માટે આવતા સમય લાગે એવું છે ત્યારે તેણે આ સૈનિક ઉપર હુમલો કરવાનું નક્કી કર્યું. પેલા સૈનિકે કોઈ પીછો નથી કરી રહ્યું એની ખાતરી કરવા માટે જ્યારે પાછળ ફરીને જોયું તો તેને કોઈ ન દેખાયું પણ જેવો તે આગળ ચાલવા માટે વળ્યો કે તેને પોતાનો રસ્તો રોકીને ઉભેલો બહારવટિયો દેખાયો. તે એકદમ ડઘાઈ જ ગયો. ડર થી ધ્રૂજતા, પોતે શું કરવું એનું પણ તેને ભાન ન રહ્યું. તે ભાગવા જતો જ હતો કે રાજેશ્વરે તેને પકડી લીધો.

પેલા સૈનિકે જડપથી પોતાના હાથમાંની પોટલી સંતાડવાનો ખોટો પ્રયાસ કર્યો પણ વ્યર્થ. રાજેશ્વરે તે પોટલી તરફ હાથ લંબાવ્યો. પેલા સૈનિકે તે આપવાની ચોખી ના કહી દીધી. અંતે રજેશ્વરને પોતાની તલવાર કાઢવી પડી. તેમ છતાં પેલો સૈનિક પોટલી આપવાની ના કહી રહ્યો હતો. હવે રાજેશ્વરને એકદમ ગુસ્સો આવ્યો. તેણે ગુસ્સામાં જ પેલા સૈનિકને બે ત્રણ લાફા જીંકી દીધા અને પેલાના હાથમાં રહેલી પોટલી ખેંચવા લાગ્યો. હજી પણ પેલો સૈનિક આ પોટલી છોડી નહોતો રહ્યો એટલે રાજેશ્વરે આંચકો મારીને પોટલી ખેંચી લીધી. પેલો સૈનિક તરત જ પોતાનો જીવ બચાવીને રાજમહેલ તરફ જવાને બદલે પોતાના આગળના રસ્તે જડપથી ભાગ્યો.

રાજેશ્વરે તરત જ પેલી પોટલી ખોલીને જોઈ. તે ખુશ થવાને બદલે, ગુસ્સે થઈને પેલા સૈનિક ની પાછળ ભાગ્યો. તે પોટલીમાં કોઈ હીરા-માણેક ને બદલે કંઈક નાના બીજ જેવું હતું. તેણે જોયું કે પેલો સૈનિક એક બગીની નજીક જઈ રહ્યો હતો. રાજેશ્વર પેલા સૈનિકને પકડવાને બદલે, તેની વાતો સાંભળી શકાય તેટલે દૂર છુપાઈને ત્યાં શું થઈ રહ્યું છે તે જોવા લાગ્યો.

તેની આંખોની સામે એક ઘરડો અંગ્રેજ પેલા આગંતુક સૈનિક જોડે કંઈક લપ કરી રહ્યો હતો. અચાનક જ પેલા અંગ્રેજ નો અવાજ એકદમ ઉચો થઈ ગયો. તે પેલા સૈનિકને ચિલ્લાઈ ને કહી રહ્યો હતો,

' you scoundrel, you have ruined my life. i only gave you one work to do, in that also u failed. i don't know where have u lost those seeds, i need them now at any cost. do whatever u feel like, i want them, that's it. Oterwise I will kill you.'

રાજેશ્વરે જોયું કે પેલો અંગ્રેજ, સૈનિક ને ગુસ્સામાં લાત મારી રહ્યો હતો. હવે તેને સમજાઈ રહ્યું હતું કે આ બીજ પેલા અંગ્રેજ માટે ખૂબ જ મહત્વના હતા. તે હવે સમજી રહ્યો હતો કે શા માટે પેલો સૈનિક આવા તુચ્છ બીજ માટે એક બહારવટિયા ના હાથે માર ખાઈ રહ્યો હતો. તે આ બધું વિચારી રહ્યો હતો ત્યાં જ પેલા અંગ્રેજે એની સામે ઊભેલા સૈનિકને પોતાની બંદૂક વડે ગોળી મારી.

*****

પેલો માસ્કધારી અચાનક જ ફડકીને જાગી ગયો. તેનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. તે એકદમ ઝડપથી શ્વાસ લઈને છોડી રહ્યો હતો. તેને આવેલા આ દુસ્વપ્ને તેને જગાડી દીધો હતો. પોતાના ખૂબ સારી સગવડ વાળા મોટા ઘરમાં તે પોતાની પત્ની સાથે સૂતો હતો. તેની પત્ની અત્યારે ખૂબ જ કણશી રહી હતી. એવું લાગતું હતું કે તે કોઈ ભયંકર રોગ થી પીડાય રહી હતી. અચાનક પેલો માસ્કધારી પોતાની પત્નીને જોઇને બબડ્યો. "चाहे कुछ भी हो जाए में तुम्हे बचाऊंगा। मैं तुम्हे अपने आपसे कभी दूर नहीं जाने दूंगा। ये मेरा वादा है।" તેણે પોતાની પત્નીના માથે એક હૂંફાળું ચુંબન કર્યું.

તેના મોટા બેડની ઉપર એક ફોટો લગાવેલો હતો જે એકદમ પેલા બહારવટિયા રાજેશ્વર જેવો જ હતો. આ માંસ્કધારી પણ અમુક અંશે રાજેશ્વર જેવો જ દેખાતો હતો. રાજેશ્વર નું જાણે યુવાની નું રૂપ જ જોઈ લ્યો.


********

સવાર પડતાંની સાથે જ ચાર ગાડીઓ એકદમ સ્પીડમાં ગામની શેરીઓમાંથી પસાર થઈ રહી હતી. ગામના ઘણા બધા લોકો તે ગાડીઓને જોઈને ચોંકી જતા, અને પાછા પોતાના રોજબરોજના કામોમાં વળગી પડતા. બધી જ ગાડીઓ ગામની દરેક શેરી વટાવીને ગામની બહાર આવેલી પેલી હવેલીના પરિસરમાં આવીને ઊભી રહી. તરત જ બધી ગાડીઓના બારણા ખુલ્યા સિવાય કે સૌથી આગળની ગાડીનું આગળનું બારણું. આગળની ગાડીની પાછળની સીટ પરથી ઉતરેલા એક પહેલવાન જેવા માણસે આગળનો દરવાજો બહારથી ખોલ્યો.

અંદરથી એક ખૂબ જ સુંદર યુવતી બહાર આવી. તેણે જીન્સ પેન્ટ અને ઉપર સફેદ કલરનું ફ્રોક પહેરેલું હતું. તે દેખાવે જેટલી સુંદર લાગતી હતી એટલી જ આંખોથી અંગાર વરસાવી રહી હતી. એકદમ શાંત નજરે તે પરિસરમાં આમથી તેમ જોવા લાગી. તરત જ ઇશારાથી તેણે હવેલીની અંદરથી પોતાના માણસોને કઈક લઈ આવવા માટે કહ્યું. અહી તેના દરેક હુકમનું નતમસ્તક પાલન કરવા માટે બીજા અઢાર માણસો હાજર હતા. તેમ છતાં તેની આંખોમાં જાણે કઈક ઉણપ વર્તાઈ રહી હતી. પણ કદાચ આ ઉણપ હવે સંતોષાય એવી તેને ઊંડે ક્યાંક ઉમ્મીદ જાગી હોય તેવું લાગી રહ્યું હતું. તેની આંખો હજી પણ એકદમ શાંત હતી. એકદમ શાંત.

પોતાના રૂમમાં બેડ ઉપર ખૂબ જ શાંતિથી ડેની સૂતો હતો. ધડામ દઈને એક જ ઝાટકે રૂમનો દરવાજો ખૂલ્યો. ડેની એકદમ ગભરાઈને જાગી ગયો. આંખો ખોલી તો સામે જમ જેવા ચાર પહેલવાન ઊભા હતા. કોણ છે એ તો ડેની ને પણ ખબર નહોતી એટલે જેવો એ તેમને કઈક પૂછવા ગયો કે તરત જ પેલાઓ તેને જડપથી ઉપાડીને ઢસડીને ચાલવા લાગ્યા.

ડેનીને કંઈ જ સમજાઈ ન્હોતું રહ્યું કે આ બધું શું થઈ રહ્યું છે..! તે કદાચ એટલું જાણતો હતો કે આ બધું પેલી ડાયરી અને નકશા માટે જ થાય છે. પણ તેને આશ્ચર્ય એ વાતનું હતું કે તેણે આ વાત હજી સુધી કોઈને કરી જ નહોતી, તો આ લોકોને કંઈ રીતે જાણ થાય. એક બાજુ તે આ બાબતે નિશ્ચિંત થઈ રહ્યો હતો તો બીજી બાજુ તેને એ ચિંતા સતાવતી હતી કે તેને આવી રીતે લઈ જવાનું બીજું ક્યું કારણ હોય શકે..!

આખરે શા માટે ડેની ને આવી રીતે ઢસડીને લાવવામાં આવી રહ્યો હતો..?
પેલા ચોરો ખજાનો લઈને ક્યાં ગાયબ થઈ ગયા હતાં..?
પેલો માસ્કધારી કોણ હતો અને તેને રાજેશ્વર સાથે શું સંબંધ હતો..?
પેલા બીજ શેના હતા..?

આવા પ્રશ્નોના જવાબ માટે વાંચતા રહો..
ચોરો નો ખજાનો

Dr. Dipak Kamejaliya

ક્રમશઃ