True Love - 13 HARSH DODIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

True Love - 13

સાયરમ દવે જી પ્રેમ વિશે એક સ્ટોરી કહે છે જેના પરથી આપણને શીખ મળે કે પ્રેમમાં ક્યારેય ઉચ-નીચ ન રાખવી. પ્રેમ ક્યારેય કોઈનું સ્ટેટસ જોઈને ન થાય. પ્રેમમાં પૈસા નું કોઈ સ્થાન નથી, એ વાત સાયરામ દવે જી ની આ વાત પરથી સ્પષ્ટ સમજાશે.....

પ્રેમની વાત છે એટલે એક વાત કેવી છે, પ્રેમ કેવો હોય. છોકરાનું નામ અનિકેત અને છોકરી નું નામ રાગીણી. કોલેજમાં ભણતા હોય, એટલે પેલી વખત નો પ્રેમ અને સાઈડનો પ્રેમ હોય. છોકરા એ કીધું કે હું તને ચાહું છું. અને રાગિણીના તો બોવ મોટા સપના હતા, પૈસાદાર માણસ સાથે પરણવું હતું. રાગીણીએ કહ્યું લાઇફ મારે એન્જોય કરવી છે. અને તારો તો 10000 નો પગાર છે તારી ફેમિલી એવરેજ છે, તું મારું નહીં પૂરું કરી શકે. હું તારી લાગણીને સમજુ છું પણ યાર મારા સપનાં ખૂબ મોટા છે. અનિકેત કહે પણ રાગિણી હું તને પ્રેમ કરું છું. રાગિણી એ કહ્યું પણ યાર પ્રેમથી ઘર તો નથી ચાલતું ને! અનિકેત કહે છે સારું તું ખુશ રહેજે. ત્યાંથી બંને છુટા પડે છે. આ વાતને દસ વર્ષ વિતી ગયા. પ્રેમ કેવો હોય એ જુઓ. રાગિણીએ કીધું પ્રેમથી ઘર ના ચાલે દોસ્ત. મારે ખૂબ મોટા સપના જીવવા છે સ્વીઝરલેન્ડ જવું છે, અમેરિકા જાવું છે, ઓસ્ટ્રેલિયા જવું છે. લાખો રૂપિયા કમાતો હોય એવા કોઈ છોકરા સાથે હું લગ્ન કરીશ. વાતને દસ વર્ષ વીતી ગયા. છોકરી પરણી ગઈ છોકરો ખોવાઈ ગયો કોઈ સમાચાર મળ્યા નહીં. દસેક વર્ષ પછી અમદાવાદના કોઈ એક મોટા મોલમાં 3000 નો શર્ટ રાગીણી લેવા માટે આવે છે અને શર્ટ જેવો આમ કરી અને લઈ છે ત્યાં સામે જુએ છે તો સૂટ બુટમાં અને વ્યવસ્થિત કપડામાં અનિકેત. એ અનિકેત તું, કેમ છે તું? તો કે મજામાં. તું કેમ છો? તું ઠીક છો? હા હું ઠીક છું. મેં લગ્ન કરી લીધા છે .1.5 લાખ નો પગાર છે મારો પતિ વિદેશી કંપનીમાં નોકરી કરે છે. સારું સારું તું ખુશ છો ને? હા હા હું ખુશ છું. દુબઈ ફરી આવી, સ્વિઝરલેન્ડ જઈ આવી, હમણાં ઓસ્ટ્રેલિયા જવાના છે. તું, તું કેમ છો? હું પણ ઓકે છું. મેરેજ કર્યા છે? ના પછી વાત. એમ કરી ને પેલો અનિકેત ત્યાંથી નીકળી ગયો. આજથી દસ વર્ષ પહેલા તે મને પ્રપોઝ કરેલું પણ સોરી યાર આ મારા સ્વપ્ન જોને, મારા હસબન્ડ માટે 3000 નો શર્ટ લેવા આવી છું. શર્ટ લઈને બહાર નીકળી ત્યાં એની પાછળ પાછળ જ અનિકેત આવતો હતો. ત્યાં તેનો હસબન્ડ એની ગાડીમાં બેઠો હતો અને એ ગાડીમાંથી ઉતરી અને તે અનિકેતને પગે લાગ્યો. રાગિણી એ પૂછ્યું તું શું કામે એને પગે લાગે છે? તો કે આજ તો મારા બોસ છે. હું આની કંપનીમાં તો જોબ કરું છું. રાગણીએ કહ્યું હે ! તો તેના હસબંડ કહ્યું હા. અનીકેતે એક બે ફિકરી ભર્યું સ્માઈલ આપ્યું. અનિકેતને લેવા માટે ડ્રાઇવર bmw લઈને આવ્યો અને અનિકેત તેમાં બેસી ગયો. હાથમાં પકડેલો 3000 નો શર્ટ એમનો એમ જ રહી ગયો. તે મને કેમ ક્યારેય કીધું ને કે તારો બોસનું નામ અનિકેત છે. ભુલાઈ ગયું અમે એને અનીસર કહીને બોલાવીએ છીએ. ઠીક છે. તારા સર એ મેરેજ કર્યા છે? ના મેરેજ કર્યા નથી પણ એ છોકરીના પ્રેમમાં હતા. એને 10 વર્ષ થયા છે. ત્યારથી એના નામ ઉપર એક ફાઉન્ડેશન ચલાવે છે અને દર વર્ષે પાંચ કરોડનું દાન કરે છે. શર્ટ હાથમાંથી નીચે પડી ગયો.

"એટલા માટે પ્રેમમાં પડવાનું ના હોય સાહેબ પ્રેમમાં ઉપડવાનું હોય."

🙏....રાધે....રાધે....🙏