સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-95 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-95

સોહમ હવે જાણવા અધીરો થયો... એણે કહ્યું “સાવી બીજી બધી વાત પછી મેં તને હર્ટ કરી હોય તો માફી માંગુ પણ મારી બહેન સુનિતા આટલી રાત્રે ક્યાં છે ? કોની સાથે છે ? શું કરી રહી છે. મારાં ઘરે મારાં આઇબાબાને ખબર છે કે નથી ? નાની બેલા શું કરે છે ?”

સાવી ખડખડાટ હસતાં બોલી... “સોહમ તારો આજ ગુણ મને તારાં માટે આકર્ષે છે તારી બહેનો કુટુંબ માટે કેટલી ચિંતા કરે છે ? તું સાચાં દીલથી બધાને ચાહે છે બધાને સુખ આપવા માંગે છે એમને સુરક્ષિત જોવા ઇચ્છે છે. તું સાચો અને પવિત્ર સંવદેનશીલ પુરુષ છે એટલેજ મોટાં ગુરુ..”

“બીજીવાતો પછી કહું પહેલાં એ કહી દઊ કે તારી બહેન સુનિતા સુરક્ષિત છે તને શાંતિ થાય પણ એ કોઇનાં તરફ આકર્ષાઇ છે.. છોકરી છે સ્ત્રી છે.. લાગણીમાં પ્રેમમાં તણાઇ છે એનો પ્રેમી મરાઠી છે એનું નામ મંગેશ છે બંન્ને જણાં થીયેટરમાં લાસ્ટ શો માં મૂવી જોઇને રેસ્ટોરાંમાં બેઠાં છે... મંગેશનો ઇરાદો જુદો છે એને વાસના સંતોષવી છે એનાં પ્લાન કરી રહ્યો છે...”.

“સોહમ આ હળાહળ કળીયુગ ચાલે છે અત્યારે રામ સીતા ના શોધીશ. સરસ્વતી ચંદ્ર કે બીજા મહાન પાત્રો અંગે ના વિચારીશ અત્યારે સત્યવાદી હરિશચંદ્ર કોઇ નથી છતાં આવા કળીયુગમાં તારાં જેવા યુવાન છે તું કોઇનું બૂરુ નથી ઇચ્છતો.. તું.. છોડ બીજી વાત કરુ કે સુનિતા કશું નહીં કરવા દે એ પણ તારી બહેન છે સંસ્કારી છે પણ પ્રેમમાં આગળ જતાં સમર્પિત થઇ જશે એમાં પણ શંકા નથી. એને તારોજ ડર છે તને કીધાં પછી સમંતિ લીધાં પછી એનાં પ્રેમીની થશે”.

સોહમનાં કપાળ પર ચિંતાની સળો પડી. સાવીએ કહયું ”સુનિતાની અત્યારની પાત્રતાને શું કહીશ ? હું કોઇ એવો શબ્દ પ્રયોગ નહીં કરું જે તે મારાં માટે કર્યો છે હું પણ આવી નિર્દોષ છોકરીજ હતી.. સોહમ સર કોઇનાં માટે કંઇ બોલતાં પહેલાં વિચાર કરવો પડે.... તમે નૈનતારા જોડે શું કરી રહેલાં મને ખબર જ છે. તમે પણ એ બધું જ કરત જો મને ના જોઈ હોત. મારી તો લાજ લૂંટાયેલી એ પણ મારી ઈચ્છા વિરુદ્ધ અને છળ થી તમે જે કરવાનાં હતાં એ સંપૂર્ણ ઈચ્છાથી અને આકર્ષણથી ક્યાં ગઈ તમારી પ્રેમ પાત્રતા ?”

સોહમ થોડો ઝંખવાયો એનો ચહેરો પડી ગયો.. સાવીએ એ જોયું બોલી “સોહમ આ શરીર ધારણ કર્યું છે એ વેશ્યા વાસંતી વિશે તારે જાણવું છે ? મેં એનું શરીર ધારણ કર્યુ છે એનું ઋણ મારે ચૂકવવાનું છે... મેં એનાં વિષે બધુંજ જાણી લીધુ છે. એનું જીવન અને મૃત્યુ મને લાગે એક મોટો સંદેશ છે”.

સોહમ હવે સાવીની બાજુમાં બેસી ગયો. સાવીએ કહ્યું “સોહમ આપણે વાતો કરતાં કરતાં ક્યાં આવી ગયાં તને ખબર છે ?”

સોહમે ચારેબાજુ નજર કરી.. બોલી ઉઠ્યો “સાવી આતો આપણે પ્રથમવાર મળેલાં.. મારી ઓફીસ પાસે સ્ક્રીટ નં. 69 છે. આપણે અહીં કેવી રીતે આવી ગયાં ?”

સાવીએ કહ્યું “આ ધારણ કરેલુ શરીર અહીં લઇ આવ્યું પણ તું હવે શાંતિથી બેસ એનું પણ કારણ તને સમજાશે. તું હજી ભોળો અને નિર્દોષ છે... પેલી તાંત્રિકનાં વશમાં ભલે થયો એનાં તંત્રમંત્રની અસર નીચે તેં ચુંબન કર્યો છે વ્હાલ કર્યું છે એનાં તરફ આકર્ષાયો હતો બધી મને ખબર છે પણ ક્યારેય ગુરુદેવે તને એની સાથે... એ મારાં નસીબ છે.”

સોહમે કહ્યું “યુવાનીનાં ઉંમરે પગ મૂકીને પહેલો અઘોરણનેજ મળેલો પછી બધાં એવાંજ પાત્રો સામે ભટકાયાં મને (નોર્મલ) સામાન્ય જીવન જીવવાજ નથી દીધું કોઇએ. હું ખૂબ કંટાળ્યો છું મારે સારુ જીવન જીવવું છે આવું ભ્રામક અને તંત્રમંત્ર વાળુ નહીં મારે કશુ નથી જોઇતું પ્લીઝ હેલ્પ કર.”

સાવીએ હસતાં હસતાં કહ્યું “સોહમ એમાં હું શું કરું ? તારાં મનહૃદયમાં જ અઘોરી બનવાનાં શરણાં હતાં એ બધી શક્તિઓ તારા તરફ આકર્ષિત થઇ.. મારું મળવું પણ અકસ્માતજ છે. “

“સોહમ હજી મારી વાત પુરી નથી થઇ આ શરીર મળ્યુ છે તો એનો પૂરો ઉપયોગ કરી લઊં એનું ઋણ પણ ચૂકવી દઊં.. જે જે અત્યાર સુધી ઘટનાઓ ઘટી છે એનું "સાચુ" સત્ય સમજાવી દઊં. પછીજ મારાં જીવને શાંતિ થશે.”

સોહમને સાવીની વાતમાં રસ પડ્યો બોલ્યો “સાવી હું સમજુ છું તે ખૂબ સહ્યું છે. તે આકરી પરીક્ષાઓ કસોટીઓ આપી એમાંથી પસાર થઇ છું મારાંથી અવળી વાણી બોલાઇ ગઇ માફ કર મને...”

સાવીએ કહ્યું “સોહમ તું સામાન્ય માણસ છું તું કોઇ યોગી કે તાંત્રિક નથી તને જે નજરે દેખાયું અનુભવ્યુ એનાંથી ઘારણાં બાંધી અને તું વર્ત્યો બોલ્યો પણ મારાં પર વિશ્વાસ હોવો તો જોઇએ કે એકવાર તને પ્રેમ કર્યા પછી હું ખોટું કેવી રીતે કરુ ? હું સ્ત્રી છું ભલે તું સતિ ના ગણે પણ વેશ્યા તો નથી જ માફ કરવા પડેલાં કર્મ મેં કર્યા પણ નિર્દોષ ભાવે એ તે તો મારુ પતિત થયેલું ભ્રષ્ટ શરીર અગ્નિનાં હવાલેજ કર્યું પ્રાયશ્ચિત પણ કરી લીધું તારી સામેજ.. છતાં મારે મારાં કર્મનાં અવળા વેણ હજી સાંભળવા પડે છે.”

સોહમે કહ્યું “સોરી સાવી... મને ખબર છે સોરીથી પતી નથી જતું પણ હું સાચેજ બધી ઘટનાઓ અને પાત્રોથી એટલો અવઢવમાં હતો કનફ્યુઝ હતો સાચુ ખોટું શું છે મને સમજાતુંજ નહોતું મારી આંખ જે જુએ એજ બુધ્ધિ બોલે... “

સાવીએ કહ્યું “સોહમ અગત્યની વાત હવે છે. મારાં ગુરુએ અઘોરણ વિદ્યા આપ્યાં પછી મારી પાસે ગુરુદક્ષિણામાં મારું શરીર માંગેલું તેઓ પાતાનું પદ ભૂલેલાં એ વાસનામાં લપેટાયેલાં. હું પેલાં વિધર્મ તાંત્રિકથી હર્ટ થયેલી શિયળ લુંટાવી બરબાદ થઇ એમની પાસે આવેલી મારી બહેન ગુમાવી બેઠેલી પણ વાસનાનો કીડો એ તાંત્રિકને પણ ના બચાવી શક્યો. મને છેવટે એવું કહ્યું કે તારુ શરીર ગંદુ છે તું અભડાઇ ચૂકી છું ગુરુદક્ષિણામાં કેવી રીતે ચાલે ?”

“સોહમ તને ખબર છે ? મહાઅઘોર ગુરુ સ્વામીએ ચાલ ચાલી મને બચાવી... આ વાસંતિને એમની પાસે મોકલી અને ગુરુએ જેવી એને... એમનાં પ્રાણ નીકળી ગયાં.. વાસંતીનું શરીર મને મળ્યું એનો...”.



વધુ આવતા અંકે ---- પ્રકરણ-96