Shwet Ashwet - 10 books and stories free download online pdf in Gujarati

શ્વેત, અશ્વેત - ૧૦

નિષ્કાએ કબાટ ખોલ્યુ હતું. તેની અંદર ચાર શર્ટ લટકતા હતા. મે દરવાજો ખોલ્યો તો ત્યાં કઈક પછડાયું. નીચે જમીન પર એક કેમેરા પડયો હતો.

‘આ શું?’ મે પૂછ્યું.

‘અરે! અવર ફર્સ્ટ સીન. લોહી - લુહાણ શર્ટ, સર વિલિયમના, વોર્ડરોબ માંથી મળે છે.’

‘પણ ઉઠીને તરત?’

‘આપણે ઓલરેડી લેટ છીએ. હજી સુધી માંતો ચાર સીન કવર થઈ જવા જોઈતા હતા. કોઈકે તો ફર્સ્ટ મુવ કરવો પડશે ને.’

‘હું શુટ કરી લઇશ.’

‘પણ નીચે કોણ હતું?’

‘એટલે તને સંભળાયુ?’

‘નો. હું તો આ રેડી કરતી હતી ને.’

‘દીશાંત આવ્યો હતો.’

‘કોણ?’

‘અરે.. મારા ફાધર એ આપણને મદદ કરવા બાજુમાં રેહતા એક બોય અને એની બહેનને કહ્યું છે. દીશાંત એન્ડ સિયા.’

‘કેવો લાગે છે એ?’

‘મતલબ?’

‘એટલે હેન્ડસમ છે કે સ્ટુપિડ લાગે છે.. અને એની સિસ્ટર, એ કેવી છે?’

‘ખબર નહીં. મને તો અજીબ લાગ્યો. આમ થોડોક.. બોડીગાર્ડ જેવો છે. પણ બોલવામાં સ્ટુપિડ છે. એની સિસ્ટર નતી આવી.’

‘પૂરૂ નામ શું છે?’

‘કોનું?’

‘એ લોકો નું.’

‘ખબર નહીં. મે નથી પૂછ્યું. ફ્લાવર્સ આપીને હું તો ઉપર આવી. તે એટલી જોરથી ચીસ પાળી ને કે –’

‘વૉટ હેપંડ?’ તનીષા રૂમમાં આવી. તેના વાળ વિખરેલા હતા. એક લાલ કલરનું ટોપ પહર્યું હતું. અને પગમાં યલો કેપ્રિસ. પછી જોયું તો ખબર પડી કે એણે હિલ્સ પેહરી હતી. ઉઠી ને તરત?’

‘તું હવે આવી-?’

‘તે હિલ્સ કેમ પહરી છે-?’

‘મને ઊંઘ આવતી હતી. અને આ જે નીચે જમીન છે તેના પર ધૂળની માત્રા.. યુ નો. મારા પગ એટલા બગડે કે હું કન્સટ્રકસન વરકર જેવી લાગુ. અને મને એવું લાગવાની કઇ ઈચ્છા નથી. શું થયુ તું?’

‘ફર્સ્ટ સીન. સર વિલિયમ્સના કપડાં.’

‘ઉઠીને તરત?’

‘હમણાં મે પણ એજ પૂછ્યું હતું. ઉઠી ગઈ હતી અને આપણે ઓલરેડી લેટ છીએ. એવું મને જવાબમાં કીધુ હતું.’

‘હમ.’

‘ઓકે, પણ દરવાજા પર કોણ હતું?’

‘તે પણ સાંભળ્યું?’

‘પહલી વાર ત્યારે ઉઠી. પછી નિષ્કાની સ્ક્રીમ સાંભળી. પાંચ મિનિટ ઊંઘી પછી કપડાં પેહર્યા અને અહી આવી ગઈ.’

‘સ્ક્રીમ સાંભળ્યા પછી પાંચ મિનિટ?’

‘ઊંઘ આવતી હતી..’

‘દરવાજા પર કોઈ દીશાંત નામનો હેડન્સમ બોય-નેક્સ્ટ-ડોર હતો. જે આપણને “મદદ” કરશે. અને એની સિસ્ટર સિયા પણ.’ નિષ્કાએ કીધુ.

‘સિયા?’

‘હા.’

‘નામ તો.. મે વાંચ્યું છે.’

‘સાંભળ્યું હશે. કોમન નેમ છે.’ મે કીધુ.

‘ના અહીં ક્યાંક. ખબર નઈ... -યાદ નથી આવતું બટ વોટ એવર. આ લોકો શું કરશે?’

‘દૂધ, પાણી, શાક, ગ્રોસરીસ, અને જે પણ જોઈએ તે લઈ આપશે.’

‘તો વાઈફાઈ નખાઈ આપે એવું કેહને. અહીં નેટ બહુજ સ્લો છે.’ નિષ્કાએ મને કહ્યું.

‘સિયા હમણાં આવવાનીજ છે. આઈ વિલ આસ્ક હર. અત્યારે નાહવાનું છે.’

‘હેં!’ તનીષાએ ચીસ પાડી.

‘શું હેં?’

‘આપળને કોણ જોવા આવવાનું છે? શું ફરક પડે છે?’

‘પણ.. બાથીંગ ઇસ ઇમ્પોર્ટન્ટ.’ નિષ્કા એ મારી સાઈડ લીધી.

‘એમ?મને તો ખબર જ ન હતી. તો તો હું બાથ લઇશ જ. અને કપડાં નદીએ ધોવા પણ જઈશ -’

‘તનીષા -’

‘નો.’

‘હા.’

‘ના..’

નિષ્કાએ ધક્કો મારી તનીષાને બાથરૂમ પૂરી દીધી.

‘ઇફ યુ ડોં’ટ બેથ.. હું આ દરવાજો નઈ ખોલું. બ્રશ બહાર આવિને કરજે.’

કહી હું અને નિષ્કા બહાર નીકળી ગયા. ક્રિયા અમને બિલાડીની જેમ જોઈ રહી હતી.

‘શું થયું?’ એણે પૂછ્યું.

‘કઇ નહીં. દરવાજા પર દીશાંત હતો.’

‘ઓહ એ આવ્યો ‘તો. લે તે આટલી હવાર - હવારમાં હું કામ આઇવો?’

‘મતલબ યુ નો?’

‘હા. મને વિશ્વકર્મ અંકલે કીધુ હતું.’

અને મને ના કીધુ?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED