ૐ નમઃ શિવાયઃ
The Story of Love Part 8
અત્યાર સુધી આપડે જોયું કે અભિનવ અને અનુરાગ બન્ને એક જુના કારખાના માં જાય છે અને ત્યાં જે અભિ નો જ માણસ હતો જોસીફ તેને જ બાંધી ને રાખ્યો હોય છે અને તે કોના માટે કામ કરે છે તેનું નામ બોલવા માટે તેના માણસો છેલ્લા 2 દિવસ થી કોશિશ કરતા હતા પણ તેને કોઈનું નામ નતું લીધું તેના લીધે જ અભિ ને અહીંયા આવું પડ્યું હતું...
તે પોતાના પોકેટ માં થી એક ગન નીકળે છે અને જોસીફ ની આગળ કરી દે છે...
"તું આ શું કરી રહ્યો છે અભિ...
આ આપડો જ માણસ છે..."
અનુરાગ બોલે છે...
અનુરાગ ની વાત નો અસર પણ અભિ પર નતો થતો અને આ જોઈને કે અભિ ગન જોસીફ ની સામે કરીને ઉભો છે તે જોઈને બધા ડરી ગયા હતા અને જોસીફ તો રોવા લાગ્યો હતો...
તેને એવું જ લાગતું હતું કે આ તેનો આખરી સમય છે...
અભિ નું આ રૂમ જોઈને તો તેના આજુ બાજુ જે તેના લોકો ઉભા હતા તે પણ ડરી ગયા હતા અને અનુરાગ ગણું સમજાવતો હતો પણ અભિ તેનું સાંભળતો જ નતો...
ત્યારે જ ગોળી નો આવાજ આવે છે...
અભિ ના બધા માણસો ના ચહેરા પર ડર હતો એનું કારણ એ હતું કે આજે જે વ્યક્તિ ને તેમની સામે બાંધી ને રાખ્યો છે તો એમના માંથી જ એક માણસ છે તેના લીધે તે આટલા ડરતા હતા...
ગન ના આવાજ સાથે જ જોસીફ જોર થી ચીસ પાડે છે અને તેની એ ચીસ સાથે જ એક સનાતો છવાઈ જાય છે...
ત્યારે જ હસવા નો આવાજ આવે છે અને બધા તે તરફ જોવે છે ત્યારે અભિનવ એક ડેવિલ ની જેમ હસતો હોય છે...
"આટલા માં જ ડરી ગયા તમે બધા..."
અભિ બોલી ને ફરી ડેવિલ જેવી હસી હસવા લાગે છે તે જેટલો સુંદર હતો એટલો જ હમણાં ભયાનક લાગતો હતો...
જોસીફ ને ઠીક જોઈને બધા ને થોડું સારું લાગે છે...
"મને છોડી દો... મને માફ કરી દો ..."
જોસીફ બોલે છે...
અભિ એ ગોળી તો ચલાવી હતી પણ તે ગોળી કોઈને વાગી નતી...
આ જોઈને અનુરાગ ને રાહત થાય છે...
"તું આને કોઈ પણ સજા આપી દે પણ એને મારવાની જરૂર નથી અને આ તને મારો ઓડૅર છે..."
અનુરાગ બોલે છે...
"ચાલો હવે તો ભાઈ નો ઓડૅર છે તો માનવો જ પડશે..."
અભિ બોલે છે અને એક રહસ્ય મય સ્માઈલ આપે છે, તેની બાજુ માં ઉભા રહેલા વ્યક્તિ ને કંઈક ઇસારો કરે છે...
તેના ઇસારો કરતા જ તે વ્યક્તિ છૂરી થી તેના હાથ માં મોટો કટ મારી દે છે...
"હું કોણ છું એ ક્યારે નઈ ભૂલવા નું..."
જોસીફ નો કોલર પકડી ને બોલે છે અને પછી તે તેના ભાઈ અનુરાગ જોડે આવીને ઉભો રઈ જાય છે...
તે વ્યક્તિ જોર જોર થી બૂમો પાડવા લાગે છે પણ અભિ ને કોઈ અસર નથી થતી અને તે અનુરાગ ને તેની સાથે ચાલવા નું કે છે...
"અરે જોસીફ એ એવું તો શું કર્યું છે કે તે એને આ રીતે રાખ્યો છે..."
અનુરાગ ગુસ્સા માં બોલે છે...
"અરે એ એક ગદાર છે અને બસ એના થી વધારે તમે આમ ના પડો..."
અભિ કોઈ પણ ભાવ વગર બોલે છે...
"તને ખબર છે ને આ વાત મમ્મી પપ્પા પાસે પોચી ગઈ તો..."
અનુરાગ બોલે છે...
"અરે મારા મોટા ભાઈ તમે છોને તમને બધું સાચવી લઇશો ને..."
અભિ બોલે છે અને હસવા લાગે છે...
બન્ને કાર માં બેસી જાય છે...
"બસ આ વાત મમ્મી પપ્પા સુધી ના પહોંચવી જોઈએ..."
અનુરાગ મન માં વિચારે છે...
તે પણ કાર માં બેસી જાય છે અને એ વ્યક્તિ આવે છે તે કાર ની પાછળ બેસી જાય છે...
"સર તે વ્યક્તિ વિશે જાણકારી નીકળવા ની કોશિશ કરી પણ કોઈ જાણકારી નથી મળતી..."
તે વ્યક્તિ આટલું પણ મુશ્કેલ થી બોલી શકે છે અને આ બોલતા તે વ્યક્તિ ના ચહેરા પણ ડર દેખાઈ આવતો હતો...
"તમને બધા ને અહીંયા મેં જલસા કરવા માટે તો રાખ્યા નથી અને હા, એ વ્યક્તિ ની બધી જાણકારી મને ૨૪ કલાક માં જોઈએ નઈ તો તમારા પરિવાર ને તમારી જાણકારી મળવી મુશ્કેલ થઇ જશે...."
અભિ ગુસ્સા માં બોલે છે અને તે વ્યક્તિ કાર માંથી કાય પણ બોલ્યા વગર બારે નીકળી જાય છે...
"તું શું કરી રહ્યો છે એ મને નથી સમજાતું અને જયારે આ બધી વાત ઘરે ખબર પડશે ત્યારે તને હું તો નહિ જ બચાવું..."
અનુરાગ બોલે છે...
"હું સાચવી લઈશ બધું..."
અભિ બોલે છે અને તે બન્ને ત્યાં થી નીકળી જાય છે...
"અભિ સામે જ...."
અનુરાગ જોર થી બોલે છે...
ત્યારે રસ્તા માં જતા જ એમની કાર સામે કોઈ આવી જાય છે અને તે કાર ની બ્રેક મારે છે પણ તેને એવું લાગે છે કે કાર થી તે વ્યક્તિ ની ટક્કર થઇ જ ગઈ છે...
અભિ નું દયાન વાતો માં હતું અને એના લીધે જ તે સામે જોઈ ના શક્યો કે કોણ હતું પણ અનુરાગ ની નજર સામે જ હતી...
*****
પ્રિયા બધા ને તેની અને માનવી વિશે ની બધી જૂની વાતો કેતી હતી ત્યારે જ પ્રિયા ના ફોન ની રિંગ વાગે છે...
પ્રિયા ફોન લઈને તેમના થી થોડી દૂર જાય છે અને થોડી વાર માં જયારે પાછી આવે છે તો બધા તેને એક આશા થી જોતા હોય છે કે વિક્રમ ભાઈ વિશે કોઈ ખબર મળી હશે...
"વિક્રમ કાકા વિશે જાણકારી મળી...?"
માહી બોલે છે...
"તમે બધા મને આ રીતે ના જોવો અને હા તમે ચિંતા ના કરો આપડા ને જલ્દી વિક્રમ ભાઈ વિશે જાણકારી મળી જશે..."
પ્રિયા બધા ને દિલાસો આપતા બોલે છે...
તે બધા આ સાંભળી ને ફરી નિરાશ થઇ જાય છે...
ત્યારે જ જયદીપ ના ફોન માં એક મેસેજ આવે છે અને એ જોઈને એના ચહેરા પર ફરી એજ ચિંતા દેખાવા લાગે છે...
"તમે મને અહીંયા નું એડ્રેશ જણાવો ને મારે આકાશ ને મોકલવું છે એમનું કામ પૂરું થઇ ગયું છે તો એ અહીંયા આવે છે હવે..."
જયદીપ બોલે છે...
"હા..."
પ્રિયા બોલે છે અને જયદીપ ને એડ્રેશ લખાવે છે...
થોડી વાર માં ત્યાં આકાશ અને રોહિત બન્ને આવી જાય છે...
જયદીપ આકાશ સાથે વાત કરવા માટે જ્યાં તે બધા બેઠા હોય છે ત્યાં થી થોડો દૂર જાય છે...
આકાશ ના ચહેરા પર ચિંતા સાફ દેખાતી હતી...
"આકાશ અને જયદીપ કઈ વાત ને લઈને આટલી ચિંતા માં છે...?"
"શું જેની ટક્કર કાર થી થઇ તેને અભિનવ અને અનુરાગ બચાવી શકશે...?"
જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...
જોડાયા રહો મારી સાથે...
THE STORY OF LOVE....
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...