શ્વેત, અશ્વેત - ૪૬ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્વેત, અશ્વેત - ૪૬


‘હું ત્યારે શ્રીનિવાસન સાથે ફોન પર વાત કરી રહી હતી…’ 

‘શ્રીનિવાસન કોણ?’

જ્યોતિકા પોતાની સ્ટેટમેંટ હજુ પોલીસને આપી રહ્યા હતા. સવાર થવા આવી હતી. અને હોસ્પિટલની લોબી ખાલી હતી. સિયા પગથિયાંમાં લપાઇને બેસી હતી. તેને કહવામાં આવ્યું હતું, કે તારે સામર્થ્યનો અંત લાવવાનો છે. તેની નજર સામર્થ્યના રૂમના દરવાજા તરફ હતી. દરવાજો ખોલી નર્સ બહાર આવી. અને સિયા ધીમે પગલે, પણ છુપાયા વગર અંદર દાખલ થઈ. તેને સામર્થ્ય સામે જોયું. સામર્થ્ય જાગતો હતો. તે જોઈ સિયા ટૂંક સમય માટે ગભરાઈ ગઈ. પછી સામર્થ્યએ તેને દરવાજો બંધ કરવાનું કહ્યું...  

તે સામર્થ્ય તરફ આગળ વધી. 

સામર્થ્ય શાંતિથી રાહ જોઈ રહ્યો હતો. તેને પણ ખબર હતી કે અહી સિયા શું કરવા આવી છે. સિયાએ સામર્થ્યના હાથમાંથી આઇવી ડ્રીપ નીકાળી દીધી. હજુ સામર્થ્યનું શરીર લથડી રહ્યું હોય તેમ તેને લાગ્યું. સિયા સામર્થ્યથી દૂર ખસી ગઈ. અને ટેબલ પર હાથ મૂકી ઊભી રહી. પછી તેને પાછળ ફરી બધી દવાની સીસીઓ નીચે પાળી દીધી. કાચ ફૂટવાનો અવાજ આવ્યો. થોડીક વાર થઈ, પણ કોઈ આવ્યું નહીં. હવે સામર્થ્યના ધબકારા વધી રહ્યા હતા.

સિયા શું વિચારી રહી હતી? આવી કંડિશનમાં નૉર્મલી તો કોઈ ગડું દબાવવાનું વિચારે. પણ સિયા તેની આંખોમાં જોયા વગર એક બાજુ ઊભી હતી. ત્યારે સામર્થ્યએ જોયું તેની આંખોમાં આંસુ હતા. 

સિયાએ બાહરી ખોલી. 

‘હવે તારે જાઉ હોય તો તું જઈ શકે છે.’ 

‘પણ સિયા, તેઓ તને નહીં છોડે.’

‘એમની પાસે મને પકડવાની શૃંખલા ક્યારેય હતી જ નહીં.’ તેમ કહી તે બાહરી તરફ જોવા લાગી.

સામર્થ્ય ધીમેથી ઉભો થયો. તે સિયા સાથે બે ઘડી ત્યાં બાહરી નીચે જોતો રહ્યો. આ ગ્રાઉંડ ફ્લોર હતો. અહી થી તે આરામથી છૂટીને જઈ શકતો હતો. 

હજુ દરવાજો લોક હતો. 

સામર્થ્યએ સિયાને ધક્કો મારી દીધો. સિયા કાચના ટેબલ પર જઈને પળી. ધક્કો એટલી ઝોરથી વાગ્યો હતો કે કાચ ફૂટી ગયો.
સામર્થ્ય તેની તરફ આગળ વધ્યો. અને કદાચ એટેલ જ સિયાએ એને કહ્યું હતું. હવે તારે જાઉ હોય તો તું જઈ શકે છે. પણ સિયાણી આંખોમાં ખુન્નસ ન હતી. અને તે હવે ભાગવાની પણ ન હતી. 

કેટલા વર્ષોથી અહી થી તહી ભાગીને તે કંટાળી ચૂકી હતી. 

હવે નહીં. 

તે ત્યાં બેસી રહી. કાચ તેના પેટમાં ખૂપઈ ચૂક્યા હતા. તેનું મુખ પર સ્મિત હતું. 

હવે તે મુક્ત હતી. 

અને સામર્થ્યની આંખોમાં આંસુ હતા. 

કારણકે તેને માફ કરવામાં આવ્યો હતો. સિયાએ દમ તોળી દીધો. 

હવે સામર્થ્ય પણ પાછો બેડમાં જઈને બેસી ગયો. તેની પાસે ફોન ન હતો. એને વિશ્વકર્માએ કહ્યું હતું.. જય સુધી તેને કોઈ જોવા ન આવે ત્યાં સુધી તારે ત્યાં જ રહવાનું છે. 

હવે નર્સ અળધો કલાક પછી આવશે. અને ત્યાં સુધી કોઈ આવીને તેને  –

ત્યાં જ દરવાજો કોઈએ ખખડયો. 

‘મી. સામર્થ્ય. પ્લીસ દરવાજો ખોલો. મારે તમારું ટેમ્પ્રેચર લેવાનું છે.’

હવે? હવે શું કરવું? સામર્થ્યએ નીચે જોયું. હોય શકે કોઈએ આ સિયા ના અવાજ સાંભળી લીધા હોય. અને તેઓ અહી જોવા માટે આવ્યા હોય. 

‘મી. સામર્થ્ય.’ 

સામર્થ્યએ નીચે જોયું. લોહીની ધારા વહી રહી હતી. થોડુંક લોહી કાચ નીચેથી દરવાજા તરફ જઈ રહ્યું હતું. જો કોઈ જોઈ ગયું તો?

‘મી. સામર્થ્ય!’

ત્યારે જ સામર્થ્ય એ જોયું.. બાહરી ખુલ્લી હતી. તે બાહરી તરફ આગળ વધ્યો અને કૂદી ગયો. 

દરવાજો તોડી ત્યાં એક પોલીસણી વરદી પહરેલો માણસ દાખલ થયો. તે સિયાણી આ હાલત જોઈ સમજ્હી ગયો હતો કે કૌસર મેડમ નો વિચાર સાચો ઠર્યો હતો. 

તેને પોલીસ સ્ટેશન પર ફોન લગાવ્યો. 

‘હેલ્લો? સુર્યસિંહ, ત્યાં શું થયું?’

‘તે ભાગી ગયો. હમણાંજ નિકલયો તેમ લાગે છે. સિયાને મારી નાખી!’

‘ઠીક. હું ત્યાં પોલીસ મોકલાવું છું.’

‘તે  ઓન ફૂટ છે. અને પોલીસ વાળા દરવાજા પર છે તેમણે હું અલર્ટ કરી દઇશ.’

કહી સુર્યસિંહએ ફોન મૂકી દીધો. 

તે તરત જ બાહરીમાંથી નીકળી ગયો. નર્સને ત્યાં દરવાજે જ ઊભા રહેવાની ઇન્સટ્રક્શન આપવામાં આવી હતી. 

નીકળીને તરત જ તે દોળી દરવાજા તરફ વળ્યો. ગલી સૂમસામ હતી. 

અને તે આગળ વધે તે પહેલા ત્યાં ગોળીઓ ના અવાજ આવવા લાગ્યા. તેને ડક કર્યુ. પાછળ એક ગાડી હતી. 

પેસેન્જર સીટ પર સામર્થ્ય બેસ્યો હતો. 

અને તે ડ્રાઇવર સામે જુએ તે પહેલા જ તેના માથામાંથી બુલેટ આરપાર થઈ ગઈ  – સુર્યસિંહ નીચે ઘાયલ થઈ ચૂક્યો હતો.