The story of love - Season 1 part-14 Kanha ni Meera દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

The story of love - Season 1 part-14

ૐ નમઃ શિવાય



The Story Of love Part-14



અત્યાર સુધી આપડે જોયું કે માનવી અને મિહિર બન્ને વાતો કરતા હોય છે, ત્યારે જ ત્યાં પોલીસ આવે છે


Present time....

"હવે 2 વાગી ગયા છે હવે મારા થી બોલશે નઈ..."
માનવ બોલે છે...

"હા હવે મને પણ ઊંઘ આવે છે..."
મોની બોલે છે...

"તમે બન્ને આ રૂમ સુઈ જાઓ..."
મોની માનવ અને રોહિત ને એક રૂમ સામે ઈસરો કરી ને બોલે છે...

રોહિત તો ત્યાં બેઠો બેઠો જ સુઈ ગયો હોય છે તેને માનવ ઉઠાડે છે અને રૂમ માં લઇ જાય છે...

"હું અને રોઝી મારા રૂમ માં સુઈ જઈએ..."
રોઝી ને જોઈને બોલે છે...

"માહી અને નવ્યા તમે બન્ને મારા મમ્મી ના રૂમ માં સુઈ જાઓ..."
રોઝી બોલે છે અને તેમને પણ રૂમ બતાવે છે...

બધા રૂમ માં જઈએ ને સુઈ જાય છે...

બીજા દિવસે બધા વેલા ઉઠી જાય છે કેમ કે બધા ન કોલેજ પણ જવાનું હોય છે...

રોઝી, માહી અને નવ્યા ને માનવ હોટેલ મૂકી ને પોતાના ઘરે જાય છે અને રોહિત ઘરે જાય છે...

બધા સમય એ કોલેજ પોચી જાય છે પોતાના ક્લાસ માં પોચી જાય છે...


"અરે માનવ તું આજ કેમ આટલું મોડું કર્યું આવા માં..."
નવ્યા બોલે છે...

"બસ ૧૦ મિનિટ તો મોડું થયું છે..."
માનવ બધા સાથે બેસતા બોલે છે...

"હા હવે બધી વાતો પછી તું પેલા સ્ટોરી ચાલુ કરી દે જલ્દી થી..."
માહી બોલે છે...

"અરે એ તો યાદ કરવો ક્યાં પહોંચ્યા તા આપડે કાલે..."
માનવ બોલે છે...

"પોલિસ આવી હોય છે..."
રોઝી બોલે છે...

"હા તો માનવી અને મિહિર વાત કરતા હતા ત્યારે પોલીસ આવે છે..."
માનવ બોલે છે...


૨૦ વર્ષ પહેલા...

મિહિર અને માનવી એક બીજા ને જોતા હોય છે કે અહીંયા પોલીસ શું કરે છે, ત્યારે પોલીસ હોટલ ની અંદર જાય છે અને તેમન જતા જોઈ તે બન્ને પણ તેમની પાછળ જાય છે...

હોટેલ ના રિસેપ્શન પાસે જઈ ને પોલીસ કંઈક વાત કરતા હોય છે ત્યારે જ મિહિર તેમના પાસે જઈ ને ઉભો રે છે...

"તું અહીંયા સંદીપ શું કરે..."
મિહિર બોલે છે...

"અરે તું તો પાણી નું તો પૂછ પછી કઉ ને અને હા મને તમારા પપ્પા એ જ બોલાવ્યો છે..."
સંદીપ બોલે છે...

ત્યારે જ ત્યાં અશોક ભાઈ આવી જાય છે...

"બસ તમારી જ રાહ જોતો હતો..."
અશોક ભાઈ બોલે છે...

મિહિર અને માનવી ને સમજાતું નથી કે અશોક ભાઈ એ પોલીસ ને સેના માટે બોલાવી છે...

"હા તો આ છે માનવી..."
અશોક ભાઈ માનવી સામે જોઈ ને બોલે છે અને જે પણ સવારે થયું એ બધી વાત તે સંદીપ ને કે છે...

"પપ્પા એ વાત સવારે જ પુરી થઇ ગઈ છે તો પોલીસ ને બોલવાની શું જરૂર હતી..."
મિહિર થોડું ગુસ્સા માં બોલે છે...

"તું મિહિર અંદર જ તારા પપ્પા ને વાત કરવા દે..."
દિપાલી બેન પાછળ થી આવતા બોલે છે...

મિહિર ત્યાં થી ગુસ્સા માં ત્યાં થી નીકળી જાય છે અને રૂમ માં જતા જ અશોક ભાઈ ના ફોન માં એક મેસેજ આવે છે એ જોતા જ એમના માથા પર પરસેવો આવા લાગે છે અને તે દિપાલી બેન સામે જોવે છે...

દિપાલી બેન તેમને ઇસારા થી શાંત થવાનું કે છે...

"હા સંદીપ તો એ છોકરાઓ પછી જંગલ માં ભાગી ગયા તા અને એના પછી અહીંયા પાછા નથી આવ્યા.."
અશોક ભાઈ પોતાનો પરસેવો લૂછતાં બોલે છે

"હા મને એમનો રૂમ જોવો છે અને માનવી તમારે થોડા દિવસ અહીંયા રોકાવું પડશે જ્યાં સુધી આ કેસ ચાલે છે..."

સંદીપ બોલી ને અશોક ભાઈ સાથે રૂમ તરફ જતો રે છે...

દિપાલી બેન પણ માનવી ને એના રૂમ પર જવાનું કે છે અને તે સીધા મિહિર ના રૂમ તરફ જવા લાગે છે...

"મિહિર આજે તારા લીધે જ પોલીસ ને બોલાવી પડી છે જો એમના ઘર ના લોકો ગોતવા અહીંયા આવ્યા તો શું કરશુ આપડે..."
દિપાલી બેન બોલે છે...

"તમારે ચિંતા કરવાની જરૂર નથી હું સાંભળી લઈશ..."
મિહિર બોલે છે...

"એ છોકરી છે કોણ અને તું એને બચવા માટે આટલું બધું કેમ કરે છે..."
દિપાલી બેન બોલે છે...

"જો તમારે શાંતિ જોતી હોય તો એ છોકરી થી દૂર રેજો..."

મિહિર ગુસ્સા માં બોલી ને ત્યાં થી નીકળી જાય છે...

આ બાજુ સંદીપ એ તે છોકરાઓ ના આખા રૂમ જોઈ લીધા હોય છે અને તેમાં એવું કાય નથી હોતું કે તેમના વિશે જાણી શકાય...

સંદીપ પણ તેના 2 હવલદાર જોડે ત્યાં થી નીકળી જાય છે ત્યારે તેને મિહિર સામે મળે છે અને તે તેની સામે રહસ્ય મય સ્માઈલ કરતા કરતા ત્યાં થી નીકળી જાય છે...

મિહિર દિપક ભાઈ ના સામે ગુસ્સા માં જોવે છે અને તે પણ ત્યાં થી નીકળી જાય છે અને તેમના ઘરે જાય છે જ્યાં દિપાલી બેન તેમની જ રાહ જોતા હોય છે અને રૂમ માં આમ થી તેમ આતા મારતા હોય છે...

"તમે જોયું મિહિર શું કરી રહો છે..."
દિપાલી બેન ચિંતા માં બોલે છે...

"હા અને એને મને એજ મેસેજ કર્યો તો કે માનવી ને કાય થયું તો એ શાંત નઈ બેસે..."
અશોક ભાઈ બોલે છે...

"પણ આ છોકરી છે કોણ જેના માટે મિહિર આ બધું કરી રહો છે..."
દિપાલી બેન બોલે છે ત્યારે જ ત્યાં જય આવે છે...

"બેટા તું હમણાં અહીંયા કેમ આવ્યો છે શું કોઈ વસ્તુ ની જરૂર છે તને..."
દિપાલી બેન જય જોડે જઈ ને બોલે છે...

"તમે એમ પૂછો છો ને એ છોકરી કોણ છે તો હું કઉ કે એ કોણ છે અને કેમ મિહિર એને સાચવા માટે આટલું બધું કરી રહો છે..."
જય બોલે છે...

"જય કોઈ ન કાય કેવાની જરૂર નથી..."
મિહિર ત્યાં આવી ને બોલે છે...

"પણ મિહિર તે જે ભૂલ પેલા કરી હતી એ જ ભૂલ તું હમણાં જ ફરી કરી રહ્યો છે..."
જય બોલે છે...

"મને નથી લાગતું કે હું કોઈ ભૂલ કરું છું અને તારે કેવું હોય તો તારી મરજી..."
મિહિર ગુસ્સા માં બોલી ને ત્યાં થી નીકળી જાય છે...


માનવી એના રૂમ માં બેઠી એ જ વિચારતી હોય છે કે તે પોલીસ કેસ માં ના ફસાય અને તે સુવા જાય છે...

માનવી સુવા ની કોસીસ જ કરતી હોય છે ત્યારે તેને એવું લાગે છે કે કોઈ બારી પર ઉભું છે અને જે જેવું તે બાજુ તે જોવે છે તો ત્યાં કાય નથી હોતું...

એક કાળી પરછાઇ જેવું પાછું બારી માં આવે છે તે બારી માં થી રૂમ તરફ આવે છે અને તે આવી ને માનવી સૂતી હોય છે તેની બાજુ માં આવી ને બેસી જાય છે...



"માનવી કોણ છે...?"
"મિહિર માનવી ને કઈ રીતે ઓળખે છે...?"
"માનવ એ પેલા શું ભૂલ કરી છે...?"


આગળ શું થશે તે જાણવા તો આગળ ના ભાગ ની રાહ જોવી પડશે...
તો જોડાયા રહો મારી સાથે...
The story of love....