શ્વેત, અશ્વેત - ૧ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્વેત, અશ્વેત - ૧

દરવાજો ખૂલ્યો. કંઈક અવાજ આવે છે. દરવાજા પાછળ પ્રકાશ નો અંત છે. અંધકાર છે. શાંતિ છે.

સિયા ધીમેથી આગળ વધે. ખાલી ખમ દીવાલો પર જાત - જાતના ચિત્ર છે. ચિત્રો માં માણસ નથી, સુવાસ છે. સૂર્ય, અને પ્રકૃતિ છે. ‘કોઈ છે?’ ના, કોઈ જવાબ નથી આપતું. સિયા ને ડર લાગી રહ્યો છે. તે શું કરે? ક્યાં જાય? ઘર તો હવે તેનું આ જ છે.

સામે સીડી છે. નીચે ધૂળ છે. હવા અશ્વેત છે, જાણે કોઈ મરણ પામ્યુ હોય. દુખ એટલું ભરી કે સંગીત પણ ન સંભળાય.

સીડી પર એક સ્ત્રી દેખાય છે. સીડી પાછળ મોટી બારી છે. બારી માંથી ચંદ્ર દેખાય છે.

‘તમે કોણ છો?’ તે સ્ત્રી પૂછે છે. અવાજ માં ક્યાંક ખચકાટ છે.

‘સિયા. સિયા પરષોતમ.’

તે સ્ત્રી અડીખમ ત્યાં ને ત્યાં જ ઊભી છે. તે મૂર્તિ ની જેમ સ્થાપિત છે.

‘સિયા પરષોતમ.. જીનય ની બહેન?’

‘હાં.’

તે સ્ત્રી કશું જ નથી કેહતી.

‘ઉપર આવ. હું કૃતિ.’

તે પાછળ ફરી ડાબી બાજુ જવા લાગે છે. સિયા તેની પાછળ જવા ઈચ્છે છે, પણ કંઈક તેને રોકે છે. જાણે ધમકાવતુ હોય.

સીડી પર ધૂળ છે. જ્યાં જોવો ત્યાં ધૂળ છે. ચંદ્રપ્રકાશ મંદ છે. નીચે જોઈ, ધોભી ને ચાલવું પડે છે.

ઉપર એક ડાઇનિંગ રૂમ છે. આ રૂમ એકદમ નાનો છે. દીવાલ સફેદ છે. કૃતિ એક બાજુ બેસી છે, તે કપમાં ચા ધીમેથી નાખે છે.

ટેબલ પાસે એક લાકડાનો ગાદી વગરનો સોફો છે. આ સોફા પર એક હાડપિંજર નમી ને બેસે છે.

‘આ શું?’

‘જીનયએ હાડકાં નુ ભણવાનું આવે છે. એ માટે જરૂરી છે.’

કૃતિતો આ બાજુ જોતી પણ નથી. રિસાયલી છે? આંખ ઊંચી કરી, મોઢું હલાવ્યા વગર તે સામે બેસવાનું કહે છે.

‘આા સમય એ તમને હેરાન કર્યા તે માટે..’

‘અરે ના, ના. એમ હેરાન ગતિ શેની? ચા સાથે કઇ લઇશ?’

‘ના. જીનય કયા છે?’

‘ઊંઘતો હશે.’

‘તે મારો ફોન નથી ઉપડતો. એટલે જરાક ચિંતા હતી.’

‘કાલે સવારે જોઈ લે જે. કાલે રવિવાર છે, જીનયને રજા હશે. તું જમી?’

૧૫ મિનિટ પછી કૃતિ સિયા ને બીજા માળના એક રૂમ માં લઈ જાય છે. સિયા દરવાજો બંધ કરે છે. કપડાં બદલે છે. અને બેડ પર જઈ રાહ જુએ છે.

કોઈક દરવાજો ખુલવાનો.. પછી બંધ થવાનો અવાજ આવે છે.

દરરેક દરવાજાનો અલગ અવાજ હોય છે, આા દરવાજો કોઈ અગ્નિ જેવો અવાજ કરે છે.

૧૨ વાગતા ઘડિયાળનો અવાજ આવે છે. સિયા ધીમે થી દરવાજો ખોલી, હાથમાં ટોર્ચ લઈ, દરવાજો બંધ કરી બધી બાજુ જુએ છે. દરરેક જગ્યાએ કોઈક દરવાજો છે.

સિયા ને યાદ છે.. બીજો માળ, ઝોરથી વરસાદ પડે છે.. દરવાજો તો.. રૂમ નંબર ૧૦૩.

એટલે ચોથો દરવાજો.

ખટખટ કરતાં કોઈ જવાબ નાથી આપતું. પછી સિયા એના રૂમની ચાવી અજમાવે છે. નથી ખૂલતો દરવાજો.

સિયા જોડે જીનયના જૂના રૂમની ચાવી.. દરવાજો ખૂલ્યો!

એટલે એ લોકો જુઠું બોલ્યા.

સિયાને દેખાય છે.. જીનય. મૃત્યુની વાસ આખા રૂમમાં આવતી હોય છે. અને શરીરની જગ્યાએ એક હાડપિંજર છે! મારો ભાઈ.. મારો ભાઈ.

સિયાને ચક્કર જેવુ લાગે છે.

તેના પગ માંથી જમીન ખસકી ગઈ છે.

તે લોકો જ છે.. સિયા ના ગુન ગાર.

સિયાના આંખો માંથી એક આંસુ નિકડ્યો.

કાલે. કાલે સિયા એ લોકોને જોઈ લેશે.

દરવાજા બાર કોઈ અવાજ આવે છે.

કોઈ જોઈ જશે તો? શું થશે?

સિયા ધીમે થી દરવાજા આગળ વધે છે અને..