1) ઘણી વખત આપણે આપણા માતા પિતા, આપણા સગા સંબંધીઓ પાસેથી સાંભળ્યું હશે કે આને કુદ્રષ્ટિ લાગી ગઈ છે. એની કુદ્રષ્ટિ ઉતારો, આ ન કરો નહિતર કુદ્રષ્ટિ લાગી જશે, એવું ન પહેરાય નહિતર કુદ્રષ્ટિ લાગી જાય. વગેરે વગેરે...અને એમાં કાઇક તો એવા હોય કે એ કુદ્રષ્ટિ નો ઉપચાર કરવા લાગે. કુદ્રષ્ટિ ઉતારવા માટે શું શું ન કરે. સારું છે. પણ કુદ્રષ્ટિ જેવું કાઈ હોય જ નહિ. જો તમારું મન સારું હોય તો કોઈ પણ કુદ્રષ્ટિ તમને કોઈપણ પ્રકારની હાની ન પહોંચાડી શકે.
પવન એવા જ ઘરોમાં ધૂળ ભરી શકે જેના ઘરની બારીના પડદાં નબળા હોય, ભવન્ડર પણ એજ દીવાલને પાડી શકે જેનો પાયો નબળો હોય. અને આપણા વ્યક્તિત્વ ની નીવ, પાયો છે આપણા વિચારો, આપણો દૃષ્ટિકોણ. એક જ સ્થિતિ, એક જ સ્થાન, એક જ ઘટનાને આપણે સકારાત્મક રૂપમાં પણ લઈ શકીએ અને નકારાત્મક રૂપમાં પણ લઈ શકીએ. નિર્ણય આપણો છે. આ સંસાર માં જેવું વિચારસો એવું મળશે. એટલા માટે દૃષ્ટિ નહિ પણ દૃષ્ટિકોણ સંભાળો. કહેવામાં આવ્યું છે કે આ સંસાર માં ખરાબ દૃષ્ટિ નો ઉપચાર છે પણ ખરાબ દૃષ્ટિકોણ નો નય.
મનને પ્રેમથી ભરી દયો, વિકારો થી મુક્ત કરી દયો અને દૃષ્ટિકોણ સારો રાખો, તો કોઈપણ ખરાબ શક્તિનો પ્રભાવ તમારા પર ના પડે.
🙏 ....રાધે....રાધે.... 🙏
2) આપણે આપણા દાદા દાદી કે ઘરડા પાસેથી હંમેશા સાંભળતા આવીએ છીએ કે આ સંસાર દુઃખ નો સાગર છે. અને ઈશ્વર ભક્તિ એ આ દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો છે.એકદમ સાચી વાત છે. પણ વિચારો આ સંસાર દુઃખ નો સાગર હોય તો શું નિયતિ આપણને અહીં જન્મ લેવા દેય? શું ભગવાન અહીંયા અવતાર લેત?
જ્યારે કોઈ સમસ્યા ઉપર આપણો વશ ન રહે તો આપણે આરોપ લગાડીએ આ સંસાર ઉપર, અહીંયા ના લોકો પર. એવું વિચારીએ કે હું અહીંયા આવ્યો જ ન હોત તો.
એક ખેડૂત નકામી જમીન પર ખૂબ પરિશ્રમ કરીને એ ધરતી ને લહેરાતા ખેતર માં પરિવર્તિત કરી દેય.
એક દરજી જેની પાસે એક સામાન્ય કપડું હોય એને સુંદર વસ્ત્ર માં પરિવર્તિત કરી દેય છે.
પરિશ્રમ કરતા રહો. એ મહત્વુર્ણ નથી કે આપણે આ સંસારમાં આવ્યા શા માટે, એ મહત્વુર્ણ નથી કે આપણે અહીંયા કઈ રીતે આવ્યા. જો કાઈ મહત્વુર્ણ છે તો એ કે જ્યારે તમે ગયા ત્યારે તમે આ સંસાર ને કેવું મૂકીને ગયા, કેવું આપીને ગયા. એ વિચારીને જીવન જીવો કે જે કોઈના માટે નર્ક છે એ એના માટે સ્વર્ગ બનાવી દઇએ. જો કોઈનું નર્ક આપણે સ્વર્ગ બનાવી દઈશું તો આપણું જીવન અને આપણો સંસાર બંને ધન્ય થઈ જશે.
કોઈનું નર્ક સ્વર્ગ બનાવવું હોય તો "પ્રેમથી" બનાવો, એના જીવન માં પ્રેમ ભરી દયો. કારણ કે પ્રેમથી બાંધેલો સંબંધ જીવનભર સાથ નિભાવે છે.
"અને આમ પણ કોઈપણ વ્યક્તિને ક્યારેય ધનથી ધન્ય ન કરી શકાય."
🙏 .... રાધે....રાધે.... 🙏
3) એ ચાર શબ્દ કે જેના પર જીવન ટકેલુ છે, " ધર્મ, કર્મ, પ્રેમ, સંબંધ."
ધર્મ :- હંમેશા ધર્મ નુ પાલન કરો.
કર્મ:- હંમેશા સારા કર્મ કરવા અને ફળ ની આશા રાખ્યા વિના કર્મ કરવા.
પ્રેમ:- બધા જોડે હંમેશા પ્રેમથી રહેવું જોઇએ. એ પછી આપણો પરીવાર હોય, કુટુંબી હોય , સમાજ હોય, કે અન્ય કોઈ જીવ હોય. બધા જોડે પ્રેમથી જ રહેવાનું, કારણ કે પ્રેમ વગર આ સંસાર સુનો છે.
સંબંધ:- જે નિ: સ્વાર્થ હોય. જ્યાં કોઈ પણ પ્રકાર નો સ્વાર્થ ના હોય એ સાચા સંબંધ છે. સંબંધ રાખવા તો ની:સ્વાર્થ, જે રૂપિયા ના વેવાર થી જોડાયેલા હોય એ ક્યારેય સાચા સંબંધ ન હોય.
🙏....રાધે....રાધે....🙏