નકીને લઇને સાવી એનાં માં-પાપા સાથે ઘરે આવી ગઇ.... એને માનસિક હવે નિશ્ચિંતતા આવી ગઇ કે નાનકીને હવે સંપૂર્ણ સૂરક્ષિત છે કોઇ પણ જાતની કાળી કે તાંત્રિક શક્તિ એને પજવી નહીં શકે. એણે એનાં માં-પાપાને કહ્યું ‘તમે બધાં સુરક્ષિત છો... નાનકી ખાસ...”
સાવીએ કહ્યું."પાપા અંહી આ ઘરમાં તમે સુખ-શાંતિથી જીવો. નાનકી અહીંજ આગળ ભણશે. તમે મુંબઇનો મારો ફલેટ વેચીને એનાં પૈસાથી આગળની જીંદગી જીવો માં એ નાનકીનો ભણતર ઉપર ધ્યાન રાખવું પૈસા સારી રીતે ગોઠવીને તમે બધાં કામ પુરા કરી શકશો.. હાં તમને અહીં બેઠાંજ હું બધુ ગોઠવી આપીશ. હું મુંબઇમાં હવે માત્ર એકજણ પર ભરોસો કરી શકું છું હું કહીશ તમને ફલેટ વેચવામાં મદદ કરશે સારામાં સારાં પૈસા અપાવશે પછી તમે સંપૂર્ણ નિશ્ચિંત છો.”
જુગલ કિશોર અને સાવીની માં એકબીજા સામે જોઇ રહ્યાં. એમની આંખમાં આંસુ આવી ગયાં. માં બોલી “સાવી તું મરીને પણ જીવી ગઇ.. તેં આટઆટલું કર્યું અને મેં તને..” એનાં પાપાએ કહ્યું “સાવી હજી કેટલાં ઉપકાર કરીશ ? તારું ઋણ ક્યારે ચુકવીશું ? તું દીકરી નહીં મારો દીકરો છે.”
નાનકી બધુ ધ્યાનથી સાંભળી રહી હતી એ હવે એટલી નાની નહોતી જે સમજે નહીં.. એ બોલી “દીદી હું ખૂબ સારું ભણીશ. પણ તમે અમને મળવા આવશો ને ? હવે ખબર પડે છે કે તમે..” પછી એ બોલી ના શકી ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી.
સાવીએ કહ્યું “તમને મારું ઋણ ચઢી નથી રહ્યું હું મારું ઋણ ચૂકવી રહી છું.. મારી સામે હજી ઘણાં કામ છે સમય ઓછો છે આ ધારણ કરેલ શરીરનાં જીવનું ઋણ ચૂકવવું બાકી છે એ પણ ભટકી રહી છે હું આવતીકાલે સવારે મહાકાળીનાં શરણમાં જઇશ ત્યાં શાસ્ત્રીજી મને ગુરુપદે એ અહી એમની શિષ્યા બનાવે પછી એ જે કહેશે એ કરીશ. મારી ગતિ થતાં પહેલાં છેલ્લીવાર મળવા આવીશ”.
ઘરમાં જાણે શોકનો સોંપો પડી ગયો. કોઇ કંઇ બોલી નહોતું રહ્યું બધાનાં દીલમાં દુઃખ અને વિરહનું જાણે તોફાન હતું કડવી વાસ્તવિક્તા સ્વીકાર્યા વિના કોઇ ઉકેલ નહોતો. સાવીએ નાનકીને પોતાની તરફ ખેંચી એને વ્હાલ કરવા માંડી. એનાં માથે હાથ ફેરવી એને ગાલે કપાળે ચૂમી ભરીને કહ્યું ‘તન્વી.. હવે તું મોટી થતી જાય છે ખૂબ સરસ ભણજે... માં પાપાનું ધ્યાન રાખજે. જીવનમાં ખૂબ સફળ અને સુખી થજે...”
નાનકી એને ખૂબ ચૂસ્ત વળગીને રડી રહી હતી સાવીએ આશ્વાસન આપતાં કહ્યું “નાનકી હું તને કદી ભૂલી નહીં શકું ખબર નહીં ક્યા જન્મનાં લેણદેણ છે મને તારાં માટે ખૂબ લગાવ છે ખૂબ વ્હાલી છે. પણ હવે વિખુટા પડવાનો સમય આવ્યો છે... ખૂબ સારી રીતે રહેજો.. હું હવે જઊં છું”. એ એનાં માં-પાપાને પગે લાગી લાગી નાનકીની સામે જોયાં કર્યું અને આંખો નમાવી આંસુ વહાવતી ઘરની બહાર નીકળી ગઇ...
*************
નૈનતારાએ સોહમને કહ્યું “પંચતારક હોટલમાં મીટીંગનો સમય થઇ ગયો છે. હું ઓફીસમાં બધાને કામનું અપડેટ આપી દઊં પછી આપણે મીટીંગ માટે નીકળી જઇએ. તને તો ખબર છે કે મી. વધાવા સમયનાં કેટલાં ચૂસ્ત છે લેટના થવાય.”
સોહમે કહ્યું “મારું બધુ તૈયારજ છે મીટીંગ માટેનાં મુદ્દા બ્રીફ થઇ ગયાં છે તું સ્ટાફમાં બધુ અપડેટ આપી દે આપણે નીકળીએજ છીએ.”
*************
સોહમ અને નૈનતારા પંચતારક હોટલ પર જવા નીકળી ગયાં. સોહમે ડ્રાઇવ કરતાં કહ્યું “મરીનલાઇન પર જવાનું છે. લગભગ 20 મીનીટ થશે. મારાં પર વધાવા સરનો મેસેજ છે તેઓ પહોંચી રહ્યાં છે. અને સામેની પાર્ટી પણ આવવા માટે નીકળી ગઇ છે.” નૈનતારાએ સોહમ સામે વેધંક રીતે જોયું...
************
સાવી વહેલી પરોઢે માઁ કાળીનાં મંદિરે પહોંચી ગઈ એણે ગર્ભગૃહની બહાર ઉભા રહીને દર્શન કર્યા. એ માં ની મૂર્તિ સામે ઉભેલી હતી પણ અંદર તરફ ના ગઇ. ત્યાં પૂજારીજીએ કહ્યું "સાવી અંદર માં પાસે આવ.. હમણાં બીજા દર્શનાર્થીઓ હાજર નથી માં નાં પગે પડી આશીર્વાદ લે.”
સાવીએ કહ્યું “ભગવન હું એક પ્રેત છું ભલે મેં શરીર ધારણ કર્યું છે પણ હું અંદર.....” ત્યાં શાસ્ત્રીજીએ કહ્યું “સાવી હું માં નાં શરણમાં રહેનાર અહીંનો પૂજારી.... મહાતાંત્રિક અઘોરી સદાનંદ છું માં કાળી બધાં અઘોરીઓ અને તાંત્રિકોની ગુરુ ભગવતી છે તારાં જેવાં પ્રેત-ભૂત-પિશાચ બધી મેલી શક્તિઓ એનાં કાબુમાં છે એજ જગતજનની ભગવતી અઘોરીનાં અઘોર મહાઅઘોર રુદ્ર અને ભૈરવને પણ વશ કરનાર ભૈરવી છે.. હવે પછી તારાં આ પ્રેત જીવનમાં જે થવાનું છે એ એનીજ ઇચ્છા છે....”
“દિકરા તેં માનવ અને પ્રેત જીવનમાં પણ બધાનું સારું ઇચ્છયું બધાને મદદ કરી લાગણી અને પ્રેમ આપ્યો બધાએ તારો ગેરલાભ લીધો કુટુંબમાં ઘન સુખ આવે એનાં માટે અઘોરણ બની પણ હવે તને તારો સાચો પ્રેમ મળશે.”
“પણ.. એ પહેલાં તારે તારાં પ્રેમમાં પણ નવી બાજી ખેલવી પડશે બીજી કાળી શક્તિઓ કાર્યરત છે એને તારાં પ્રેમબળથી હરાવવી પડશે. તારાં ગુરુની ભૂલ તારે સુધારવી પડશે. ગુરુ દક્ષિણામાં તું એમનું ઋણ વેશ્યાને ચૂકવી દેજે. આગળ જતાં બધી તને સમજ પડતી જશે.”
સાવી આશ્ચર્ય સાથે સાંભળી રહી હતી એણે કહ્યું “મન પવિત્ર છે.. હતું.. રહેશે તમે મારાં ગુરુ છો. તમે કહેશો એમ કરીશ.. તમારાં માર્ગદર્શનથીજ મારી પ્રેતયોનીમાંથી સદગતિ થશે.”
ગુરુદાનંદે કહ્યું “આજેજ તારે મુંબઇ જવાનું છે.....”
વધુ આવતા અંકે ---- પ્રકરણ-88