Rainbow of Life books and stories free download online pdf in Gujarati

જીવનસંધ્યાનું મેઘધનુષ્ય


જીવનસંધ્યાનું મેઘધનુષ્ય

ચીનના લેખક ઝૉ ડેક્સિનની ‘ધ સ્કાય ગેટ્સ ડાર્ક, સ્લોલી’ વૃદ્ધોના જીવનની સંકુલ સમસ્યાઓ અને એમના ભાવોની સંવેદનાત્મક નવલકથા છે. એમણે કહ્યું છે: "આકાશમાં અંધારું ઘેરાતું જાય છે, ધીરે ધીરે ‘આકાશ સંપૂર્ણપણે અંધારું થઈ જાય તે પહેલાં જીવનયાત્રાના અંતિમ તબક્કામાં અજવાળું ઓસરવા લાગે છે.”સ્વાભાવિક પ્રક્રિયા. આગળનો માર્ગ જોવાનું મુશ્કેલ બનતું જાય છે. તેથી જ બરાબર જોઈ શકાતું હોય ત્યારે, વૃદ્ધાવસ્થામાં પ્રવેશના સમયે જ, આવનારી કઠિન વાસ્તવિકતા માટે અગાઉથી સજ્જ થવું જોઈએ.’ ઝૉએ કહ્યું છે કે લોકોએ વૃદ્ધાવસ્થાનો પ્રવાસ હળવો કરવા માટે શક્ય તેટલો ભાર ઉતારતાં જવું જોઈએ.

આવો,જીવન સંધ્યાએ આનંદનું મેઘધનુષ્ય ખીલવવાના સાત રંગોને માણીએ અને જાણીએ :

1)વૃધ્ધાવસ્થા એ જીવનની અંતિમ અવસ્થા નથી :

વૃદ્ધાવસ્થા એ અંતિમ અવસ્થાની અગાઉની એક અવસ્થા છે. વૃધ્ધાવસ્થા એક સેતુ છે, જેના પર ચાલીને આપણે જીવનના અંતિમ બિન્દુએ, પૂર્ણવિરામ સ્થાને પહોંચવાનું છે.ઘણા માને છે “નિવૃત થયાં, વધ્ધ થયાં એટલે બધું પતી ગયું.”ના ના ..વૃધ્ધત્વ એટલે એક નવો આરંભ, નવી શરૂઆત. વૃધ્ધાવસ્થા એટલે વૃદ્ધિ જ વૃદ્ધિ. --જીવનભરનો અનુભવ.અનેક લીલીસૂકી જોઇ છે. કામ ક્રોધ અને રાગ દ્વેષનાં પ્રચંડ તોફાનની થપાટો પણ ખાઈ ચૂક્યા છીએ. પ્રેમ, સૌજન્ય અને સૌહાર્દના સ્પર્શ પણ પામ્યાં છીએ.

૨)વૃધ્ધાવસ્થા એટલે પોતાને એકાંત મળવાનો ઉત્સવ :

ઉમાશંકર લખે છે..”હું મને મળવા આવ્યો છું”.વૃધ્ધાવસ્થા એટલે પોતે પોતાની જાતને મળવાની અવસ્થા,વૃધ્ધાવસ્થા સ્વપરિચયનાં બારણાં ખોલી આપવા માટે આવે છે. “ગુલમહોરી છાંયડાઓ ભૂલીને ભાઈ હું તો બાવળની કાંટ્ય મહીં મોહ્યો, મોહ્યો, મોહ્યો તે વળી એવો મોહ્યો કે મને મેં જ મારા હાથમાંથી ખોયો..”વૃદ્ધાવસ્થાની વાસ્તવિકતાનો ધીરે ધીરે આરંભ થાય છે.સંપૂર્ણ અંધારું છવાય તે પહેલાં આપણે જિંદગીમાં અઢળક અજવાળાનો અનુભવ કર્યો હોય છે. એ જ અજવાળું ગાઢ અંધકારમાં માર્ગ ચીંધે છે.

૩) વૃધ્ધાવસ્થા એટલે આ આત્મશક્તિની હોડીમાં બેસીને સામે કાંઠે પહોંચવાની યાત્રા:

અંદર પડેલા આત્મશક્તિનું ભાન આપણાંમાં શક્તિઓના અનેક દરિયા ખડા કરી દેશે. લોકોએ વૃદ્ધાવસ્થાનો પ્રવાસ હળવો કરવા માટે શક્ય તેટલો ભાર ઉતારતાં જવું જોઈએ.‘હું એટલે પેલા ખોવાયેલા ‘હું ને મેળવવાની અવસ્થા. અત્યાર સુધી જે કાંઈ જાણ્યું તે બધું ‘હું’ની હદોની બહારનું જ્ઞાન હતું. હવે મારી જાતને જાણવાની છે. પ્રાચીન ધર્મગ્રંથોની આ પ્રથમ આજ્ઞા છે. Know thyself “કોડહમ””હું કોણ છું”નો જવાબ મેળવવાની અવસ્થા.

4) વૃધ્ધાવસ્થા એટલે સાર્થકતાના વર્ષો:

વીત્યું તેનો અફસોસ નહિ,પણ જે મળ્યું એનો આનંદ.જીવન તો છેલ્લા શ્વાસ સુધી પ્રસન્ન રહેવા માટે મળ્યું છે. સમાજ પર, સંતાનો પર, ત્રીજી પેઢી પર બોજારૂપ થવાને બદલે બધાંની સાથે પ્રેમ અને વહાલથી વર્તવાથી એમને પ્રસન્ન રાખી શકાય છે,આપણને પણ પ્રસન્નતા મળે છે.

5) વૃદ્ધાવસ્થા આત્મજાગૃતિનો તબકકો છે:

જીવન આખું મથીને એક મંદિર રચ્યું છે. મનમાં લાચારીની કે અસહાયતાની ભાવના હોય,તો એને ધરમૂળથી ફગાવી દેવાની છે. ભલે શરીર નબળું પડતું જશે, ભલે કદાચ દીકરાબંધું વગેરે પરિવાર છોડીને જતાં રહે, તોપણ હૈયે આત્મવિશ્વાસ છે કે આ શરીરની શક્તિ ઉપરાંત મારી અંદર આત્માની એક એવી અજોડ શક્તિ પડી છે. જેના આધારે હું એક ભવ નહીં, ભવોભાવ પાર કરી શકું એમ છું.

6)વૃદ્ધાવસ્થા પણ એક જાતની દીપ્તિ છે:

વાણી પર સંયમ રાખી,કટુવચનોથી દૂર રહી, બીજાંને માન આપીશું તો આપણને સન્માન મળશે. કુદરતનો પ્રવાહ જીવનનો પ્રવાહ છે-એમાં કમને તણાઈએ નહીં, પરંતુ નિજાનંદે તરીને એને પાર કરીએ. સંવાદિતા અને સમભાવ વૃદ્ધાવસ્થાનો પવિત્ર મંત્ર છે. સૌને એક કરીને રાખીએ અને આપણે સમગ્રતાની સાથે એક થઈને ભળી જઈએ.

7) વૃધ્ધાવસ્થામાં પ્રવેશ એટલે એક નવીનતામાં પ્રવેશ:

પરિવર્તન માટે તૈયાર રહીએ. જીવન પલટાય છે,પરિવર્તન વિકાસની સીડી બની શકે.જીવનની અવસ્થાઓની પોતપોતાનીની વિશેષ્ટતા લઈને આવે છે. એનામાં કશુંક અપૂર્વપણું છે, અભૂતપૂર્વતા છે એ આપણે શોધી કાઢવાની છે.જીવન એટલું બધું ગહન, વ્યાપક અને વૈવિધ્યસભર છે કે એના જુદાજુદા વ્યાપને આંબવા માટે હજારો જિંદગી જોઈએ. વૃધ્ધાવસ્થા


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED