ચોરોનો ખજાનો - 44 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોરોનો ખજાનો - 44

તે ચાલ્યો ગયો..



પોતાની સરદારને આવી રીતે રડતા જોઇને ત્યાં ઉભેલ દરેક જણ થોડીવાર માટે તો સમસમી ઉઠ્યા. પણ જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે સિરતના રડવાનું કારણ બીજું કોઈ નહિ પણ ડેની હતો તો બધા ઠંડા પડી ગયા.

દિવાનની નજર ડેનીના બેડ ઉપર પડેલા નકશા ઉપર ગઈ એટલે તેને બધી જ વાત સમજાઈ ગઈ. તે એકદમ શાંત થઈને ડેની પાસે જઈને ઊભો રહ્યો.

ડેનીનો નીચે નમેલો ચેહરો તેણે પોતાના હાથ વડે ઉપર કર્યો. ડેનીની આંખોમાં અનેક સવાલો ભર્યા હતા જે આંસુ સાથે બહાર આવવાની કોશિશ કરી રહ્યા હતા.

દિવાન જાણતો હતો કે ઘણા સમય પહેલા ડેનીએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે. એટલે તે બોલ્યો,

दिवान: देखो डेनी, तुम सीरत के साथ इस तरह बर्ताव कर के सही नही कर रहे हो। उसे इस तरह रुलाना अच्छी बात नहीं है। દિવાન ખુબ જ પ્રેમથી ડેનીને સમજાવતા કહેવા લાગ્યો.

डेनी: अच्छा, और वो मुझसे जैसे चाहे बर्ताव कर सकती है। देखिए दिवान साहब, अगर आप उसकी तरफ से सफाई देने केलिए आए है तो रहने दीजिए। मैं इस बात पर कोई चर्चा नहीं करना चाहता। અત્યારે ડેની ખુબ જ ગુસ્સામાં હતો એટલે સિરત વિશે કોઈ પણ પ્રકારની વાત કરવા ન્હોતો માગતો.

दिवान: लेकिन अगर तुम उसकी बात नही सुनोगे तो इसका हल कैसे निकलेगा? उसके आंसु देखने के बाद भी तुम्हे नही लगता की उसकी गलती नही हो सकती। ડેનીના ઊંચા અવાજ સામે દિવાન ખુબ જ શાંતિથી સિરત તરફથી વાત કરતા બોલ્યો. જો કે તે જાણતો હતો કે અત્યારે તે સિરત વિશે જે કંઈ પણ કહેશે તેને ડેની ખોટું જ સમજશે એટલે સાચી વાત પણ તે સમજી નહી શકે.

डेनी: किसीको धोखा देने के बाद पछतावा होना चाहिए दिवान साहब, आंखो में आंसू आए इसका मतलब वो इंसान सही नही हो जाता। ડેની હજુ પણ પોતાની વાતથી દિવાનને સમજાવતા બોલ્યો.

दिवान: देखो डेनी, इस वक्त तुम गुस्से में हो, तुम पहले शांत हो जाओ उसके बाद हम इसके बारे में बात करेंगे। ડેનીના ખભે હાથ મૂકી તેને શાંત કરતા દિવાન બોલ્યો.

डेनी: नही दिवान साहब, अब बात करने केलिए कुछ बचा ही कहां है। मैं ऐसे मतलबी परिवार का हिस्सा नहीं बनना चाहता। मैं यहां से जा रहा हु, हमेशा केलिए। आपका सफर और आपका खजाना आपको ही मुबारक। અચાનક જ ડેની વધારે ભડકી ઉઠ્યો અને તેણે ત્યાં ઉપસ્થિત બધા સાથે સંબંધ તોડવાની વાત કરી. જો કે અમુકને બાદ કરતા કોઈ ન્હોતું ઈચ્છતું કે ડેની તેમને છોડીને ચાલ્યો જાય.

दिवान: अरे डेनी, ये तुम क्या कह रहे हो? ऐसी छोटी सी बात पे तुम हमे छोड़कर जाने की बात कर रहे हो। ये सही नही है। तुम इस तरह हमे छोड़कर नही जा सकते डेनी। દિવાન પણ ન્હોતો ઈચ્છતો કે ડેની તેમને છોડીને ચાલ્યો જાય એટલે તેને ન જવા માટે સમજાવતા બોલ્યો.

डेनी: मैंने फैसला कर लिया है। अब मैं यहां एक पल भी नहीं रुकना चाहता। ડેની પોતાની વાત ઉપર એકદમ અડીખમ હતો એટલે તરત જ પોતાના બેડ ઉપરથી ઊભો થઈને પોતાનો સામાન પેક કરવા લાગ્યો.

दिवान: नही डेनी, प्लीज ऐसा मत करो। હવે દિવાન થોડોક ઢીલો પડી રહ્યો હતો એટલે તેણે ખુબ જ પ્રેમથી ડેનીનો હાથ પકડ્યો અને સમજાવવા લાગ્યો.

डेनी: आप एक अच्छे इंसान हैं दिवान साहब, आप की दोस्ती और आपकी शिखाई हुई हर बात मुझे हमेशा याद रहेगी। अपना और सीरत का खयाल रखिएगा। ડેની પણ જાણતો હતો કે દિવાન કેવો માણસ હતો એટલે તેની પ્રશંસા કરતા બોલ્યો. સિરતે તેની સાથે જે કર્યું તે જાણવા છતાં ડેનીએ દિવાનને તેનું પણ ધ્યાન રાખવા માટે કહ્યું. અહી તેનો સિરત પ્રત્યેનો પ્રેમ દેખાઈ રહ્યો હતો.

दिवान: डेनी, प्लीज। દિવાનની આંખો હવે ડેનીને જતા જોઈ ભીની થઈ રહી હતી. તેના ગળે ડૂમો બાઝી રહ્યો હતો. તે હવે વધારે બોલી શકે તેમ નહોતો.

डेनी: गुड बाय, दिवान साहब। પોતાનો બધો સામાન પેક કરી લીધા પછી ડેની દિવાનની સામે જોઈ બોલ્યો. તેના એક હાથમાં તેનું બેગ હતું અને એક હાથ હજી પણ પેલી સ્લિંગ વડે બાંધેલો હતો. ડેનીને અત્યારે તે હાથ કરતા પણ તેની છાતીમાં ધબકી રહેલા દિલમાં વધારે દુખાવો થઈ રહ્યો હતો. ડેની હવે બધા સામે જોતો અને બધાનો આંખો વડે ગુડ બાય કહેતો હવેલીના ગેટ તરફ જવા લાગ્યો. રસ્તામાં મળતા અને તેની સાથે મજાક મસ્તી કરી ચૂકેલા દરેક વ્યક્તિએ ડેની ને નહિ જવા માટે વિનંતી કરી, પરંતુ ડેની એક નો બે ન થયો. તેણે મનોમન નિર્ણય લઈ લીધો હતો કે તે આ હવેલી છોડીને ચાલ્યો જશે.

તરત જ દિવાન દોડ્યો અને સિરતને બોલાવવા માટે સિરતના રૂમ પાસે પહોંચી ગયો. રૂમ અંદરથી બંધ હતો એટલે તેણે રૂમનો દરવાજો નોક કર્યો.

સિરત અંદર બેઠી બેઠી રડી રહી હતી. તેને દરવાજો ખોલવા જવાની ઈચ્છા બિલકુલ ન્હોતી. તેણે એકવાર પણ બારણાં તરફ નજર ન કરી.

दिवान: सीरत, डेनी जा रहा है। દિવાન ધીમા પણ સિરત સાંભળી શકે એવા અવાજે બોલ્યો.

सीरत: जा रहा है? कहां? ડેની જઈ રહ્યો છે એ વાત સાંભળીને સિરત સફાળી બેઠી થઈ ગઈ. બે ક્ષણ માટે તેને દિવાનની વાત ઉપર વિશ્વાસ ન બેઠો. તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે ડેની આવી નાની વાતમાં તેને છોડીને ચાલ્યો જશે. એટલે તરત જ તેણે દરવાજો ખોલ્યો. આંખોમાં આંસુ સાથે તેણે એકવાર દિવાન તરફ નજર કરી. તેણે વિશ્વાસ થઈ ગયો કે દિવાન બિલકુલ મજાક નથી કરી રહ્યો તેમ છતાં પ્રશ્નાર્થ ભાવ સાથે દિવાન સામે ડોકું હલાવ્યું.

दिवान: वो हमे छोड़कर जा रहा है हमेशा केलिए। દિવાન પણ ધીમા અવાજે રડતા રડતા બોલ્યો.

सीरत: ये आप क्या कह रहे है दिवान साहब? आपने उसे रोका क्यों नहीं। હવે સિરતનો પોતાની લાગણીઓ ઉપર બાંધી રાખેલો બંધ તૂટી ગયો અને તે દિવાન ઉપર દેખીતો ગુસ્સો કરતાં બોલી. તે અત્યારે અતિશય રડી રહી હતી. તેણે પોતે પણ અત્યારે જ મેહસૂસ કર્યું કે ડેની તેને છોડીને જઈ રહ્યો છે એ વાત તેને કેટલી તકલીફ આપી રહી હતી.

તે દોડતી જ હવેલીના ગેટ તરફ ગઈ પણ હવે તેને ઘણુંબધું મોડું થઈ ગયું હતું. ડેની ત્યાંથી ચાલ્યો ગયો હતો. સિરત ત્યાં જ બેસી પડી અને જોરથી ચિલ્લાઈ.

सीरत: डेनी। प्लीज मुझे माफ कर देना। ઘણીવાર સુધી સિરત ત્યાંને ત્યાં જ બેસી રહી. તેને જોતા દરેક જણ પોતપોતાનું બધું કામ છોડીને ત્યાં જ સિરતની પાછળ ઊભા હતા. જો કે તેમાંના કોઈ પણ વ્યક્તિથી સિરતનું દુઃખ અજાણ્યું ન્હોતું પણ તેમ છતાં કોઈ તેના દુઃખમાં ભાગ પડાવી શકે તેમ નહોતું. આ દુઃખ તો સિરતે એકલાએ જ સહન કરવાનું હતું.

અચાનક જ જાણે સિરતને કંઇક સૂઝ્યું હોય તેમ તે પાછળ ફરી.

सीरत: दिवान साहब, मुझे किसी भी हालत में डेनी चाहिए। उसे अपने तरीके से ढूंढिए। मैं उसे खोना नही चाहती और उसे अपने से दूर तो बिलकुल नहीं होने दूंगी। अब मैं अपनी फैमिली को बिखरने नही दूंगी। સિરતના મનમાં અત્યારે એકમાત્ર ડેની જ છવાયેલો હતો. તેણે દિવાનને પણ સૂચના આપી દીધી કે તે પોતાની રીતે ડેનીને શોધી કાઢે.

दिवान: ठीक है सरदार। जैसा आप कहे। मैं अभी अपने लोगों को भेज देता हु, वो उसे ढूंढ लेंगे। દિવાન તરત જ પોતાના માણસોને સૂચના આપવા માટે દોડી ગયો.

ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિના ચેહરા અત્યારે બિલકુલ ઉતરી ગયેલા હતા. ડેની અત્યાર સુધી તેમની સાથે રહ્યો હતો એટલે બધાને તેના માટે લાગણી બંધાઈ ગઈ હતી.

ડેનીના જવાનું દુઃખ બધાના ચેહરા ઉપર દેખાઈ રહ્યું હતું, સિવાય એક ચેહરો. તેમાંનો એક ચેહરો ડેની ત્યાંથી ગયો એનાથી ખુબ જ ખુશ દેખાઈ રહ્યો હતો જેની નોંધ કોઈ લઈ ન્હોતું રહ્યું. તે ચેહરો હતો મીરાનો.. ડૉ.મીરાનો...


આખરે, ડૉ.મીરાને ડેની ત્યાંથી ગયો એની ખુશી કેમ હતી..?
ડેની બધાથી દૂર ક્યાં ગયો હશે?
શું દિવાનને ડેની મળશે??

આવા અનેક સવાલોના જવાબ માટે વાંચતા રહો..

ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'