ઝંખના @પ્રકરણ 10
લાંબી સફર પછી પરેશભાઈ ને બધા ઘરે આવી પહોંચ્યા..
મીના બેન રસોડામાં જયી બધા માટે પાણી લયી આવ્યા......હાશ મીના વહુ હુ તો થાકી ગયી ,ગાડી મા બેઠાં બેઠાં મારી તો કમર જકડાઈ ગયી.....લાવો બા આયોડેકસ લગાવી આપુ ?
ના ના હમણાં નહી ,તુ બેસ
અંહી.....ને હા દીકરીયો સુયી ગયી? હા બા કયાર ની રાહ જોતી હતી થાકી ને હમણાં જ ઉપર ગયી....હમમ મીના વહુ જે કામ માટે સરથાણા ગયાં હતા એ પતી ગયુ ....કન્યા ગમી ગયી ને લગ્ન નુ પણ નક્કી કરી ને જ આવ્યા છીએ , ચાર દિવશ પછી નુ જ મહુરત નીકળયુ છે.....
કંચન ને બટુકલાલ કન્યા અને એના ભાઈ ને લયી ને
મંદિર એ આવી જશે ,ત્યા આરામગૃહ મા રોકાશે ને ત્યા મંદિર મા જ સાદાઈ થી ફેરા
ફેરવી લયી આવશુ........
રુખી બા ની વાત સાંભળી ને.. મીના બેન ને મગજમાં ઝટકો લાગ્યોજાણે....આટલા જલદીથી લગ્ન? ઘરમાંઅ સોતન ? મીના બેન એ મહાપરાણે છાતી પર પથ્થર મુકી દીધો ને ચુપચાપ સાંભળી રહ્યા ને વચ્ચે જ આત્મા રામ બોલ્યા જો મીના વહુ બીજી વહૂ ના આવવા થી તમારા જીવન મા કોઈ ફર્ક નહી પડે ,ઘર માં સોથી પહેલા તમે ને પછી નવી એટલે તમે મનમાં કોઈ દુખ ના લગાડશો.... આ તો મજબુરી છે વહુ બેટા મારા વારસદાર ની માટે આ પગલુ ભરવુ પડયું છે.....પરેશ ભાઈ કપડાં બદલી ઉપર એમના બેડરૂમ મા ગયા....
ને રુખી બા ને આત્આમા રામ પણ એમનાં રુમમાં ગયા...
મીના બેન હવેલી ના
ગેટ ને તાડા માર્યા.....ને એ પણ ઉપર ના બેડરૂમમાં આવ્યા.....પરેશભાઈ માથે હાથ દયી ચિંતાતુર વદને બેઠા હતા ...... મીના બેન એમની પાસે બેઠા અને બોલ્યા, બીના ના પપ્પા આટલુ બધુ જલદીથી કેમ ગોઠવ્યું? તમે બધા તો ખાલી જોવા ગયા હતા ને લગ્ન નુ મુહરત એ જોવડાવી આવ્યા ને એ પણ ચાર દિવશ નુ ? દીકરી વનિતા ને મીતા તો સમજણા છે એમને કયી રીતે સમજાવશુ ? મીના હુ બધુંય સમજુ છુ પણ શુ કરુ ? બા
બાપુજી આગળ કશુ ચાલે એમ નથી બસ એમને એક જ વાત પકડી રાખી છે બસ
વારસદાર આપો.....એ લોકો આપણી લાગણી ને પ્રેમ ને કયા સમજે છે ?
હુ પણ સમજુ છુ મીતા ને સુનિતા આટલી જલદીથી થી આ બધુ જોઈને મારા માટે શુ વિચારશે?.....
મીના બેન બોલ્યા કાલે મીતા ને ફોન કરી જણાવીએ તો ?
ના ના મીના હજી તો માડં ત્યા શહેરમાં સેટ થયી છે ને
એ આ બધુ જાણી ને અંહી દોડી આવશે ને ખોટુ એનુ ભણવા નુ બગડશે પછી થી
જણાવીશુ .....જેવી તમારી
મરજી , ને એતો ક્યો કે આવનારી નવી કેવી છે ? શુ નામ છે ? પાયલ નામ છે ને
ઉંમર આડત્રીસ ની છે ને દેખાવે બહુ રૂપાળી છે ને ફેશનેબલ છે ,.....ખબર નહી કે ઘર કરી ને રહેશે કે નહી ..
હમમમ , તમને તો ગમી જ હશે નયી ? મીના બેન એ મજાક કરી..... ગમવા ના ગમવા નો કોઈ સવાલ નથી
મીના મારુ મન જાણે છે અત્યારે મારા જેવુ લાચાર ને મજબુર કોઈ નથી.....ચાલ મુક બધી વાતો સુયી જયીએ થાક્યો છું હું...ને મીના બેન એ લાઈટ બંધ કરી .... સવારે મીના બેન વહેલા ઉઠી સુનિતા અને વનિતા ને સ્કુલ જવા તૈયાર કર્યા ને પછી ,બા બાપુજી ને ચા નાસ્તો આપ્યો ને પરેશભાઈ પણ નાહી ધોઈ તૈયાર થયી નીચે આવ્યા....
ને ડાઈનીંગ ટેબલ પર મીના બેન સાથે ચા નાસ્તો કરવા બેઠા ......ને રુખી મા બોલ્યા
પરીયા આપણા જવેલર્સ ને ફોન કરી ઘરે આવવા નુ કહી
દેજે ને પેલા સાડીઓ વાડા ને પણ મોકલી દે જે.....
એટલે આજ બધી ખરીદી પતી જાય...,.... હા મોકલી
દયીશ ને પછી મીના બેન સામે જોઈ બોલ્યા તારે પણ
જે ગમે એ લયી લેજે.....
પરેશભાઈ ગાડી લયી વાડીએ આવ્યા,.....રમણ કયાર નો રાહ જોઈને જ બેઠો હતો .....હાલો શેઠ માર્કેટ યાર્ડ મા બિયારણ લેવા જવાનુ છે......હા ચલ... કેમ શેઠ ચિંતા છો ..
શેઠાણી સાથે ઝગડો થયો કે શું એમ મજાક કરી હસી પડ્યો.....ના ભાઈ ના ટેન્શન મા છુ બહુ મોટા, નવી શેઠાણી આવવા ની છે ચાર દિવશ પછી એ જ ટેન્શન છે
શુ તમેય મજાક કરો છો શેઠજી ? ના ભાઈ રમણ સાચી વાત છે......બા બાપુજી ને તો તુ જાણે જ
છે ....વારસદાર માટે થયી
બીજા લગ્ન માટે મજબુર કર્યો છે......પણ શેઠજી ભગવાન ની આપેલી ચાર દીકરીયો તો છે ....હા ભાઈ
રમણ પણ બા બાપુજી ને તો
બસ દીકરો જોઈઐ છે.....ઓહહહ....રમણ પણ સાવ ચુપચાપ થયી ગયો .....રમણ મીના બેન ને ચાર વર્ષ થી ઓડખતો હતો,એમના સ્વભાવ ને બા
બાપુજી ની સેવા પણ કેટલી કરતાં એ છતા એ શેઠાણી
સાથે આવુ બનશે ?.....
મીના બેન અને પરેશભાઈ ના જીવન મા કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ
11@ઝંખના
લેખક @ નયના બા વાઘેલા