સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-88 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-88

મુંબઇની મરીન લાઇન્સ વિસ્તારમાં આવેલી દરિયાની બરાબર સામે પંચતારક હોટલમાં મીટીંગ હતી. સોહમ અને નૈનતારા સમય પ્રમાણે પહોંચી ગયાં હતાં. ત્યાં હોટલનાં ભવ્ય પ્રવેશદ્વાર પાસે પહોંચી ઉતર્યા. સોહમે વેલે પાર્ક માટે ત્યાં ઉભેલાં સેવકને કારની ચાવી આપી લેપટોપ બેગ વગેરે લીધાં બંન્ને જણાં લઇને હોટલમાં પ્રવેશ્યા.

નૈનતારાએ રીસેપ્શન પર વાતચીત કરી એણે પોતે બુક કરેલી મીટીંગ પોઇન્ટ પ્લેસ અંગે પૂછપરછ કરી પેલાએ બધી વિગત આપતાં કહ્યું “મેમ ચાલો હુંજ તમને ત્યાં પહોંચાડું છું પછી કહ્યું ત્યાંજ તમને તમારાં ગેસ્ટ આવ્યાં પછી તમારી સૂચનાં પ્રમાણે ડીનર ડ્રીંક વગેરે બધીજ સેવાઓ પૂરી પાડવામાં આવશે.”

નૈનતારાએ કહ્યું “થેંક્સ પછી એ અને સોહમ પેલાં હોટલનાં કર્મચારી સાથે પાંચમાં માળે મોટી કાચની ચેમ્બર જેવી જગ્યાએ પહોંચ્યા... સોહમ તો જગ્યા જોઇને ખુશ થઇ ગયો. સામે દરિયો ધૂંધવાતો... એરકન્ડીશન મોટી ચેમ્બર... ઇમ્પોટેન્ડ ફર્નીચર એકદમ પ્રાઇવેસી વાળી જગ્યા. ત્યાં ગ્લાસનાં ટેબલ અને એની બહાર એક કર્મચારી હાજર રહેશે.

ગ્લાસનાં ટેબલ પર જુદી જુદી જાતનાં ફલાવર્સ સજાવેલાં હતાં એકદમ ખુશનુમા વાતાવરણ હતું નેચરલ કલાયમેટ માટે ઓટોમેટીક મોટી વિન્ડો હતી જે તમે ખોલી શકો. એકદમ લીસો ચળકતો ફલોર એમાં અમુક અમુક જગ્યાએ સોનેરી ઝીણી ફલોર લાઇટ્સ સજાવેલી ઉપર એક સુંદર સુશોભીત ઝળહળતું ઝુમ્મર હતું..

કર્મચારી જગ્યા બતાવીને કહ્યું “મેડમ તમારાં ગેસ્ટ આવે હું આવીને એમને અહી મૂકી જઇશ હોટલ તરફથી એમને વેલકમ ફલાવર્સ પણ અપાશે”. નૈનતારાએ સ્મિત આપતાં કહ્યું “થેંક્સ....” અને એ ત્યાંથી અદબથી વિદાય થયો.

સોહમે કહ્યું “નૈન તે સરસ વ્યવસ્થા ગોઠવી છે તું પ્લાનીંગમાં એકદમ અવ્વલ છે.” સોહમે એની સામે પ્રેમભરી દ્રષ્ટિ કરતાં કહ્યું “વાહ આવો સુંદર સામે દરિયો લહેરાતો હોય અને રૂમમાં પ્રેમ કેવી મજા આવે કે આવો શયુટ બુક કર્યો હોય.” નૈનતારા હવે ખીલી એણે કહ્યું “ એક ઇશારો કરે હું બુક કરી દઊં... બોલ આજે રાત્રે ?”

ત્યાં ચેમ્બરમાં રહેલો ફોન રણક્યો. નૈનતારાઓ સ્ફુર્તિથી તરતજ ઊંચક્યો... એણે હં હં હં કરી મૂક્યો બોલી “ગેસ્ટ સાથે વધાવા સર આવી ગયા છે તે લોકો અહીં આવીજ રહ્યાં છે.”

સોહમને ચઢેલો આવેગ ઉતરી ગયો અને એકદમ એલર્ટ થઇ ગયો. નૈનતારા ખૂલીને હસી પડી બોલી “બોસ આવે છે. ગેસ્ટ સાથે કોઇ આર્મી નહીં” અને બંન્ને ચેમ્બરનાં દરવાજે વેલકમ કરવા પહોંચી ગયાં.

થોડીવારમાં હોટલ કર્મચારી એલોકોને લઇ આવી ગયો. દરેકનાં હાથમાં ગુલાબનાં ફ્રેશ ફૂલો હતાં. નૈનતારા અને સોહમે વધાવાસર અને ગેસ્ટને વેલકમ કર્યુ અને ચેમ્બરમાં પ્રવેશ્યાં. કર્મચારી ત્યાંથી પાછો વળી ગયો.

વધાવા સરે નૈનતારાને કહ્યું “એકસલેન્ટ નૈન ખૂબ સુંદર જગ્યા પસંદ કરી છે” પછી ગેસ્ટ તરફ જોઇને કહ્યું “મી. અરોડા, મીટ માય મેનેજર મી.સોહમ એન્ડ હીઝ સેક્રેટરી નૈનતારા.”

અરોડાએ સોહમ સાથે હસ્તધૂનન કરતાં કહ્યું “મી.સોહમ આઇ એમ ઇમ્પ્રેસ્ડ તમે ખૂબ એક્સલેન્ટ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે આઇ લાઇક ઇટ.” સોહમે થેંક્સ સર કહ્યું અને એની સેક્રેટરી જ્હાન્વી સામે જોયું એ થોડીવાર જોઇજ રહ્યો... ઓળખવા પ્રયત્ન કરી રહ્યો પછી એનું આમ ઘૂંરવું તાકી રહેવું સારુ નહીં લાગે એટલે મી. વધાવાને કહ્યું “સર અહીં બધુજ તૈયાર છે આપ સહુ બેસો”.

અરોડાએ કહ્યું “મેં અને મારી સેક્રેટરી જ્હાન્વીએ બધોજ સ્ટડી કરી લીધો છે અને અમે એનાં ઉપર આખરી ચર્ચા કરી નિર્ણય લેવાનું નક્કી કર્યું છે. અમે તમારી કંપની સાથે કામ કરવા માંગીએ છીએ મી. વધાવા બધી ડીલ ફાઇનલ કરે પછી બસ સાઇન કરવીજ બાકી રહે છે વી હેવ નો ડાઉટ્સ..”

મી. વધાવાએ કહ્યું “લેટસ સેલીબ્રેટ ફર્સ્ટ ?” નૈનતારાએ કહ્યું “સર સેલીબ્રેટ ? પહેલાં ડીસ્કસ કરી ટર્મ્સ ફાઇનલ થાય સાઇન થઇ જાય ડીલ કરી લઇએ ધેન વી સેલીબ્રેટ... ના.... ?”

જ્હાન્વી નૈનતારા સામેજ જોઇ રહી હતી એણે અરોડાની સામે જોયું એનાં કાનમાં કંઇક ગણગણી પછી નૈનતારા સામે જોયું.

મનન અરોડાએ કહ્યું “મીસ નૈનતારાની વાત સાચી છે મી. સોહમ તમે અમને બધી ટર્મ્સ પ્રોજેક્ટ સાથેની એક્સપ્લેઇન કરો પછી સાઇન કરીએ.”

વધાવા નૈનતારા સામે થોડી નારાજગી સાથે જોઇ રહેલાં. સોહમે કહ્યું “યસ સર” એમ કહીને એણે લેપટોપ ચાલુ કર્યા. ત્યાં નૈનતારાએ સામે વોલ પર રાખેલ સ્ક્રીન પર એની પાસેનાં ડીવાઇસથી ફોટો, ડેટા, ટર્મ્સ બધું. સ્ક્રીન પર ફલેશ કર્યું અને બધુજ ડીટેઇલ્સમાં સમજાવવા માંડ્યું.

સોહમ, વધાવા, મનન અરોડા, નૈનતારા બધાની નજર સ્ક્રીન પર હતી અને સોહમની નજર જ્હાન્વી પર પડી જ્હાન્વી, સોહમ સામેજ જોઇ રહી હતી. જ્હાન્વીએ એને સ્માઇલ આપ્યુ સોહમતો એની સુંદરતાથી ઘાયલ થઇ ચૂકેલો એણે સામે સ્માઇલ આપ્યું.

સોહમને ગમ્યુ જ્હાન્વીએ હાથની હથેળી અને એની લાંબી પાતળી સુંદર આંગળીથી કંઇક મુદ્દા બનાવી અને સોહમને બતાવી... સોહમની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. ત્યાં નૈનતારાએ કહ્યું “સોહમ સર મેં બધુ વર્ણવી દીધું (Explain) કરી દીધું છે નાઉ યોર ટર્ન...”.

સોહમ જ્હાન્વીમાંથી બહાર નહોતો નીકળ્યો એણે નૈનતારા સામે જોયું નૈનતારા.......

વધુ આવતા અંકે ---- પ્રકરણ-89