શ્વેત, અશ્વેત - ૪૫ અક્ષર પુજારા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શ્વેત, અશ્વેત - ૪૫

‘શું? સામર્થ્ય હતો એ?’ 

‘હા. અને હવે અમે એને પકડી લીધો છે. વિચાર્યું જ ન હતું કે સામર્થ્ય પણ ઈન્વોલ્વ્ડ હશે.’

‘મને પણ નથી લાગતું. શું થયું હતું?’

‘એ જ્યોતિકાને પાછળથી અટેક કરતો હતો. અને પકડાઈ ગયો. જ્યોતિકાએ એના ઘૂંટણ પર ચપ્પુ માર્યું, અને તે ઘાયલ થઈ ગયો. અત્યારે તો અમે હોસ્પિટલમાં જઈએ છીએ. પછી વાત કરું.’ કહી કૌસરએ ફોન મૂકી દીધો. 

કૌસર અન્ય પોલીસ સાથે હોસ્પિટલમાં પોહંચ્યા ત્યારે ટૂંક સમય પહેલાજ સામર્થ્યને હોશ આવ્યો હતો. જ્યોતિકાની કંપારી છૂટી ગઈ હતી. તે હજુ થર-થર ધ્રુજી રહી હતી. વિશ્વકર્મા તેનો હાથ પકડી હોસ્પિટલના વેટિંગ લાઉંજમાં બેસ્યા હતા. રાતનો એક વાગ્યો હતો. 

જ્યોતિકાને પોલીસ પહેલા ત્રણ વાર સ્ટેટમેંટ આપવા માટે પૂછી ચૂકી હતી, પણ તેને ન કારી દીધું હતું. સિયા બાજુમાં જ એક ખૂણામાં ઊભી હતી. ત્યારે તે બહારીની બહાર જોઈ રહી હતી. કૌસરએ વિશ્વકર્માને પૂછ્યું, ‘એમ્બ્યુલન્સને ફોન તમે કર્યો હતો?’

‘હા.’

‘તમે જાગતા હતા?’

‘ના. પણ મને જ્યોતિકાએ જગાડ્યો. ત્યારે તેના હાથમાં લોહીના છાંટડા હતા...’ 

‘એ.. સામર્થ્ય તો.. શ્રુતિને કેમ મારે?’ જ્યોતિકાએ પૂછ્યું. તે નીચે જોઈ રહી હતી. 

‘સામર્થ્યએ શ્રુતિને મારવાનો પ્રયાસ કર્યો છે, તે હજુ પ્રૂવ નથી થયું.’કૌસરએ કહ્યું. 

તે થોડીક વાર શાંત રહી. હાલ બધાના મુખ પર ટેન્શન હતું. જ્યોતિકાના મુખ પર ડરની રેખાઓ સાફ દેખાઈ રહી હતી. પણ વિશ્વકર્મા કઈક વિચારી રહ્યો હતો. તે પ્રેક્ટિકલ રીતે કઈક ગૂંચવણનો નિકાલ લાવવા ઈચ્છતો હોય તેમ લાગતું હતું, પણ તે વાત શું હતી? જ્યારે સિયા. સિયા એકદમ જ પાછી સિથા બની ગઈ હોય તેમ કૌસરને લાગ્યું. 

‘મે’મ.’ પાછળથી તેના સબ  – ઓફિસર આદિત્યએ કહ્યું, ‘મિસ તનિષા અને મિસ નિષ્કા અત્યારે તમારી સાથે વાત કરવા ઈચ્છે છે.’

‘તો એમને કહો વેટ કરે.’ 

એ જરૂર ક્રિયા માટે આવ્યા હશે, કૌસરએ વિચાર્યું, પણ બીજું કોઈ કારણ પણ હોય શકે... 

કૌસર સામર્થ્યને જોવા તેના રૂમમાં આવી ત્યારે નર્સ એ જણાવ્યું, ‘હજુ રિકવર થતાં ચાર દિવસ થશે. તમારે ત્યાં સુધી એમને હોસ્પિટલમાં એડમિતટેડ રાખવા પળશે.’

ત્યારે સામર્થ્ય ઊંઘી રહ્યો હતો. એની લાઇન ઓફ ઇન્કવાઇરીમાં બ્લેકમેલ પણ હતું. શું તેને કોઈ બ્લેકમેલ કરી રહ્યો હતો?

ત્યારે જ્યોતિકા બહાર બેસીને વિશ્વકર્માને પૂછવા લાગી. 

‘સામર્થ્ય ક્રિયા કે આપણી શ્રુતિને શું કામ..’

‘સિમ્પલ છે, આન્ટી. એને અડવાંસેસ કર્યા હશે. અને તેઓએ ના કહી દીધી હશે.’ સિયા એ કહ્યું. 

જ્યોતિકા હવે રડવા લાગી હતી.  ‘આ શું થવા બેઠું છે.. પહેલા આપણી દીકરી, પછી ક્રિયા અને આ સામર્થ્ય તો મને જ..’

વિશ્વકર્માએ જ્યોતિકાને બાજુ પર પડેલી બોટલમાંથી પાણી આપ્યું. અને સિયાને કઈક ઈશારો કર્યો. સિયા બહાર જતી રહી. 

તનિષ્ક વેટીંગ રુમની અંદર આવ્યા. ત્યારે નિષ્કા એ કહ્યું, ‘આંટી.. આર યુ ફાઇન?’

આ પૂછતાં નિષ્કાના કાન લાલ થઈ ગયા. સામાન્ય હતું કે કોઈ પણ “ફાઇન” ન જ હોય. કોઈ માણસ તમને મારવા આવે ત્યારે કઈ રીતે હોય શકે. 

તનીષાએ પૂછ્યું, ‘ક્રિયાના પેરેંટ્સ..’

‘તેઓ અત્યારે હોટેલમાં રોકાયા છે.’

‘પણ કાલે બધી વિધિ..’

‘હા. થશે.’ વિશ્વકર્માએ કહ્યું. ‘તેમનો કિલર પકડાઈ ગયો છે. હવે શ્રુતિ અને ક્રિયાને શાંતિ મળશે.’

પણ જ્યોતિકાને તેવું સહેજ પણ લાગતું ન હતું. 

જ્યોતિકાને લાગતું હતું કે આ બધા માટે કોઈ મોટી વસ્તુ જિમ્મેદાર હતી, જેના વિશે તેણે વિચાર કર્યો જ ન હતો. અને પેલો ગુંડો પણ ક્યાંક તો.. 

‘તમે હાલ ક્યાં રોકાવાના છો?’ વિશ્વકર્માએ પૂછ્યું. 

‘અમે પણ હોટેલથી જ આવ્યા છે.’

ત્યારે કૌસર અંદર આવી. જ્યોતિકાએ કહી દીધું, ‘હું સ્ટેટમેંટ આપવા તૈયર છું.’