સ્કિલ ડેવલપમેન્ટ वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

શ્રેણી
શેયર કરો

સ્કિલ ડેવલપમેન્ટ

સ્કિલ ડેવલોપમેન્ટ :
🙏🌹🙏
અત્યારે ઓર્ગેનિક એગ્રીક્લચર સાથે બીજો ઢોલ વાગવા લાગ્યો છે.એટલે કે સ્કિલ દેવલપમેન્ટ.આપણે એનો સાદો અર્થ સમજીએ તો "પ્રત્યેક વ્યક્તિમાં કોઈને કોઈ આવડત પડેલી છે.તે આવડતને બહાર લાવી લોકાભિમુખ બનાવવી."
આ આવડત અથવા કુદરતદત્ત હુન્નરને માટે સોર્સ ઉભા કરવા હવે સરકાર પણ ગંભીર વિચાર કરી રહી છે.આજની આ સોચ આવતી કાલની રોજગારી જન્માવશે.
આજે દરેક ગામડે ગલીએ નજર કરશું તો ઘણી એવી કલાઓના કસબીઓ જોવા મલશે.આ કલાકારોને જો કોઈ નો આર્થિક સહયોગ મળી જાય તો તેની રોજગારી મળતી તો થશે સાથે બીજાં બે પાંચ ને એ રોજગારી પુરી પાડશે.
ઉદાહરણ તરીકે ગામની ગલીમાં કોઈ છોકરો કે છોકરી સારુ ગાય છે.કંઠ મીઠો મધુર છે.તો તેને આપણે જ્યાં જ્યાં ગરબા કે ભજન મંડળ છે ત્યાં તેને આંગળી ચીંધીએ એટલે એનો મધુર રાગ સાંભળનાર અન્યત્ર પ્રોગ્રામમાં આમંત્રિત કરશે.આવા અનેક ઉગતા કલાકારોએ કોઈ જાતની તાલીમ લીધી નથી છતાં પણ પ્રખ્યાત થયા છે.
બીજું ઉદાહરણ લઈએ કોઈની પાસે Water managment નું જ્ઞાન હોય તો તેને પાણી કઈ રીતે સંગ્રહી શકાય? તેનો ડેમો.બતાવી નજીવી કિંમતે તેને સમજાવી રોજગાર અપાવી શકીએ.
આવા અનંત ઉદાહરણ છે.આજનો યુવાન કે આજની યુવતી દરેક તાલુકે શહેરમાં લાયબ્રેરીમાં Reading માટે ફી ભરીને જાય છે.પણ સરકારની ફ્રી ચાલતી જૂની લાયબ્રેરીમાં ભાગ્યેજ કોઈ જાય છે.પ્રાઇવેટ લાયબ્રેરીમાં માત્ર પરીક્ષા લક્ષી જ તૈયાર Option વાળા Reply સાથેનું સાહિત્ય તૈયારી કરવા પૂરતા જ વાચન કરે છે.
હવે આવા યુવક યુવતીઓને મૂળભૂત સાહિત્ય,સંગીત,વાર્તાઓ,વક્તૃત્વ કલા કે રમત ગામ્મ્ત કલાનો વિકાસ ક્યારેય નહીં થાય.P.hd.થયેલો student માંડ માંડ લાગવગને સહારે માસિક 7000-8000 ₹ ની સેલરી મેળવતો હોય તેવા છોકરા છોકરીઓ પર મને રીતસર દયા આવે છે.કેમકે એને જન્મતા એના મમ્મી -પપ્પાએ શીખવ્યું છે કે ગમે તેવું ભણી ને ગમે તેવી નોકરી કર.પરંતુ કોઈ વાલી એમ નથી કહેતું કે બેટા કોઈ નાની મોટી હુન્નર શીખ.અથવા ખેતી હોય તો સારી ઓલાદની ભેંસ ગાયને પ્રત્યક્ષ માવજત દેખરેખ કરી વધુ દૂધ ઉત્પાદનની કળા શીખ.
પરંતુ કોઈને સખત મજૂરી કરવી નથી.આજે દરેક દુકાને કે મોલમાં હિસાબ કિતાબ બધું જ ઓટોમેટિક છે.તમેં પસંદગીનું ખરીદો અને નક્કી કરેલા ભાવે કોમ્પ્યુટર ગણતરી કરી મોબાઈલમાં ગુગલ એપ દ્વારા ઓનલાઇન ચુકવણું પણ થઈ જાય.આમાં ગ્રાહક-દુકાનદારની વચ્ચે કોઈ જ સંવાદ ને સ્થાન નથી.
આવનારા સમયમાં મોબાઈલ આપણને પાગલ કરી નાખશે.જો કે આજે પણ ગામડાની ગલિઓમાં નીકળો તો બધાંજ પોત પોતાનાં ગ્રુપમાં નજીક બેઠા હશે પણ ધ્યાન મોબાઈલમાં હશે.એમની દુનિયા સાંકડી થતી ચાલી.હું ખુદ પણ મોબાઈલ લઈને લખું છું કેમકે હવે બધું જ કામ મોબાઈલ કરી આપે છે.હા ખાલી પાર્સલ મેન પાર્સલ આપણા ઘેર એની ફી લઇ ને મૂકી જશે. માલ બધો જ ઓનલાઇન ભાવ તાલ બિલ બનીને આવે છે.
કહેવાનો મતલબ તમારી પાસે માત્ર એકજ પ્રકારની સ્કિલ તમેં તે સ્કિલમાં વધુ સંશોધન ઊંડા નહીં ઉતરો તો તમેં આ કોમ્પ્યુટરના જમાનામાં ફેલ જશો.
દરેક હુન્નર નહીં શીખો તો થોડી જેટલી આવડે તેટલી સ્કિલ શીખી લો.એક સ્કિલ પાછળ જિંદગી ખર્ચી નાખશો તો તમારું કે તમારા ફેમીલીનું ગાડું નહીં ચાલે આ સમજી ચાલો.
ગામડામાં આવા અનેક રોજગારીના સ્ત્રોત છે.પરંતુ તેને રિસાઈક્લીન કરવાનું કામ આવા પાવરફુલ સ્કિલ મેનનું કામ છે.
મારા પાડોશી મને પૂછે છે કે "સર ! ઝાડુ ક્યાં મળે?
મેં કીધું કે ઝાડુ મળે નહીં પરંતુ બનાવવું પડે."
દરેક દેશ કે પ્રાંતમાં જે વસ્તુની ખપત છે,તે પ્રકારનાં સ્કિલ ડેવલપ કરો.
ગુજરાતનું સંખેડા વાંસ અને વાંસની બનાવટમાં વિશ્વવિખ્યાત છે.નળીયા ઉદ્યોગ મોરબી વિશ્વમાં બેજોડ છે.ગુજરાતનું કચ્છ આહીર લોકો આજે પણ જાતે હાથ સિલાઈ કે ભરતકામ કરી પહેરવાનાં કપડાં જાતે તૈયાર કરી ને પહેરે છે.તે લોકોનું માર્કેટ ભુજ,ભચાઉ,અંજાર,ગાંધીધામ છે.આજે પણ બન્નીનું ભરતકામ વખણાય છે.
એક હેરત ઉપજાવે તેવી વાત છે.જે શાકભાજીનો ધંધો કરનાર દેવીપૂત્ર એક લારી લઇ કોઈ ગામ શહેરની ગલિઓમાં લારી ઉભી રાખી શાક ફ્રૂટ વેચી ગુજરાન કરે છે.આ લોકો કોઈ ગવર્મેન્ટ જોબ માટે લાઈનમાં ક્યારેય જોવા નહીં મળે.
મારી જાણ મુજબ સુરતના સચિન ગામમાં રેલવે રોડ પર એક કાઠિયાવાડી શ્રીવિક્રમભાઈએ ખમણનો ધંધો ચાલુ કર્યો.આજે આ વિક્રમભાઈને ત્યાં સવારે આઠ વાગતાં સુધી ગમે તેટલું ખમણ બનાવો તો પણ વેચાઈ જાય છે.આજે પણ વિક્રમભાઈ ખમણવાળા નામથી ખ્યાત છે.એમણે કોલીટી સાથે ક્યારેય બાંધછોડ કરી નથી.
આવા અનેક દાખલાઓ છે.કોઈપણ સફળ વ્યક્તિઓની પ્રત્યક્ષ મુલાકાત લો.તેમની પાસે સમય માંગીને જાઓ. અને મનમાં તમામ પ્રકારના પ્રશ્નો તૈયાર કરીને એમને પૂછો.
🙏🌹🙏
"તમેં બેસી રહેશો તો કોઈ તમને કહેવા કે મળવા નહીં આવે.તમેં કઈંક નવું કરશો તો લોકો સલાહ લેવા આવશે."
- વાત્ત્સલ્ય