True Love - 3 D.H. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

True Love - 3

" ક્રોધ "

આપણને બધાને ક્યારેક ને ક્યારેક તો ક્રોધ આવે જ છે. અને આવશે પણ મનુષ્ય સ્વભાવ છે. આ જ સ્વભાવથી આપણે જોડાયેલા છે, પણ આ ક્રોધ શા માટે આવે છે ? કયારેય વિચાર્યું છે એ વિષય પર ? ક્રોધ ત્યારે આવે જ્યારે આપણા મનનું ધાર્યું ન થાય. જેમ કે આપણી કોઈ વાત ન માને, આપણને ક્યાંય પણ પરાજય મળે. પણ આ બધી પરિસ્થિતિમાં આધાર એક જ છે, કે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સ્થાને આપણે દુર્બળ છીએ. ક્રોધ જન્મ લેય છે આપણી દુર્બળતાથી અને પછી એ આપણી બધાથી મોટી દુર્બળતા બની જાય છે. જો ક્રોધને વશમાં રાખવામાં ન આવે તો ભ્રમ જન્મ લે છે. જો ભ્રમને વશમાં રાખવામાં ન આવે તો વિવેક વ્યાઘ્ર થઈ જાય અને જો વ્યાઘ્રતા ને વશમાં રાખવામાં ન આવે તો વ્યક્તિનું તર્ક જ નષ્ટ થઈ જાય છે. વિચારવાની કે સમજવાની શક્તિ જ શૂન્ય થઈ જાય છે. અને પછી એ વ્યક્તિનું પતન થાય છે. એટલા માટે સ્વયંના ક્રોધ પર નિયંત્રણ રાખો અને મનને પ્રેમથી ભરી દો કારણ કે પ્રેમ જ એક એવી ચાવી છે કે જેનાથી બધા જ વિકારો પર વિજય મેળવી શકાય છે.

🙏....રાધે....રાધે....

" અભિમાન "

જો કોઈ વ્યક્તિ એવું વિચારે છે કે હું આ કરી શકું, તો એ એનો વિશ્વાસ છે. પણ એ એવું વિચારે કે હું જ કરી શકું, તો એ એનો અહંકાર છે, અભિમાન છે.

પ્રત્યેક વ્યક્તિ પોતાના સમય પ્રમાણે મૃત્યુને પ્રાપ્ત થાય છે. આ રૂપનો નાશ કરે છે ઘડપણ, પ્રાણનો નાશ કરે છે મૃત્યુ, આળસ, ઈર્ષા ધર્મનો નાશ કરે છે, અને ક્રોધ સંબંધનો નાશ કરે છે. પરંતુ એક એવો ભાવ છે જે એકલો જ આ બધા ગુણોનો નાશ કરવામાં સક્ષમ છે. અને એ છે અભિમાન. જ્ઞાનને પોતાની પાસે આવવા દયો, પણ અભિમાન ને ક્યારેય પણ ન આવવા દયો. જો અભિમાન તમારી પાસે આવી જાય, તો જીવનમાં તમે પ્રાપ્ત કરેલું બધું ગુમાવી દેશો. પછી એ ધન હોય, ગુણ હોય, મિત્ર હોય કે આનંદ હોય, બધાનો નાશ થઈ જશે.

" અહંકાર જ માણસનો શત્રુ છે, જીવનનું વિષ છે."

અહંકારનું પ્રેમમાં કોઈ સ્થાન નથી. જ્યારે બે પ્રેમીઓ વચ્ચે અહંકાર નો ભાવ પેદા થાય ત્યાર પછી એ પ્રેમ, પ્રેમ નથી રહેતો. પ્રેમ સમાપ્ત થઈ જાય છે. પરંતુ પ્રેમ બે ક્ષણમાં પાકવા વાળો પકવાન તો નથી. એટલા માટે અહંકારને પોતાના પ્રેમની વચ્ચે ક્યારેય ન લાવવો, અને પોતાના જીવનમાં પણ અહંકારને કોઈ સ્થાન ન આપવું.

🙏....રાધે....રાધે....🙏

પ્રેમમાં કોઈ એક બીજાથી નાનું કે મોટું નથી હોતું. જ્યાં પ્રેમ છે ત્યાં બધા સમાન છે. પ્રેમમાં નથી હું કે નથી તું, છે તો આપણે છે. નથી હું મોટો કે નથી તું, છે તો બંને સમાન છે. નથી મારો તારા પર કોઈ અધિકાર કે નથી તારો મારા પર કોઈ અધિકાર, બંને સ્વતંત્ર છે. અને પ્રેમ પણ સ્વતંત્ર જ છે, પ્રેમ થોડી કોઈ બંધન છે. આ સંસારના બંધનોથી અગર કોઈ મુક્તિ આપે છે તો એ પ્રેમ છે. આવો ભાવ જ્યારે જાગ્રત થાય ત્યારે સમજવું કે હું સાચા પ્રેમના રસ્તે છું.

🙏....રાધે....રાધે....🙏

પણ આજની જનરેશન ખબર નહિ કેવો કેવો પ્રેમનો દેખાવો કરે છે. કરે છે મોહ અને નામ પ્રેમનું આપે છે. પ્રેમનો અર્થ જ બદલાવી નાખ્યો છે. એવું કહેવું હોય તો કહી શકાય કે અર્થ નો અનર્થ કરી નાખ્યો છે.

આ વિષય પર આગળ ની સ્ટોરીમાં continue રાખીશું........ વાંચવા માટે વિનંતી કરું છું.

🙏....રાધે....રાધે....🙏