પર્વાધિરાજ પર્યુષણ Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પર્વાધિરાજ પર્યુષણ


પર્વાધિરાજ પર્યુષણ

જૈન ધર્મમાં આત્માની શુદ્ધિ અને વિશ્વ શાંતિ માટે પર્યુષણનું પર્વને ઉજવવામાં આવે છે. આઠ દિવસના પર્યુષણ પર્વનો પ્રારંભ થાય છે તેથી જૈન સમાજમાં ધર્મોલ્લાસ છવાયો છે. આ વર્ષના પંચાંગમાં બે શ્રાવણ માસ હોવાથી પ્રથમ શ્રાવણ માસને નગણ્ય કરી નિજ શ્રાવણ માસ અર્થાત બીજા શ્રાવણ માસમાં શ્રાવણ સુદ-13, તા. 12સપ્ટે. 2023 થી જૈનોના પર્યુષણ પર્વનો પ્રારંભ થશે. અને ભાદરવા સુદ પંચમી (ચોથ) ના સંવત્સરી પર્વ તા. 19-સપ્ટે.૨૦ર3 ના ઉજવાશે.

પર્યુષણ અર્થાત પરિ ઉષણ. અહી પરિનો અર્થ ચારે તરફ અને ઉષણનો અર્થ ધર્મની આરાધના એવો થાય છે. મૂળ પ્રાકૃત (અર્ધમાગધી) માં પર્યુષણ માટે જે શબ્દ છે તે છે "પજ્જો-સવન". જૈન ધર્મમાં પ્રાકૃતના રૂપોને મૂળ રૂપ માનવામાં આવે છે.પર્યુષણ કે પજુસણ એ જૈનત્વનું એક મહાપર્વ છે.શાબ્દિક રીતે પર્યુષણનો અર્થ થાય છે, "જોડાવું" અથવા "સાથે આવવું".આ એવો સમય છે જે દરમ્યાન સામાન્ય જન સમુદાય ટૂંક સમય માટે સાધુ જેટલી તીવ્રતાથી આધ્યાત્મનો અભ્યાસ અને તપ આદિ કરવાના પ્રત્યાખ્યાન (પ્રતિજ્ઞા) કરે છે. આ પર્વ ચોમાસાના ચાતુર્માસ (ચાર મહિના)દરમ્યાન આવે છે જ્યારે સાધુ સાધ્વીજીઓ ચાર માસના કાળ માટે એક સ્થળે સ્થિરવાસ રહે છે. પ્રાચીન લિપીઓમાં એવું વર્ણન આવ્યું છે કે ભગવાન મહાવીર પર્યુષણની શરૂઆત ભાદરવા સુદ પાંચમના કરતાં હતાં. ભગવાન મહાવીરના ૧૫૦ વર્ષ પછી જૈન સંવત્સરીને ભાદરવા સુદ ચોથના દિવસે ખસેડવામાં આવી અને ૨૨૦૦ વર્ષોથી જૈનો ચતુર્થીના દિવસે સંવત્સરી ઉજવે છે.

પર્યુષણ પર્વના પ્રથમ દિવસે પાંચ કર્તવ્યનું આપણે પાલન કરવામાં આવે છે. પહેલુ અહિંસાનું પ્રવર્તન કરવું. બીજુ ધર્મ અને ધર્મનું આચરણ કરતાં લોકોને સહાયની જરૂર હોય તો તેમને સહાય કરવી જોઈએ. ત્રીજુ ઉપવાસ--ઓછામાં ઓછી શક્તિ હોય તો તેમણે ત્રણ દિવસના ઉપવાસ કરવા જોઈએ. ચોથુ જાણે અજાણે અપરાધભાવ થયો હોય તો મિચ્છામી દુક્ડમ કહીને માફી માંગવી અને પાંચમુ જૈન ધર્મના સ્થાનોમાં જઈને જૈન ધર્મગુરુ કે કોઈપણ ગુરુભગવંતના આશીર્વાદ મેળવવા.

ચાતુર્માસ દરમ્યાન સાધુ સાધ્વીજીઓ એક શહેર કે ગામ આદિમાં સ્થાયી થયેલ હોવાથી, શ્રાવક શ્રાવિકાઓ માટે આ સમય ધર્મ ધ્યાન ની વાતો વ્યાખ્યાનો આદિ સંભળી, તપ અને અન્ય વ્રત તથા આરાધનાઓ કરી તેમની શ્રદ્ધા અને આધ્યાત્મીકતાને દ્રઢ કરવાનો મનાય છે.

દિગંબર ફિરકામાં આ પર્વ પર્યુષણથી એટલે કે ભાદરવા સુદ પાંચમથી શરૂ કરી ૧૦ દિવસ મનાવાય છે. આ દિવસો દરમ્યાન દસલક્ષણા વ્રત અંગીકાર કરાય છે. પર્વના ૧૦ દિવસો દરમ્યાન ઉમાસ્વાતીના તત્વાર્થ સૂત્રનું વાંચન-પઠન કરવામાં આવે છે. દસમા દિવસે સુગંધા-દશમીનું વ્રત કરવામાં આવે છે. ચોથના દિવસે દિગંબર્ લોકો અનંત ચતુર્દશી ઉજવે છે તે દિવસે ઘના શહેરોમં મુખ્ય મંદિર તરફ સરઘસ કાઢવામાં આવે છે.

શ્વેતાંબર ફિરકાઅમાં આ તહેવાર ૮ દિવસનો ઉજવાય છે. આઠ દિવસના આ પર્વ દરમ્યાન કલ્પ સૂત્રનું વાંચન કરવામાં આવે છે. જે અંતર્ગત પાંચમા દિવસે ભગવાન મહાવીરના જન્મ નું વાંચન થાય છે.આ પર્વની સમાપ્તિ ભાદરવા સુદ ચોથના થાય છે. છેલ્લા દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરાય છે આ ઉપરથી છેલ્લા દિવસને સંવત્સરી પણ કહે છે.

આ સમય દરમ્યાન જૈન ઉપવાસ રાખે છે અને આત્માને પવિત્ર કરે તેવી આધ્યાત્મિક ક્રિયાઓમાં જોડાઈ સદ્ગુણી જીવન માટે તેમને તૈયાર કરે છે. ઉપવાસનો સમયગાળો ૧ દિવસ થી લઈને ૩૦ દિવસ સુધી નો હોઈ શકે છે. જે લોકો ઉપવાસ કરે છે તેઓ માત્ર ઉકાળેલું પાણી પીએ છે અને તે પણ માત્ર સૂર્યોદય અને સૂર્યાસ્તની વચ્ચેજ પી શકાય છે.

પર્યુષણના દર આઠ દિવસની શરૂઆત પરોઢના પ્રતિકમણથી કરવાની હોય છે. ત્યાર બાદ વિશ્વશાંતિ અને ભાઈચારા માટે પ્રાર્થના કરવામાં આવે છેપ્રતિક્રમણનો અર્થ થાય છે "પાછા ફરવું". આ સામાયિક તરીક ઓળખાતી એક ધ્યાન વિધીનો પ્રકાર છે જે દરમ્યાન વ્યક્તિએ તેના જીવનના આધ્યાત્મીક પાસા પર વિચાર કરવાનો રહે છે. શ્વેતાંબર અને દિગંબર બન્ને ફિરકાના લોકો સામાયિક નિયમિત રીતે કરતા હોય છે. આની આવૃત્તિ દિવસમાં બે વખત (સવાર અને સાંજ), દર પખવાડીએ એક વખત, દર ચાર મહીને, અથવા દર વર્ષે એક વખત. દર વર્ષે એક વાર્ષિક પ્રતિક્રમણ કરવું એ શ્રાવક માટે ફરજીયાત માનવામાં આવે છે.

પ્રતિકમણમાં છ આવશ્યક હોય છે: સામાયિક: અહં ભાવને ત્યાગીને સમતા ભાવમાં રહેવું,ચૌવિસંથો: ૨૪ તીર્થકરો (તથા અન્ય પણ)ની સ્તુતિ,વંદણા કે વંદના : દેવ ગુરુ આદિને વંદન,પ્રતિકમણ કે ભૂતકાળમાં કરેલ વ્રતભંગ કે અનૈતિક વ્યવહારની ક્ષમાયાચના,કાર્યોત્સર્ગ: નિયંત્રણ દ્વારા શરીરથી છૂટા પડવું,પ્રત્યાખ્યાન: નિયમ કેવ્રત લેવું.

આ પર્વની સમાપ્તિએ બધા શ્રાવકો એક બીજા પાસે ગિતેલ વર્ષ દરમ્યાન પોતાની દ્વારા કરેલા દુષ્કૃત્યો કે મન દુઃખ બદ્દલ ક્ષમા માંગે છે. શ્વેતાંબરો માટે આ દિવસ પર્યુષણનો દિવસ હોય છે. અને દિગંબરો માટે આ દિવસ આસો વદ એકમનો દિવસ હોય છે. "મિચ્છામિ દુક્કડં" બોલીને એકબીજાની ક્ષમા માંગવામાં આવે છે. ત્નો અર્થ એવો થાય છે કે "જો જાણતા - અજાણતા મારા કોઈ કૃત્ય કે શબ્દ દ્વારા દ્વારા કે અન્ય કોઈ પણ રીતે આપનુ મન દુભાયું હોય તો હું આપની ક્ષમા માંગુ છું.".

સહુ વાચકમિત્રો ને પર્યુષણ પ્રારંભની શુભેચ્છાઓ સહ મિચ્છામી દુકડમ.