The story of love - Season 2 - Part 7 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The story of love - Season 2 - Part 7

ૐ નમઃ શિવાયઃ

The Story of Love Part 7

અત્યાર સુધી જોયું કે પ્રિયા વધ ને સુરક્ષીત રાખવા માટે પોતાના ઘરે લઈને જાય છે. તેનું ઘર શહેર થી થોડું દુર હોય છે અને ત્યાં એવું નથી કે બીજા ઘર નથી પણ ત્યાં જોઈને એવું લાગતું હોય છે કે કોઈ રેતુ પણ હશે...?

પણ જયારે બધા ત્યાં જોવે છે તો એ એક ખડેર જેવું દેખાતું હતું ત્યાં બીજા ઘર પણ એવા જ હતા અને જયારે બધા ઘર ની અંદર જાય છે ત્યારે બધા અંદર થી ઘર જોઈને ચોકી જાય છે જેવું ઘર બાર થી હતું તેવું તો અંદર થી નતું જ...

તે બધા ને એવું લાગતું હતું કે જાણે તે ક્યાં બંગલા માં આવી ગયા છે. આ ઘર બાર થી જોવા માં તો આટલું મોટું નતું જેટલું ત્યાં અંદર ગયા પછી તે ઘર લાગતું હતું...

આવું હોવા પાછળ પણ એક કારણ હતું કે પ્રિયા એ એવી રીતે ઘર બનાવડાવ્યું હતું કે કોઈને બાર થી જોઈને એવું લાગે જ નહિ કે અહીંયા કોઈ રેતુ હશે અને અંદર થી ઘર ની સજાવટ બગલા જેવી જ કરાવી હતી..

ત્યારે એક ૬૦ વર્ષ નો વૃદ્ધ વ્યક્તિ આવે છે...

"પ્રિયા બેટા આ બધા કોણ છે..."

તે વૃદ્ધ બોલે છે...

"આ બધા આપડા મેહમાન છે, તો આમની જરૂરિયાત નું ખાસ દયાન રાખજો..."

પ્રિયા બોલે છે અને બધા ને ત્યાં બેસવા નું કહી ને પોતાના રૂમ માં જાય છે અને તે વૃદ્ધ તે બધા માટે પાણી લઈને આવે છે...

થોડી વાર માં તેમની સામે જાત જાત ના નાસ્તા અને ગણી બધી વસ્તુઓ આવી જાય છે અને થોડી વાર માં પ્રિયા એના હાથ માં એક બોક્સ લઈને આવે છે...

"આ જોવો..."

પ્રિયા તે બોક્સ માંથી એક ફોટો નીકળે છે અને બધા ને તે ફોટો બતાવતી હોય છે તે જોઈને બધા વિચારવા લાગે છે કે આ કોણ છે...? એમાં ૨ છોકરીઓ હતી અને એમાં એક પ્રિયા જેવી લાગતી હતી...

"માનવી..."

જોસના બેન બોલે છે અને આના પછી બધા ને સમજાય છે કે પ્રિયા ની સાથે જ છોકરી છે તે માનવી છે...

ત્યારે બધા તે ફોટો ને હાથ માં લઈને જોવે છે અને એક એક કરી ને બધા ફોટો જોતા હોય છે જયારે તે ફોટો માહી ના હાથ માં આવે છે તો તે જોઈને ચોકી જાય છે...

"આમને તો મેં જોયેલા છે એવું કેમ લાગી રહ્યું છે મને..."

માહી મન માં વિચારે છે...

"માહી તે જોઈ લીધો હોય તો મને આપ હવે..."

નીતિન બોલે છે...

આ સાંભળીને માહી તેના વિચારો માંથી બારે આવે છે અને તે ફોટો ને નીતિન ને આપે છે પણ તેને હજુ પણ એવું જ લાગતું હોય છે કે તેને ક્યાંઈક તો જોયેલા જ છે...


*****

સુમસાન જંગલ જે ચારે બાજુ થી અંધારા થી ઢાંકાયેલું હતું. તે જંગલ વચ્ચે જતા રસ્તા પર એક કાર જે આજુ બાજુ ના સનાટા ને ચીરતી જાણે ચિત્તા ની સ્પીડ માં જતી તે કાર જોઈને જ લોકો સમજી જાય છે તેમાં બેઠેલા તે બે નૉજુવાન કોઈ સામાન્ય ઘર ના નથી...

આ બન્ને કોઈ બીજા નહિ પણ સૌથી આમિર વ્યક્તિ મિત્તલ પરિવાર ના છોકરાઓ હતા. જેમાં અનુરાજ મોટો અને અભિનવ નાનો હતો પણ દેખાવ માં તે બન્ને જુડવા જેવા જ લાગતા હતા...

"અરે અભિ થોડી ધીમે ચલાવ આપડે આટલી જલ્દી પણ નથી..."

તે છોકરો બોલે છે...

"અનુરાગ તને ખબર તો છે મારી આ નોર્મલ સ્પીડ જ છે..."

અભિ બોલે છે...

અનુરાગ ના ગણી વાર કેવા છતાં પણ અભિ નથી માનતો આ જોઈને અનુરાગ મોઢું ચડાવી ને બેસી જાય છે...

"અરે ભાઈ હવે તમે આવું ના કરશો..

હું સ્પીડ ઓછી કરું છું..."

અભિ બોલે છે...

આમ તો અભિ ઘર માં પણ કોઈ નું નતો માનતો પણ બસ એક અનુરાગ કે એજ કરતો હતો અને બીજા વ્યક્તિ ને જો કોઈ કામ હોય તો તેમને પેલા અનુરાગ ને જ કેવું પડતું...

અનુરાગ અને અભિનવ બન્ને સગા ભાઈઓ હતા પણ તે બન્ને ના સ્વભાવ માં ગણો ફરક હતો...

ત્યાં એક બંધ કારખાના સામે જઈને કાર ઉભી રે છે ણ ત્યારે જ ત્યાં બારે ઉભેલા બે વ્યક્તિ આવે છે અને દરવાજો ખોલે છે...

ત્યારે જ તે કારખાના માં થી ભાગતો એક વ્યક્તિ બારે આવે છે અને અભિ ની સામે આવી ને ઉભો રઈ જાય છે...

"સર તમને હેરાન કરવા પડ્યા એના માટે મને માફ કરજો પણ તે વ્યક્તિએ હજુ સુધી કોઈનું નામ લીધું નથી..."

તે વ્યક્તિ બોલે છે...

"રધુ તને ખબર છે ને કે મેં કીધું એ કામ ના કરવાની શું સજા હોઈ શકે છે..."

અભિ બોલે છે જે છોકરા ના ચેહરા પર હમણાં સ્માઈલ હતી એ હવે એક ગુસ્સા ના ભાવ માં બદલાઈ ગઈ હતી...

તેનો ચહેરો જોઈને કોઈ પણ ડરી જાય એવા તેના ભાવ જોઈને રધુ પણ ડરી જાય છે અને પોતાના કદમ પાછળ લેવા લાગે છે...

"ક્યાં છે જોસીફ...?"

અભિ પોતાનો ગુસ્સો શાંત કરતા બોલે છે...

"એ અંદર જ છે..."

રધુ બોલે છે...

આ સાંભળી ને અભિ કાય બોલ્યા વગર અંદર જવા લાગે છે...

અંદર જઈને જયારે જોવ છે તો જોસીફ ને એક ખુલાસી પર બાંધી ને રાખવા માં આવ્યો છે અને તેના શરીર પર થી લોહી નીકળતું હોય છે જાણે તેને ગણો મારવા માં આવ્યો છે...

"આ શું છે અભિ જોસીફ તો આપડો માણસ છે..."

અનુરાગ બોલે છે...

"આપડો માણસ...

આ એક ગદ્દાર છે જેને આપડી સાથે રેવા છતાં આપડી જ બધી વાતો બીજા લોકો સુધી પહોંચાડી છે..."

અભિ ગુસ્સા માં બોલે છે...

"મને માફ કરી દો...

મારા થી ભૂલ થઇ ગઈ..."

જોસીફ ગીડગીડાતા બોલે છે...
અભિ ને તો જાણે એ બધી વસ્તુ નો ફરક જ નતો પડતો અને તેની આંખો માં ગુસ્સો દેખાતો હતો...

જો કોઈ હમણાં તેના ચહેરા સામે જોવે તો કોઈ પણ ડરી જ જાય અને અભિ ને બસ એક જ વસ્તુ થી નફરત હતી એ છે ખોટું બોલવા થી...

જોસીફ જે તેની સાથે છેલ્લા 6 વર્ષ થી કામ કરતો હતો પણ તેને આ વાત ની ઉમીદ નતી કે તે એની સાથે રઈને કોઈ બીજા માટે કામ કરતો હતો...
થોડા સમય પેલા જ તેના ગદાર હોવા ની ખબર પડી હતી...
તે આ દેશ છોડી ને ભાગવાનો જ હતો પણ અભિ ના માણસો એ તેને પકડી ને અહીંયા રાખ્યો...

"અભિ શું કરશે જોસીફ સાથે અને શું જોસીફ કોની માટે કામ કરે છે તેનું નામ લેશે...?"

"માહી શું પેલા પણ માનવી ને મળી ચુકી છે કે બસ તેને આવો ભ્રમ છે...?"

જેમ મારા મન સવાલો છે એ રીતે તમારા મન માં ગણા સવાલો હશે એના જ જવાબ લઈને હું આવીશ નવા ભાગ માં...

જોડાયા રહો મારી સાથે...
THE STORY OF LOVE....
મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...