ઝંખના - પ્રકરણ - 3 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 3

ઝંખના @ પ્રકરણ 3

મીના બેન આજે રોજ કરતાં વહેલા જાગી ગયા ને ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈ ભગવાન સામે બેસી દીવા બતી કર્યા ને દીકરી મીતા માટે પ્રાથના કરી . ..... હે ભોલેનાથ આજે મારી દીકરી નુ પરીણામ છે એને ધાર્યુ છે એવુ જ રીઝલ્ટ આપજે વ્હાલા....જોજો મારી દીકરી નુ દીલ ના તુટી જાય એણે ભણવા માટે બહુ મહેનત કરિ છે ને એના ભવિષ્ય ના બહુ ઉંચા સપના જોયાં છે ....લાજ રાખજે પ્રભુ એમ કહી મીના બેન એ ભગવાન ને ભોગ ચઢાવ્યો....ને પછી ઉપર જયી મીતા અને સુનિતા ને જગાડયા હે ભગવાન આમ કયાં સુધી ઘોરશો ? મીતા ભુલી ગયી આજે તારુ રીઝલ્ટ છે, ચાલ ઉઠ જલદીથી નાહી ધોઈ તૈયાર થયી સુનિતા ને બન્ને સ્કુલે ઉપડો ......મમ્મી ની વાત સાંભળી ને મીતા સફાળી જાગી ગયી ઓ મા સાત વાગી ગયા .... સાચુ કહુ મમ્મી મને કાલે આખી રાત ઉગ જ નથી આવી ક્યારે સવાર પડે ને ક્યારે સકુલે જવ ......ને ચિંતા મા ચાર વાગે જ ઉગં આવી ....સારુ સારુ હવે ઉભી થા બહુ ડોઢ ડાહી ના થા ......ને સુનિતા તુ પણ જલદીથી તૈયાર થયી જા તારે પણ મીતા સાથે સકુલે જવાનુ છે ...... હા મમ્મી જયીશ જ ને ....તમે બન્ને તૈયાર થયી નીચે આવો હુ એટલા મા ચા નાસ્તો તૈયાર કરુ ને તારા પપ્પા ને પણ ઉઠાડુ ,એમ કહી મીના બેન નીચે આવ્યા ને સીધા રસોડા મા આવ્યા ને પહેલા બા ,બાપુજી માટે ચા નાસ્તો તૈયાર કરી એમના રુમમાં આપી આવ્યા.....પરેશ ભાઈ પણ ઉઠી ને તૈયાર થયી ચા નાસ્તા માટે ડાઈનીંગ ટેબલ પર આવી ને બેઠા ,મીના બેન એ ચા સાથે ગરમા ગરમ થેપલા આપી ગયા .....મીના ,મીતા ને સુનિતા ને ઉઠાડ્યા કે નહી ? આજે એનુ પરીણામ આવવાનુ છે ....હા ઉઠી ગયા છે બસ તૈયાર જ થતી હશે ઢીંગલી ઓ......કવ છુ તમે પણ સાથે સકુલે ગયા હોત તો સારુ રહેત , હા મીના હુ જવાનો જ હતો પણ પછી યાદ આવ્યુ કે આજે યાર્ડ મા અનાજ ભરાવવા જવાનુ છે ,ને તમને તો ખબર જ છે કે આ કામ માટે જાતે જ જવુ પડે એમા ભાજીયા ને ના મોકલાય ને.... હા એ વાત એ સાચી તમે તમારુ કામ પતાવો મીતા ને સુનિતા બેય બહેનો જયી આવશે ,એમ કર ને મીના તુ પણ જજે ને સાથે ત્યા સ્કુલ મા ખરાબ ના લાગે ,ગામમાં આપણુ બહુ મોટુ નામ છે ને સ્કુલ ના પ્રિન્સિપાલ પણ આપણ ને ઓડખે છે એમને એવુ લાગશે કે આપણી દીકરીયો ભણવા ભા અવ્વલ છે તોય આપણે એક દિવશ પણ દીકરી યો ને આપી શકતા નથી , તુ જયી આવ .....ના બાપા મારાથી તે ઘરની બહાર નીકળાય જ કેમ ? બા જોયા છે ? મારી ધુડ કાઢી નાખે એમને ખબર પડે તો ને બાપુજી નો સ્વભાવ તો તમે જાણો જ છો ને મારે નથી જવું....મીના બેન ની વાત સાંભળી ને પરેશભાઈ હસી પડ્યા ને બોલ્યા હા ભયી ,ના જતી.....ઢીગંલીયો લયી આવશે રિઝલ્ટ.....ચાલો ત્યારે હુ નીકડુ , જય શ્રી કૃષ્ણ....જય શ્રી કૃષ્ણ

મીતા ને સુનિતા નાહી ધોઈને તૈયાર થઈ ભગવાન સામે પગે લાગી ચા નાસ્તો કરવા બેઠા ....બન્ને બહેનો ખુબ જ એકસાઈડ હતી ધાર્યુ પરિણામ આવશે કે નહી એની ચિંતા બરાબર નાસ્તો પણ ના કર્યો.....ને એટલા મા રુખી બા એ બુબ પાડી એ કયાં ગયી મીના વહુ , એ આવી બા .....શુ ધુડ આવી બા આજે આ થેપલા મા કેમ કયી શકકરવાર આવ્યો નથી ? નથી માય મીઠુ કે નથી ખટાસ એકલી વેઠ વારી છે .... કેમ દર વખત જેવા નથી બન્યા? જીવ કયાં ભટકે છે ..... માફ કરજો બા ભુલ થયી ગયી હશે આ મીતા ના પરિણામ ના વિચારો મા થોડુ ઓછુ વતુ નંખાઈ ગયુ હશે .....ને વચ્ચે જ આત્મા રામ બોલ્યા, હશે હશે વહુ બેટા કોક દી તો ભૂલ થયી જાય ,તુ ય શુ પરીયા ની મા ....સવાર સવાર મા મંડી પડે છે .....જા વહુ બેટા તુ તારે તારુ કામ પતાવ ને રુખી મા ગુસ્સે થયી બોલ્યા......ના ના ચઢાવો ચઢાવો હજી માથે ચઢાવો , નવાઈ ની વહુ છે તમારે ,બાપ ના ઘેર થી એક ઠીકરુ ય લયી ને આવી નથી ને ઉપર થી ચાર ચાર દીકરીયો જણી ને મુકી દીધી એક વારસદાર નથી આપી શકતી.....શુ કરવાની એને માથે ચઢાવી ને ....જો પરીયા ના બાપા હુ કહી દવ છુ તમને મારે તો આ ઘરમાં વારસદાર જોઈશે જ.....એના માટે ભલે ને પરિયા ને બીજી વાર પૈણાવવો પડે ..... ધીમે બોલ પરીયા ની મા ,આમ સવાર સવાર મા રામાયણ ના માડં ,મીના વહુ સાંભળશે તો ખરાબ લાગશે .....તે શુ છે આજ નહી તો કાલ જોણવાની તો છે જ ને .....ને મે તો આપડી દીકરી કંચન ને કયાર નુય કહી રાખ્યુ છે કે કોઈ સારી કન્યા જોઈ રાખે , કોક ગરીબ ઘરની કે છુટુ થયેલી હશે તોય ચાલશે .....આમ રુખી મા પરેશભાઈ ના બીજા લગ્ન ની વાત કરતા હતાં ને એટલા મા મીતા ને સુનિતા દાદા દાદી ને પગે લાગી આશીર્વાદ લેવા આવ્યા.....મીતા દાદા દાદી ને પગે લાગી ને .....ઠીક છે ઠીક છે એમ જ બોલ્યા રુખી બા ને દાદા એ સફળતા મડે એવા આશીર્વાદ આપ્યા, ને રુખી બા બોલ્યા.....સીધી સ્કુલ એ જજો ને જલદીથી પાછી આવજો રખડવા ના રહેતી....ને બન્ને દીકરીયો મીના બેન ને પણ પગે લાગી ને એકટીવા લયી સકુલે જવા રવાના થયી ને મીના બેન રસોડામાં જયી બપોરના ભોજન ની તૈયારીઓ મા લાગી ગયા , વિચારતાં હતાં કે આજે કંસાર પણ બનાવી દવ ,..
પરેશભાઈ ગાડી લયી વાડીએ પહોંચ્યા ત્યા સુધી મા તો ભાજીયા રમણ એ ટ્રેકટર મા અનાજ ની બોરીયો ભરાવી તૈયાર રાખી હતી , એ જોઈ પરેશભાઈ બોલ્યા....વાહ રમણ તુ તો બહુ હોશિયાર થયી ગયો છે
મારુ અડધુ ટેન્શન તો તુ જ દુર કરી નાખે છે ,.....ના ના શેઠ જી એતો મારી ફરજ ને મારુ કામ છે ..... તમારા થી તો અમે ઉજડા છીએ ...તમે અમારું કેટલુ ધ્યાન રાખો છો ......બધા રસ્તા બંધ થયી ગયા હતા ,પોતાના પારકા થયી ગયા હતા ને મા ,બાપે ઘરમાં થી કાઢી મુકયા ને ભુખે મરવાના દિવશો હતા એવા કપરા સમયે તમે મારો હાથ પકડી કામ ને માથે છત આપી એ કાઈ નાની વાત નથી ,તમે તો મારા માટે ભગવાન જેવા છો ,......બસ બસ હવે બહુ વખાણ ના કર ચાલ ગાડી મા બેસ યાર્ડ મા જવાનુ મોડુ થશે , ચલ રવલા ટ્રેકટર આગળ કર ,ને રવલા એ અનાજ ભરેલુ ટ્રેકટર ચાલુ કર્યુ ને પાછળ પરેશભાઈ ને રમણ ગાડી લયી નીકળયા ,
રમણ બાજુ ના જ મુવાડા ગામ નો હતો ,ખુબ જ ખંતીલો ને મહેનતુ હતો પરેશભાઈ ના તબેલા ને ખેતર મા ઢગલો મજૂરો કામ કરતા હતા પણ રમણ પરેશભાઈ માટે ખાશ ભાજીયો હતો , રમણ એ પોતાના જ ગામ ની છોકરી રાધા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા એટલે ઘરના લોકો એ બન્ને ને ઘર ની બહાર કાઢી મુક્યા હતા , રમણ ઠાકોર સમાજ નો હતો ને રાધા રાવડ ની દીકરી હતી એટલે ગામના લોકો એ બન્ને ના લગ્ન પર બહુ હોબાળો કર્યો હતો .... થોડા દિવશ આમ તેમ રખડ્યા પછી ઘર અને કામ ની તલાશ મા બન્ને પતિ પત્ની નવાપરા ગામ મા આવ્યા ને સંજોગોવશાત કોઈ એ પરેશભાઈ નુ નામ સુચવ્યું ને રમણ પરેશભાઈ ને મડી પોતાની આપવીતી કહી સંભળાવી ને બે હાથ જોડી ખેતર મા કામે રાખવા આજીજી કરી ...... ઘણા એ માણસો કામે હતા છતા પરેશભાઈ ને રમણ ને રાધા ની હાલત જોઈ દયા આવી ને બન્ને ને કામે રાખી લીધા ને રહેવા એક ઓરડી આપી ...ને ત્યાર થી રમણ પરેશભાઈ માટે ખાશ માણસ બની ગયો .... બન્ને પતિ પત્ની ખંત થી કામ કરતા હતા ને રવિવારે પરેશભાઈ નો પરિવાર વાડીએ આવે ત્યારે રાધા બધુ કામ સંભાળી લેતી આમ રાધા ને રમણ પરેશભાઈ ના ખાશ વિશ્વાસુ બની ગયા હતાં .......મીના બેન ખુશ થયી રસોડામાં કામ કરી રહ્યા હતા ,દીકરી કયારે આવશે પરિણામ લયી એની રાહ જોતા હતા ને ખાશ તો એ કે પરેશભાઈ ને બા ,બાપુજી એ મીતા ને શહેર માં આગળ ભણવા માટે મંજૂરી આપી હતી એ વાત થી એ ખુબ જ આનંદ મા હતા.........મીતા નુ રીઝલ્ટ કેવુ આવશે ને મીના બેન ના જીવન મા કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ....ઝંખના ...4 .

લેખક @ નયના બા વાઘેલા