True Love - 2 HARSH DODIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

True Love - 2

આપણે બધાને ક્યારેકને-ક્યારેક કોઈને-કોઈ સ્થાને કોઈની હારે પ્રેમ હોય જ છે. એ પછી માતા-પિતાને સંતાન જોડે હોય, કોઈ જ્ઞાનીને જ્ઞાન જોડે હોય, કોઈ કલાકારને કલા જોડે હોય, વગેરે વગેરે...

પણ શું વાસ્તવમાં આ પ્રેમ જ છે? મોહ પણ હોઈ શકે. હવે કોઈ પૂછશે કે પ્રેમ અને મોહમાં અંતર શું છે? અંતર છે બંધનનું. જે તમને બાંધે રાખે એ મોહ છે, પ્રેમ નથી. પ્રેમ એ જે તમને મુક્ત કરી વિકાસની તરફ ધકેલે. એક ઉદાહરણથી સમજીએ - કોઈ માતા પિતા પોતાના સંતાનને અન્ય શહેરમાં ભણવા માટે મોકલી ન શકે, પોતાના સંતાનને એના મિત્રો સાથે રમવા ન મોકલે, ચિંતિત રહે કે ક્યાંક એના સંતાનને પીડા ન થાય, અને એટલા માટે એને બાંધી રાખે છે. આ પ્રેમ નથી આ મોહ છે. જો આ પ્રેમ હોત તો માતા-પિતાને એવી ઈચ્છા થાય કે એનું સંતાન ઘરની બહાર નીકળે આ સંસારને જુએ એને સમજે એની પાસેથી જ્ઞાન મેળવે. યાદ રાખજો મોહથી માત્ર ભય પેદા થાય છે, અને પ્રેમથી આનંદ. એટલા માટે જેને પ્રેમ કરો એને બાંધો નહીં મુક્ત કરો. એ જ પ્રેમ છે.

🙏....રાધે....રાધે....🙏


" ઇર્ષા "

ઇર્ષા - વ્યક્તિને જ્યારે પોતાના પ્રેમને ખોઈ નાખવાનો ભય હોય છે, તો એ એના પ્રેમને એટલી મજબૂતાઈથી પકડી રાખે કે પ્રેમને જ પીડા થવા લાગે છે. પ્રેમ પ્રાપ્ત કરી લે છે. પણ એને કઈ રીતે સાચવવો, કઈ રીતે નિભાવવો, એ જ્યારે સમજમાં ન આવે ત્યારે એ પ્રેમ પર અધિકાર જતાવવા નો પ્રયત્ન કરે છે. અને અહીંયા જ જન્મ લે છે ઈર્ષા.

કાંઈ પણ જરૂરિયાતથી વધુ એ શુદ્ધતા નો શત્રુ હોય છે. અતિ પ્રેમ શુદ્ધ પ્રેમ ની પવિત્રતાને દોષિત કરી નાખે છે, મનને અસંતુલિત કરી નાખે છે. પ્રેમમાં ઈર્ષા નામનો વિકાર આવતા જ આપણા પ્રેમ-ભાવ અને કર્મ-ભાવ આ બંને વચ્ચે ખૂબ મોટું અંતર આવી જાય છે. મનમાં ઈર્ષા જાગ્રત થતા એવી ઈચ્છા થવા લાગે કે હું મારા પ્રેમી સાથે આઠો પ્રહર એટલે કે 24 કલાક રહુ, મારો સમય હું એની જોડે જ વ્યક્ત કરું, પોતાના પ્રેમી સિવાય બીજું કોઈ હોય જ નય. એવું થવા લાગે. એ સાથે જાગ્રત થયેલી આ ઈચ્છાઓ પૂર્ણ કરવા આપણે જે કર્મ કરીએ એ અનુચિત છે. શું આપણા પ્રેમી સિવાય બીજું કોઈ આપણું છે જ નહીં. પ્રેમમાં બે આત્માઓને જન્મ જન્માંતર સુધી એક થઈ જવાનું હોય. પણ એ જન્મમાં કંઈક કર્તવ્ય પણ નિભાવવાના હોય છે. હું આત્માથી હર ક્ષણ મારા પ્રેમી હારે જોડાયેલો છું. પરંતુ મનથી, શરીરથી, હું મારા માતા-પિતાનો પુત્ર, મારા ભાઈ બહેન નો ભાઈ, કોઈનો મિત્ર પણ છું. અને પ્રેમ આ બધા કર્તવ્ય માં મદદરૂપ હોય છે, અવરોધ નહીં. એટલાં માટે પ્રેમ માં ઇર્ષા નું કોઈ સ્થાન નથી.

🙏.... રાધે....રાધે....🙏

પ્રેમ બે ક્ષણમાં પાકવા વાળો પકવાન નથી. એનો સ્વાદ ચાખવા માટે જીવનભરનો સમય આપવો પડે. થોડાક ટાઈમમાં બદલાય જાય એ પ્રેમ ન હોય. પ્રેમ તો અનંતકાળ સુધી બે વ્યક્તિ, બે પ્રેમીઓને જોડી રાખે છે. પ્રેમ આપણને શું શીખવાડે છે? કે બે પ્રેમીઓએ પોતાના અસ્તિત્વની હારે એક એક ક્ષણ એક બીજા જોડે વિતાવે. વગર ભવિષ્યની ચિંતા કર્યે, કે કોઈ પણ પ્રકારની આશા-અકાંક્ષા ઓથી દૂર રહીને એકબીજાને સમજે.

Love Is Life......

पा लिया जिस ने प्रेम उसका इस संसार से क्या नाता है, उसका प्रेम ही उसका संसार है ।

પ્રિય વાચક મિત્રો આ બધી વાતો ગમે તો જીવન માં ઉતારો અને તમારા મિત્રો સાથે શેર કરો....

🙏....રાધે....રાધે....🙏