બિરસા મુંડા वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બિરસા મુંડા

આદિવાસી બિરસા મુંડા.....(ભગવાન બિરસા મુંડા.)
🙏🌹🙏લોકો ભગવાન બિરસા મુંડા અથવા તેમને "ધરતી આંબા" નામથી ઓળખાણ કરાવે છે.બિરસા મુંડા એ મુંડા આદિવાસી જાતિ સાથે સબંધ ધરાવે છે.19 મી સદીમાં બિરસ મુંડા એ બ્રિટિશ શાસન ના વિરુદ્ધ સ્વતંત્ર આંદોલનમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.અને આદિવાસીની રક્ષા અને અન્યાયના વિરોધી અંગ્રેજ શાસન સામે લડ્યા હતા
બિરસા મુંડા ની જન્મ 15 નવેમ્બર 1875 ના દિને થયો હતો.આદિવાસી મુંડા જાતિના રીત રીવાજ અનુસાર તેનું નામ બૃહસ્પતિવાર (ગુરવાર) ને ધ્યાનમાં રાખી બિરસા નામ પાડ્યું હતું.બિરસા મુંડા પરિવાર ગરીબ પરિવાર થી હોવાથી તેના જન્મ પછી ઉલીહુતના કુરૂમબદામાં ચાલ્યો ગયો હતો ત્યાં તેઓ ખેતરમાં કામ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતો હતો.બિરસા મુંડા બાળપણના તેના મિત્રો સાથે રહેતો હતો,થોડો મોટા થયાં બાદ તે જંગલમાં બકરીઓ ચરાવવા માટે જતો હતો.અને તે ત્યાં જંગલમાં વાંસળી વગાડતો હતો.અને તે વાંસળી વગાડતાં વગાડતાં વાંસળી વગાડવામાં ઉસ્તાદ બની ગયો હતો.બિરસા મુંડાએ સંગીતનાં ઇન્સ્ટ્રુમેન્ટ પણ બનાવ્યા હતા અને તે વગાડતો પણ હતો.
બિરસા મુંડા (ધરતી આંબા) તારીખ 15 નવેમ્બર 1875માં જન્મ થયો હતો.ઉલીહાતું ગામ જે ઝારખંડ રાજ્યનો ખૂટી જિલ્લો હતું.ઉંમર 24 વર્ષ જ્યારે મૃત્યુ થયું ત્યારે તે જર્મન મિશન સ્કૂલના સ્ટુડન્ટ અને ભારતીય નાગરિકતા ધરાવતા હતા.આદિવાસી વ્યવસાય સાથે રોજગારી કરતા હતા.આદિવાસી સ્વતંત્ર સેનાની હતા અને સમાજ સેવા માટે એ અવિવાહિત હતા.મૃત્યુ તારીખ 1 જૂન 1900મૃત્યુ કારણ (death cause)હૈજા બીમારી ના કારણે મૃત્યુ
પિતાનું નામ સુગના મુંડા,માતાનું નામ કરમી મુંડા અને બહેનનું નામ દાસકીર મુંડા,ચંપા મુંડા,ભાઈનું નામ પાસના મુંડા,કોમત મુંડા હતુ.
ભગવાન બિરસા મુંડા પિતા ધર્મ પ્રચારકના સહયોગી હતા તેથી બિરસા મુંડા પણ તેમની સાથે રહી ને ધીરે ધીરે બધુ સમજવા લાગ્યા હતા અને ધર્મ પ્રચારક તરીકે બહાર આવ્યા હતા.બિરસા મુંડા એ તેનું શરૂઆત શિક્ષણ જર્મન મિશન સ્કૂલ "ચાઈબાસા"થી મેળવ્યું હતું બિરસા મુંડા એ જર્મન મિશન સ્કૂલ ચાઈબાસામાં ધર્મને નામે મઝાક કરી,તેથી તેને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
આ મિશનરી સ્કૂલમાં ભણવામાં તે અને આર્થિક રીતે સહાયતા મેળવવા માટે બિરસા મુંડાએ ઈસાઈ ધર્મ પણ અંગીકાર કર્યો હતો.
અંગ્રેજોના શાસનમાં આદિવાસીની જમીન ગ્રહણ અને આદિવાસીઑ પર થતા અત્યાચારના કારણે બિરસા મુંડા હમેશા ચિંતામાં રહેતો હતો.આ બધું જોતાં તેણે 1895 માં કહ્યું કે ”તે ધરતી નો ઈશ્વર છે” મને ભગવાને ધરતી પર મોકલ્યો છે.કેમકે અત્યાચારીને મારીને તમામ મૂંડાઓ-આદિવાસીઓ ને તેમની જમીન જંગલ પરત આપી શકું.
એક વર્ષ છોટા નાગપુર માં મૂંડાઓનું રાજ કાયમી કરીએ, બિરસા મુંડાના આ આહ્વાનના તમામ આદિવાસીઓ એક થવા લાગ્યા.તે આદિવાસી ગામમાં જઈને ધાર્મિક તેમજ રાજનીતિક પ્રવચન આપતા ધાર્મિક તેમજ રાજનીતિક સંગઠન બનાવવા માટે સફળ થઈ ગયા. બિરસા મુંડા એ બ્રિટિશ નોકરશાહી અને અચાનક આક્રમણની દ્રષ્ટિએ પોતાનું આંદોલન 24 ડિસેમ્બર 1899 ના દિવસથી શરૂ કર્યું હતું.આ ક્ષેત્રના ઉલગુલાનની આગથી તમામ વિસ્તાર ભયભીત થઈ ગયો હતો.આ આંદોલનનું રૂપ એટલું ભીષણ હતું કે રાંચીના ડેપ્યુટી કમિશનરે સીધી સેનાના આગમનની તૈયારી કરવી પડી હતી.આ જ નહીં પરંતુ તમામ શાસક મુંડા-આદિવાસી સમુદાય ના વિસ્તારથી દૂર ભગવા લાગ્યા હતા.7 જાન્યુઆરી 1900ના દિવસે બિરસા મુંડા એ ખૂટી પોલીસ સ્ટેશન માં હુમલો કર્યો હતો. આ હુમલા પોલીસ નો એક સિપાહી મરી ગયો હતો. અત્યાર સુધી મુંડા ના માથાનો દુખાવો બનેલા અને છાતી પર ઊભા રહેવા વાળા પોલીસ નો આતંક ખતમ થઈ ગયો હતો.આ સંઘર્ષ બે ભિન્ન પ્રકારના ના સમાજ નો ન હતો પરંતુ બે પ્રધોગિકિયો નો પણ હતો.આ સંઘર્ષ માં બંદૂક ના સામે મુંડા ના ટકી શક્યા અને 10 જાન્યુઆરી ના દિવસે સેલાકરની નિર્ણાયક મુઠભેડ માં હજારો મુંડાઓ(આદિવાસીઓ) શહીદ થઈ ગયા હતા.આ નિર્ણાયક સંઘર્ષ પછી પણ બિરસા મુંડા સંઘર્ષ ની આગ પોતાના હાથ માં લઇ બચી નીકળ્યો હતો.અને ત્યાર બાદ બિરસા મુંડાની ધરપકડ માટે 500 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.અને મુંડા (આદિવાસી) સમુદાયના હતા. આ ઈનામ લેવા માટે તૈયાર થઈ જાય એના માટે ભૂખે મારવાનો પણ પ્રબંધ કર્યો હતો.આજ ભૂખમરા પ્રબંધ ના કારણે બિરસા મુંડા એ ફેબ્રુઆરી 1900 માં ગિરફ્તાર થઈ ગયો.બિરસા મુંડા નું મૃત્યુ પોલીસ મથકે 9 જૂન 1900 ના દિને રહસ્મય પરિસ્થિતિમાં થયું હતું.આ મૃત્યુ નું કારણ કોઈ કહે છે કે બિરસા મુંડા ને ઝેર આપી મારવામાં આવ્યો હતો અને કોઈ કહે છે હૈજા બીમારી ના કારણે મૃત્યુ થયું હતું.
બિરસા મુંડાને સૂતા સમયે ક્યારે પકડવામાં આવ્યો હતો
3 માર્ચ 1900 માં ના રોજ પકડવામાં આવ્યો હતો.બિરસા મુંડા એ ખિસ્તી મિશનરી સામે જંગ અને ધર્માંતરણ પક્રિયા સામેના સખત વિરોધ માટે જાણીતો હતો.એવુ કહેવાય છે કે જેલમાં 1900ની સાલમાંજ કોલેરાથી મૃત્યુ થયું.