True Love - 1 D.H. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

True Love - 1

પ્રસ્તાવના.....
TRUE LOVE .... કોને કહેવાય સાચો પ્રેમ? "જેમાં ની: સ્વાર્થ પણું હોય, જે વિકારો થી મુક્ત હોય, જેમાં એક પણ
પ્રકાર નું બંધન ના હોય,જે શુદ્ધ હોય."
આશા છે કે મારી આગળની વાતોથી મારા પ્રિય વાચકમિત્રો ને પ્રેમ વિશે થોડું જણાવી શકું. મારી આ નાની-નાની વાતો ક્યો કે વાર્તા એ વાંચવાં માટે વિનંતી કરું છું.

JAY SHREE RADHAKRISHNA
❤️... 🙏🙏🙏... ❤️

પ્રતિદિન સૂર્ય ઊગવાની સાથે જ જાગી ઉઠે છે કાઈ કહાની, કાઈ સંઘર્ષ, કાઈ ઈચ્છાઓ, કાઇક યાત્રાઓ. પણ બધી કહાની પૂરી નથી થતી, બધા સંઘર્ષ જીતી શકાતા નથી અને કાઇક યાત્રાઓ રહિ જાય છે અધૂરી. શા માટે? હવે કોઈ કહશે કે પ્રયાસ અધૂરો રહ્યો, કોઈ માનશે કે સંકલ્પ દ્રઢ ન હતો, કોઈ ક્રોધ કરશે, કોઈ આ અસફળતાનું બોજ એના ભાગ્ય ઉપર નાખી દેશે. પણ આ બધાનું કારણ માત્ર એક જ છે, એક તત્વ ની ઉણપ. ઉણપ છે અઢી અક્ષર ની, ઉણપ છે "પ્રેમ" ની.
પ્રેમ જો ન તો શાસ્ત્રોની પરિભાષામાં મળે, ન તો શસ્ત્રોના બળથી, ન તો પાતાળ ની ગાહેરાયમાં, ન તો આકાશના તારામાં. તો આ પ્રેમ છે ક્યાં? કેમ પ્રાપ્ત થાય પ્રેમ? શું છે માર્ગ પ્રેમને પ્રાપ્ત કરવાનો?
આશા છે કે આગળની બધી વાતોથી તમને એ સજાવી શકીશ.

🙏....રાધે....રાધે....🙏

❤️...Tru Love -1...❤️

પ્રેમમાં ભય, મોહ, ક્રોધ, ઇર્ષા, અભિમાન, ખુદના અસ્તિત્વને નાનું કે મોટું સમજવું, આવા એક પણ પ્રકારના વિકરોનું કોઈ સ્થાન નથી. સાચા પ્રેમની અનુભૂતિ કરવી હોય તો આ બધા વિકારોથી મુક્ત થવું પડે, વિકારોથી ભરેલા મનને ખાલી કરવું પડે. જ્યારે આ વિકારોથી મન ખાલી થાય ત્યારે પ્રેમની સમજણ થાય.

ભય
પ્રેમમાં કોઈ પણ પ્રકારનો ભય ના હોવો જોઈએ. ના માતા પિતાનો, ન તો સગા સંબંધીઓ નો, ન સમાજ નો, કોઈ નો પણ ભય ના હોવો જોઇએ. ડર મનમાં ગાંઠ બાંધી ને બેસી જાય તો એવું લાગે કે કોઈ પણ વ્યક્તિ આપણી સામે જોઇને કંઈપણ બોલે તો આપણને એમ લાગે કે આ મને તો નય કહેતા હોય ને, આ લોકો મારી વાતો તો નય કરતા હોય ને, મારા થી કઈ ભૂલ તો નહિ થઇ હોય ને, ડર મનને ચિંતાથી ધેરી લેય છે. એટલા માટે મનમાં કોઈ પ્રકારનો ભય રાખવો નહિ.

મોહ
મોહ જેને અત્યારે બધાએ પ્રેમનું નામ આપી દીધું છે. અત્યારની પેઢી ખરેખર કોઈ પ્રેમ કરતા નથી કરે છે તો માત્ર મોહ અને વ્યાપાર, અને એને પ્રેમનું નામ આપી દેય છે. તો હવે પ્રશ્ન થાય કે પ્રેમ અને મોહ વચ્ચે અંતર શું? કોઈ પણ સુંદર વ્યક્તિ સામે જોવું, કે કોઈ પણ વસ્તુ કે આપણે ગમતી કોઈભી ચીજ - વસ્તુ સામે જોવું એ મોહ નથી પણ એને આપણું બનાવી લેવું એ મોહ છે. તારું છે એ મારું કરવાનું મન થાય એ મોહ છે. કોઈપણ પર અધિકાર જતાવવો એ મોહ છે.
કોઈ છોકરા ને કોઈ એક છોકરીનું રૂપ પસંદ આવી જાય અને તેના તરફ આકર્ષાય અને પછી કહે કે મને એની હારે પ્રેમ છે. કાલ તો એનાથી સુંદર છોકરી આવશે તો પેલી છોકરી હારે નો પ્રેમ છૂટી જશે, એવો પ્રેમ ક્યારેય પ્રેમ ના હોય એ મોહ છે. કોઈ છોકરી છોકરાના સારા ગુણ, સારી પર્સનાલિટી, છોકરો હોશિયાર છે, આ બધું જોઈને એના તરફ આકર્ષાઈને કહે કે મને એ છોકરા સાથે પ્રેમ છે. કાલ તો એનાથી પણ સારો છોકરો મળ્યો તો.....
" કોઈપણના સારા ગુણ, સારું રૂપ, જોઈને ક્યારેય પ્રેમ થતો નથી. પ્રેમ થવાનું કોઈ કારણ જ નથી હોતું." જે એવું કહે કે મને આ કારણથી પ્રેમ છે ! એ કયારેય પ્રેમ ના હોય.
આ સંસાર સુંદર છે આ સંસારની રચના ભગવાને કરી છે. આ સંસારમાં જે પણ સુંદર છે, આપણને જે પણ સુંદર લાગે છે કે ગમે છે એની પાછળ આપણે ભગવાનને ભૂલી જઈએ. જેણે આપણું નિર્માણ કર્યું છે એને જ ભૂલી જઈએ - એ એટલે કે મોહ.
આ સંસારનો મોહ ત્યાગવો હોય, પ્રેમમાં એક થવું હોય તો ભગવાનનો મોહ લાગવો જોઈએ. ભગવાન તમારા થકી હું છું તમે છો તો મારું જીવન ચાલે છે તમે નથી તો હું પણ નથી. આ વિચાર, આ ભાવના મનમાં જાગે તો ભગવાનનો મોહ લાગે અને ભગવાનનો મોહ લાગે તો આ સંસારનો મોહ છૂટે અને આ સંસારનો મોહ છુટે તો પ્રેમની પરિભાષા સમજાય.
" જ્યાં સતા નથી, સ્વાર્થ નથી, માલિકી નથી, આજ્ઞા નથી, અધિકાર નથી - એ સાચો પ્રેમ છે."

🙏.... રાધે....રાધે....🙏