ઝંખના - પ્રકરણ - 13 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 13

ઝંખના @પ્રકરણ 13

પાયલ ના પરણી ને આવ્યા પછી રુખી બા ના નિયમો ને કાયદા બધા કાગડ પર જ રહી ગયા......આમ પાયલ જબરી હતી પણ ભોડી પણ એટલી જ હતી ..... રુખી બા ઘણીવાર પાયલ ને ટોક્તા કે આમ આખો દિવશ શુ ફોન મા લાગેલી રહે છે ?
મીના વહુ ને કિચન મા થોડી કામ મા મદદ કર .... પણ પાયલ બા ને ચોખ્ખુ સંભાળાવી દેતી કે ના બા એ બધુ કામ મારુ નહી .....મને નથી ગમતુ કામ કરવુ ને આટલા બધા રુપિયા છે તો કામ કરવા વાડા રાખી લો ને .....હા હવે બહુ વાયડી ની થા મા ! પૈસા કયી ઝાડ પર નથી ઉગ્યા એના માટે આ તારા સસરા ને મારા પરીયા એ ઘણી મહેનત કરી છે ત્યારે પૈસા આવે છે......
રુખી બા ને ગુસ્સે થતા જોઈ મીના બેન રુખી બા ને કહેતા ... બા તમેય શુ ? ખોટી બુમો પાડો છો પાયલ ને આદત પડી છે એના મનમાં એવુ કાઈ નથી......
ને પાયલ હસી પડતી .....
આ બાજુ શહેરમાં કોલેજ કરતી મીતા પપ્પા ના લગ્ન થી બિલકુલ અજાણ હતી...
પરેશ ભાઈ ના લગ્ન ના દિવશે ગ્રુપ નો એક છોકરો
ગામડે આવ્યો હતો .... આજે કોલેજમાં કયી હડતાળ હતી એટલે બધા
બહાર ગાર્ડન મા બેઠા હતા
ને નરેન બોલ્યો મીતા તુ તો શહેરમાં આવી આપણાં ગામ ને ને ઘર ના લોકો ને ભુલી જ ગયી......ના રે એવુ કાઈ નથી હો....તો પછી ગામડે તારા ઘરે પ્રસંગ મા તુ કેમ ના ગયી ?....મીતા નવાઈ પામતાં બોલી , પ્રસંગ ? કોના અમારા ઘરે ?
લે કર વાત તને નથી ખબર ?
મીતા ખરેખર તને નથી ખબર તારા પપ્પા ના લગ્ન વિશે ? શુ કયી પણ બોલે છે નરેન ....મીતા ને ગ્રુપ ના બધા મિત્રો નરેન ને વઢવા લાગ્યા અલ્યા આવી બાપ ના લગન ની કયી મજાક ના
હોય .......ને નરેન બોલ્યો અરે સાચુ કવ છુ ....હુ ગામડે થી આજે તો આવ્યો ને પરમ દિવશે મે મારી સગી આંખે જોયું ગામનાં રામજી મંદિર મા પરેશ કાકા ના લગ્ન હતાં.....મને પણ.નવાઈ લાગી હતી પણ મને એમ કે
મીતા ને ખબર હશે ......
મીતા રડવા જેવી થયી ગયી
ને બોલી મિત્રો મને ખરેખર કયી જ ખબર નથી....
મીતા એ પર્સ મા થી ફોન કાઢી ગામડે મમ્મી ને નંબર લગાવ્યો..... ઘણી વાર રીગં વાગ્યા પછી મીના બેન એ જ ફોન ઉપાડ્યો.....હેલો ..મમ્મી હુ મીતા....હા બોલ બેટા કેમ છે ? મજા માં ને ? તારુ ભણવાનું કેવુ ચાલે છે ? મીના બેન એકી શ્વાસે આટલુ બધુ બોલી ગયા ...
મમ્મી તુ કેમ છે ? ને આપણાં ઘરે કાઈ નવા જુની ? કયી નહી બેટા શાંતિ
મમ્મી આમ કયાં સુધી જુઠઠુ બોલીશ ? નરેન ગામડે હતો આજે જ આવ્યો એણે મને પપ્પા ના લગ્ન ની વાત કરી..
મીના બેન અચકાતા બોલ્યા,
દીકરી તુ તો સમજુ છે ને જાણે જ છે ને છેલ્લા પાંચ વરસ થી તારા દાદા દાદી તારા પપ્પા ના લગ્ન લગ્ન માટે જીદ કરતા હતાં......એમને દિકરો જોઈએ છે ને બેટા ...જે હુ આપી શકતી નથી એટલે કંચન ફયી ના ગામડે થી તારી માસી ને પરણી લાવ્યા. .... ને તુ ચિંતા ના કરતી દીકરી....
મને કોઈ વાત ની તકલીફ નથી .....ને પાયલ પણ સારી
જ છે .....એટલે તારી માસી.... પણ મમ્મી તમે બિલકુલ વિરોધ ના કર્યો લગ્ન નો ? ને પપ્પા કયી રીતે માની
ગયા ? બેટા તારા પપ્પાતો તૈયાર નહોતાં પણ તારી દાદી એ બહુ ઝગડો ને પરાણે તારા પપ્પા ને લગ્ન કરવા પડ્યા.......હશે હવે જે થવાનુ હતુ એ થયી ગયુ
તુ ખોટી ટેન્શન ના લે ને ભણવામાં ધ્યાન આપજે....ચલ ફોન મુકુ બહુ કામ છે કહી મીનાબેન એ ફોન મુકી દીધો .....મીતા ની આંખ મા આશુ આવી ગયા ......એને પોતાને આજે એવુ લાગી રહયુ હતુ કે ખરેખર એનુ પોતાનુ કોઈ અસ્તિત્વ જ નથી......ઘરમાં
દીકરા માટે થયી બીજા લગ્ન થતા હોય ત્યા દીકરીયો નુ મહત્વ જાતે જ સમજાય જાય છે, મીતા એના દાદા દાદી ના સ્વભાવ ને સારી રીતે ઓડખતી હતી પણ પરેશભાઈ પર એને વિશ્વાસ હતો જ કે પપ્પા ક્યારેય મમ્મી સાથે આવો અન્યાય નહી જ થવા દે ......બધી બહેનપણીઓ એ મીતા ને શાંત પાડી......મીતા ને મીના બેન પાસે જવાની ઈરછા થયી આવી પણ હજી નવું નવુ ભણવાનુ હતુ એટલે કોલેજ માં થી રજા મડે એમ નહોતી.....આજે મીતા નુ મન કયાંય લાગતું નહોતુ ,કાશ આ પરિસ્થિતિ મા હુ મમ્મી ની સાથે હોત તો સારુ રહેત ......

પરેશભાઈ ના બીજા લગ્ન થી દીકરી મીતા ના જીવન પર શુ અસર પડશે ને એના જીવન મા કેવો આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 14 ...ઝંખના

લેખક @ નયના બા વાઘેલા