ઝંખના - પ્રકરણ - 5 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 5

ઝંખના @પ્રકરણ 5

મીતા એ શહેરમાં જવાની તૈયારીઓ કરવા માંડી... પપ્પા પાસેથી પૈસા લયી સુનિતા સાથે જયી નવા કપડા ને જોઈતી સામગ્રી લયી આવી ને બેગો તૈયાર કરી ......ગામ ની બીજી બહેનપણી ઓ ના માતા પિતા ને પરેશભાઈ ને મીના બેન મડી આવ્યા એટલે શાંતિ થયી કે શહેરમાં આપણી દીકરી એકલી નથી ને ગામના ચાર છોકરાઓ પણ જવાના હતા એટલે પરેશભાઈ એ એમને પણ મડી લીધુ ને મીતા નુ ધ્યાન રાખવાની ભલામણ કરી .....
ઘરે આવિ દીકરી મીતા ને શિખામણ આપી ,જો દીકરી તુ ભણવા મા આટલી હોંશીયાર છે એટલે તને સીટી મા એટલે દુર ભણવા માટે મોકલીએ છીએ ..... એટલે દીકરી તુ પણ મારી ને આપણા ખોરડા ની માન મર્યાદા સાચવજે .....કયારેય કોઈ પગલુ આડુ અવડુ ના ભરતી ને મારો ને તારી મમ્મી નો વિશ્વાસ ના તોડતી , તુ તો જાણે જ છે બેઠા ગામ માં ને સમાજ મા મારી કેટલી ઈજજત આબરુ છે એને બરકરાર રાખજે બેટા ,બસ તને આટલુ જ કહેવાનુ છે ...... હા પપ્પા હુ તમારી બધી વાત ને સમજુ છુ ને હુ પણ આપને વચન આપુ છુ કે હુ તમારો વિશ્વાસ ક્યારેય નહી તોડુ......મારી પર ભરોસો રાખજો મારી નસો મા તમારુ લોહી વહે છે પપ્પા હુ તમને ક્યારે નીચુ જોવાનુ થાય એવુ કામ નહી કરુ ,મમ્મી એ મને સારા સંસ્કાર આપ્યા છે એનુ માન રાખીશ.......
બીજા દિવશે બે ગાડી લયી ગામના બધા વિદ્યાર્થીઓ કોલેજ ના એડમિશન માટે સાથે જવા નીકળ્યા......પરેશભાઈ ને બીજા બધા વાલી પણ સાથે ગયા , ત્યા એડમિશન નુ કામ પતાવી ને ત્યા થી થોડે દુર સારી હોસ્ટેલ હતી ત્યા જયી બધુ ચેક કર્યુ ને દીકરીયો ની શેફટી સારી છે એ જાણી ને બધા ને ત્યા જ રહેવુ એમ નકકી કરી ત્યા ફી ભરી પ્રોસિજર પતાવી ને બધી દીકરી ઓ ને સલાહ સુચના આપી ને બધા ના વાલી મિત્રો ગામડે પરત ફર્યા.......પરેશભાઈ ને મીના બેન મન થી બહુ દુખી હતા ,કેમ કે કદી મીતા ને એકલી કોઈ સબંધી ના ઘરે પણ મોકલી નહોતી ને આજે એકલી ને શહેરમાં ગામ થી બહુ દુર ભણવા માટે મોકલવી પડી .....મીના બેન એક બાજુ બહુ ખુશ હતા કે દીકરી નુ શહેરમાં ભણવાનુ સપનુ પુરુ થશે ને બીજી બાજુ વારેધડીએ મીતા ને યાદ કરી આખં મા થી આશુ આવી જતા હતા. .... મીતા વિના ઘર સુનુ સુનુ લાગતુ હતુ ,સુનિતા ,વનિતા અને નાની બીના પણ મીતા વિના સુના પડી ગયા હતા.....મીતા ઘરમાં સોથી મોટી હતી એટલે બધા ને વધારે વહાલી હતી ને એ પણ બધા ની ખડેપગે સેવા કરતી એટલે બધા ને વધારે યાદ આવતી .......મીના બેન હવે ઘરમાં જાણે એકલા પડી ગયા ,રસોડા ના કામ મા મીતા રોજ મમ્મી ની મદદ કરતી ને હવે બધો બોજ હવે મીના બેન પર આવી પડ્યો ને રસોઈ મા જો સહેજ પણ મીઠુ મરચુ વધારે પડી જાય તો રુખી બેન એમની ધુડ કાઢી નાખતા ઘણુ બધુ લેક્ચર સાંભળ્વુ પડતુ ,.....
આજકાલ કરતા મીતા ને પંદર દિવશ થયી ગયા કોલેજ માં ગયે.....એટલે એના વિના રહેવાની આદત પડી ગયી ... બે ચાર દિવશે મીતા ઘરે મમ્મી, પપ્પા ને ફોન કરી લેતી એનાથી મીનાબેન ના હૈયે ટાઢક વળતી.......આજે રવિવાર હતો ને બધા વાડીએ ફાર્મ હાઉસ પર જવાની તૈયારીઓ કરવા માંડી...
મીના બેન એ દીકરીયો ના જુના કપડા ,રમકડાં ને બિસ્કિટ બધુ એક થેલા મા ભર્યુ ને બસ નીકળવાની તૈયારી કરતા હતા ને આંગણે એક ગાડી આવી ને ઉભી રહી ,ને એમાથી પરેશ ભાઈ ના મોટા બેન કંચન બેન ને જીજાજી બટુક ભાઈ ઉતર્યા......અરે કયાં ચાલ્યા બા તમે બધા ? લે ભુલી ગયી કંચન આજે રવિવાર છે ને દર રવિવાર આપણે કયાં જયીએ છીએ ? ....ઓ માડી હુ તો ભુલી જ ગયી આજે તો રવિવાર એટલે વાડીએ .....રુખી બા બોલ્યા
કંચન તુ ને બટુક લાલ બન્ને પણ હાલો વાડીએ જ અમારી સાથે , એય ને જલસો પડી જશે ને ત્યા જયી ને જમશુ ને બધી વાતો કરીશુ .....ને કંચન બેન એ ગાડી નુ ભાડુ ચુકવી ને રુખી બા ની પાસે એમની ગાડી મા બેસી ગયા ને બધા વાડીએ આવી પહોંચ્યા.......પરેશભાઈ રમણ સાથે વાતચીત મા મશગુલ હતા ને ઘરના બધા આવી પહોંચ્યા ને ગાડી માથી કંચન બેન અને જીજાજી ને જોઈ નવાઈ પામ્યા ને બોલ્યા......ઓહોહો મોટી બેન તમે અંહી અચાનક ? એ હા પરીયા અચાનક નહી બા એ બોલાવી હતી એક ખાશ કામે એટલે સ્પેશ્યલ ગાડી કરીને આવી ને ત્યારે જ બધા અંહી આવવા નીકળતા હતા એટલે બા એ કહ્યુ હાલો બધા વાડીએ જ....પછી અંહી જ નિરાંતે બધી વાતો કરીશુ ,....મીના બેન એ ગાડી માથી બધા થેલા કાઢ્યા ને ત્યા કામ કરતા બધા મજૂરો ના બાળકો ટોળે વડી ગયા ,....
મીના બેન એ બધા ને કપડા બિસ્કિટ ને ચોકલેટ વહેંચી ને ખુશ કર્યા.....બધા છોકરા ખુશ થયી ગયા ...... ને મીનાબેન સુનિતા ને લયી રસોડામાં આવ્યા ને ગાડી જોઈ રાધા પણ મીના બેન ને રસોઈ મા મદદ કરવા આવી ગયી , ........
આજના મેનુ મા મકાઈ ના રોટલા ,શરગવાનુ શાક , લસણ ની ચટણી , પાત્રા ને છાસ , ને ફાડા લાપશી ....
રુખી બા પહેલે થી જ કહી દેતા કે જમવાનુ શું બનાવવુ
ને મીના બેન રુખી બા ની આગ્રા નુ પાલન કરતા ....આટલા વરસો મા કયારેય એવુ બન્યુ જ નહોતુ કે રુખી બા ની વાત ના માની હોય ,એવા ગુણિયલ ને સંસ્કારી હતા મીના બેન ભલે ગરીબ ઘર ના દીકરી હતા પણ સાસરે આવી ને બિલકુલ છકી ગયા નહોતાં
ને રૂપાળા પણ ખરા......
હા દહેજ મા કશુ લાવ્યા નહોતા ને દીકરા ની માતા નહોતા બની શક્યા એટલે રુખી મા રોજ બરોજ મહેણાં મારતાં હતાં ને મીના બેન ચુપચાપ સહન કરી લેતા હતા .......હવે મીના બેન ના જીવન મા કેવો આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 6 ...ઝંખના ......

લેખક @ નયના બા વાઘેલા