ઝંખના - પ્રકરણ - 49 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમની એ રાત - ભાગ 9

    સગાઈ"ચિંકી તું " જાનવી ઘર નાં દરવાજે પોતાની કોલેજ ફ્રેન્ડ ચિ...

  • ભગવાન પર ભરોસો

    ભગવાન પર ભરોસો वासुदेवपरा योगा वासुदेवपराः क्रियाः ॥सभी वेद...

  • ભાગવત રહસ્ય - 97

    ભાગવત રહસ્ય-૯૭   અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ...

  • ખજાનો - 64

    "તમારી વાત તો બરાબર છે..! આ હાડપિંજર જોઈ મને પણ થોડો ભય લાગ્...

  • નિતુ - પ્રકરણ 45

    નિતુ : ૪૫ (ટાઈમ્સનું પુનરાવર્તન) નિતુ અને નવીન બંને ઓફિસે પહ...

શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 49

ઝંખના @ પ્રકરણ 49

પરેશભાઈ ની બન્ને દીકરીયો ના લગ્ન નિરવિધને પતી ગયાં
દીકરીયો ને આપવાનો દાયજૉ પણ ટ્રકો મા ભરાઈ ગયો ,ને જાન મા આવેલી ચાર લકઝરી બસો પણ રવાના થયી ને દીકરીયો ની વિદાય ની ઘડી આવી પહોંચી, કાઠા કાળજા ના પરેશભાઈ બન્ને દીકરીયો ને વળગી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડયા , રુખી બા ને આત્મા રામ એ દીકરીયો ને આશીર્વાદ આપ્યા ને સાથે સારી શિખામણ આપી ,.....
મીના બેન ની હાલત તો રડી રડી ને ખરાબ થયી ગયી હતી, એકી સાથે બેય દીકરીઓ કાળજા ના કટકા સમાન , કેમ એ કરી મન માનતુ નહોતુ ,પારકાં ઘરે મોકલતાં...પણ આ તો વિધિ નો નિયમ છે ,દીકરી ચાહે ગરીબ ની હોય કે શ્રીમંત ની એક દિવશ તો લગ્ન કરી સાસરે ફરજીયાતપણે જવુ પડે છે ,...ભગવાન ની લીલા એ કેવી અજીબ છે ,જે ઘેર જન્મ લીધો ને ભણી ,ગણી ,રમી ને મોટી થયી ને વીસ વરસ પછી જાણે એ ઘર ને આગણુ એના માટે પારકુ થયી જાય છે ,.....મીતા ને સુનિતા બન્ને દીકરીયો ને પિયર છોડતાં, મા ,બાપ છોડતાં બહુ વસમુ લાગી રહયુ હતુ ,...સુનિતા ના મનમાં તો તોય કોઈ ચિંતા નુ કારણ નહોતુ એ તો નાના બાડક જેવી નિર્દોષ હતી ,અઢાર વર્ષ ની ઉંમરે ઘરેથી વિદાય મડી ,....પણ અનુભવી મીતા ,દુનિયાદારી ની ઠોકરો ખાઈ ને મનમાં તો સાવ ભાંગી ગયી હતી ,એ જાણતી જ હતી કે આ ઉતાવળીયા લગ્ન એના ને સુનિતા માટે શુ પરિણામ લાવશે ,....કદાચ સુનિતા તો ધીરે ધીરે સેટ થયી જશે ,એને હજી લગ્ન જીવન ના સાચા અર્થ ની એ ખબર ન્હોતી, ને મીતા વીસ વર્ષ ની યુવાન છોકરી હતી ,શહેરમાં રહી હતિ ,કોલેજમાં ભણી હતી ,ને પ્રેમ નો અનુભવ લયી લીધો હતો ,ને સાથે સાથે બેવફાઈ થી પણ સારી રીતે વાકેફ થયી ચુકી હતી ,ટુંક માં એની નાદાનીયત ને માસુમ ઉંમરે બહુ મોટી ભુલ થયી ગયી એટલે જ આમ આટલા જલદીથી લગ્ન કરવા માટે તૈયાર થવુ પડયુ હતુ ,ને એની સાથે બિચારી નાની સુનિતા ને પણ લગ્ન મા બંધાવુ પડયુ ,.....પિયર મા બધા ને મડીને , આ ઘર ,હવેલી ને પારકી કરી ને મન ભરી ને જોઈ લીધી ને બન્ને દીકરીયો એ પોત પોતાની ગાડી મા જગ્યા લીધી ને પરેશભાઈ ને કમલેશભાઈ એ એક બીજા ને ભેટી પડ્યા ને પછી જાન વિદાય થયી.....ને સરથાણા ગામ છુટતુ ગયુ ,.....બન્ને બહેનો અલગ અલગ ગાડી મા પોતાના ભાવિ પતિ સાથે
પોતાના ઘરે જયી રહી હતી ,
નાની સુનિતા તો હજી પણ રડતી હતી ,એના ડુસકા શમતા જ નહોતાં, એ જોઈ ઓમ એ પોતાના રૂમાલ વડે સુનિતા ના આશુ લુછી નાખ્યા ને કહ્યુ, બસ હવે ના રડતી ,મારા સમ....ને સુનિતા ઓમ ની વાત સાંભળી ને ચુપ થયી ગયી એને થોડી રાહત અનુભવાઈ ને એવુ લાગ્યુ કે ત્યા સાસરી મા પારકા ઘરે પતિ જ મારી કેર કરશે ,....ને અંહી મીતા ની ગાડી માં મીતા ,વંશ ને ડ્રાઈવર એક મિત્ર ચાર જણ જ હતાં, મીતા ચુપચાપ, ગુમસુમ બેઠી બારી ની બહાર જોઈ રહી હતી ,ને વંશ કામીની ના વિચાર મા ખોવાયેલો હતો ,એને તો બસ કામીની ની જ ચિંતા હતી કે ,મારી કામુ પર આજે શુ વીતતી હશે ? એને ખબર છે કે આજે એનો વંશ કોઈ બીજી સ્ત્રી ને મંગલસૂત્ર પહેરાવી દેશે ,....કામુ ની હાલત ના કહેવાય કે ના સહેવાય એવી થયી ગયી હશે ,ત્યા એ રડતી હશે ,કોણ છાની રાખશે એને
??? વંશ ને મીતા સાથે લગ્ન થી જરાકે આનંદ નહોતો થયો, બસ એ તો માત્ર કામીની ને જ પોતાની પત્ની દિલ થી માની ચુક્યો હતો,...
વંશ ને આમ ખોવાયેલો ને ઉદાસ જોઈ ને મીતા સમજી ગયી હતી કે ,એનો પતિ જેટલો સારો લાગે છે એવો નથી , એ કદાચ આ લગ્ન થી
ખુશ નથી લાગતો ,એનો ચહેરો સાવ ઉદાશ છે ,શું એ
કોઈ બીજી સ્ત્રી ને પ્રેમ તો નહી કરતો હોય ને ??? ને જો એવુ હશે તો મારી જીંદગી તો બરબાદ થયી જશે ,.....જીંદગી મા પહેલી વાર જ જને પ્રેમ કર્યો હતો એ સર્વસવ લુંટી ને ભાગી ગયો ને એની સજા એકલી એ ભોગવી ,...ભગવાન હવે મારી જીંદગી મા કયી અનર્થ ના થાય તો સારુ ,...વંશ એક સારો જીવન સાથી સાબીત થાય તો સારુ છે ,હૂ મારા તરફથી કોઈ કચાસ નહી રાખું, મમ્મી અને પપ્પા ની ઈજજત ના ભોગે હુ હવે કોઈ ભુલ નહી કરુ,...બસ પ્રભુ મને હિંમત આપજે ,....
મીતા ને પોતાની કરેલી ભુલો નો પછતાવો થયી રહ્યો હતો
એક કલાક મા તો વડાલી આવી ગયુ ,....કમલેશભાઈ ને મંજુલા બેન પહેલા ઘરે પહોંચી ગયા હતાં ને ગીતા એ બન્ને વહુ ઓ ના ગ્રુહ પ્રવેશ ની તૈયારીઓ પણ કરી રાખી હતી ,.....ચોખા થી ભરેલા બે કડશ ને બે કંકુ ભરેલી થાડી ઓ પણ......
મીતા ને સુનિતા એ કુમ કુમ પગલે ઘરમાં પ્રવેશ કર્યો ને પછી બન્ને વરવધુ એ બધા ને પગે લાગી ને આશીર્વાદ લીધા ને પછી ગણેશ સ્થાપના આગળ પૂજાં વિધી પતાવી ,....કમલેશભાઈ ને મનમાં હાશ થયી કે હેમખૈમ લગ્ન પતાવી ઘરે આવી ગયાં.
ને ત્યા સરથાણા મા રુખી બા પણ ખુશ થયી બોલ્યા, હાશ ,ગંગા ન્હાયા.....બે દીકરી ઓ ના લગ્ન હેમખેમ પત્યા,....હા બા ,મને પણ એમ જ હતુ કે આખુ ગામ નોતરયુ છે ,લગ્ન શાંતિ થી પતી જાય તો સારુ ને ભગવાન એ લાજ રાખી ,બે ય દીકરીયો ના લગ્ન નિરવિધને પતી ગયાં ને એમના ઘરે ચાલી ગયી ,મીના બેન હજી પણ રડતાં હતા ,ને પાયલ એમને સમજાવતી હતી એ જોઈ રુખી મા ખીજાયા ને બોલ્યા
બસ હવે મીના વહુ ,કયાં સુધી રડશો ,? આપણે કાઈ નવાઈ ની નથી પરણાવી દીકરી યો ને ,આતો કુદરત નો નિયમ છે ,....ને બહુ સારુ સાસરુ મડયુ છે ,ઉપર થી ખુશ થાઓ ને હવે કામે વડગો ,....કયા સુધી રોદણા રડશો....મીના બેન ત્યા થી ઉભા થયી ઓરડાં મા આવી ગયા ને સાથે પાયલ પણ આવી ,ને બોલી જોયુ મોટી બેન ? આ ડોકરી ને તો કોઈ ખંટાતુ જ નથી ,આટલી નાની ઉંમર મા દીકરીયો પરણાવી તો મા ને તો દુખ થાય જ ને ? મીના બેન પાયલ ના ખભે માથુ મુકી રડી પડ્યા......
દીકરી ને પારકા ઘેર વડાવયા નુ દુખ એક મા જ વધારે સમજી શકે ,ને આ પાછુ બધુ બહુ જલદી જલદી થયી ગયુ ,...વડાલી મા શોભના ફોઈ સિવાય કોઈ ઓડખીતુ નહોતુ ,.....
કમલેશભાઈ ના ઘરે થી પણ હવે મહેમાનો એ વિદાઈ લીધી , મંજુલા બેન બન્ને વહુ ઓ ને ઉપર એમના રુમમાં મુકી આવ્યા ને કહયુ ,બેટા આ જોડાજોડ રૂમ તમારા જ છે ,ને હા જમવાની થાળી
ઉપર જ મોકલાવુ છું, મીતા બોલી ના મારી ના મોકલાવશો મને ભુખ નથી ,મારુ માથુ બહુ દુખે છે
ઓહહહ,તો હુ માથા ની ગોડી પણ મોકલાવુ છુ જેભાવે એ બેટા થોડુ ખાઈ લેજે ને પછી દવા લેજે ,હો ને પ્રેમ થી મીતા ને સુનિતા ના માથે હાથ ફેરવ્યો ને બોલ્યા
હવે તમારે બન્ને બહેનો એ મને મમ્મી ને તારા સસરા ને પપ્પા જ કહેવાનુ ,...બરાબર ને ,બન્ને એ હકારમા માથુ હલાવ્યું ને મીતા ને એના રૂમમાં મૂકી સુનિતા ને એનો રૂમ બતાવ્યો,...સાસરી નુ ઘર પપ્પા ની હવેલી જેવુ તો નહોતુ પણ ખરાબ એ નોતૂ
બે માડ નુ હતુ ને ઉપર ધાબુ હતુ ,નીચે ચારૂમ ,હોલ ,કિચન હતુ ને ચાર રૂમ ઉપર હતાં, ને નાનુ ફેમીલી ,કમલેશભાઈ માટે તો આટલુ બહુ હતુ ,...મીતા એ દરવાજો બંધ કરી ને બધા ઘરેણાં ઉતારી, રૂમ ની તિજોરી મા મુક્યા ને વોશરૂમ મા જયી ,મોઢું ધોઈ ફ્રેશ થયી ને ,માથા માથી હેરસ્ટાઈલ ને બધુ કાઢી વાડ છુટા કરી દીધા ,....ને સુનિતા ને તો પોતાના રૂમ ને તિજોરી ને બાથરુમ બધુ જોઈ ,ને જમવાની થાળી ની રાહ જોઈ રહી હતી ,એને લાગી હતી ભુખ,...એને શરમ જેવૂ કયી લાગતુ નહોતૂ કે ના કોઈ વાતનો સંકોચ ,.....ગીતા બેન બે ય વહૂઓ ની જમવાની થાળી લયી ઉપર આવ્યા, સુનિતા તો આરામ થી રૂમ મા આંટા મારતી હતી ને મીતા બધા ઘરેણાં કાઢી મોઢા પર થી મેકપ ઉતારી વાડ છોડી ને જેમ પોતાના ઘરે રહે છે એમ જ થયી ને સોફા મા બેઠી હતી ,...ગીતા બેન આવ્યા એટલે એ ઉભી થયી ગયી ને એમને પગે લાગી ,...ના ના બૈટા તુ મારી દીકરી જેવી છેવ,...લે પહેલા આ ગોડી લયી લે મારી સામે ,જને પાણીનો ગલાશ આપ્યો, મીતા એ ગોડી ગડી લીધી નૈ ગીતા બેન ને થેનકસ કહયુ ,ગીતા બેન કયી સમજયા નહી એટલે માત્ર હસ્યા, ગીતા માસી મારાથી આટલુ બધુ નહી ખવાય, મને ભુખ જ નથી .....ના વહુ બેટા તારા સાસુ એ કહયુ છે કે ખાવુ જ પડશૈ ,એમ કહી ગીતા બેન પરાણે થાડી મૂકી રુમમાં થી બહાર આવી ગયા ,....સુનિતા તો સોફા આગળ ટીપોઈ ગોઠવી ને લગ્ન ના જોડા મા જ જમવા બેસી ગયી ,ને ધરાઈ ને જમી લીધું, ને જગ મા થી પાણી પણ જાતે લયી લીધુ ,....ગીતા બેન એ બા ,બાપુજી ને જમવાનુ આપ્યુ ને ઓમ ને કમલેશભાઈ પણ જમવા બૈસી ગયા ,વંશ કયાય દેખાણો નહી ,...કમલેશભાઈ બોલ્યા મંજુ તુ ને ગીતા બેય જમી લ્યો, બહુ મોડું થયુ ,વંશ ની થાડી પણ ઉપર મુકી આવજો,....એ હા ,ને ગીતા ને મંજુલા બેન જમવા બેઠા ,કમલેશભાઈ થાક્યા હતાં એ એમના રૂમમાં આરામ કરવા જતા રહ્યા, ને બા બાપુજી પણ એમના રૂમમાં જયી સુયી ગયા ,ગીતા એ રસોડુ સાફ કરી ને વંશ નુ જમવાનુ કાઢયું, ને મંજુલા બેન બોલ્યા લાવ હુ આપી આવુ ગીતા તુ કેટલી વાર ધકકા ખાશે ,ને એમ કહી મંજુલા બેન દિકરા નુ જમવાનુ લયી ઉપર આવ્યા ને એમની આગળ ઓમ પણ આવી ને એના રુમમાં ગયો ને દરવાજો બંધ કર્યો,....મંજુલા બેન મીતા ના રુમમાં આવ્યા ત્યારે મીતા ઘરેણા ઊતારી ,સાવ સિમ્પલ સિલ્ક ની નાઈટી પહેરી બૈઠી હતી ને જમવા નુ એમ જ પડી રહયુ હતુ ,
મંજુલા બેન એ મીતા ને અત્યાર થી નાઈટી મા સિમ્પલ જોઈ થોડી નવાઈ લાગી પણ કયી બોલ્યા નહી ને જમવાનુ જમી લે ,ફોર્સ કર્યો પણ પછી બોલ્યા સારુ વંશ પણ જમયો નથી તમે બન્ને સાથે જમી લેજો, એમ કહી બાજુ મા સુનિતા નો રૂમ નો બેલ માર્યો, ઓમ એ દરવાજો ખોલ્યો, આવ ને મમ્મી, સુનિતા પલંગમાં થી ઉભી થયી ગયી ,બેસ બેટા એતો તમારા રુમમાં પાણી નઃ બધુ છે કે નહી એ જોવા આવી હતી ,...સુનિતા ની થાડી ખાલી હતી ,.ને સુનિતા એ ઘરેણાં નહોતા ઉતાર્યા કે નહી લગ્ન ના ચણિયાચોળી.
મેકપ હેરસ્ટાઈલ બધુ એમ જ હતુ ને ચહેરા થી ખુશ દેખાતી હતી ,ને જમી ને પલંગ મા બેઠી ઓમ ની રાહ જોઈ રહી હતી ,..એ જોઈ મંજુલા બેન ને સંતોષ થયો ને મનમાં વિચારી રહયા ,કે
ભલે સુનિતા નાની છે પણ સમજુ ને હોંશિયાર લાગે છે,
પતિ માટે કરેલો શણગાર ,પતિ ને બતાવ્યા પછી કાઢવાનો હોય ને મોટી વહુ મીતા તો ના કપાડે ચાદંલો કે ના હાથ માં બંગડી કાન મા બૂટી ને મંગલસૂત્ર સિવાય બધા ઘરેણા કાઢી નાખ્યા હતાં....ને સાવ સિમપલ ક્રીમ કલર ની નાઈટી પહેરી ને સુવાની તૈયારી કરી રહી હતી ,ને જમી પણ નથી ,....પણ હુ ય શુ કરુ મને હજી આ બે વહુ ઓ નો અનુભવ કયાં થી હોય? ....બસ આ વંશ કયી નાટક ના કરે તો સારું છે ને
ટાઈમસર એના રુમ માં જતો રહે તો સારુ , ....નહીતર આ વધુ ભણેલી વહુ મીતા એના મન ની વાત એના મોંઢે થી કઢાવી ના લે ,...સુનિતા ની ખાલી થાડી લયી મંજુલા બેન નીચે આવ્યા ને ભારે સેલુ કાઢી ને બીજી સાડી પહેરી લીધી ,ગીતા એ ચાવીનો જુડો મંજુલા બેન ને આપ્યો ને એ પણ પાછડ વાડા એના ઘરમાં ગયી ને આખા દિવશ ની થાકેલી આડી પડી એવી સુયી ગયી ,....કમલેશભાઈ પણ નસકોરા બોલાવવા લાગ્યા, પંદર દિવસ થી એ ટેન્શન મા બરાબર ઉગ્યા જ નહોતાં,...મંજુલા બેન પણ થાકેલા વંશ ની ચિંતા કરતા પલંગમાં પડ્યા, ....વંશ હજી પણ આવ્યો નહોતો એ વંશ વાડા મા ગયો ને હિચંકે બેસી કામીની ને યાદ કરવા લાગ્યો, એના આવનાર બાળક ને યાદ કરવા લાગ્યો....ને આંખોએ ભીની થયી ગયી,...મીતા થાકી ગયી હતી એક ,દોઢ વાગ્યા સુધી વંશ ની રાહ જોતા મેગેઝીન ના પાના ઉથલાવે જતી હતી , એના મન માં જે ડર હતો એવુ તો નહી થાય ને ,એ વિચારો માત્ર થી મીતા ગભરાઈ જતી હતી ,આખા દિવશ નો થાક ,ને કપડા ,ઘરેણાં નો ભાર વેંઢારી ને લોથપોથ થઈ ગયી હતી એટલે બે વાગે થાકી ને ડીમ લાઈટ કરી ને સુયી ગયી ,....ત્રણ વાગ્યા એટલે વંશ પણ થાકેલો ,દુખી દુખી થયી ઉપર પોતાના રુમમાં ગયો ,પહેલા બે ભાઈ ના રુમ નીચે હતાં, પણ લગ્ન પછી પ્રાઇવસી મડે એટલા માટે બન્ને ને ઉપરના મોટા રુમ આપ્યા ને અંદર ,ટીવી,,તિજોરી ,બાથરૂમ બધી વ્યવસ્થા હતી, વંશ ધીરેથી દરવાજો ખોલી અંદર ગયોને બંધ કર્યો, ને એણે જોયુ કે મીતા આરામ થી ઘસઘસાટ સુયી ગયી છે ,એટલે એણે સહેજ પણ અવાજ કર્યા વગર જ કપડા ચેન્જ કર્યા ને ,મીતા થી દુર છૈક પલંગ ની ધારે ઓશિકું મુકી સુયી ગયો ,.....બેડ એટલો મોટો હતો કે એમા ચાર જણ સમાય ,ને આ બન્ને દુખી આત્મા ઓ તો બેડ ના છેડે પડખું ફેરવી સુયી ગયાં, લગ્ન ની પહેલી રાત નવદંપતી માટે યાદગાર સુહાગરાત બની જતી હોય છે ને મીતા ને વંશ ના રુમમાં એવુ કયી જ નહોતુ ,કોણ કયારે સૂયી ગયુ એ પણ ખબર નહોતી ,ટીપોઈ પર જમવાની બે થાડીઓ પણ એમ જ પડી રહી હતી.....
ને બાજુમાં સુનિતા ના રુમમાં હસવા નો ને વાતો કરવાનો અવાજ આવી રહ્યો હતો ને અંદર લાઈટ પણ ચાલુ જ હતી ,એ જોડુ કદાચ એમના લગ્ન ની પ્રથમ રાત્રી ને રોમાચંક બનાવી રહ્યા હતાં.....ને મીતા ના રૂમ ની લાઈટ એક વાગે જ બંધ થયી ગયી હતી ,....
મીતા ના ને વંશ ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 50
ઝંખના ,.........

લેખક @ નયના બા વાઘેલા