‘હેલ્લો, શ્રીનિવાસ.’
શ્રીનિવાસ પોતાના ઘરે એકલો હતો. તે દરવાજા પર ઊભો હતો. અને નાઝને જોઈને તેનામાં ફફડાટ પેદા થઈ ગયો હતો. આ છોકરીને એનું ઘર ક્યાં હતું તે કઈ રીતે માલૂમ થયું?
‘તું તો એજ છે ને જે..’
‘હા.’ કહી નાઝએ અંદર પ્રવેશ કર્યો. ઘર ભલે જૂનું હતું, પણ શ્રીનિવાસન એ તેમા ઘણા થોડા ફેરફાર કર્યા હતા. રંગ જૂનો હતો, પણ ગલીચા, સોફા, બધુ બદલવામાં આવ્યું હતું. શ્રીનિવાસની નાની બહેન એમ.બિ. બિ. એસ. સ્ટુડન્ટ હતી, તે વાત પણ નાઝને જાણ હતી. તે કોઈ ગવર્નમેંટ નહીં, પણ પ્રાઇવેટ કોલેજમાં ભણતી હતી. તો શું આ લોકો પાસે એટલા પૈસા હતા? તેનું બેગ્રાઉન્ડ તો ઘણું નબળું હતું. તો પછી આટલી શાન ઓ’ શોખત?
વિશ્વકર્મા અને જ્યોતિકા રામેશ્વરમ કેમ રહેવા આવ્યા હતા? તે પ્રશ્નનો જવાબ હજુ નાઝ પાસે ન હતો.
‘હવે શું કામ છે?’
‘રામેશ્વરમમાં તારું ઘર ક્યાં છે?’
‘શું?’
‘તું જે બંગલામાં જ્યોતિકા સાથે રહતો હતો, તે બંગલો સમુદ્રના કિનારે હશેને?’
‘હા.’
‘તું આ સઘળું અફફઓર્ડ કઈ રીતે કરી શકે છે?’
‘મતલબ?’
નાઝ શાંત થઈ ગઈ. પછી તેના મુખ પર સ્મિત છવાઈ ગયું. અત્યરે આ સવાલ પૂછવાનો સમય ન હતો.
‘મને ઘરમાં બોલાવને..’ નાઝ એ કહ્યું.
શ્રીનિવાસનએ કહ્યું, ‘જો છોકરી.. જે પણ તારું નામ છે. તારે મારી સાથે વાત કરવી હોય તો તું અહીથી કરી શકે છે.. હું કોઈ અજાણ્યા લોકોને ઘરમાં -’
નાઝ એ શ્રીનિવાસનને ધક્કો માર્યો. તે અંદર પળ્યો, અને નાઝએ તેની પાછળ દરવાજો બંધ કરી દીધો. શ્રીનિવાસન પોતાના જ ઘરમાં કેદ થઈ ગયો હતો.
‘વોટ’સ યોર ડીલ!’ કહી શ્રીનિવાસન ઝડપથી ઊભો થઈને દરવાજો ખોલવા ગાયો. તો નાઝ એ શ્રીનિવાસનના હાથ પકડી લીધા.
‘તારે મારા પ્રશ્નના જવાબ આપવાના છે, એંડ થેટ’સ યોર ડીલ.’
‘મે તને બધી વાત તો સાચી કહી દીધી છે ને?’
‘તારી પ્રેમિકા ક્યાં છે?’
‘મને શું ખબર! એ લોકો ગાયબ થઈ ગયા, મને એટલીજ ખબર છે. હુ કાઈ એ લોકોને પોકેટમાં રાખીને ફરતો નથી.’
નાઝએ શ્રીનિવાસનને મુક્કો માર્યો.
‘તારી પ્રેમિકા કયા છે?’
‘મને નથી ખબર.’ શ્રીવાસનના જડબમાંથી લોહી વહી રહ્યું હતું.
‘હું તને અહીથી લેવા આવી છું.’
‘મને? પણ મે શું કર્યું છે?’
‘મેન ડોર પર તારા ફિંગરપ્રિન્ટ્સ હતા. તું તેઓ ના ઘર પર શું કામ આવ્યો હતો?’
વાત હકીકત હતી. પણ હજુ પોલીસને શ્રીનીવાસનનું સરનામું મળ્યું ન હતું.
‘હું જ્યોતિકાને મળવા આવ્યો હતો. મળીને હું જતો રહ્યો હતો.’
‘ઘરે કોણ હતું?’
‘જ્યોતિકા. વિશ્વકર્મા હસે. મને ખબર નથી.’
‘ઓહ. અને સામર્થ્ય?’
‘એ તો ભાગી ગયો હતો ને?’
‘એના પણ ફિનગેરપ્રિન્ટ્સ તેમણે મળી આવ્યા છે.’
‘હા તો શું? કેસ તો આમ પણ બંધ થઈ જશે. જ્યોતિકાએ મને તેની સાથે વાત કરવાની ઘસસીને ન કહી દીધી હતી.’
‘ઓહ,’ નાઝ હસવા લાગી, ‘બ્રેક અપ થઈ ગયું? એટલે તું એમને લઈ આવ્યો?’
‘હાવ ઇસ ઈટ ઈવન પોસિબલ? હું કોઈ બે વ્યક્તિને મારી સાથે કઈ રીતે લાવું?’
‘સહેલું છે. તમે બંનેવ એ તેમને ક્લોરોફોર્મ સૂંઘાળી દીધો હશે.’
‘કોણ બંનેવ?’
‘તું અને સામર્થ્ય.’
‘અરે પણ હું સામર્થ્ય -’
‘તું સામર્થ્યને ભગાળી લઈ ગયો હતો. એ વાતના પુરાવા મળી આવ્યા છે!’
‘શું!’
નાઝએ પોતાના ફોનમાંથી સિ. સિ. ટી. વિ. ફૂટેજ નીકાળી શ્રીનિવાસનને દેખાળી.
જે હોસ્પિટલથી સામર્થ્ય ભાગી છૂટયો હતો, તે હોસ્પિટલ સામે એક એપાર્ટમેંટ હતું. અને એપાર્ટમેંટના ચોથા માળે કૂરિયર ઓવર્સીસ પારસેલ કરવાના હોય તે રાખવામાં આવતા હતા. હજુ ગયા મહિને જ ત્યાં કૂરિયરના સૂપરવાઇજર એ ત્યાં સીગરેટ અને દારૂની બોટલ્સ છુપાઈલી જોઈ હતી, અને તુરત જ ત્યાં કેમેરા લગાવ્યા હતા. અને આ વાતની જાણ કૌસરને જ થઈ હતી. નવી ફોર્સને કૌસર એજ રિકમેંડ કર્યું હતું, કે તેઓ એક વાર તે ફૂટેજ ચેક કરાવે.
અને એક બીજી વાત પણ સામે આવી હતી, જે વાતની જાણ નાઝ એ શ્રીનિવાસનને ન કરી, કે જે ગાળીમાં તેઓ ગયા હતા, તે ઋત્વિજના નામે રજિસ્ટર્ડ હતી.