વસુધા - વસુમાં - પ્રકરણ-116 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ-116

મોટી ડેરીની કારોબારી સમિતીની સભામાં બધાએ સર્વાનુમતે વસુધાને કારોબારી સભ્ય ત્થા ડેરીની લેડીઝ વીંગની ચેરમેન નિયુક્ત કરી દીધી. વસુધાએ હાથ જોડીને આભાર માન્યો અની આંખમાં આંસુ ઘસી આવ્યાં.

બધાની નજર વસુધા તરફ હતી. ઠાકોરભાઇએ કહ્યું “વસુધા મને એમ હતું કે તારામાં જે ગુણો છે એ હુંજ જાણું છું પણ અહીં કારોબારીની સભામાં બેઠેલાં બધાં સભ્યોને તારી બધી જાણકારી છે મને આનંદ છે કે જે છોકરીની ગુણવત્તા ખંત, મહેનત અને પ્રમાણિકતાની વાતો બધાં કરે છે આજે એને સારુ અને જેના માટે તું અધિકારી છે એ તને મળ્યું છે દીકરી તું પણ બે શબ્દ બોલ.”

વસુધાએ ઠાકોરકાકાને સાંભળીને કહ્યું “વડીલ તમે મારાં પિતા સમાન છો એટલે મારાં અધિક વખાણ કરો છો તમને તથા સર્વ સભ્યોનો આભાર માની હૃદયથી પ્રણામ કરુ છું.. મારાંમાં શું છે એ મને નથી ખબર પણ જે છે એનો ઉપયોગ કરી હું બનતી બધી મહેનત કરીશ. ડેરીની સાથે સાથે કેટલીયે બેહેનો આ દૂધનાં વ્યવસાયમાં છે એને પ્રેરિત કરીશ”.

“મારો પોતાનો... મારાં કુટુંબને અનુભવ છે કે ખેતીની સાથે સાથે પશુસંવર્ધન અને દૂધ ઉત્પાદન કરવાથી લોકોનાં ઘર ચાલે છે પ્રસંગો ઉકેલાય છે ઘરનાં બાળકો ઉચ્ચ શિક્ષણ લઇ શકે છે ઇતર પ્રવૃત્તિઓ સ્વમાનથી કરી શકે છે. મારું ઘર પણ એનાંથીજ ચાલે છે”.

“ગાય એક માતા છે એ આપણાં સંસ્કાર અને સંસ્કૃતિ ધર્મમાં વણાયેલું છે અને એમની સેવા કરવી પણ ખૂબ ગમે છે એમનાંમાં પણ સંવેદના છે લાગણી છે સંબંધની માણસની પરખ છે મારો આગવો આ અનુભવ છે હું જે હોદ્દો સંભાળવા જઇ રહી છું. એનો ઉપયોગ કરીને આ બધાં કામમાં પ્રગતિ કરાવીશ. પશુસંવર્ધન એમના ઇલાજ માટે દવાખાના ખોલાવીશ... “

નવી નવી ડેરીઓ, દૂધમંડળીઓ બને અને વધુ દૂધ ઉત્પાદન શક્ય બને.. શ્વેતક્રાંતિનું સ્વરૃપ આપીશ. મારાં આ અભિયાનમાં... સફળતાનાં મંથનમાં આપ સહુનો સહકાર મળી રહેશે એવી આશા રાખું છું અને આજે હું જે બોલી રહી છું એમાં સંપૂર્ણ સફળતાથી હું બધુ કરી શકું એનાં માટે આપ સહુનાં આશીર્વાદ માંગુ છું.”

આટલું કહી એ એની જગ્યાએથી ઉઠી ઠાકોરભાઇ તથા અન્ય વકીલ સભ્યોનાં ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધાં અન્ય સભ્યોને એમાંય ખાસ કરીને નીલેશપટેલ તથા મંજુલાબેનનો આભાર માન્યો.

સર્વએ ફરીથી તાળીઓનાં ગડગડાટ સાથે વસુધાની વરણી અને કરણીને વધાવી લીધી. ઠાકોરભાઇએ કહ્યું “વસુધા આગળની કામગીરી અને શ્વેતક્રાંતિની ચળવળ ઉપાડવા માટેનો કાર્યક્રમ તને સમજાવી દેવામાં આવશે તથા એમાં તારાં વિચાર અને નવા અભિગમ તું અપનાવી શકે છે તારાં આ કાર્યયજ્ઞમાં તું સંપૂર્ણ સ્વતંત્ર રીતે કામ કરી શકે છે અમને સહુને તારાં પર વિશ્વાસ છે.”

નીલેશપટેલે કહ્યું “તમે તમારાં ફોર્મમાં ઊંમર અભ્યાસ ગામનું નામ લખ્યું છે આજે 32 વર્ષની જુવાન વયે તમે આટલું પરીણામ મેળવી સફળતા મેળવી છે એ જાણીને ખૂબ આનંદ થયો. તમે વિધવા હોવા છતાં એકલે હાથે આટલી મહેનત અને જેહમતથી ડેરી ઉભી કરી.. સફળતા પૂર્વક ચલાવી રહ્યાં છો અને સાથે સાથે સ્ત્રીજાગૃતિ અને એનાં સંરક્ષણ માટે જે બહાદુરી બતાવી છે એ પણ કાબીલે તારીફ છે બસ આવાં સમાજનાં કાર્ય કરતાં રહો.. સમાજને પ્રેરણા આપતા રહો એવી અમારાં સહુની શુભકામનાં છે.”

મંજુલાબેને કહ્યું “દીકરી અમે સહુ લેડીઝવીંગની બહેનો તારાં સાથમાં છે તું એક અવાજ કરીશ અને સહુ તારાં સાથમાં આવી જઇશું શ્વેતક્રાંતિની સાથે સાથે સ્ત્રી ઉત્થાન અને સંરક્ષણનાં કામ પણ જરૂરી છે હજી ઘણી સ્ત્રીઓ ઉપેક્ષિત છે. અસુરક્ષિત છે, અસલામત છે બધાને એક નવો વિચાર, નવું કામ અને સફળતાની જરૂર છે આપણું ગામ, તાલુકો, જીલ્લો અને રાજ્ય બધામાં આ જાગૃતતા ફેલાવવાની છે તારું કામ ખૂબ મહેનત, અને કાળજી માંગી લે એવું છે.”

“પણ અમને આનંદ છે કે તારાં જેવી મહીલાને આ પદ, કાર્ય સોંપાયુ છે એ યોગ્યજ છે. ખૂબ ખૂબ શુભકામનાં”.

વસુધાએ બધાનો ખૂબ ખૂબ આભાર માન્યો. મંજુલાબેને કહ્યું “હું તારાં ગામ તારાં ઘરે આવીશ તારાં વિષે જાણ્યાં પછી મને બધુ જોવાનું જાણવાનું મન છે.”

વસુધાએ કહ્યું “જરૂરથી આવજો તમે તમારાં માર્ગદર્શન અને પ્રેરણાથી અમે વધુ સારી રીતે કામ કરી શકીશું. તમારી પાસે તો વર્ષોમાં બહોળો અનુભવ છે.” ત્યાં નીલેશ પટેલે કહ્યું “અમે બધાં આવીશું” કહીને હસ્યાં.

વસુધાએ કહ્યું “બધાંજ આવજો મને અને અમારાં ગામની મહિલાઓને પણ ખૂબ ગમશે. તમને આમંત્રણની જરૂર નથી ગમે ત્યારે આવી શકો છો. “

બધાની મુલાકાત - ઓળખાણ - ચર્ચા પછી ચા નાસ્તો, છાશ લસ્સી બધાની વ્યવસ્થા હતી જેને જે અનૂકૂળ હતું બધાએ એની લિજ્જત માણી. અને બધાં છૂટા પડ્યાં.. ઠાકોરભાઇએ છૂટા પડતાં કહ્યું ‘વસુધા તારાં સસરા ગુણવંતભાઇને મારી યાદ આપજે”. વસુધાએ કહ્યું “ચોક્કસ હમણાં તો હું બધું એમનેજ સોંપીને આવી છું. “

વસુધા બધું નીપટાવી એકાઉન્ટ ઓફીસમાં આવી ત્યાં બધાએ એકી અવાજે વધાવી લીધી. ત્યાં પરાગ પણ બેઠો હતો એણે કહ્યું “આવો આવો ચેરમેનશ્રી તમારું સ્વાગત છે.”

વસુધાએ કહ્યું “તનેય ખબર પડી ગઇ ?” પરાગે કહ્યું “તમારી મીટીંગનો અક્ષરે અક્ષર સમાચાર અહી તરત આવી ગયાં અને મીઠી લસ્સી પણ પી લીધી.”

વસુધા હસીને બોલી “તારી ખરીદી પતી ગઇ ? ચાલ પાછા જવા નીકળીએ.. ગાડરીયા ડેરીએ જઇ પાપાને મળી.. ત્યાં પશુદવાખાનું ત્યાં જે નવી હોસ્પિટલ બની રહી છે બધે જોતા-મળતાં જઇશું તને મોડું નથી થતું ને ?”

પરાગે કહ્યું “ના …ના ચેરમેન સાહિબા હવે તો હું તમારો ડ્રાઇવર થઇ ગયો છું” એમ કહીને હસ્યો. વસુધા જીપમાં બેઠી એણે એનો મોબાઇલ ચાલુ કર્યો. પરાગે પૂછ્યું “મોબાઇલ બંધ કરેલો ?” વસુધાએ કહ્યું “ હાં થોડીવાર માટે બંધ કરેલો ત્યાં મીટીંગમાં વિક્ષેપ ના થાય એટલે...”

ત્યાં એનાં મોબાઇલમાં રીંગ આવી. પરાગે જીપ સ્ટાર્ટ કરીને ગામ તરફ હાંકવી ચાલુ કરી વસુધાએ ફોન લીધો. સામે રાજલ હતી. રાજલે કહ્યું "વસુધા બધીજ માહિતી મળી ગઇ છે. તારે કેવી રહી મીટીંગ ? તું આવ પછી વાત કરીએ....”



વધુ આવતા અંકે - પ્રકરણ-117