True Love - 9 D.H. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

True Love - 9

1) આ સંસારમાં એવા કેટલાક લોકો હોય છે જે આપણને સ્વાર્થી લાગે છે, જેને આપણે સ્વાર્થી માનીએ છીએ. જે જરૂર પડે તો જ આપણને યાદ કરે બાકી કેટલા સમય સુધી ક્યાંય દેખાય જ નહિ, પણ એને જ્યારે તમારી મદદની જરૂર પડે તો હાથ જોડીને તમારી સામે ઊભા રહે. ખૂબ ક્રોધ આવે નય! આવા લોકો પર. મન માંથી સ્વર નીકળે કે આ વ્યક્તિની ક્યારેય મદદ ના કરું. પણ એવું ક્યારેય નય કરવાનું.
એક વાત યાદ રાખજો દીપકને યાદ વ્યક્તિ ત્યારેજ કરે છે જ્યારે ઘેરો અંધકાર થઈ જાય. સામે વાળી વ્યક્તિ ને સ્વાર્થી માનીને ખુદ વ્યાકુળ ન થાઓ. સ્વયંને દીપક માનીને હર્ષિત થાઓ. ભાગ્યવાન સમજો સ્વયંને, કે કોઈની જરૂરિયાતમાં તમે એને યાદ આવ્યાં, કે તમે આ સંસારમાં કોઈની મદદ કરવા યોગ્ય છે. આ જીવનમાં કોઈ વ્યક્તિના સ્વાર્થી હોવાથી સ્વયંનો દૃષ્ટિકોણ ન બદલો. બસ દૃષ્ટિ રાખો સ્વયંના પરમાર્થ પર......

🙏 ....રાધે....રાધે.... 🙏

2) એક શબ્દ જે આપણને ક્યારેક ક્યારેક કાં પછી ક્યો તો ઘણીવાર સાંભળવા મળે -"સ્વાર્થ"
એ વ્યક્તિ સ્વાર્થી છે, એણીએ સ્વાર્થમાં આવીને આ ખોટું કર્મ કરી નાખ્યું, મારું આ બગાડી નાખ્યું. વગેરે વગેરે.... અત્યારે જોઈએ તો આ સંસાર, સ્વાર્થને પાપ નું એક કારણ માનવા લાગ્યું છે. પણ શું સ્વાર્થ ખરેખર ખરાબ છે? નય. સ્વાર્થ આ શબ્દ બન્યો છે 'સ્વ' પરથી. અર્થાત્ સ્વયમથી. મતલબ કે જે કાર્ય માં માત્ર સ્વયંનો અર્થ હોય, માત્ર સ્વયંનો લાભ થાય એ સ્વાર્થ છે. હવે પ્રશ્ન એ ઉઠે કે આપણો સ્વ કોણ? જો તમારા સ્વ માં માત્ર તમે જ છો તો તમે સ્વાર્થી છો, જો તમારા સ્વ માં પરિવાર સંમિલિત છે તો તમે પરિવાર્થી છો, જો તમારા સ્વ માં અન્ય લોકો સંમિલિત છે તો તમે પરોપકાર્થી છો અને જો તમારા સ્વ માં વિશ્વ સંમિલિત છે તો તમે પરમાર્થી છો. તો સ્વયંના સ્વાર્થથી દૂર ન જાઓ એનો વિસ્તાર કરો. સ્વયંના અસ્તિત્વનો વિસ્તાર કરો. જો તમે સ્વયંના અસ્તિત્વનો વિસ્તાર કરશો તો આ સ્વાર્થ સ્વયં પરમાર્થ માં બદલી જશે.

🙏 ....રાધે....રાધે.... 🙏

3) સંસારમાં બધાથી મોટું, બધાથી મહાન, જીવ ક્યુ છે? હવે કોઈ કહેશે મનુષ્ય, કોઈ કહેશે સિંહ, કોઈ કહેશે હાથી, પણ નહીં. સંસારમાં બધાથી મહાન જીવ છે, વૃક્ષ. એ વૃક્ષ જે આપણને ખાવા માટે ફળ આપે છે, જીવવા માટે પ્રાણ વાયુ આપે છે, ગરમીમાં શીતળતા આપે છે, અને સુકાઈ જાય તો આપણને સળગાવવા માટે લાકડી આપે છે.
એ જ રીતે મનુષ્યના જીવનમાં બધાથી મહાન શું છે કોઈ કહેશે શિક્ષણ, કોઈ કહેશે નૌકરી, પૈસા, એના થકી તો જીવન ચાલે છે. પણ નય મનુષ્ય ના જીવનમાં સૌથી મહાન છે - પ્રેમ. જીવનમાં પ્રેમ ભાવ જ ના હોય તો જીવન જીવવાની મજા જ શું? આપણી પાસે બધું જ હસે પણ પ્રેમ ભાવ નય હોય તો ક્યારેય પણ સુખી જીવન ના જીવી શકીએ. દરેક સંબંધની નીવ પ્રેમ પર ટકેલી રહેલી છે. જે સંબંધમાં પ્રેમ નથી એ સંબંધ ટકી ના શકે. સંબંધ બનાવો તો પ્રેમ થી બનાવો કોઈ પણ પ્રકારના વ્યાપારથી કે પૈસાથી સંબંધ ના બનાવો. ધન જીવન જીવવા માટે છે, જીવન માત્ર ધન કમાવવા માટે નથી. પણ આપણે અત્યારે ધન કમાવવાની પાછડ બીજું બધું ભૂલી જઈએ છીએ. મનુષ્ય જીવન મળ્યું છે,તો એને પ્રેમથી જીવવું છે, આ વિચાર, આ ભાવ જાગ્રત થવો જોઇએ .

Krishna says : - " Love is life. "

🙏.... રાધે....રાધે....🙏