રાષ્ટ્રના પ્રથમ વડાપ્રધાન શ્રી નહેરુ Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાષ્ટ્રના પ્રથમ વડાપ્રધાન શ્રી નહેરુ

જવાહરલાલ નહેરુ

સફળતા તેમને મળે છે, જે હિંમતભેર નિર્ણય લે છે અને પરિણામોથી ડરતા નથી....એવું માનનારા ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની આજે ૨૭ મે એ પુણ્યતિથિ છે.તેમનો જન્મ 14 નવેમ્બર, 1818 ના રોજ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, તેમના પિતાનું નામ મોતીલાલ નેહરુ હતું, જેઓ એક પ્રખ્યાત બેરિસ્ટર હતા. તેઓ ભારતીય કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા.

બાળપણથી જ તેમના ઘરે રાજકીય લોકોનું આવવાનું થતું હતું, જેના કારણે બાળપણથી જ તેમના પર રાજકીય પ્રભાવ ખૂબ જ અસરકારક હતો, જેના પરિણામે પંડિત જવાહરલાલ નેહરુ બે વખત દેશના વડાપ્રધાન બન્યા હતા.

પંડિત જવાહરલાલ નેહરુએ તેમનું પ્રારંભિક શિક્ષણ અલ્હાબાદ સ્થિત પ્રાથમિક શાળામાંથી પૂર્ણ કર્યું અને જ્યારે તેઓ 15 વર્ષના હતા, ત્યારે તેમના પિતાએ તેમને શાળાનો અભ્યાસ પૂર્ણ કરવા ઈંગ્લેન્ડની હેરો સ્કૂલમાં મોકલ્યા હતા.આ પછી નેહરુએ ટ્રિનિટી કોલેજ કેમ્બ્રિજ લંડનમાંથી કોલેજનું શિક્ષણ પૂરું કર્યું. ત્યારબાદ કાયદાની ડિગ્રી મેળવવા માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો.નેહરુએ ઈંગ્લેન્ડમાં 7 વર્ષ વિતાવ્યા ઈંગ્લેન્ડમાં કાયદાની ડિગ્રી મેળવ્યા બાદ, નેહરુ 1912માં ભારત પરત ફર્યા અને કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી.

તેમના પરિવારમાં તેમના પિતા મોતીલાલ નેહરુ, માતા સ્વરૂપરાણી નેહરુ અને તેમની ત્રણ બહેનો હતી. જે બાદ જવાહરલાલને ત્યાં એક છોકરીનો જન્મ થયો, જેનું નામ તેમણે ઈન્દિરા રાખ્યું, જેઓ પછીથી દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા.

1912માં જ્યારે તેઓ ભારતમાં આવ્યા પછી તેમણે રજિસ્ટરની પ્રથા શરૂ કરી હતી, ત્યાર બાદ તેઓ 1919માં ગાંધીજીના સંપર્કમાં આવ્યા હતા અને તેમનાથી ખૂબ પ્રભાવિત થયા હતા.તેમની રાજકીય સફર જોઈએ તો ..તેમણે રાજકારણમાં જોડાવાનું નક્કી કર્યું અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય રીતે કામ કર્યું. પંડિત નેહરુ ગાંધીજીને તેમના માર્ગદર્શક માનતા હતા. 1919માં ગાંધીજીએ રોલેટ એક્ટ સામે આગેવાની લીધી હતી.ગાંધીજીની આગેવાની હેઠળની સવિનય આજ્ઞાભંગ ચળવળમાંથી નહેરુજી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમણે તે આંદોલનમાં પણ સક્રિયપણે ભાગ લીધો હતો.આ માટે તેમણે બ્રિટિશ વસ્ત્રો છોડી દીધા અને સ્વદેશી વસ્ત્રો પહેરવાનું શરૂ કર્યું હતું. 1920 થી 1922માં જ્યારે ગાંધીજીએ દેશમાં અસહયોગ ચળવળ શરૂ કરી, ત્યારે નહેરુએ તેમાં ભાગ લીધો અને પહેલીવાર એવું બન્યું કે નેહરુ જેલમાં ગયા.આ સમયે ગાંધીજીને સમજાયું કે, આવનારા ભવિષ્યમાં ભારતનું નેતૃત્વ કરવા માટે જો કોઈ નેતા હોય તો તેનું નામ જવાહરલાલ છે. તેમણે 1926માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું.1926 થી 1928 સુધી ગાંધીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકમાત્ર મહાસચિવ બનાવવામાં આવ્યા હતા.વર્ષ 1928માં કોંગ્રેસ પાર્ટીનું વાર્ષિક અધિવેશન મોતીલાલ નેહરુના નેતૃત્વમાં યોજાયું હતું, જેમાં એવી દરખાસ્ત કરવામાં આવી હતી કે, ભારત બ્રિટિશ સરકાર હેઠળ સરકાર ચલાવશે. પણ મહાત્મા ગાંધી જણાવ્યું હતું કે, અમે બ્રિટિશ સરકારને 2 વર્ષ આપીશું, જો તે સમય દરમિયાન પણ સરકાર અમને મુક્ત નહીં કરે, તો અમે તેમની વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન કરીશું, કોઈએ તેમની સામે પ્રતિક્રિયા આપી નહીં અને પછી 1930 માં લાહોર અધિવેશન યોજાયું, જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, આપણે અંગ્રેજો સામે સવિનય કાનુન ભંગની ચળવળનું રણશિંગુ ફૂંક્યું હતું, જે પછી 1935માં બ્રિટીશરોએ નેશનલ કોંગ્રેસ પાર્ટી દ્વારા ઇન્ડિયન એક્ટ પસાર કરવામાં આવ્યો હતો.બાદ કોંગ્રેસે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. નેહરુએ ચૂંટણીની બહાર રહીને પક્ષને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસે દરેક રાજ્યમાં સરકાર બનાવી અને સૌથી વધુ બેઠકો જીતી.

1936 થી 1937 સુધી, નેહરુ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. 1942માં ગાંધીજીની આગેવાની હેઠળના ભારત છોડો આંદોલન દરમિયાન નેહરુની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તે 1945માં જેલમાંથી બહાર આવ્યા હતા.1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા અને આઝાદી દરમિયાન નેહરુએ સરકાર સાથેની વાટાઘાટોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.વર્ષ 1924 માં અલ્હાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને શહેરના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કામ કર્યું હતું. જવાહરલાલ નેહરુએ 1929માં કોંગ્રેસના લાહોર અધિવેશનની અધ્યક્ષતા કરી હતી.

1929માં કોંગ્રેસનું લાહોર અધિવેશન થયું અને આઝાદીની માંગણી કરતો ઠરાવ પસાર કર્યો, 1936, 1937 અને 1946માં કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.આ સાથે તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. આ સાથે બિનજોડાણવાદી ચળવળની શરૂઆત જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવી હતી.જવાહરલાલ નેહરુએ જ બિન-જોડાણ આયોગની સ્થાપના કરી હતી, આ સિવાય તેમણે ભારતના વિકાસ માટે પંચવર્ષીય યોજનાની શરૂઆત કરી હતી, આ સિવાય તેમણે કૃષિ ક્ષેત્રે દેશ કેવી રીતે આત્મનિર્ભર બને તે માટે સતત કામ કર્યું હતું, તેમની સિદ્ધિઓનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. તેમનું જીવન સિદ્ધિઓથી ભરેલું છે. જવાહરલાલ નેહરુનું જીવન દરેક વ્યક્તિ માટે પ્રેરણા સમાન છે.

જવાહરલાલ નેહરુ ચાચા નેહરુ તરીકે ઓળખાતા પણ ઓળખાય છે. જેનું કારણ પંડિત જવાહરલાલ નેહરુનો બાળકો પ્રત્યે અપાર પ્રેમ હતો.વર્ષ 1956 પહેલા ભારત દર વર્ષે 20 નવેમ્બરના રોજ બાળ દિવસની ઉજવણી કરતું હતું. કારણ કે, સંયુક્ત રાષ્ટ્રએ 1954 માં આ દિવસને આંતરરાષ્ટ્રીય બાળ દિવસ તરીકે જાહેર કર્યો હતો.

ભારત અને પાકિસ્તાન બે અલગ સ્વતંત્ર દેશો બન્યા બાદ 15 ઓગસ્ટ, 1947ના રોજ નેહરુ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા.

તેમને 1963માં પહેલો હાર્ટ એટેક આવ્યો, બીજો જાન્યુઆરી 1964માં અને ત્રીજો હાર્ટ એટેક તેના થોડા મહિના બાદ 27 મે, 1964માં આવ્યો હતો. જેમાં તેમનું અવસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, તેમની પુત્રી ઈન્દિરા ગાંધી પણ 1966 થી 1977 સુધી ભારતના વડાપ્રધાન હતા.

પંડિત જવાહરલાલ નહેરુ દ્રઢપણે માનતા કે,એક મહાન કાર્ય કરવા ખંતપૂર્વક અને કાર્યક્ષમતાથી કામ કરવું જરૂરી છે. તેમાં તરત જ સફળાત મળતી નથી, પરંતું એક દિવસ સફળતા ચોક્કસથી મળે છે.

આવા મહાન પ્રેરણાદાયી વ્યક્તિત્વને પુણ્યતિથિએ સ્મૃતિ વંદન.