True Love - 7 HARSH DODIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

True Love - 7

1) કોઈ પણ વસ્તુને બાંધવા માટે કોઈ બંધન કે દોરીની જરૂર પડે. પરંતુ આ દોરીને બાંધી શકવાની શક્તિ કોણ આપે? એ છે ધાગા. જેનાથી જોડાય ને આ દોરી બની છે. તો પ્રેમ ને કઈ દોરીથી પોતાના હારે બાંધશો? પ્રેમ બને છે વિશ્વાસથી. અને વિશ્વાસની દોરી ના ધાગા સત્યથી ગુંથવામાં આવે છે. હવે પ્રશ્ન થાય કે સત્ય શું છે? એ જે આપણે જોયું, એ જે આપણે વિચાર્યું, ના. આપણું સત્ય એ છે કે જેના પર આપણે વિશ્વાસ કર્યો અને વિશ્વાસ એ જેને આપણે સત્ય સમજી લીધું છે. વાસ્તવિકતામાં સત્ય અને વિશ્વાસ એક જ સિક્કા ની બે બાજુ છે. જ્યાં સત્ય નથી ત્યાં વિશ્વાસ નથી અને જ્યાં વિશ્વાસ નથી ત્યાં સત્ય પોતાનું ધરાતલ ખોઈ નાખે છે. તો કોઈનું સત્ય જાણવું હોય તો વિશ્વાસ કરો. પ્રેમનું ધરાતલ આપોઆપ બની જશે.

🙏 .... રાધે.... રાધે.... 🙏

2) " વિશ્વાસ "

પ્રત્યેક સંબંઘની નીવ વિશ્વાસ છે. હવે પ્રશ્ન એ થાય કે વિશ્વાસ કોના પર કરવો જોઈએ? એ સમજવા માટે એક દોરીનું ઉદાહરણ લઈએ. બાંધવામાં કામ આવતી દોરીને કઈ રીતે ગુંઠવામાં આવે છે? પ્રત્યેક દોરીમાં ત્રણ ધાગા હોય છે. જેને એક બીજા વચ્ચે ગુંથાવામાં આવે છે. બસ વિશ્વાસની હારે પણ એવું જ હોય. તમે એની હારે વિશ્વાસ બાંધો જે તમારા જીવન ના આ ત્રણ ધાગા જાણે છે, સમજે છે, તેને ઓળખી શકે.

1 :- તમારી smile પાછળની પીડા.

2 :- તમારા ક્રોધ પાછળનો પ્રેમ. અને

3 :-. તમારા મૌન પાછળ સંતાયેલી શબ્દની જ્વાળામુખી, તમારી વિવશતા.

જે વ્યક્તિ તમારા જીવનના આ ત્રણ ધાગા, આ ત્રણ વાતો જાણે છે એની હારે વિશ્વાસનો બંધન બાંધો. એની મદદથી જીવનની મોટા માં મોટી મુશ્કેલી પણ પાર કરી શકો.

કોઈ પણ હારે સંબંઘ બનાવો તો વિશ્વાસ રાખો અને પ્રેમ કરો....

🙏....રાધે....રાધે....🙏

3) આપણને મળવા માટે ઘણા લોકો આવતા હોય છે એમાં આપણે કોઇને આપણો સમય આપીએ તો કોઈ વ્યક્તિનો તિરસ્કાર કરીએ. પણ તિરસ્કાર ક્યારેય ન કરવો જોઈએ. કોઈ વ્યક્તિને તમારી પાસે આવવાના ત્રણ મુખ્ય કારણ હોય છે. "ભાવ, અભાવ, પ્રભાવ"

ભાવ :- જો કોઈ વ્યક્તિ તમારી પાસે પ્રેમ ભાવથી આવે તો એને પ્રેમ આપો, સન્માન આપો.

અભાવ :- જો કોઈ વ્યક્તિ તમારી પાસે અભાવમાં આવે તો એની જરૂરિયાત સમજો, એની મદદ કરો.

પ્રભાવ :- જો કોઈ વ્યક્તિ તમારી પાસે પ્રભાવના કારણે આવે તો એને પણ પૂરતું સન્માન આપો અને સ્વયંને ભાગ્યશાળી સમજો કે કોઈ આપણા પ્રભાવમાં છે.

પણ તિરસ્કાર ક્યારેય ન કરો. કારણ કે તિરસ્કાર જન્મ આપે છે હતાશાને, અને હતાશા એ કોઇને પણ તમારો શત્રુ બનાવી દેય છે. એટલા માટે પ્રેમથી રહો બધા જોડે. કોઈપણ વ્યક્તિનો તિરસ્કાર ન કરો. અને જીવન માં પ્રેમ નો હર્ષ માણતા રહો.....

🙏 ....રાધે....રાધે.... 🙏

જ્યારે પણ પ્રેમની વાત આવે ત્યારે બધા સૌથી પેલાં એક છોકરો અને છોકરીનું મનમાં ચિત્રણ કરી લેય છે.શા માટે? શું પ્રેમ માત્ર છોકરા અને છોકરીના આકર્ષણ નું બંધન છે, નહિ. પ્રેમ પરિવાર હારે થઈ શકે, માતા પિતા ,ભાઈ બહેન, મિત્ર, દેશ અને જન્મભૂમિ, માનવતા, કોઈપણ કલા, આ બધા માટે પ્રેમ થઈ શકે છે.

પણ પ્રેમ ક્યારેય એ પન્ના પર ના લખાય જે પન્ના પર પેલાથીજ કાઇક લખેલું હોય. જેવી રીતે ભરાયેલા માટલાંમાં વધુ પાણી ન આવી શકે તેમ પ્રેમને પ્રાપ્ત કરવા માટે મનને ખાલી કરવું પડે. વિકારોથી ભરેલા મનને શુદ્ધ કરવું પડે. કારણ કે પ્રેમ એક પવિત્ર ભાવ છે. પોતાની ઈચ્છાઓ, સુખ બધું ત્યાગીને પ્રેમને સમર્પણ કરવું પડે. એજ સાચો પ્રેમ છે.

પ્રેમનો બીજો અર્થ જ સમર્પણ છે.

🙏 ....રાધે....રાધે.... 🙏