વસુધા - વસુમાં - પ્રકરણ-119 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ-119

વસુધાએ ભાનુબહેનનાં કડવાવેણ સામે પોતાની કેફીયત રજૂ કરી દીધી. વારંવાર ભાનુબહેનનાં આવાં અવળા વેણ સાંભળી કંટાળીને કહી દીધુ “હવે આ ઘરમાં પગ નહીં મૂકું નહીં કદી ભારે પડું...” એમ કહીને સીધી ઘરમાંથી બહાર નીકળી ગઇ.

સરલાએ કહ્યું “માં તારી જીભ તું કેમ કાબુમાં નથી રાખતી ? વસુધાની સાથે તારે શેનું વેર છે ? હમણાં સુધી કેટલું સારું હતું હવે શું થયું છે ?” એણે વસુધાને બૂમ પાડી કહ્યું “વસુ બેઢમી ખાઇને જા મોં મીઠું કરાવવા તો મેં બનાવી છે.” ગુણવંતભાઇએ પણ કહ્યું “વસુ બેટા થોડું જમીને અન્નનું નામ લીધુ છે દીકરા પાછી વળ....”

વસુધાએ ક”પાપા બસ હવે ઘણું થઇ ગયું. મને સમજાવવા માટે શબ્દો નથી રહ્યાં તમારી પાસે અને માં ને બોલવા શબ્દો નથી ખૂટતાં માફ કરજો હું મારાં માવતરનાં ઘરેજ રહીશ.”. એમ કહીને પરાગને જીપ ચલાવવા કહ્યું અને ત્યાંથી નીકળી ગઇ.

************

ગુણવતંભાઇને આજે ખૂબ ગુસ્સો આવ્યો એમણે કહ્યું “ભાનુ તારું ભવન ફરી ગયું છે ? આ છોકરીએ તારું શું બગાડ્યું છે ? કેમ વારે વારે ટોણાં મારે છે ? એ પણ ખોટાં ? તારે એનાં ઘરસંસારનું બોલવાની શું જરૂર છે ?”

“હવે એનો સંસાર જ ક્યાં રહ્યો છે ? એ છોકરી આપણને પોતાનાં બનાવી બધાં કામ કરે છે આપણાં વિષે કદી ફરીયાદ નથી કરી આડુ નથી બોલી ઉપરથી તું એને સંભળાવ્યા કરે છે ?”

ભાનુબહેન રડતાં રડતાં રસોડામાં ગયાં ને બોલ્યાં “બધાં મનેજ ભાંડો.... મને ટોકો.. એ પેલો નાલાયક એની લાજ... એનાં લૂગડાં ઊંચા કર્યા ભલે એનો વાંક નહોતો ઇજ્જતતો આ ઘરની ગઇ. “

“હજી બાકી હોય એમ શહેરી કપડાં પહેરવાં માંડ્યા આપણાં ઘરમાં શોભે છે ? એમાં વાગડ ગામનો છોકરો જીપ ચલાવવાનાં બહાને એની સાથે ને સાથે ફરે છે ગામમાં વાતો થાય છે ગામનાં મોઢે ગરણાં બાંધવા જાઊં ?”

સરલાએ ગુણવંતભાઇ સામે જોયું.... એ સરલાનાં હાવભાવ ઇશારો સમજી ગયાં. એમણે કહ્યું ‘તું તારું મોઢું બંધ રાખ.... કોઇનાં મનમાં નહીં હોય તોય વિચાર આપીશ.”

“એ છોકરીનો શું વાંક ? આટ આટલાં કામ કરે છે ઘરનાં કામ -હિસાબ રાખે છે. ગામમાં ડેરી બનાવી આજે કારોબારીમાં સ્થાન મળ્યું ચેરમેન બની. એનાં કપડામાં શું ખરાબી છે. તારાં વિચારો કાળાં છે... એ છોકરો એનો ભાઇ જેવો છે બધામાં શંકા કરતી ફરે છે ? એ છોકરી અહીં પગ નહીં મૂકું એમ કહીને ગઇ તું આપણું ખોરડું બરબાદ કરવાં બઠી છું આવી ડાહી અને હોંશિયાર છોકરી મળી એની કિંમત નથી... “ સરલા સામે જોઇને બોલ્યાં...

“આ તારી માં ને વિધવા વહુ ઓરડો સંભાળી બેસી રહે એ કહે એમજ કરે એવાં ઇરાદા છે. છોકરી હોંશીયાર છે દૂધ મંડળી, ડેરી બધે કામ કરે છે અરે ગામમાં હોસ્પિટલ અને પશુદવાખાનું બનારાવ્યું. આટઆટલો વિકાસ કર્યો અને આપણી આબરૂ વધારી રહી છે.”

થોડીવાર શાંત રહીને બોલ્યાં.... “આમેય ભાવેશકુમાર સિધ્ધપુર લઇ જવાનું કહે છે તું તારાં સાસરે પાછી જતી રહે.. આને અહીં એકલી પડી રહેવા દે. દિવાળીબેન તારાંથી કંટાળીને જતાં રહ્યાં... આકુ હવે નહીં આવે.. આવા ખાલી ખોરડામાં મારું એ મન નહીં લાગે” એમ કહી ઘરની બહાર નીકળી ગયાં.

સરલા ગુસ્સાભરી અને તિરસ્કારભરી નજરે માં સામે જોઇ રહી અને બોલ્યા ”આપણાં ઘરમાં સુખ શાંતિ હતી તને ગમતીજ નથી ભાઇ પિંતાબર ગયો એનું દુઃખ હતું એનાંથી વધારે દુઃખ વસુધા ગઇ એનું છે મને. હવે આખાં ઘરમાં વાડામાં આંટા મારજે.. કોઇ પગ પર કૂહાડો મારે એવું સાંભળેલુ તે તો કુહાડા પરજ પગ મૂકી દીધો તને કોણ સમજાવે ?” એમ કહી અંદર રૂમમાં જતી રહી....

****************

વસુધા જીપમાં આવીને બેઠી અને કહ્યું “પરાગ ચલ વાગડ પાછા જઇએ. પાપાનાં કહેવાથી ઘરે આવી હતી હવે થાય છે શા માટે અહીં આવી ? મારી સાસુને ખબર નહીં શું થઇ ગયું છે ? મારી પાછળ પડી ગયાં છે હવે ફરીથી અહીં પગ નથી મૂકવાની...” પછી ચુપ થઇ ગઇ.

પરાગ જીપ ચલાવી રહેલો... વસુધાનો ગુસ્સો અને મૂડ જોઇને એ પણ ચૂપ રહ્યો કંઇ ના બોલ્યો. વાગડની સીમ આવી એ બોલ્યો “વસુધા ગામ આવી ગયું... વસુધા ગામ આવી ગયું...”. વસુધાએ જળભરેલી આંખો ખોલી અને બોલી... “પરાગ હું અને પાપા ગટુકાકાને ઘરે આજે રાત્રેજ જઇશું. જમીને પરવારીને તું મને ઘરે ઉતારી તારાં ઘરે જતો રહેજે.”

પરાગે કહ્યું “આજે તું મૂડમાં નથી મન વિચલીત થયેલુ છે. તારુ મન, ભાંગેલુ છે ઉદાસ પછી ફરી કોઇ વાર જજો. કાલે સવારે હું વહેલો આવી જઇશ.”

વસુધાએ કહ્યું “ના સવારે તારે કામ હશે હું મારી રીતે બાઇક પર જતી રહીશ. ત્યાં ઘર આવ્યું” વસુધા તરત ઉતરી ગઇ પરાગ ત્યાંથી જીપ લઇને નીકળી ગયો.

વસુધા જેવી ઘરનાં આંગણે આવી આકાંક્ષા દોડીને એને વળગી ગઇ. વસુધાએ આકુને ઊંચકી લીધી ખુબ લાડ વ્હાલ કરવા લાગી બોલી "તું મોટી થઇ ગઇ છે ઊંચકાતી નથી એમ કહી નીચે મૂકી. આજે સાયકલ ચલાવી હતી ?”

આકાંક્ષાએ કહ્યું “સાયકલ ચલાવી મામા સાથે ગણિત અને વિજ્ઞાન ભણી પણ મેં તને ફોન કરેલો તારો ફોન બંધ આવતો હતો.”

વસુધાએ યાદ કરીને પૂછ્યું “કેમ ફોન કરેલો એવું શું તરત કામ હતું ?” આકાંક્ષાએ કહ્યું “મારે તારી પાસેથી શહેરમાંથી વાંચવાની ચોપડીઓ મંગાવવી હતી સાથે ડ્રોઇંગ બુક નવી પેન્સિલ રબર બધુ મંગાવવુ હતું.”

વસુધા આકુની સામે જોઇ રહી મનમાં વિચારી રહી આકુ સાચેજ મોટી થઇ રહી છે ત્યાં પાર્વતીબેને આવીને કહ્યું “મારી વસુ તું....”



વધુ આવતા અંકે - પ્રકરણ-120