ઝંખના - પ્રકરણ - 14 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 14

ઝંખના @ પ્રકરણ 14

સાંજે પરેશભાઈ વાડીએ થી ઘરે આવ્યા ને જમીને પાછા હીસાબ ના ચોપડા લયી બેસી ગયા ....આત્મા રામ હુક્કો ગગડાવતા બોલ્યા......પરીયા આ તારો સાડો જનક આમ આખો દિવશ નવરો રખડ્યા કરે છે તે એને કાલ થી તારી સાથે ખેતરે લયી જા ને કયીક કામ કાજ શીખવાડ.......બાપુજી ની વાત સાંભળી ને પાયલ બોલી હા સાચી વાત છે બાપુજી ની ,જનક કાલ થી જ તારા જીજાજી સાથે ખેતરે જજે , આમ કયાં સુધી રખડપટ્ટી કર્યે રાખીશ ?
જનક એક નબંર નો આળસુ માણસ હતો એને આત્મા રામ ને પાયલ ની વાત જરાયે ગમી નહી..... બધા ની વાતો સાંભળી ને રુખી બા બોલ્યા, પાયલ વહુ કામ તો તમારે પણ શીખવાની જરુર છે......તમે પણ આખો દિવશ આંટા ફેરા ને આશીર્વાદ કરો છો......મીના વહુ પાસે થી થોડુ કામ કાજ શીખો .....હા બા મને બધુ આવડે જ છે હો .....તો પછી મીના ને કામ મા મદદ કરતા હોય તો .....પરેશભાઈ હિસાબ કિતાબ મા વયસત હતા ...
પણ એમના કાન બા ની વાતો તરફ જ હતાં.....પરેશભાઈ જોઈ રહયા હતા પાયલ ઘરમાં આવી પણ બસ આખો દિવશ ટાપ ટીપ મા જ રચીપચી રહેતી ,ને મીના બેન આખા ઘર ના ઢસરડા કર્યે રાખતાં....પાયલ બસ ઘર નુ નાનુ મોટુ શાક સમારવા જેવુ કામ કરતી ......બહુ બહુ તો મીના બેન સાથે રસોડામાં મદદ કરતી .....પરેશભાઈ મીના બેન ને સારી રોતે સમજી શકતા ...... જમી પરવારી નવરા થયી મીનાબેન એમના રુમમાં ગયા ને જતા જતા પરેશભાઈ ને બોલાવતા ગયા......પરેશભાઈ બધુ કામ પડતું મુકી ને મીના બેન ના રુમમાં આવ્યા.....બોલો શુ હતુ ? એતો આજે શહેરમાં થી મીતા નો ફોન આવ્યો હતો......ને બહુ ગુસ્સે હતી ,એને આ લગ્ન ની ખબર પડી ગયી છે......પણ
મીતા ને કોણે કહ્યુ? આપણે તો કોઈએ એને ફોન કર્યો નથી......હા નથી કર્યો....પણ જે દિવશે લગ્ન હતા એ દિવશે ગામનો નરેન જે કોલેજમાં મીતા સાથે ભણેછે એ ગામમાં આવ્યો હતો ને એને કોઈ એ વાત કરી હશે એટલે એણે જયી મીતા ને કહયુ ......ઓહહ..
બહુ ગુસ્સે થયી હશે ને મીતા ? આપણી દીકરી આમ પણ છે બહુ ગુસ્સા વાડી.....હા ને ગુસ્સા મા
જ ફોન મુકી દીધો......બસ એક વાત કરતી હતી કે મને જાણ કેમ ના કરી ? હુ શુ પારકી છુ ? મીતા ની વાત સાચી છે મીના ,પણ કયા મોંઢે એને લગ્ન ની વાત કરત ? બન્ને પતિ પત્ની વાત
કરતા હતા ને પાયલ આવી .... શુ થયુ મોટી બેન ? કયી થયુ ? ના ના પાયલ કયી નથી થયુ ....તો
તમે બન્ને ઉપર આવ્યા વાત કરવા એટલે મને લાગયુ કે કયી તકલીફ હશે......ના પાયલ એતો આજે મોટી દીકરી મીતા નો શહેરમાં થી
ફોન આવ્યો હતો....એને લગ્ન ની જાણ નહોતી કરી એટલે ગુસ્સે થયી છે બસ
એ જ વાત કરવા ઉપર આવ્યા......ઓહહ એમ...
પરેશભાઈ નીચે આવ્યા ને જનક ને લયી તબેલા તરફ ગયા...... પાયલ બાર સુધી ભણેલી હતી એટલે ત્રણેય દિકરી ઓ નુ હોમવર્ક એ જ
કરાવી દેતી , થોડા દિવશ મા તો એ ઘરમાં બધાની સાથે હડી મડી ગયી હતી .....હા
એને કામ કરતા જોર બહુ આવતુ ને રુખી બા નો કડવો સ્વભાવ એને ના ગમતો ને ઘણીવાર તો રુખી બાને સામે ને સામે જવાબ આપી
દેતી, ને ઘરના નિતિનિયમો ને
તો એ
બિલકુલ માનતી જ નહીં......જીદીલી પણ બહુ
અવાર નવાર શહેરમાં જયી કપડાં, મેકઅપ ના ખર્ચા કરી નાખતી , રુખી બા ને એનુ આવુ વર્તન બિલકુલ ગમતુ નહી .....પણ શુ કરે બિચારા ? પાયલ આગળ એમનુ કશુ જચાલતુ નહી..
હા મીના બેન સાથે પાયલ ને સારુ બનતુ ,એટલે વનિતા ,સુનિતા ને બીના માટે
કપડા ને બીજું બધુ પાયલ જ લયી આવતી .....એટલે નાદાન દીકરીયો ને પણ પાયલ માસી ઘણી વહાલી
લાગતી,....મીનાબેન ને આ બધુ જોઈ ને શાંતિ થતી ,
ઐમણે વિચાર્યું હતું કે બીજી
પત્ની આવવા થી ઘરમાં એમની કિંમત ઓછી થયી
જશે ને આવનાર નવી નુ માન સન્માન વધી જશે.....
પણ એમાનુ કયી જ બન્યુ નહી ......પાયલ તો ઘરમાં બહુ જલદીથી હડી મડી ગયી , ના તો ઘરની કોઈ જવાબદારી લીધી કે નાતો કોઈ પદ ..... આખો દિવસ મોટી બેન મોટી બેન કર્યા કરતી ને એમ કરી મીના બેન પાસે ધાર્યુ કામ કરાવી લેતી
બહુ મીઠડી હતી , પાયલ એ આખી જીંદગી બહુ ગરીબી જોઈ હતી ......નાની ઉંમરે લગ્ન ને એ પણ પાછા સાવ ગરીબ ઘરનાં સામાન્ય દેખાવ વાડા માણસ સાથે થયા હતા , ને લગ્ન ના બીજા જ વરસે વિધવા થયી હતી એના પતિ નુ એકિસડનટ મા
મુત્યુ થયુ હતુ ને બસ પછી ભાઈ જનક સાથે બનારસ છોડી સરથાણા આવી ગયી
ને ભાડે મકાન રાખી બન્ને બાઈ બહેન ફેક્ટરી મા નોકરી કરી ગુજરાન ચલાવતાં હતા , બસ જેમ તેમ જીદંગી ગુજારતા હતા નૈ એવા મા કંચનબેન મડયાને ,પરેશભાઈ સાથે લગ્ન ની વાત થયી ને પાયલ ને તો જાણે લોટરી લાગી ગયી ..... આખી જીંદગી બહુ ગરીબી જોઈ હતી ને
હવે પરેશભાઈ સાથે લગ્ન કરી આવડી મોટી હવેલી મડી ,મોંઘી સાડીઓ, ઘરેણાં ને સુખ સાહ્યબી જોઈ બસ બિનધાસ્ત જીવન જીવવા લાગી , રુખી બા નેઆત્મા રામ ઘણી વાર પાયલ ને ટોકતા ને ઓછા ખર્ચા કરવાનુ સમજાવતા તો ય પાયલ ને કોઈ અસર થતી જ નહીં.....સગા સબંધીઓ ને પેડોશી ઓ તો આ જોઈ ખુશ થતા ,કે રુખી બા એ આખી જીંદગી બહુ કંજુસાઈ કરી છે ,વહુ સારી માથા ની મડી છે ..... આમ
પાયલ એની જીંદગી મા મસ્ત રહેતી ને મીના બેન એમનુ કામ ને એમની ફરજો નિભાવે જતાં....... પરેશભાઈ ને તો કોઈ ફરીયાદ જ નહોતી એમના તો બે ય હાથ મા લાડવા હતા .....હવે પરેશભાઈ ને પાયલ ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ ઝંખના.....15

લેખક @ નયના બા વાઘેલા