People - the real wealth of the country books and stories free download online pdf in Gujarati

પ્રજા - દેશનું સાચું ધન

1930-40ના દશકમાં બ્રિટનમાં ખાદ્ય અને વેપાર-વાણિજયનો સામગ્રીનો મોટા ભાગનો જથ્થો દરીયાઇ માર્ગે વિનિમય થતો હતો. દ્વિતિય વિશ્વયુદ્ધની શરૂઆતને કારણે આ વેપાર વાણિજ્ય પર મોટી અસર થવા લાગી. જેના લીધે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનમાં સુગર ( ખાંડ) અને મીટ (માંસ)ની અછત ઉભી થવા લાગી,કેમ કે ઇમ્પોર્ટ થતો ખાદ્ય જથ્થો નાઝી(જર્મની) દ્વારા તોડી પાડવામાં આવતો. એજ અરસામાં બ્રિટનના વધુ 2 જહાજો તોડી પાડયા, બ્રિટન માં થોડો સમય ચાલે એટલોજ સુગરનો જથ્થો વધ્યો હતો. અને તે સમયના તત્કાલીન મુખ્ય પ્રધાન વિન્સેન્ટ ચર્ચિલએ દેશમાં સુગરની અછત છે તે જાહેર કર્યું. ત્યારે બ્રિટનમાં પણ રેશનકાર્ડની સિસ્ટમ હતી. દરેક રેશનકાર્ડ ધારકોને વધુ માં વધુ 454gm સુગર જ મળે. પરંતુ એ પહેલાં લોકોએ વધારે જથ્થો ઉઠાવી લીધો. આથી સરકારી જથ્થો વધારે ઝડપથી ખાલી થવા લાગ્યો. ત્યારે ચર્ચિલએ જાહેરમાં વિનંતી કરી કે દરેક વ્યક્તિ 500gm જ સુગરની ખરીદી કરે તો દરેકને પૂરતી સુગર મળી રહે. બીજા દિવસે જ્યારે તેઓ તેમના નિવાસસ્થાનથી નિકળ્યા ત્યારે પણ લોકોની લાંબી લાઈનો જોઈ ચિંતા વ્યક્ત કરી,ત્યારે ચર્ચિલને જણાવવામાં આવ્યું કે" આ લાઇન તો જે વધારે સુગર લઈ ગયા હતા એ પરત કરવા માટેની છે." ત્યારે ચર્ચિલે કહ્યું હતું કે
"મને ગર્વ છે આ દેશની પ્રજા માટે. એટલાં માટે જ બ્રિટનનો સૂર્ય કદી આથમ્યો નથી, જે દેશની પ્રજા આટલી સમજદાર હોય, તે દેશને કોઈ દિવસ કોઈની ગુલામી ના કરવી પડે". એટલા માટે જ બ્રિટિશરો ક્યારેય ગુલામીમાં નથી જીવ્યા.


બીજો એક કિસ્સો જાપાનનો છે. જાપાન અત્યારે ઈન્ફ્રાસ્ટ્રકચર, આર્ટ અને ટેકનોલોજી માટે જાણીતો છે. દ્વિતિય વિશ્વ યુદ્ધ વખતે અમેરિકાએ જાપાનના બે શહેરો હીરોશીમા અને નાગાશાકી પર પરમાણુ હુમલો કર્યો હતો. ત્યારે આ બન્ને શહેરમાં અંદાજે ટોટલ 80%ઈન્ફ્રાસ્ટ્રકચર વિનાશ પામ્યું હતું અને લગભગ 3 લાખ લોકો મૃત્યું પામ્યાં હતાં. રેડિયેશનની અસર વર્ષો સુધી દેખાતી હતી. ગંભીર રોગો વર્ષો સુધી જોવા મળ્યા હતા. ત્યારે વિશ્વનું માનવું હતું કે જાપાન દ્વિતિય વિશ્વ યુધ્ધ પછી ઘણા દશકો સુધી બેઠું નહીં થઇ શકે. આ ઉપરાંત જાપાનમાં ભૂકંપ વારંવાર આવતા રહેતાં હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે 1945 થી અત્યાર સુધી જાપાનમાં લગભગ 40 થી વધુ ભૂકંપ આવ્યા છે, અને સુનામી જેવી ઘટનાઓ પણ વારંવાર બની છે તેનાથી જે વધતું ઓછું કેટલું નુકશાન થાય એ સમજી શકાય છે. છતાં પણ જાપાન 1980 થી નોમીનલ GDP મા TOP 3 માં છે. (જો આ પરિસ્થિતિનું નિર્માણ ભારત સાથે થયું હોત તો ભારત ઘણા દશકો પાછળ હોત અને કદાચ વિશ્વના ગરીબ દેશોમાં હોત). આ પાછળનું એક માત્ર કારણ ત્યાંની પ્રજા છે. જાપાનમાં મોટાભાગના લોકો ડિસિપ્લિન અને ધર્મ સાથે જોડાયેલ છે. આ ઉપરાંત ત્યાં ભ્રષ્ટાચાર પણ ઓછો જોવા મળે છે (ભ્રષ્ટાચાર ઓછો છે તેવા દેશના લિસ્ટમાં જાપાન 18 માં કમાંકે છે, ભારત 85).શિક્ષણ ક્ષેત્રે પણ જાપાન ઘણું આગળ છે.

ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો અબ્દુલ કલામ આઝાદને જ્યારે એક પ્રેસ કોન્ફરન્સમાં બે સવાલો પુછવામાં આવ્યા કે

" ભારતની પ્રજા માટેની મુખ્ય તકલીફ કઈ છે?" ત્યારે તેમણે કહ્યું હતું કે,
"ગરીબી અને શિક્ષણનો અભાવ એ મુખ્ય કારણ છે, શિક્ષણના અભાવ એ પુરતા જ્ઞાન નો અભાવ છે."

"તમારા મતે સર્વથી વધુ નુકશાન?"
"ભ્રષ્ટાચાર".

એક પ્રખ્યાત વિદેશી અખબારના ફ્રન્ટ પેજમાં ભારત વિશે છપાયેલા એક આર્ટિકલની કેટલીક માહિતી
:-

"ભારતની વાસ્તવિકતા:- સોનાની ચીડિયા કહેતાં એ દેશના લોકો, ત્યાંની એક પણ વસ્તુ સાચવવાને લાયક નથી. ત્યાંના લોકોમાં બુધ્ધિ, જ્ઞાન, શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વચ્છતાનો અભાવ છે."


✍️ :- JAY DAVE


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED