True Love - 4 books and stories free download online pdf in Gujarati

True Love - 4

પ્રેમ
પ્રેમ નું નામ આવતા જ આજે આપણે એક નાયક અને નાયિકા નું મન માં ચિત્રણ કરી લઇએ છીએ. પણ એના વિશે ખોટું વિચારવું,ખોટું બોલવું એને કલંકિત કરવા.શું આ આપણે સાચું કરીએ છીએ? શું આવું કરવું જોઈએ? કોઈ નાં વિશે કંઈ પણ જાણ્યા વગર એના પર આરોપ લગાડવો એ સારી વાત છે? ના. કારણ અઢી અક્ષર નો આ શબ્દ પ્રેમ છે જ એટલો મહાન.


"પ્રેમ" પ્રેમ ન તો કોઈ સંબંધ છે ન તો કોઈ બંધન છે. એ ખુદ માં જ એક ભાવ છે ભક્તિ છે.
"પ્રેમ" જે વિકારો થી મુક્ત છે .
"પ્રેમ" જેમાં ની:સ્વાર્થ પણું છે .
"પ્રેમ" જેમાં ભય, મોહ ,ક્રોધ, ઇર્ષા,અભિમાન , લોભ , લાલચ આ એક પણ વિકાર નથી.


વિષ્ણુ ભગવાનનો આઠમો અવતાર એટલે ભગવાન શ્રી કૃષ્ણ.શું કામ ભગવાન વિષ્ણુ એ શ્રી કૃષ્ણનો અવતાર લીધો? આ સંસાર માં પ્રેમ અને ધર્મની સ્થાપના કરવા માટે. જે પ્રેમ સ્વયં ભગવાને ધરતી પર આવીને સમજાવ્યો, પ્રેમની પરિભાષા શું હોય એ સમજાવ્યું, અને આજે આપણે એજ પ્રેમ વિશે ખોટા વિચારો કરીએ, એનેજ કલંકિત કરીએ.અનો અર્થ એવો કે આપને ભગવાન કરતા મોટા આવી ગયા. શું કામ આજે માણસ પ્રેમ ની ભાષા સમજતો નથી, એને સ્વીકારતો નથી. પ્રેમ નું નામ આવતા જ વિકારોથી ભરેલી વાતો કરવા લાગે. કોઈ પણ છોકરો કે છોકરી એક બીજા જોડે પ્રેમ કરે તો આજે આપણે એને શું કામ ખરાબ દ્રષ્ટિકોણથી જોઈએ. અને પ્રેમ માત્ર છોકરા અને છોકરી વચ્ચે જ થઈ શકે? ક્યાં દ્રષ્ટિકોણથી જોવું એ આપણા હાથમાં છે તો પછી આપણે બીજા સામે શું કામ ખરાબ દ્રષ્ટિકોણથી જોવું, શું કામ કોઈનું ખોટું વિચારવું. તો પ્રેમને સમજો એના પર ખોટા આરોપ ના લગાડો, ખોટા લાંછન ના લગાડો. કારણ કે પ્રેમ શબ્દ ની પરિભાષા ભગવાન શ્રી રાધાકૃષ્ણ એ સમજાવી છે. આજે શું કામ આપણે આ ફિલ્મ ના પ્રેમને જોઈને એના જેવા થવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા રાધાકૃષ્ણ ક્યાં નથી? એ પ્રેમને જુવો, એ પ્રેમને સમજો.
Forget Romeo and Juliet
Heer and Ranja
I want Love like Radhakrishnan.

પ્રેમને સમજો માત્ર છોકરા છોકરી નો પ્રેમ નય પણ પોતાના માતા-પિતા, ભાઈ, બહેન , મિત્ર, સંબધીઓ, જન્મ ભૂમિ, દેશ પ્રત્યેના પ્રેમને સમજો.

🙏 ....રાધે.... રાધે.... 🙏

Boyfriend and Girlfriend.

આજની યુવા પેઢી. આજના યુવાન અને યુવતી ( બધાની વાત નથી કરતો.70%) ને માત્ર એક જ સંબંધની ખબર છે, અને એ એટલે કે BF અને GF. આજે પ્રેમને ખરાબ સમજવાનું કારણ જ એ છે કે આજની યુવા પેઢીએ bf -gfના સંબંધ ને પ્રેમનું નામ આપી દીધું. bf -gfનો સંબંઘ એક શારીરિક સંબંઘ છે. શરીરથી શરીર નો ટચ. બસ એનાથી વિશેષ કાંઈ નય. પણ આ શારીરિક સંબંઘ પ્રેમ છે? ના. પ્રેમ તો એ છે જે મનથી મનનો હોય, એક આત્માનો બીજી આત્મા હારે હોય, હૃદયથી હૃદય નો હોય. પ્રેમ ક્યારેય તનથી ન થાય. કોઈ નું સારું રૂપ જોઈને એના પર મોહિત થય જઈએ અને આપણે એને કઈ દઇએ કે મને એ છોકરી જોડે કે એ છોકરાને મારી જોડે પ્રેમ થય ગયો. પણ જે આકર્ષણથી થાય એ પ્રેમ ન કહેવાય. એને મોહ કહેવાય. જેને આપણે પ્રેમનું નામ આપી દીધું. અત્યારે બધા જે કરે છે એને પ્રેમ નય મોહ અથવા વ્યાપાર કહેવાય.

બધા મારા યુવા મિત્રો અને ખાસ કરીને બધા માતા પિતા ને વિનંતી છે કે ક્યારેય પોતાના સંતાન ને મોહથી જકળી ન રાખતા, એને પ્રેમ આપજો. નહિતર પુત્ર મોહમાં મહાભારત પણ થઈ ગયેલી છે.

🙏....રાધે....રાધે....🙏



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED