ઝંખના - પ્રકરણ - 4 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 4

ઝંખના @ પ્રકરણ 4

પરેશભાઈ એમના કામે ગાડી લયી યાર્ડ મા અનાજ ભરાવવા ગયા ને મીનાબેન રસોડા ના કામે વડગયા......બા ,બાપુજી નાહી ધોઈ ઘરના મંદિરમાં પુજા પાઠ કરવા બેઠા ......
મીતા અને સુનિતા એકટીવા લયી સકુલે પહોંચ્યા, આજે પરિણામ બહાર પડવાનું હતુ એટલે સકુલ મા બહુ ભીડ હતી ,મીતા પાર્કીંગ મા જયી એકટીવા મુકી બહાર પ્રાગરણ મા બહેનપણીઓ પાસે આવી ....... હાય , કેમ છે રીટા ? બસ હાલ તો ટેન્સન મા છું જો ....ખબર નહી કેટલા પરસનટ આવશે ...... અરે યાર તુ આમ નાહક ની ચિંતા ના કર હમણા ખબર પડી જશે .....આપડા બધા પેપર સારા ગયા છે પછી ટેન્શન શુ કામ લેવાનુ ,.......સકુલ બહુ વિશાળ હતી ને એનુ પ્રાગરણ ને પાર્કીંગ પણ બહુ મોટા હતા, ને બાજુ મા બગીચો પણ બહુ સરસ હતો ......પરેશભાઈ ઘણી વાર સ્કુલ મા પૈસા દાન કરતા હતા , બધા સ્ટુડન્ટ ઓ કયાર ના રાહ જોઈ રહયા હતા કે સકુલ શંકુલ ની જાડી કયારે ખુલે ,......
બે ચાર ટીચરો ને પટાવાળા રીઝલ્ટ ચેક કરી નંબર વાઈઝ બોર્ડ પર લગાવી રહ્યા હતા .......છેવટે અડધા કલાક ની પ્રતીક્ષા બાદ સ્કુલ નો દરવાજો ખુલ્યો ને બધા વિદ્યાર્થીઓ બોર્ડ આગળ તુટી પડ્યા.....મીતા એ એના નંબર મા જોયુ તો એનુ રિઝલ્ટ સોથી ઉપર લગાવેલુ હતુ ,મીતા 91% એ પાસ થયી હતી ,સકુલ મા ને ગામ મા બીજા નંબરે આવી હતી......મીતા એનુ રિઝલ્ટ મેળવી બધા ટીચરો અને પ્રિન્સિપાલ ને પગે લાગી ને આશીર્વાદ લીધા ,સકુલ ના સાહેબો એ મીતા ને સાબાસી આપી , સકુલ મા પ્રથમ નંબરે 97% એ પાસ થનાર એક લલિત શાહ નામનો છોકરો હતો એ બાજુ ના ગામનો હતો ,ને ત્રીજા નંબરે મીતા ની ખાશ બેસ્ટ ફ્રેન્ડ આશા આવી હતી ........બધી બહેનપણીઓ એ રિઝલ્ટ મેળવી લીધા પછી ટોડે વડી ગાર્ડન મા બેઠી ,મીતા નુ મોઢુ પડી ગયુ હતુ ,એ જોઈ આશા બોલી અલી હજીય આટલા ટકા ઓછા પડે છે ? ગામમાં થી તો તુ જ ફસ્ટ આવી ને ? પછી શુ આવુ દીવેલ પીધા જેવુ ડાચુ કરે છે .....એમ કરી મજાક કરી .......બસ આશા ડી મજાક મુક ને હવે સિરિયસ થા ,આગળ ભણવા માટે આપણા ગ્રુપ મા થી કોણ કૉણ આવવાનુ છે શહેરમાં??? આશા બોલી મારુ તો ફાઈનલ જ છે , ને સંગીતા , પ્રીતી, રીના , માયા તમે ઘરે પુછી જોયુ , હા મીતા અમને પણ કોલેજ કરવાની પરવાનગી મળી ગયી છે ......મીતા ખુશ થયી ગયી ઓહો તો તો આપણે છ છોકરીયો તૈયાર એમ ને ,
ને એટલા મા જ વચ્ચે સ્કુલ નો જી,એસ સચીન આવ્યો ને બોલ્યો અમે પણ સાત છોકરાઓ એ કોલેજમાં એડમિશન લેવાનુ નક્કી કર્યુ છે.........સરસ તો તો આપણે કયી ચિંતા જેવુ નયી આપણા ગામ નુ જ ગ્રુપ એક કોલેજમાં એટલે કોઈ ડર જેવુ એ નહી બરાબર ને સચીન ! હા હા અમે બધા છીએ ને કોઈ ટેન્શન નથી , છોકરાઓ ની હોસ્ટેલ અલગ હશે ને છોકરીઓ ની અલગ હશે , હા છે બિલ્ડીંગ આગળ પાછળ જ.....એટલે કોઈ ને ટેન્શન નહી રહે ......આમ બધા શહેરમાં જયી કોલેજ કરી આગળ વધવા ના સપના જોતા બધા એક એક કરી ને છુટા પડ્યા , સચીન બોલ્યો શહેરમાં કોલેજ ના એડમિશન માટે આપણા વાલી ને લયી ને બધા એકી સાથે જયીશુ એમ ફાઈનલ કર્યુ,......એ આશા ચાલ મારા એકટીવા પર હુ તને ઉતારી દયીશ..... મીતા ,સુનિતા ને આશા ત્રણ સવારી ગામ મા આવવા નીકળયા.........આશા નુ ઘર ગામની ભાગોળે જ હતું એટલે એને ઉતારી મીતા ઘર તરફ વડી , મીના બેન રસોઈ બનાવી કયાર ના આધાપાછા થતા હતા , કેમ આટલી વાર લાગી મીતા ને ? એકટીવા તો નહી બગડયું હોય ને રસ્તા મા કે પછી રીઝલ્ટ તો સારુ આવ્યુ હશે ને ? ......એક થોડી વાર મા તો મીનાબેન ના મગજમાં કેટલાય સારા ખોટા વિચારો આવી ગયા ,ને હજી બીના ના પપ્પા એ ના આવ્યા યાર્ડ મા થી ,લાવ ફોન કરુ .....ના ના નથી કરવો હમણા આવતા હશે ........મીના બેન હિચંકે બેસી દીકરીયો ની વાટ જોઈ રહ્યા......ને બે ઘડી મા જ મીતા ને સુનિતા ખુશ ખુશાલ થયી આવી ગયા , વરંડા મા એકટીવા પાર્ક કર્યુ ને મીતા મીના બેન ને વળગી જ પડી ......મમ્મી 91 %આવ્યા.....આપણા ગામમાં પ્રથમ.....હાશ.... દીકરી મને ખબર જ હતી ....ને એટલા મા ગાડી નો હોર્ન વાગ્યો સુનિતા એ દોડતા જયી ગેટ ખોલ્યો.....
મીના બેન અને મીતા નો ચહેરો જોઈ પરેશભાઈ સમજી જ ગયા કે દીકરી એ આ વખતે પણ પ્રથમ નંબર જ મેળવ્યો છે......મીતા પરેશભાઈ ને ગડે વળગી....
જા બેટા દાદા દાદી ના આશીર્વાદ પણ લયી આવ ......આત્મા રામ ને રુખી બા હોલ મા બેઠા ટીવી જોતા હતા , બધા ઘરમાં આવ્યા ને મીતા એ દાદા દાદી ને પગે લાગી કહયુ બા હુ પહેલા નંબરે પાસ થયી ,
દાદા એ તો ખુશ થયી આશીર્વાદ આપ્યા પણ રુખી બા એમની ટેવ પ્રમાણે બબડવા લાગ્યા.....એમાં શુ મોટો વાધ માર્યો....ના ના આટલા બધા રુપિયા ભણવામા નોખો ન ઉપર થી ટ્યુશન ના અલગ થી પશ પાસ જ થવાય ન .....
ન ચો આ દીકરીયો ન આટલુ ભણાવવાની જરુર શ ? આતો પારકુ ધન ,,કાલ ઈના ઘેર જતી રશ .....ન કુન ખબર હાહરી મ મુરતીયો ભણેલો મલ ના મલ......ને વચ્ચે જ આત્મા રામ બોલ્યા
બસ અમ બંધ થશો ......હારુ ના વિચારો તો કોય નયી પણ દીકરી માટે આવુ ખરાબ શુ કોમ વિચારો શો ? ........દાદા દાદી ની વાતો સાંભળી ને મીના બેન અને મીતા નો મૂડ મરી ગયો
મીના બેન એ તરતજ સ્વસ્થતા ધારણ કરી લીધી ને બોલ્યા બા ,બાપુજી હાલો
જમવાનુ પીરસુ ,ને તમેય હાથ પગ ધોઈ આવો , ઢીગંલી ઓ ચાલો તો ....બધા સાથે જ બેસી જાઓ બહુ મોડુ થયી ગયુ છે ,બે વાગી ગયા.....
ને બધા જમવા માટે ડાઈનીંગ ટેબલ પર ગોઠવાયા ને મીના બેન થાડી ઓ પીરસી .......સોથી પહેલા પીતડ ની થાડી મા કંસાર લયી ભગવાન ને ભોગ ચઢાવ્યો ......
મીના બેન ના હાથ નો કંસાર ઘર મા બધા ને બહુ ભાવે , દાર, ભાત, બે શાક ,રોટલી , પાપડ , ભજીયા ને કંસાર ,.. .. રુખી મા થી બોલ્યા વિના ના રહેવાયુ , ઓહહહો ન આજ તો કોઈ તહેવાર હોય એવુ લાગશ ન ......કંસાર નો આધણ મુક્યો ,તાર જ મન સુગંધી આયી જયી તી ......હા બા તમને કંસાર બહુ ભાવે છે એટલે જ બનાવ્યો ને આજે મીતા ના પાસ થવાની ખુશી પણ ખરી ......જમતા જમતા પરેશભાઈ મીતા સાથે બધી વાતચીત કરી લીધી ને પુછી પણ જોયું કે ગામ માથી કેટલા સ્ટુડન્ટ કોલેજ માટે શહેરમા આવવાના છે .......ને એડમીશન માટે કયારે જવાનુ છે ? એ બધી વાતો કરી ......ઘરમાં બધા ખુશ હતા ખાલી રુખી મા એકલા જ ચુપચાપ જમતા હતા ,
પરેશભાઈ પણ બહુ ખુશ હતા ,દીકરી એ સમાજમાં નામ રોશન કર્યુ એ વાત નો આનંદ હતો .......
બધા એ જમી લીધુ પછી છેલ્લે મીના બેન જમવા બેઠા ,આ મીના બેન નો નિયમ હતો આખુ ફેમીલી જમી લે પછી જ જમવુ
મીતા મમ્મી ની પાસે બેસી ને ફોર્સ કરી જમાડવા લાગી
હવે હુ હોસ્ટેલ મા જતી રહીશ તો આટલુ સરસ જમવાનુ કોણ જમાડશે મને ? મા આ તો ભણવા નુ છે એટલે બાકી હુ તો તને મુકી ને કયાંય ના જવ .....
હા દીકરી તારા ભવિષ્ય માટે ભણવુ જરુરી છે ,નહીતર અમારા જેવી દશા થાય , ના ઘર ના કે ના ઘાટ ના બસ ઘર મા નોકરાણી ની જેમ કામ કુટવુ પડે ,.....અમારા મા બાપે પૈસા ના અભાવે ના ભણાવ્યા.....ને તમે તો નસીબદાર છો કે તમારી બધી ઈરછા ઓ પુરી થાય છે ,.......ને શહેરમાં રહી ભણવા પણ મડશે ને સારી રીતે જીદંગી માણી શકસો....હુ બહુ ખુશ છુ બેટા તારા માટે ........
બસ શહેરમા જયી ભણી ગણી બહુ મોટી એન્જિનિયર બનજે ને ખુબ પૈસો કમાજે એટલે સામેથી સારા મુરતીયા ના માંગા આવવા લાગશે ,એમ કહી હસી પડયા ને મીતા બોલી તમે ય શુ મમ્મી એમ કહી શરમાઈ ને ઉપર એના રૂમ મા ગયી ..........મીતા અને પરેશભાઈ ના જીવન મા કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 5 ઝંખના.....

લેખક @ નયના બા વાઘેલા