શ્વેત, અશ્વેત - ૯ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્વેત, અશ્વેત - ૯

‘હાઈ. હું દીશાંત મલિક.’ કહી મારા હાથમાં એક બુકે આપ્યું. આ બુકેમાં ચાર જાતના ફૂલ્ હતા. બે સફેદ. એક પીળો અને એક લાલ.

‘અને અહીં કેમ આવ્યા છો..’

તે પેહલા તો જાણે મારો પ્રશ્ન ના સમજી શકતો હોય તેમ મને જોઈજ રહ્યો. પછી માથું હલાવતા, એકદમ ધીમેથી બોલ્યો, ‘હું અહીં કેમ આવ્યો છું.. એમ.’

મે માથું હલાવ્યું.

‘યુ આર શ્રુતિ?’

ફરી માથું હલાવ્યું.

‘લેંડલોર્ડની ડોટર?’

ફરી એક વાર.

‘તો.. તમને નથી ખબર?’

‘શું છે એ જે મને નથી ખબર?’

‘અમે અહીં પાસેજ રહીએ છીએ. તમને પોરબંદર વિષે કઇ ખાસ ખબર નઈ હોય. સો વી આર હિયર ટુ આસસીસ્ટ યૂ.’

‘અમે અહીં ખાલી વેકેશન પૂરતા આવ્યા છીએ.’

‘વેકેશનમાં માણસ જીવવાનું તો નથી છોડી દેતોને. કપડાં, શાક, વગેરે ગ્રોસરીસ તો જોઈએ ને. એ બધુ અમે અરેન્જ કરી આપીશું.’

‘અમે?’

‘હું.અને મારી બહેન સિયા.’

‘ઓકે. કઇ જરૂર હશે તો કહીશ -’

‘અમ... તમે તમારા ફાધરને એક વાર ફોન કરી જાણ કરી દેશો, કે હું આવી ને ગયો.’

‘હા કરી દઇશ.’

‘જો જો, હોં. ભૂલતા નહીં.’

ભૂલું કઇ રીતે? દરવાજો બંધ કરતાં મે તરત મે ડેડ ને ફોન કર્યો.

‘તમે બીમાર હતા તમે કીધુ પણ નઈ? હું અત્યારેજ રામેશ્વરમ આવું?’

‘હું બીમાર નથી. આટલી વેહલા સવારે ફોન કેમ કર્યો?’

‘ખબર પૂછવા.’

‘પણ મને કઇ નથી થયું.’

‘ખોટી વાત. તમને એવો કોઈ રોગ થયો છે, જેમાં તમે કઇ પણ- કઇ પણ કરો છો.’

‘ઓહ.. દીશાંત આવ્યો હતો?’

‘હા. કેવું નઈ તરત ખબર પડી ગઈ તમને.’

‘એવું નથી. તને જે “ક્રિયા રોગ” થયો છે, એની જેમ બોલવાનો, એની ભાષા વાપરવાનો, એ પરથી અનુમાન લગાવ્યું.’

‘અને હવે એ દીશાંતનું શું કરવાનું છે? મારે એવા કોઈ અસસીસ્ટન્ટની જરૂર નથી. એસ્પેશ્યલી આટલો લાંબો, શક્તિ શાળી ટાઈપ. પાછો એનો અવાજ કેટલો શાંત છે. અને તમે એની આંખો જોઈ. એનાથી આંઠ ફીટ દૂર રહવું જોઈએ. એને તમે જોયો છે. હું કઈક કહીશ. . એ તો મને જમીનમાં દાટી દેશે.’

‘ ઓહ કમ ઓન શ્રુતિ, એ ખાલી તમને તમારી જરૂરિયાતની વસ્તુ લઈ આપવામાં મદદ કરશે. અને એના કરતાં એની સિસ્ટર, સિયા. તે વધારે આવશે. દીશાંતને તો કોઈ આઇટી ફર્મમાં જોબ છે. એ તો ખાલી થોડાક અઠવાડિયા રોકાવા આવ્યો છે. ‘

‘પણ મને એની કોઈ જરૂરત જ નથી. અમે આજે પણ શોપિંગ કરી હતી.’

‘આ કામમાં તમને ફોકસ જોઈશે. આવાં નાના - નાના કામ માટે બહાર નિકળશો તો કોઈ.. -ટાઈમ ખરાબ થશે. અને દીશાંત તો આમ પણ વેકેશનનમ કઇ નથી કરવાનો.’

‘આનું નામ પેહલી વાર સાંભળ્યું, અને તમને ખબર પડી ગઈ કે એ અને એની બહેન કેવા છે?’

‘હા. નાના હતા બંનેવ ત્યારથી દાદા - દાદી જોડે રેહતા હતા. બહુ ડાહ્યા હતા. અને કઇ થયું તો ક્રિયા તો છેજ ને.’

ક્રિયાને અઢાર માર્શલ આર્ટસ આવડતા હતી. એકવાર મજાક - મજાકમાં ગુબોં માર્યો હતો.. ફ્રેકચર આવ્યું હતું. ત્યારથી માં અને ડેડ મારી તો ચિંતા કર્રવાનુજ ભૂલી ગયા છે- હા, ક્રિયાનો ડર રહે છે.

‘અને તમે જોયું. આ બુકે આપીને ગયો. એ કેમ?’

‘મેનર્સ.’

‘પણ સાંભળોને -’

એકતો ઓલરેડી આ ભૂત ઘરમાં રેહતા હતા. એમા ઉપરથી આ આવ્યો.

અને એની બહેન પણ પાછી.

ગોડ હેલ્પ અસ.

સવારમાં સાત વાગે ઉઠાડી ઊંઘ બગાડી નાખી. એમા પાછા આ ફૂલ.. આમાંથી તો કોઈ સુગંધ જ નતી આવતી.

ત્યાં ચીસ સંભળાઈ. અવાજ નિષ્કાનો હતો.

હું દોડીને ઉપર ગઈ. તેના રૂમનુ બહારણું ખોલ્યું તો..