શ્વેત, અશ્વેત - ૫૧ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્વેત, અશ્વેત - ૫૧


‘તો આ બધું પોલીસને ન કેહવાય?’

‘મને ડર હતો. જે કારણસર વિશ્વકર્મા મને બ્લેકમેલ કરી રહ્યો હતો, તે વાત બહાર આવી ગઈ તો?’

શ્રીનિવાસનની આંખોમાં આંસુ સુકાવવા માંડ્યા હતા. પણ હજુ કોઈ જો શ્રીનિવાસનને જુએ તો તેમને તે દેખાઈ આવત. એ બંધ ઘરમાં, જોકે, કોણ જોવાનું હતું?

શ્રીનીવાસન અને નાઝ જ હતા ત્યાં. પછી નાઝ ઊભી થઈ. તે દરવાજા તરફ આગળ વધી. 

‘તું કયા જાય છે?’

નાઝએ શ્રીનિવાસનને જવાબ ન આપ્યો. તે દરવાજા તરફ આગળ વધી, અને દરવાજો ખોલ્યો. બહાર વિશ્વકર્મા હતો. 

અને તે પછી નાઝએ ફરીને જોયું. તે રૂમમાં જે મોટી પેંટિંગ હતી, તે પેંટિંગ એક જૂના યુરોપિયન રાજાની હતી. પણ તેની આંખો હલી રહી હતી. વિશ્વકર્મા તેની નીચે કામ કરતાં બધ્ધા લોકો પર નજર રાખતો હતો. અને તે પેંટિંગની આંખોમાં સિ. સિ. ટી. વિ. કેમેરા હતા.

આ વાતની જાણ નાઝને હતી જ. નાઝના ઘરમાં પણ આવીજ એક પેંટિંગ હતી. 

વિશ્વકર્માએ તેને કહ્યું. 

‘હવે તું બહાર આવી શકે છે.’

નાઝ ધીમે પગલે બહાર આવી. વિશ્વકર્માએ તેની પાછળ દરવાજો બંધ કરી દીધો. અને શ્રીનીવાસનને તેના જ ઘરમાં તાળું મારી પૂરી દીધો. 

‘હવે તું અમારી સાથે શાંતિથી આવી શકે છે, કે પછી મારે તને ક્લોરોફોર્મ સૂંઘાડીને લઈ જવી પડશે.’ વિશ્વકર્માએ હસતાં ચેહરે પૂછ્યું. . 

‘હું શાંતિથી જ આવીશ.’  નાઝએ હસતાં હસતાં જવાબ આપ્યો. તેઓ ગાડી તરફ આગળ વધ્યા. 

વિશ્વકર્માને ખ્યાલ ન હતો, કે જે સ્ત્રી સાથે તે વાત કરી રહ્યો હતો, તેના ગળામાં જે લોકેટ હતું, તેમા એક નાનું માઇક્રોફોન હતો. 

અને નાઝને ખબર હતી, કે તે લોકેટને કઈ પણ નહીં થાય. શ્રીનિવાસનને ખબર હતી જ, પણ તેને કહ્યું નાઝને શબ્દ વગરના વાક્યોમાં, માત્ર પલકારામાં જ, કહી દીધું હતું, કે જો તે નીડર રહશે તો કોઈ તેની તલાશી નહીં લે. 

વિશ્વકર્માને આદત હતી. જે મળી જાય, તેમને કોઈ ન કોઈ રીતે ઝાંસામાં લઈને તેમની પાસે પોતાનું કામ કરાવવું. અને તે લાલચમાં વિશ્વકર્મા આંધડો થઇચૂક્યો હતો. 

ગાડીની ડ્રાઇવિંગ સીટ પર ઋત્વિજ હતો. તેને કાળા ચશ્મા પહર્યા હતા. જે વાત શ્રીનિવાસનએ તેની સાથે કરી હતી, તેની પર હજુ નાઝને વિશ્વાસ ન હતો. કે સામર્થ્ય અને ઋત્વિજ પેહલાથી મળેલા હતા. 

ઋત્વિજની બહેનના લગ્ન સામર્થ્ય સાથે જ થયા હતા. પ્રેમ વિવાહ હતા. એટલે સામર્થ્યને ખબર ન હતી, કે તે કયા ઝમેલામાં પોતાની જાતને ફસાવી રહ્યો હતો. 

સામર્થ્યએ ઋત્વિજ માટે તે દિવસ સુધીમાં ઘણાને માર્યા હતા. 

તેઓ ગાડીમાં બેસીને નીકળી પડ્યા. કયા જઈ રહ્યા હતા, તેની નાઝને ઝરા પણ ડર ન હતો, કારણકે જે લોકેટમાં બધી વાત રેકોર્ડ થઈ રહી હતી, એ લોકેટની રેકોર્ડીંગ સીધા પોલીસ કોંટ્રોલ રૂમમાં પોહંચી રહી હતી.

તેઓ હવે હૈદરાબાદની બહાર જવા નીકળી ચૂક્યા હતા. અને નાઝ ખુશ હતી. કારણકે શ્રુતિને, ક્રિયાને, સિયાને હવે વિજય મળશે. 

શ્રુતિની મૃત્યુનું સાચું કારણ તો શ્રીનિવાસનને પણ ખબર ન હતી. સિયાએ તેને મારી હતી. 

‘પણ કેમ? તે મને નથી ખબર. વિશ્વકર્માએ ન હતું કહ્યું. તે તો પોતાની પુત્રીની મૃત્યુ પાછળ દુ:ખી  જ હતો. પણ તેને ખબર હતી.. કદાચ શ્રુતિને કઈક ખબર હતી. પણ ઠોસ કારણ તો મને પણ નથી ખબર.’ શ્રીનિવાસનએ નાઝને કહ્યું હતું. 

નાઝને લાગતું હતું કે તે કોઈ મારતા માણસની દેથનોટ પોતાના કાને સાંભળી રહી હોય. અને નાઝને અંદરો અંદર ક્યાંક લાગતું પણ હતું કે શ્રીનિવાસન કદાચ.. 

શ્રીનિવાસન કોઈ જ્યોતિકાના પ્રેમમાં ન હતો. જ્યોતિકાને ભોળવીને તેને પ્રેમમાં પાળવા શ્રીનિવાસનને વિશ્વકર્માએ જ સૂચવ્યું હતું. જે દિવસે તેઓ મળ્યા, એ દિવસે શ્રીનિવાસનને ખબર જ હતી કે તેઓ મળવાના છે. હા, શ્રીનિવાસન પેહલા પણ તેનાથી મોટી ઉંમરની સ્ત્રી સાથે રિલેશનશિપમાં હતો, પણ આ “પ્રેમ”તો ફક્ત જ્યોતિકાની નજર રાખવા માટે નો જ હતો. વિશ્વકર્મા પોતાની વાત બાહર ન આવે, તે માટે પહેલા ઘર પર ધ્યાન રાખવાનું તેવી વિચાર ધારા વાળો હતો. 

તેમની ગાડી થોભી, તેમની સામે એક ઘરડી સ્ત્રી ઊભી હતી. ગાડીનોદરવાજો ખોલ્યો, અને તે અંદર આવીને બેસી ગઈ. વરસાદનું વાતાવરણ સર્જાયું હતું. તે સ્ત્રીનો અવાજ એકદમ નજાકતથી ઉભરતો હતો, તેના કંઠમાંથી અવાજ આવ્યો, 

‘વિશ્વકર્મા, શું તને આ દિવસથી કાય પ્રતીતિ થાય છે?’

‘હા, સિયા.’ વિશ્વકર્મા આગળની સીટમાંથી બોલ્યો. 

તે સ્ત્રી સિયા હતી. સાચી સિયા. નાઝની નજર કાચમાં પળી, તેની આંખો વિશ્વકર્માની આંખો સાથે જોળાઈ.