ઝંખના - પ્રકરણ - 50 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 50

ઝંખના @ પ્રકરણ 50

બીજા દિવશે સવારે મંજુલા બેન વહેલા તૈયાર થયી, બન્ને વહુઓ માટે આજે પહેરવાની સાડી ટંક મા થી કાઢી ને ઉપર આપવા ગયાં, મીતા એ રુમ નો દરવાજો ખોલ્યો, મંજુલા બેન એ જોયુ કે ટીપોઈ પર જમવાની થાડીઓ એમ જ પડી હતી , મીતા લે આ સાડી પહેરવાની છે ,આજે ચુલા પુજન ને પહેલી રસોઈ છે બન્નેએ ની અને સાંજે મુખ દીખાઈ ની રશમ છે ,....
આજે બપોરે તમારા બન્ને ના કપડા તમારા રૂમ ની તિજોરી મા ગોઠવી નાખજો એટલે તમને જે ગમે એ સાડી પહેરી શકો ,....એમ કહી સુનિતા ના રુમ એ ગયા ને દરવાજા નો બેલ માર્યો, સુનિતા એ દરવાજો ખોલ્યો
આવો મમ્મી ,લે આ સાડી આપવા આવી હતી ,નાહી ધોઈને તૈયાર થઈ જા , લગ્ન ની રશમો બાકી છે...હા મમ્મી ને મંજુલા બેન નીચે આવ્યા, મંજુલા બેન ચિંતા મા હતાં વંશ અને મીતા કાલે જમ્યા પણ , આ વંશ મીતા ને નહી બોલાવે તો શુ થશે ?
બીચારી કોક ની દીકરી ને મારા ઘરે અન્યાય ના થાય ,એમ વિચારતાં એ રસોડામાં ગયાં બધા માટે ચા નાસ્તો બનાવવાં ને ગીતા ગયી હતી ડેરીએ દુધ ભરવાં
થોડી વાર મા મીતા અને સુનિતા સાડી ,પહેરી તૈયાર થયી ગયી ને સાડી નો છેડો માથે ઓઢી બન્ને બહેનો નીચે આવી , બા ,બાપુજી ચા ની રાહ જોઈ ઓશરી મા બેઠા હતા ને ત્યા જ હિંચકા મા બેઠા કમલેશભાઈ પેપર વાંચી રહ્યા હતાં.....મીતા ને સુનિતા નીચે આવી અને બા ,બાપુજી ને કમલેશભાઈ ને પગે લાગી જય શ્રી કૃષ્ણ કહ્યુ, બા ,બાપુજી તો વહુઓ ને જોતાં જ રહી ગયા ,મંજુલા બેન બધા ની ચા લયી બહાર આવ્યા ને મીતા અને સુનિતા એ દક્ષિણી ઢબ ની સાડી પહેરી હતી ને પાલવ માથે ઓઢયો હતો...અંહી ગામડાં મા એમના સમાજ મા બધા ગુજરાતી સાડી પહેરી ને મોટો ઘૂંઘટ રાખતી ,...ને આ નવા જમાનાની વહુઓ એ શહેર મા પહેરાતી એવી દક્ષિણી સાડી પહેરી હતી ,ને મેચીંગ બંગડી ને ઘરેણાં થી આખી લદાયેલી હતી બન્ને બહૂ સુંદર લાગી રહી હતી ,બન્ને ને જોઈ ને મંજુલા બેન બોલ્યા આ શુ વહુ દીકરા, અવડી સાડી?
આપણા ગામમાં કોઈ ના પહેરે આપણે ગુજરાતી સાડી જ પહેરવી પડે, હા ઘુમટો થોડો રાખવો પડે ,....ને સુનિતા વચ્ચે જ બોલી ઉઠી ,પણ મમ્મી અમને તો ગુજરાતી સાડી પહેરતા આવડતી જ નથી ને ફાવતી પણ નથી ,....સુનિતા ની વાત સાંભળી ને બા ,બાપુજી ને કમલેશભાઈ હસી પડ્યા ને બોલ્યા, મંજુ કયી વાંધો નહી ભલે બન્ને ને
જે ફાવે એ રીતે પહેરવા દે ,ભલે ને ગામ આખુ ના પહેરતુ હોય ,ભયી આપણી વહુઓ ની વાત જ અલગ છે ,મોટા ઘરની દીકરીયો છેને મોટા ઘરની વહુઓ છે , ભલે ને પહેરે ,ને આજકાલ ની જનરેશન ને જે ગમે એજ કરવા દેવુ ,આપણી વહુઓ પાછી ભણેલી છે ,....બસ માથે સાડી નો છેડો રાખે ને બધા ની આમન્યા રાખે તો બહુ થયી ગયુ ,...વાંધો નહી બેટા, થેન્કસ પપ્પા એમ કહી સુનિતા અંદર ગયી ને મિતા એ ધીરેથી મંજુલા બેન ને કહ્યુ કે મમ્મી તમે કહી ને ગયા હોત તો હુ ને સુનિતા એ રીતે સાડી પહેરત ,હુ ઉપર જયી ગુજરાતી સાડી પહેરી લવ,...ના ના તારા સસરા એ ને બા બાપુજી એ કહ્યુ એટલે વાંધો નહી ,ચલ બેટા ચા ,નાસ્તો કરી લો ,કિચન ની બાજુ મા ડાઈનીંગ ટેબલ પર ચા નાસ્તા માટે બેઠા , નાસ્તા મા બટાકા પોઆ ને બીસ્કીટ ને ચા આપી ,સુનિતા ને તો આ ઘર બિલકુલ પરાયુ લાગતુ જ નહોતુ એ તો શરમાયા વિના ફટાફટ ચા નાસ્તો કરવા લાગી ,...મીતા હજી ણ ચુપચાપ બેઠી હતી એ જોઈ મંજુલા બેન એ મીતા ના ખભે હાથ મૂકી કહ્યુ, બેટા હવે શરમ રાખ્યા વિના ચા ,નાસ્તો કરીલે ,કાલ ની તુ ભુખી છે ,રાત્રે તુ ન્હોતી જમી ,....મીતા ને પણ ભુખ તો લાગી હતી એટલે એણે ચા નાસ્તો કરી લીધો ,ઓમ તૈયાર થયી નીચે આવ્યો, સરસ નવા જીન્સ ને ટીશર્ટ મા એ સુંદર લાગી રહ્યો હતો
એ પણ આવીને સુનિતા ની બાજુ મા ગોઠવાયો ,....થોડી વાર મા વંશ નીચે આવ્યો ને ચા ,નાસ્તો કરી ગાડી ની ચાવી લીધી ,ને બોલ્યો પપ્પા હુ ફેકટરી એ જવ છુ , ને કમલેશભાઈ બોલ્યા ના નથી જવાનુ મહેશ બધુ સંભાળી લેશે ,આજે ઘરે લગ્ન ની રશમો બાકી છે ને આમ પણ તુ અઠવાડિયુ ઘરે જ રહેજે ,
ત્યા ઘણાં માણસો છે એ સંભાળી લેશે , નવા નવા લગ્ન થયા છે એટલે થોડા સમય ઘરે જ રહે તો મીતા ને પણ સારુ લાગે ,કંપની રહેશે ,બેય બહેનો ને આ ઘરમાં ફાવી જાય ત્યા સુધી
તમારી જવાબદારી છે એમને ખુશ રાખવાની.....
ને વંશ એ ફેક્ટરી જવાનુ વાડી માડયુ.....બધાએ ચા નાસ્તો કરી લીધો ને ગીતા આવી ,ગીતા એ પણ ચા નાસ્તો કરી વાસણ સાફ કરવા લાગી ,....મંજુલા બેન
સુનિતા અને મીતા ને રસોડુ બતાવી ને કયી વસ્તુ કયાં છે
સવારે, થી લયી રાત્રે જમવા મા શુ શુ બનાવવું એ બધુ સમજાવી રહ્યા હતાં...ને સુનિતા બોલી પણ મમ્મી મને તો બધુ જ બનાવતાં નથી આવડતુ ,હા થોડુ થોડુ શીખી છુ હજી હમણાં જ,
બેટા તુ ચિંતા ના કર હુ ને મીતા રસોઈ બનાવીએ એ તારે ધ્યાન થી જોવાનુ એટલે
શીખી જયીશ....હા એ બરાબર મમ્મી, મીતા બોલી આજે પહેલી રસોઈ મા શુ બનાવવાનું છે ,....??? દાડ,ભાત ,બટાકાનુ શાક ,ખીર ,પુરી અને શુકન નો કંસાર....લો પહેલા બન્ને બહેનો આ ચુલા પૂજન કરો
ગીતા એ ધી નો દીવો તૈયાર કરી આપ્યો, બન્ને બહેનો એ ગેસ ના ચુલા પાસે દીવો કરી સાથિયો દોરી ચાદંલો કરી ચોખા થી વધાવ્યો, ને પગે લાગી ....આમ ચુલા પૂજન પુરુ કર્યુ, ને મીતા મંજુ બેન સાથે રસોડામાં મદદ કરવા લાગી , સુનિતા શાક કાપવા લાગી ,મીતા ,સુનિતા કંસાર બનાવતા આવડે છે ? હા મમ્મી એ શીખવાડ્યું છે, ને ખીર બનાવતાં પણ આવડે છે ,ઓહો સરસ, ભણવાની સાથે રસોઈ પણ શીખ્યા એ સારુ કહેવાય, મીતા હુ જ્યારે પરણી ને આ ઘેર આવી ત્યારે એટલો લાંબો ઘૂંઘટ કાઢવો પડતો કે કામ કરતા પણ ના ફાવે, ખાલી રસોડામાં જ ઘૂંઘટ ઓછો કરતી , ઓહહ,એવુ મમ્મી?
હા બેટા ,આતો તમે બેય બહેનો નસીબદાર છો કે બા એ અવડી સાડી પહેરવાની છુટ આપી ને રાત્રે પણ નાઈટી પહેરવાની , બાકી અમારા સમય મા તો સમાજ મા બસુ કાનાફુસી કરતુ લોક ને ,એટલે ડરી ડરી ને રહેવુ પડતુ, હવે તો આ ગેસ ની સગડી આવી ,પહેલા તો ચુલા પર જ રસોઈ બનાવવી પડતી,....હવે જમાનો બદલાયો એમ સુવિધાઓ પણ આવી ગયી , મંજુલા બેન ખુશ થયી બન્ને વહુઓ સાથે પહેલાની વાતો કરતાં હતાં,... કમલેશભાઈ બોલ્યા ગીતા તારે હવે થોડી શાંતિ થયી ગયી ,બરાબર ને ...હા મોટા શેઠ ,...પણ વહુ ઓ ને વાસણ, કપડાં કે કચરા પોતા નહી કરવા દવ ,બસ એ બન્ને રસોડા નુ સંભાળી લે એટલે બહુ ,....મીતા એ ધીરેથી પુછયુ ,મમ્મી એક વાત પૂછું?
હા બોલ ને બેટા ,આ ગીતા માસી કોણ છે ? આપણા કોઈ સબંધી છે ?... ના બેટા સબંધી તો કોઈ નથી પણ સબંધી કરતાય વધારે છે , એ આપણાં ઘર ના એક સમય જેવા જ છે ,...છેલ્લા વીસ વર્ષ થી આપણા ઘરે જ પાછડ વાડા મા એમને ઘર બનાવી આપ્યુ છે ,એ ને એમની દીકરી ત્યા જ રહે છે
વીસ વરસ પહેલા બા ,બાપુજી એ એમને આશરો આપ્યો હતો ,ત્યાર થી એ ગાયો ભેંસો ને છાણ,વાસીદુ ને દુધ દોહવાનુ ને બીજૂ બધુ કામ એ મા દીકરી જ કરે છે ,....એમની દીકરી કયાં છે ? મંજુલા બેન મીતા ના અચાનક સવાલ થી ગુંચવાયા ને પછી પોતાની જાત ને સંભાળી લેતા બોલ્યા એ એના મામા ના ઘરે ગયી છે હમણા થી......ને મંજુલા બેન એ વાત બદલી ,સુનિતા શાક સમારી લીધુ હોય તો અંહી લાવ બેટા ને આ પુરી ઓ વણી નાખ ,...મીતા આ ખીર ને કડછા થી હલાવતી રહે જે , હા મમ્મી....મંજુલા બેન શોભના ફયી ને ઘરે જમવા આવજો એમ કહેવા ગયી ,
દાડ,ભાત ની તપેલી ઓ નીચે ઉતારી મીતા એ શાક વઘારી દીધુ ને બીજા ચુલા પર લાપશી નુ આધંણ મુકીયુ..... મંજુ શુ કરે છે મારી ભત્રીજી ઓ ? એ તમે ચાલો સાથે ને જુઓ ,બન્ને રસોડામાં, રસોઈ બનાવી રહી છે ને તમારે પણ ત્યા જ જમવાનુ છે ઐટલે બોલાવા
આવી છુ ,...ઓહો લ્યો સારુ કહેવાય ,હાલ આવુ ને મંજુલા બેન શોભના બા ને લયી ને ઘરે આવ્યા, મંજુલા બા બેય ભત્રીજી ઓ ને રસોઈ બનાવતા જોઈ ખુશ થયી ગયાં,...મીતા એ તેલ મૂકી પુરી પણ તડી નાખી ...
કમલેશભાઈ બોલ્યા બા આજે તો રસોડામાં થી સરસ સૂગંધ આવે છે ને ...
મંજુલા બેન બોલ્યા હા હવે તો રોજ આવશે , આપણી બન્ને વહુ ઓ તો રસોઈ મા પણ નિપુણ છે , મને તો એમ હતુ કે ભણેલી છે એટલે રાંધતા શીખવવું પડશે
પણ આતો એની મમ્મી એ શીખવાડ્યું છે,....રસોઈ બની ગયી એટલે મીતા એ અને સુનિતા એ ડાઈનીંગ ટેબલ પર થાડીઓ પીરસી
બા એ બૂમ પાડી ને ઓમ અને વંશ ને જમવા બોલાવ્યા, ને બધા જમવા બેઠા ,....બા ને કમલેશભાઈ રસોઈ ના વખાણ કરતા થાકતા નહોતાં, ઓમ ને વંશ પણ મીતા સુનિતા ના વખાણ સાંભળી ને ખુશ થયા ને વંશ ને થયુ હાશ ,ઘરમાં બધા ને સંતોષ છે એ વાત જ મોટી છે ,મને તો એમ હતુ કે આ હોસ્ટેલ મા રહેલી મીતા ને કયી રાંધતા આવડતુ નહી હોય ,
પણ આતો કયીક અલગ જ થયુ ....પરિવાર ની ખુશી મા જ મારી ખુશી ....ઘર ,સમાજ ને માન મોભો મર્યાદા જાળવી રાખે એટલે બહુ થયુ ,....બધા એ જમી લીધુ એટલે મંજુલા બેન ગીતા ને બન્ને વહુ ચારેય સાથે જમવા બેઠા ,....એ જોઈ મીતા ને એટલુ તો સમજાઈ ગયુ કે ગીતા માસી ઘરના સભ્ય જ છેવ,પણ એ વિચારી રહી તો પછી એમની દીકરી ઘરનાં લગ્ન મા સામેલ કેમ નહી થયી હોય ?
શુ કારણ હશે ,...હશે જે પણ હોયવ,જમી લીધુ એટલે બન્ને બહેનો પોતપોતાના રૂમમાં ગયી ને કબાટમાં પોતાના કપડા ,મેકઅપ, બંગડી ,ને જ્વેલરી ગોઠવી દીધી ,.....
મીતા એ એનુ કબાટ ગોઠવી ને સુનિતા ને મદદ કરી ને કપડા ગોઠવી આપ્યા, ને રોજ ઘર માં કયી કયી સાડી ઓ પહેરવી એ અલગ ખાના માં મુકી ,....સુનિતા બોલી પણ કેમ આવુ દીદી ?
રોજ નવી નવી પહેરી જ નાખવાની ને ,જૂઓ ને આખુ કબાટ ભરી ને તો સાડીઓ છે ....ના સુનિતા બહુ હેવી સાડી ઓ ઘરમાં ના પહેરાય,
બહાર ધોવડાવવી પડે પછી ને જલદીથી ખરાબ પણ થયી જાય....સારુ ,અચ્છા સુનિતા ઓમ તારી સાથે સરખી રીતે વાત તો કરે છે ને
? તને પ્રેમ થી રાખે છે ? સુનિતા શરમાતા બોલી ,હા દીદી એમનો સ્વભાવ તો બહુ સરસ છે , સાચુ કવ તો મને તો આપણા ઘર કરતાં અંહી વધારે ગમે છે ,...ને આપણા સાસુ સસરા પણ મમ્મી ,પપ્પા જેવા છે ને આ દાદા દાદી તો આપણા રુખીમા કરતાય સારા છે ,જોયુ આપણ ને અવડી સાડી પહેરવાની એ છુટ આપી દીધી ,ને આપણા ઘરે રૂખી મા તો ,...પાયલ માસી પપ્પા ને પરણી ને ઘરે આવી ત્યારે કેટલા મોર્ડન હતાં, ને હવે જો ,આપણા ઘરે આવીને તો એમની ફેશન ને બધુ ય બંધ થયી ગયુ ,...હા સુનિતા એ વાત સાચી ,આપણાં ઘર કરતાં તો અંહી ઘણુ સારુ છે ,ને હા હવે તો આપણુ સાચુ ઘર જ આ છે ને ....પેલુ તો આપણા માટે કાયમ થી પારકુ જ હતુ ને ,...નાનપણ થી પારકા ઘર ની કહી ને મહેણાં મારતાં હતાં બા તો,
દીદી વંશ જીજુ કેમ આમ ઉદાશ જેવા લાગે છે ?
એ પહેલી વાર તમને જોવા આવ્યા ત્યારે તો કેટલીય મજાક મસ્તી ને વાતો કરતાં હતા ,ખુશ પણ હતાં, ને અત્યારે કેમ બદલાયેલા લાગે છે ? કાલ ની મારિ સાથે પણ એક ય વાર વાત નથી કરી.....દીદી બધુ બરાબર છે ને ? તમારી બે વચ્ચે? હા હા ,કશુ જ નથી થયુ ,એ લગ્ન ની દોડધામ મા થાકી ગયા લાગે છે ,....હમમ
સાંજ પડી એટલે પાછી મીતા ને સુનિતા એ લગ્ન ની ચણિયાચોળી પહેરી ને ઘરેણાં પહેરી નીચે આવી ,ઘુઘંટ ઓઢી ને બાજોઠ પર બેસી ને ગામ ની ને મહોલ્લા ની સ્ત્રીયો ,મુહ દીખાઈ ની રશમ મા આવી ,
બન્ને વહુ ઓ ને આખા આટલા બધા ઘરેણાં થી લદાયેલી જોઈ ગામ ની સ્ત્રીયો મોઢાં મા આગંડી ઓ નાખી ગયી ને બોલી ,મંજુલા બેન બહુ નસીબદાર છો ,વહુ ઓ તો બહુ રૂપાળી લયી આવ્યા છો ને કાઈ ,....ગામ ની બધી સ્ત્રીયો વારાફરતી નવી નવેલી દુલહન નુ મોઢું જોઈ ને શૂકન મા પૈસા ને ગિફટો આપી ,....ને બધુ પતયુ એટલે મંજુલા બેન એ ઘૂંઘટ હટાવી ને કહ્યુ, જાઓ વહુ બેટા ઉપર તમારા રુમમાં, થાકી ગયા હશો ,બીજી સાડી બદલી નાખો ,ને બન્ને બહેનો રશમ પતાવી પોતાના રુમમાં આવી કપડા બદલી નાખ્યા
મંજુલા બેન એ નીચે બધા ને મીઠાઈ ને પતાસા વહેંચી, ને બધા વિદાય થયાં,....હાશ ચલો શાંતિ થી પતી ગયી રશમ,....મીતા અને સુનિતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ
@ 51 ઝંખના......

લેખક @ નયના બા વાઘેલા