ઝંખના - પ્રકરણ - 12 નયના બા વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝંખના - પ્રકરણ - 12

ઝંખના @ પ્રકરણ 12

છેવટે પરેશભાઈ ના લગ્ન પાયલ સાથે સંપન્ન થયા......
નૈ બધા ઘરે આવ્યા.....રુખી બા એ મીના બેન ને આદેશ આપ્યો પાયલ વહુ નો ગૃહપ્રવેશ કરાવવા માટે.....
આનાથી મોટી મજબુરી કયી હોઈ શકે કે પોતાના પતિ ની બીજી પત્ની ની આરતી ઉતારવાની ને એને સન્માન ભેર ઘરમાં પ્રવેશ કરાવાની.......રુખી બા.બાપૂજી ને મીનાબેન ડ્રાઈવર સાથે પહેલા આવી ગયા ને બીજી ગાડી માં પરેશભાઈ પાયલ અને જનક ભાઈ સાથે આવી પહોંચ્યા......પાયલ ગાડી મા થી નીચે ઉતરી ને આવડી મોટી હવેલી જોઈને ચોંકી ગયીને ભાઈ જનક ની આંખો થો ખુલી જ રહી ગયી.......પાયલ મનમાં બોલી ઉઠી ઓ બાપરે આટલી મોટી હવેલી ? આ
તો સપનાં માય નહોતુ વિચાર્યું કે મારા નસીબ આટલા સરસ હશે......પરેશભાઈ ને પાયલ
સજોડે બારણે આવી ઉભા રહ્યા ને મીના બેન એ બન્ને ની આરતી ઉતારી ને ગૃહપ્રવેશ કરાવ્યો.......બન્ને વરઘોડીયા મોટા વડીલો ને પગે લાગ્યા ને આશીર્વાદ મેડવયા.......રુખી બા નો આનંદ આજે માતો પણ નહોતો......મીના વહુ જાઓ પાયલ ને લયી જયી આખી હવેલી બતાવો .....ને એનો રુમ પણ ......ને જનક નો રુમ નીચે વાડો આપજો.....
લગ્ન મા આવેલા મહેમાન જમી ને રવાના થયા......
ને છેલ્લે કંચનબેન અને બટુકલાલ એ પણ ઘરે જવાની રજા માંગી......
બા હવે અમે પણ નીકળી એ ઘરે બહુ કામ છે......
પણ બેટા રોકાઈ જા ને બે ચાર દિવશ આ તારી પાયલ ભાભી ને કંપની રહેશે.....
ના બા હવે મીના ભાભી છે ને એ સંભાળી લેશે .....
હવેલી ના ઉપર ના માડે મીના બેન અને પરેશભાઈ નો બેડરૂમ હતો એની બાજુ
વાડો રૂમ પાયલ વહુ ને આપવામાં આવયો.......
પાયલ ને રુમમાં બેસાડી ને મીના એના માટે જમવાની થાડી લયી આવી ,.....પાયલ
મીના બેન નો સવભાવ જોઈ
ખુશ થયી.....જો પાયલ આ
ઘર હવે તારુ પણ છે આજ થી ને હુ તારી મોટી બહેન જેવી છુ , તારા કે મારા મનમાં સોતન જેવા ભાવ બિલકુલ નહી લાવવાના બે બહેનો ની જેમ રહીશુ ,....તને કયી પણ તકલીફ હોય તો મને કહી શકે છે ..... પાયલ અચકાતા અચકાતા બોલી મીના બેન પરેશ એ બીજા લગ્ન કર્યા તો તમને ખોટૂ નથી લાગ્યુ? ના રે એમા શુ ખોટુ લાગે ? ને આમ પણ મને ખોટુ લાગવાથી કે ના પાડવાથી મારી વાત કોઈ માનવાનુ તો નહોતુ તો પછી નાહક નુ ટેન્શન શુ કામ લેવુ ?ને તને પણ ખબર જ હશે પાયલ બા ને બાપુજી તારી પાસે થી એક દીકરો ઈરછે છે , એમનો વારસદાર.....હા મીનાબેન મને કંચનબેન એ
વાત કરી હતી......થોડીવાર પાયલ પાસે બેસી ને મીનાબેન એ સારુ લાગ્યુ એનો સ્વભાવ ગમ્યો....
મીના બેન એમના રુમમાં આવ્યા ત્યારે પરેશભાઈ કપડા બદલી ખુરશી મા બેઠાં હતાં.....અરે બીના ના પપ્પા તમે શુ કરો છો અંહી ?....
જાઓ તમારા નવા રુમમાં જાઓ ,ચલો આજથી તમારુ સુવાનું સરનામુ બદલાઈ ગયુ છે .....બાજું વાડા બેડરૂમમાં..... બસ હવે
તુ પણ મારી મજાક બનાવ..
ના ના મજાક નથી .... હવે આજ થી તમારે પાયલ ના રુમમાં જ સુવાનુ છે ..... મીના તને ખોટુ નથિ લાગતુ
? મને તો આ રુમમાં ઉઘંધા ની આદત છે એટલે ત્યા ઉઘં નહી આવે ......ને મીના સાચુ કવ તો મને તો અજુગતું લાગે છે ......
હા હા હવે એતો આદત પડી
જશે જાઓ હવે...... એમ કહી મીનાબેન એ પરાણે પરેશભાઈ ને પાયલ ના રુમમાં મોકલ્યા......
બીજા દિવશે સવારે મીના બેન એ ત્રણેય દીકરી ઓ ને
પાયલ ની ઓડખાણ કરાવતા કહ્યુ, બેટા આ તમારી પાયલ માસી છે ....
ગામમાં થી લોકો પરેશભાઈ ની નવી વહુ ને જોવા આવતાં ને ભરપેટ વખાણ કરતા એ જોઈ ને રુખી મા ફુલયા નહોતા સમાતા.....પરેશભાઈ તો વહેલી સવારે ઉઠી ને તૈયાર થયી ચા નાસ્તો કર્યા વિના જ વાડીએ ચાલ્યા ગયા હતા , મીનાબેન રસોડામાં રસોઈ બનાવતાં હતા ને પાયલ એમની સાથે રસોડામાં વાતો મા વળગી...
તે હે મોટી બેન આટલી મોટી હવેલી ને આટલી બધી મિલકત છે તો ય ઘરમાં નોકર ચાકર કેમ નથી ? રસોઈ માટે મહારાજ નથી ?
આટલુ બધુ કામ તમે એકલા હાથે સંભાળો છો ?........
પાયલ હુ પરણી ને સાસરે આવી ત્યારે ઘરમાં રસોઈ માટે બાઈ હતી ને કામવાળા
બહેન પણ હતા .....પણ મારા આવ્યા પછી બા એ એ બધા ને રજા આપી દીધી
ને હુ પણ એક ગદીબ ઘર ની દીકરી જ છું એટલે બધુ કામ
કરવા ટેવાયેલી છુ ને પછી બધા ને મારા હાથ ની રસોઈ બહુ ભાવતી.......એક બે વાર બીના ના પપ્પા એ બા ને વાત કરી કે એક કામવાળી બાઈ રાખી લયીએ ,પણ બા એ ચોખ્ખી ના પાડી દીધી ...... ઓહહહ તો બા બહુ કંજુસ છે એમ ને ?.... એવુ ના કહેવાય પાયલ , બા સાંભળી જશે તો આવી જ
બનશે ..... પાયલ મીના બેન સાથે મીઠી મીઠી વાતો કરતી રહી ને મીના બેન એ એટલી વાર મા બધી રસોઈ બનાવી
દીધી ..... પાયલ હતી બહુ ચાલાક ને એટલી મીઠડી ...
વાતો વાતો મા બધું જાણી લે એવી .... લે પાયલ આ જમવાનુ બધુ ડાઈનીંગ ટેબલ પર ગોઠવી દે , બા હમણાં બુમો પાડશે.....
ને પાયલ એમ કર્યુ ને પછી બધા ને જમવા બોલાવી બધા ની થાડી ઓ પીરસી....
બધા જમી લે પછી જ ઘરની વહુ છેલ્લે જમવા બેસતી એવો નિયમ હતો પણ પાયલ તો બીજા જ દિવશે રુખી બા ને આત્મા રામ સાથે ડાઈનીંગ ટેબલ પર જમવા બેસી ગયી ને
બુમ પાડી ભાઈ જનક ને પણ બોલાવી લીધો.......
મીના પાયલ ને ના કહેવા જતી જ હતી પણ રુખી બા એ રોક્યા ને બોલ્યા, ભલે જમી લેવા દે હજી નવુ નવુ છે એને વાર લાગશે.......
પાયલ ને તો રુખી બા ની વાત ની કોઈ અસર જ નોતી
થયી.....એય ને ચુપચાપ જમવા લાગી ને બોલી મોટી બેન તમે પણ બેસી જાઓ ને ,ઐતો બધા પોત પોતાના હાથે લયી લેશે......ને વચ્ચે જ રુખી બા છણકો કરતા બોલ્યા......પાયલ વહુ આપણા ઘર ની એ સિસ્ટમ નથી...... તમે તો બેસી ગયા ને હવે મીના વહુ ને ય બેસાડો છો તો પછી પીરસશે
કોણ ? ...... પાયલ એ રુખી મા ને જવાબ એ ના આપ્યો
બસ જમવા મા વયસત હતી
મીના બેન ને રુખી બા મનમાં સમજી ગયા કે વહુ છે તો માથા ની.......પાયલ ના આવવા થી પરેશભાઈ ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 13 .....ઝંખના

લેખક @ નયના બા વાઘેલા