ઝંખના - પ્રકરણ - 51 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 51

ઝંખના @ પ્રકરણ 51

ત્યા કામીની વંશ ની યાદ કરી ને પરાણે દિવસો પસાર કરી રહી હતી ,આખી જીંદગી એની નજર સામે રહી મોટી થયી હતી ને અંહી આવે પચીસ દિવશ જેવુ થયી ગયુ
પણ વંશ નો ચહેરો જોવાય પામી નહોતી ,હા વંશ દિવશ મા કેટલીય વાર ફોન કરતો પણ કામીની ને કમલેશભાઈ ની વાત યાદ આવી જતી ,કમલેશભાઈ એ જતાં
જયાં કહ્યુ હતુ કે કામુ તારે હવે વંશ ને ભૂલ્યા વિના કોઈ છુટકો નથી જ,એટલે વંશ તને ફોન કરે તો તારે વાત કરવાની નથી ,જ બસ આ જ તારી સજા છે ,ને જો તુ મારી ને મારા પરિવાર ની ઈજજત ની ચિંતા હોય તો મહેરબાની કરીને વંશ ને ભુલી જજે બેટા ,તારે કયી પણ જરુર પડે મને અડધી રાતે ફોન કરજે પણ વંશ નૈ નહી....કામીની વિચારી રહી હતી જે થયી ગયુ એ ભુલ હતી એમ સમજી ભુલી જ જવુ પડશે ,મારે હવે મજબુત થવુ જ પડશે ...જ
કમલેશકાકા એ મારી માતા ને આવી જ હાલત મા આશરો આપ્યો હતો ,જો એ વખતે માને આ પરિવાર એ ના સાચવી લીધી હોત તો હુ પણ આ દુનિયા મા આવી ના હોત કે મારી મા પણ ના હોત , એ જ ઘરમાં મારો જનમ થયો ને ત્યા રમી ને મોટી થયી ,...નીત નવા કપડા ને છમ છમ.પાયલ પહેરાવતા મંજુલા કાકી નો ઉપકાર એ કેમ ભુલાય ? કાકી એ દિવશે મારા કારણે કેટલા દુખી હતાં...તોય મને એક શબ્દ એ કહ્યો નથી કે ઘરનુ કોઈ વઢયુ પણ નથી ..
તો પછી હવે હુ એ પરિવાર ને અસ્ત વયસત નહી થવા દવ ,બીચારી મીતા ,વંશ ની વહુ થયી ને એ ઘરમાં તો આવી ગયી પણ વંશ એને પ્રેમ કરે તો સારુ છે એની સાથે સારુ વર્તન કરે તો સારુ ,એમા બીચારી મીતા નો શુ વાકં ? એ ને કયાં ખબર હતી કે વંશ મને પ્રેમ કરે છે ,એ કેટલા અરમાનો લયી આવી હશે સાસરે ....
એના સપના તોડવાનો મને કોઈ હક નથી , એનો પત્ની તરીકે નો અધિકાર એને મડવો જ જોઈએ ,....પણ વંશ ને આ વાત કોણ સમજાવશે ??? કમલેશ કાકા ની વાત પણ એ નહી માને ,હા એ મારી વાત માનશે હુ ફોન કરી સમજાવુ તો કદાચ વાત માની જાય ,
પણ કમલેશકાકા ને ખબર પડી જશે તો ? ના ના એમને આપેલુ વચન ના તોડાય...હુ
શુ કરુ સમજાતુ નથી ,ત્યા મીતા બીચારી દુખી હશે ,....
લગ્ન ને પચીસ દિવશ ગયા પણ મીતા અને વંશ બન્ને એ મૂંઝવણ મા જ હતાં, હા બન્ને એક બીજા સાથે વાતચીત કરતાં પણ પતિ પત્ની ની જેમ હેતા નહી ,મીતા એ જોયુ કે ઘણી વાર વંશ મોડી રાત્રે ઊઠી ને પાછડ વાડા મા હિચંકે જયી ને કલાકો સુધી એકલો બેસી રહેતો ,,મીતા ચુપચાપ ઉઠી ને છત પર જતી ને ત્યા થી વંશ ને જોયા કરતી ,વંશ હિચકે થી ઊભો થાય એટલે એ ફટાફટ આવી ને એની જગયાએ સુયી જતી...બન્ને એક બેડ શેર કરતાં પણ એક મિત્ર થી વધારે કયી જ માનતા ન હતાં....મીતા પણ મન થી ધિચારતી કે આનુ કારણ શુ હશે ? વંશ અડધી રાત્રે ત્યા જયી કેમ બેસી રહેતો હશે ? શુ આનુ કારણ હુ તો નથી ને ? એને મારી ને
મયંક ની વાત કદાચ ખબર તો નહી પડી ગયી હોય ને ?
પણ જો એવુ હોય તો કોઈ પણ પુરુષ આમ ચૂપ ના રહે ને મને એની નજર સામે સહન પણ ના કરે ,...એટલે એવુ તો ના બને ,મારા ઘરમાં મમ્મી, પપ્પા સિવાય કે મારા ગ્રુપ સિવાય કોઈ જાણતુ નથી એટલે અંહી વંશ સુધી તો વાત જાણવી અશક્ય છે
તો આખિર શુ હશે ? વંશ ઉપર થી ખુશ રહેવાનો દેખાડો કરે છે એ ચોખ્ખુ દેખાય છે ,પણ અંદર થી એ તુટી ગયો છે ,એનુ મન કયાંય લાગતુ નથી ,...શુ કારણ હશે ને હા લગ્ન પહેલા મને એના પર શક હતો કે એ કોઈ છોકરી સાથે ફોન મા વયસત રહે છે ,એવુ
પણ નથી હુ આવી ત્યાર ની જોવુ છું કે એના ફોન મા કામ સિવાય કોઈ નો ફોન નથી આવતો ,એનો ફોન લોક પણ નથી ને દિવશે કે રાત્રે ફોન ગમે ત્યા પડ્યો હોય છે ,....એટલે મારો શક પણ ખોટો પડ્યો,...મીતા ને હવે વંશ ની ચિંતા થવા લાગી હતી ને આટલા દિવશ એની સાથે રહી એક બેડ મા સુતા સુતા વાતો કરી એટલે મીતા મનોમન વંશ ને ચાહવા લાગી હતી ...ને વંશ ની ચિંતા પણ કરતી હતી ,....આ જે મીતા અને સુનિતા ની પગફેરા ની રશમ હતી એ માટે બન્ને જોડા ઓ ને સરથાણા જવા નુ હતુ ,સવાર ના ચા પાણી પતાવી ને બન્ને વહુ ઓ તૈયાર થવા ઉપર ગયી ...કમલેશભાઈ બોલ્યા વંશ ,ઓમ તમારે પણ સાથે જવાનુ છે જાઓ તૈયાર થયી જાઓ ,ને હા ગાડી ધીરેથી ચલાવજો ....વંશ ને ઓમ પણ તૈયાર થયી ગયા ને મીતા ને સુનિતા પણ પિયર જવાની ખુશી મા ફટાફટ તૈયાર થયી ગયી ,સરસ હેવી સાડી પહેરી ,મેચીંગ બંગડી ઓ ને મેકઅપ કરી ને તૈયાર થયી ,ઘરેણાં પહેર્યા...ને પર્સ લયી બન્ને નીચે આવી ...વંશ એ ગાડી કાઢી ને ચારેય જણ સરથાણા જવા નીકળ્યા , સુનિતા તો એક મીનીટ એ ચુપ બેસી જ ના શકતી , એ આખો દિવશ કયી ને કયી વાતો કરતી જ હોય ,ગાડી મા પણ એની બક બક ચાલુ જ હતી એ જીજુ જીજુ કરી વંશ નુ મગઝ ખાઈ જતી ...ને આજે તો પાછુ પિયર જવા નુ હતુ એટલે એ બહુ ખુશ હતી ,આટલા દિવસો પછી મમ્મી, પપ્પા ને મડવાની ઉતાવળ હતી ,....ઓમ નો સ્વભાવ પણ સુનિતા જેવો જ મજાકીયો હતો ,ને મસ્તીખોર હતો ,ને એમની ઉંમર જ એવડી હતી ,લગન ની ઉમર પણ કયાં થયી હતી ?.આ તો બન્ને પરિવારો એ એક જ લગ્ન મા બે લગ્ન નો ખર્ચો ઉકલી જાય એટલે બન્ને ને નાની ઉંમરે પરણાવી દીધા ,...કલાક પછી બન્ને દીકરીયો પોતાના ગામ,પોતાના ઘરે પહોંચી....
રુખી બા ને આત્મા રામ પણ કયાર ના બોલતા હતા કે પરીયા ફોન કરી જો ને ,આ દીકરીયો ને જમાઈ ત્યા થી નીકળી કે નહી ?....
ને એટલામાં જ ઘર આગંણે
ગાડી આવી ને ઉભી રહી....
ને બન્ને નાની બહેનો દોડતી દીદી આવી ગયી કહેતી સામે ગયી ,પરેશભાઈ ને મીના બેન પણ કયાર ના રાહ જોતા હતા ,ને બન્ને દીકરીયો ની આવવાની ખુશી મા ઘરમાં વહેલી સવાર થી તૈયારીઓ ચાલતી હતી...બન્ને દીકરી, જમાઈ એ વડીલો ને પગે લાગી ને આશીર્વાદ લીધા, મીના બેન ને પરેશભાઈ મીતા ,અને સુનિતા ને ખુશ જોઈ ને રાજી ના રેડ થયી ગયાં....
રુખી બા બોલ્યા, બેટા આ દક્ષિણી સાડી કેમ પહેરી ને આવ્યા? તારા સાસુ ને પૂછી ને પહેરી છે ને ? ને સુનિતા બોલી, દાદી અમે તો ઘરમાં પણ આવી સાડી જ પહેરીએ છીએ ,ગુજરાતી સાડી તો બસ લગ્ન ના દિવશે પહેરી એ જ ,....ને દાદી અમારે તો માથે પણ બહુ નહી ઓઢવાનુ ,...ઓહહહો લ્યો મીના વહુ સાભંડયુ આ તારી નાનકી તો જો અત્યાર થી એનુ ઘર ને એની સાસુ ના વખાણ કરવા લાગી ,થયી ગયી હો પારકાં ઘર ની ...એમ કહી ખુશ થયી હસી પડ્યા ને બોલ્યા, વંશ કુમાર સાચુ કહેછે આ સુનિતા અમારી ? તમારા દાદી ને દાદા કોઈ ને તકલીફ તો નથી ને ? ને વંશ હસતાં હસતાં બોલ્યો, દાદિ તમે ચિંતા ના કરો ,આ સુનિતા ઘરમાં આવી ત્યાર થી તો ઘર માં બસ રોનક જ છે ,
ને બન્ને બહેનો ને આવી સાડી પહેરેલી જોઈને ,કોઈ કશુ બોલયુ નથી ,સુનિતા વાત જ એવી કરી કે બધા ખુશ થયી ગયા ને બન્ને ને કાયમ માટે આવી રીતેજ જેમ ફાવે એમ પહેરવા ઓઢવાની છુટ મડી ગયી....
રુખી બા હસતા હસતા બોલ્યા અમારી આ નાની ચીબાવલી છે જ એવી નટખટ કે એની વાત મનાવવા માટે એ પ્રેમ થી
ગમે એનુ દિલ જીતી જ લે
,ને કુમાર તમે તો નાનકી ના જ વખાણ કરો છો ,કૈમ ?
અમારી મીતા થોડી ઓછા બોલી ને શરમાળ છે બાકી અમારી મોટી દીકરી પણ બહુ હોશિયાર છે,....વંશ હસતા હસતા બોલ્યો, હા દાદી હુ કયાં ના પાડું છું મીતા પણ હોશિયાર જ છે
લગ્ન ના બીજા દિવશે જ ઘર નુ રસોડું સંભાળી લીધુ છે ,
મીના બેન ને પરેશભાઈ વંશ ની વાત સાંભળી ને ખુશ થયી ગયા ને મન ને તસલ્લી થયી ....વંશ ના મોઢે પોતાના વખાણ સાંભળી ને મીતા શરમાઈ ને અંદર ચાલી ગયી
પાયલ એ બધા માટે પહેલા ચા બનાવી ને ,રસોઈ તો મોટા ભાગની ઞબની ગયી હતી બસ પુરીઓ જ તડવાની બાકી હતી ,એટલે મીના બેન ને પાયલ બાકી ની
રસોઈ બનાવવા રસોડામાં
ગયા, સુનિતા તો મહોલ્લા મા પોતાની સહેલીઓ ને મડવા ચાલી ગયી ને મીતા ઉપર એના રુમમાં ગયી ,...
ને ઉપર એનુ કબાટ ખોલી ને
એના પુસ્તકો, એના વેસ્ટર્ન કપડાં, ડ્રેસ ને એ બધુ જોઈ રહી, ને કપડા ની ગડી વચ્ચે સંતાડી રાખેલો વંશ નો ફોટો કાઢી ને એક નજર જોયો ને આખં મા આશુ આવી ગ
યા.
ને નફરત થી ફોટા ના ટુકડે ટુકડા કરી નાખ્યા ને બારી ની બહાર ફેંકી દીધા , ને આંખો લુછી ફ્રેશ થયી ને નીચે મીના બેન પાસે રસોડામાં આવી ને , પાયલ મજાક કરતાં બોલી કે કેમ મીતા સાસરી મા જમાઈ સાથે ફાવી ગયુ ને
?ઘરે તારા સાસુ સસરા તને કેવુ રાખે છે ? મીતા શરમાઈ ગઈ ને બોલી , બધા બહુ સારા છે પાયલ માસી ,ને પારકાં ઘર જેવુ નથી લાગતુ
ને કામ મા ખાલી રસોઈ ને ચા નાસ્તો જ બનાવવાનો ,ને એમાય હુ ને સુનિતા બન્ને હોઈએ , ને ઘરનુ કામ કાજ ગીતા માસી કરી લે છે ,.....
મીતા ની વાત સાંભળી ને મીના બેન ખુશ થયી ગયા ,
રસોઈ બની ગયી એટલે પાયલ એ ડાઈનીંગ ટેબલ પર થાડીઓ પીરસી ને બહારથી સુનિતા ને બોલાવી
ને બધા જમવા બેઠા ,જમતા
જમતા સુનિતા ની વાતો તો ચાલુ જ હતી ને સુનિતા બસ અમારા ઘરે આવુ ને અમારા ઘરે તેવું ને બસ સાસરી ના વખાણ કરતાં થાકતી જ નહોતી ,ને બધા હસતાં હસતાં સુનિતા ની વાતો સાંભળી ને ખુશ થતા ,...જમી પરવારી ને થોડી વાર બધા સાથે બેઠા અને વંશ એ કહયુ ચાલો મીતા નીકળી શુ હવે ? હા બસ નીકળી એ....પરેશ ભાઈ એ દીકરી જમાઈ માટે લીધેલી ગીફટ ,પહેરામણી ને મીઠાઈ ના બોકસ ને ઘણુ બધુ ગાડી મા મુકાવયુ,......
ને બધા ને મડી ને ચારેય જણ વડાલી જવા વિદાય થયાં, મીના બેન ની આંખો મા આશુ આવી ગયા પણ એ આશુ ખુશી ના હતાં...
મીતા એ ચહેરા પર એક પણ ભાવ એવો નહોતો લાવી કે એ જોઈ મમ્મી પપ્પા ને દુખ થાય ,બસ પોતે આ લગ્ન થી બહુ ખુશ છે એ બતાવવુ જરુરી હતુ ને આમ પણ સાસરી મા બધુ સુખ હતુ ,સિવાય પતિ ના પ્રેમ...
મીતા ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 52....ઝંખના

લેખક @ નયના બા વાઘેલા