Shwet Ashwet - 6 books and stories free download online pdf in Gujarati

શ્વેત, અશ્વેત - ૬

'ક્રિયા?'

'ક્રિયા?'

'ક્રિયા!'

'હંમ..'

'તું ઊંઘે છે?'

'ના. મારા બાપાને ત્યાં જે લોકોએ રેડ કરીને એ લોકોને ચા પીવડાવું છું.'

'અડધી ઊંઘમાં હોવા છતાં આવી સિચુએશન્સ ક્યાંથી લઈ આવે છે?'

'જો ખબર છે અડધી ઊંઘમાં છું તો પૂછવુંજ કેમ?'

'મે તારા વખાણ કર્યા.'

'પણ મે વખાણ તને એસ એમ એસમાં પાછા મોકલી દીધા. ચેક કરી લે.'

'મારી વાત સાભંળ ને, પ્લીઝ.'

'બોલ.'

'એક દમ ડ્રીમ જેવુ નથી લાગતું. આ શાંતિનાથ ઇંડસ્ટ્રીજ વાળાની સ્પોન્સરશીપ.. '

'એને પણ ફાયદો છે.'

'..આ મહિનાના ૫૪ ૦૦૦ રૂપિયા.. '

'ડોલરમાં એમને થોડુંક મોંઘું પડેત.'

'..આ લાંબી સ્ટોરી, એ પણ તનિષ્કના ફાધર દ્વારા લિખિત.. '

'ખબર નઈ કયાંય ખૂણામાં પડેલી ફ્લોપ ફિલ્મની સ્ક્રિપ્ટ હશે -'

'એ હવે બસ હોં. તને તો સેજ પણ એક્ટસાઈટમેન્ટ નથી.'

'ભૂત બંગલામાં રેહવા લોકોને ડર લાગે. આમ એક્સાઈટમેન્ટથી ગાંડા ના કાઢે.'

'તો પણ આમ ખુશ નથી તું?'

'ના. જરરાક પણ નહીં. મને ખબર છે તનિષ્કનો ફાધરીયો કેવો છે. એક નંબર નો કંજૂસ છે. આમ પૈસા કે સ્ક્રિપ્ટ ના આપે. મે તને કહ્યું તું ને કે તનિષ્કને પૂછી રાખજે. મને એમના ફાધરના એકઝેટ વર્ડ્સ જાણવા છે. મને ખબર છે. કઈક તો જડશેજ.'

'હશે જે હશે એ. ફોકસ ઓન ધ સ્ક્રિપ્ટ નાવ. હવે મને એ કે તે વાંચી?'

'હું કઇ નહીં વાંચવાની. બે લાઈનો તો સે. પછી એ વંચાઈ જસે. નેટફલીક્ષની સિરીજ કરવાની છે, કે વાંચવા બેસું?'

'તાકે ધિસ સિરિયસલી. મારા માંટે.'

'લઇસ બાપા લઇસ. પેહલા મને એ કે તે આંટીને પૂછ્યું, એમને કોઈ ગરાગ આવે તો ઘર દેખાડવાનું કે નઈ? કોઈ ડીલ થઈ છે? છે કોઈ થનાર ઓનર?'

'અમ.. ના.'

'ફ્લાઇટ લેન્ડ થતાં વેત ફોન કરજે. મુંબઈથી પોરબંદર કેટલું?'

'ઓહ એની ચિંતા ના કર. તનિષ્ક કેહતા હતા કે એ જોઈ લેશે.'

'ભગવાન કરે કોઈ તને તારો બોયફ્રેંડ કોઈ બીજી છોકરી માટે ડીચ કરીદે.'

'એ! આવું કેમ કહે છે?'

'તો શું વળી. કોઈની પર આંધળો વિશ્વાસ કરવો નહીં.'

'કોન્ટ્રેક્ટમાં લખ્યું હતું. ગાડી બોલાવવાના છે. નંબર સાથે આપ્યું હતું. એ હું ભૂલી ગઈ એમા મારી ભૂલ?'

'મે તને કહ્યું તું કે ફોટા પાડી લે.. પણ ના.. પેલી શૉપેમાં જવા ઉતાવળ હતી બેનને.'

'જો હું પેહલાજ કઇ દઉ છું. આમ ટોન્ટ મારતી રઈશ ને તો હું પોરબંદર નઈ આવું.'

'એ પાઈલટીયાં.. જરા વિમાન ઘૂમાવી દે.. આ બેનને પાછું લોસ એંજલેસ જાઉ છે. વાયા સુરત લેજે, માસીને ફ્રેકચર થયું છે. જરાક મળતી આવું.'

હું હસવા લાગી.

'લે એમા શું હંસે છે. હંસવું હોય તો જા બીઝનેસ ક્લાસમાં, પેલા તનિષ્કયાં જોડે. મને તો બંનેઉ પર હસું આવે છે, હોં.'

'એમા શું હસવાનું? ધે આર જસ્ટ પીપલ.'

'મને તો નથી લાગતું. એક નકરી ફૂલ ફૂલ કરિયા કરે અને બીજી બોલ બોલ કરે. અને બુધ્ધિ મારા ફોનની બૅટરી જેવી છે. ૧ ટકો.'

'તો ચારઝીંગ માં મૂક.'

'શું? બુધ્ધિ?'

'બુધ્ધિ નઈ ફોન.'

'ના ભાઈ. મારી માસી, સવારથી માથું ખાઈ ગઈ છે, મે કીધુ તું.. કીધુ તું એને બૌ આ બેલી ડાંસ ફેલી ડાસં ના કરાય. એક તો હજાર વર્ષની થઈ તું, એમા તું પડી છો. અને પાછી એવી પાડી.. એવી પાડી કે મતલબ માપ લેનારો પાતળો થઈ જાય.'

'તો પગમાં ફ્રેકચર કેમ આવ્યું?'

'નીચે રેહતા પાડોશી બોલવા આવ્યા. કહે બેન તમે ઘર પર નાચસો તો છાપરું તૂટી પડશે.. પણ આમ થોડીક સભ્ય રીતે.. અને પછી જેવા માસી સીડી પર પોહંચ્યા તે ધડામ દૈને -'

'એ સાંભળ.'

'એમા હું હમભાળવાનું, એવું કેસે કે આપણે પહોંચવા આવ્યા. કંડકટર બેન છે બીજું શું?'

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED