વસુધા - વસુમાં - પ્રકરણ-113 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ-113

દિવાળીફોઇએ પૂછ્યું “પણ વસુ તું અહીં ક્યારે આવીશ ? અહીં તારાં વિના સૂનૂ સૂનૂ છે. સરલા પણ વારે વારે યાદ કરે છે”. વસુધાએ કહ્યું “ફોઇ થોડો સમય મારે મારાં માવતર સાથે રહેવું છે. કેટલાય સમયથી ત્યાં ગઇજ નથી મેં પાપા સાથે ડેરી અને દૂધ મંડળી અંગે વાત કરી લીધી છે. જ્યારે જરૂર પડશે હું આવતી જતી રહીશ. મારે દુષ્યંત સાથે પણ સમય ગાળવો છે”. એમ કહી દુષ્યંત - ગુણવંતભાઇ - ભાનુબહેન બધાં સામે નજર ફેરવી.

ત્યાં સરલા દુષ્યંત માટે ચા -નાસ્તો લઇ આવી દુષ્યંત ચા નાસ્તો કરી રહેલો. સરલાએ પૂછ્યું “વસુ તારી ચા મુકી છે તું નાસ્તો કરવાની ? તું આ સમયે નથી કરતી એટલે ના લાવી”.

વસુધાએ કહ્યું “ના નાસ્તો નહીં માત્ર ચા પીશ. ચા ઠંડી થાય ત્યાં સુધી લાલીને મળી લઊં” એમ કહી વાડામાં ગઇ. ત્યાં લાલીની સામે ઉભા રહી એને હાથ ફેરવવા માંડી. લાલી પણ વસુધાને ઘણાં સમયે જોઇ ભાંભરવા માંડી એની આંખમાં આંસુ હતાં વસુધા એની ડોકને વળગી ગઇ અને બોલી “લાલી મને માફ કર... હું થોડાં સમયમાં પાછી આવી જઇશ મારે મારાં માવતર સાથે પણ રહેવું જરૂરી છે.”

“તારી પાસે તો હવે તારી વાંછરડી પણ છે થોડો સમય મને આપ. તું અહીં બરાબર સચવાઇ રહી છે ને ? તને ઓછું નથી આવતું ને ?” લાલી એને જીભથી ચાટવા લાગી.. વસુધાએ એને હાથ ફેરવીને કહ્યું “હું પાછી આવીશ..”

વસુધા અંદર રૂમમાં આવી અને ગુણવંતભાઇએ પૂછ્યું “આ છોકરો કોણ છે જે જીપ ચલાવીને આવ્યો.” વસુધાએ પરાગને અંદર બોલાવ્યો અને રસોડામાં જઇ એનાં માટે ચા નાસ્તો લઇ આવી. સરલા કહે “હું હમણાં લાવતીજ હતી...”

વસુધાએ કહ્યું “કંઇ વાંધો નહીં હું લઇ આવી એણે પરાગ સામે જોઇને કહ્યું આ પરાગ છે પરાગ વ્યાસ અમારાં ઘર પાસેજ રહે છે બ્રાહ્મણવાડામાં એ અને હું સ્કુલમાં સાથે ભણતાં સાથે રમતાં… એ દુષ્યંતનો પણ મિત્ર છે ભાઇ જેવો છે”.

“આ મેં પહેર્યો છે એ પોષાક (ડ્રેસ) એણે અને એની માઁ સ્મિતામાસીએ આપ્યો છે મારાં લગ્ન સમયે તેઓનાં ઘરે એમનાં દાદાનું અવસાન થયેલું આવી નહોતાં શક્યા પછી મારે પીયર જવાનું થયું નહીં.. હમણાં આપ્યો. આકુને પણ કપડાં, ઝાંઝર બધું આપ્યું છે.”

ભાનુબહેન સાંભળી રહેલાં પણ જાણે એમને ગમી નહોતું રહેલું એમનાંથી પૂછાઇ ગયું.. “તો તમે ખાસ મિત્ર હશો ને તો અત્યાર સુધી આપણાં ઘરે ના આવ્યાં ?”

વસુધા ટોણો સમજી ગઇ એણે કહ્યું “માં પરાગ મારાં ભાઇ જેવો છે આકુ એને મામા મામા કહી બોલાવે છે દરેક સંબંધ પવિત્રજ હોય છે બધામાં કંઇને કંઇ શોધવાનો પ્રયત્ન ના કરો... હવે લાગે છે મારે નીકળવું જોઇએ”. એમ કહી સરલાને કહ્યું “સરલાબેન તબીયત સાચવજો.. બાબો ઊંધે છે ફરી આવીશ ત્યારે રમાડીશ”.

“બીજુ ખાસ આ શહેરમાંથી હું તમારાં માટે પંજાબી ડ્રેસ લાવી છું આશા છે તમને ગમશે હું આકુ માટે સાયકલ પણ લાવી છું બાકી હવે ફોન પર વાત કરીશું” એમ કહી ગુણવંતભાઇ અને દિવાળી ફોઇને જયશ્રીકૃષ્ણ કહી દુષ્યંતને અને પરાગને લઇને બહાર નીકળી ગઇ.

પરાગ જીપમાં ગોઠવાયો બાજુમાં દુષ્યંત બેઠો વસુધા પાછળ બેસી ગઇ અને પરાગ ને કહ્યું “અહીં ગામને નાકે રાજલનું ઘર બતાવું છું ત્યાં લઇ લેજો.”

રાજલનાં ઘરે પહોંચી વસુધાએ જીપમાંથી ઉતરીને સીધી એનાં ઘરમાં ગઇ. લખુકાકા હતાં નહીં ત્યાં મયંકે કહ્યું “વસુધા તું ક્યારે આવી ? અને આ નવા પોષાકમાં સુંદર લાગે છે.”

વસુધાએ કહ્યું “આભાર મયંકભાઇ ક્યાં છે રાજલ ? હું એનાં માટે પણ શહેરમાંથી આવોજ ડ્રેસ લાવી છું એને આપવાજ આવી છું”.

મયંકે કીધુ “ડેરીએથી હજી હવે આવશે ખબર નથી કેમ મોડું થયું ? પાપા કોઇ કામસર પશાકાકાને ઘરે ગયાં છે”. ત્યાંજ રાજલ આવી અને બોલી “અરે વસુધા તું ક્યારે અહીં આવી ?”

“તું શહેરમાં જવાની હતી જઇ આવી ? તારાં સાસરે મળીને આવી ? ત્યાં કેવું રહ્યું ? સારુ થયું તું આવી... ડેરીમાં છેલ્લી બેચ લેવાતી હતી. ત્યાં થોડો સમય લાઇટ ગઇ હતી એમાં મોડું થઇ ગયું...”

વસુધાએ કહ્યું “અલી કેટલું પૂછે એક સાથે ? ઓહ લાઇટ ગઇ હતી પણ બેચ બગડી નથી ને ? બધુ બરાબર ?”

રાજલે કહ્યું “ના ના બગડયું નથી કંઇ.. લાઇટ આવ્યાં પછી બધું કામ ગોઠવીને આવી છું આજે કરસનભાઇ સાંજ સુધી છેજ.... ભાવનાનો સાથ છે એટલે એ લોકો..” પછી ચૂપ થઇ ગઇ....

વસુધાએ કહ્યું “શહેરમાં જઇ આવી લે તારાં માટે આવો ડ્રેસ લાવી છું”. એમ કહીને ડ્રેસની થેલી હાથમાં આપી.. રાજલ તો ખુશ થઇ ગઇ એણે ડ્રેસ કાઢીને જોયો બોલી “વાહ શું મસ્ત કલર છે તારાં જેવોજ છે પીચ કલરમાં વ્હાઇટ અને પીંકનું કોમ્બીનેશન.”

વસુધાએ કહ્યું “હાં .... પછી આપણે ડેરીનું કમીશન આવે પછી બીજા લઇ આવીશું. સરલાબેન માટે પણ લાવી છું. ઘરે હજી એવુંજ છે રાજલ મને અહીં પાછા આવવાનું મન નથી થતું.”

પરાગ અને દુષ્યંતને બહાર ઉભેલા જોઇએ રાજલે કહ્યું “અંદર આવો ને. ચા મૂકું છું..” મયંકે કહ્યું “મેં એ લોકોને કહ્યું અંદર આવવા.”

વસુધા કહ્યું ”ના ના 6.30 થઇ ગયાં છે અંધારૂ થશે હજી અમારે ગામ પહોંચવાનું આકુને માં અને આજી પાસે મૂકીને આવ્યાં છીએ એ લોકો રાહ જોતાં હશે. બાકીની વાત રાજલ ફોનમાં કરીશું.”

એમ કહીને એ ઝડપથી ઘરની બહાર નીકળી બોલી “મયંકભાઇ જયશ્રીકૃષ્ણ તમને રાજલ માટેનો ડ્રેસ ગમશે... ચાલો નીકળીએ.”

વસુધા જીપમાં બેઠી અને તેઓ ગામ જવા નીકળી ગયાં. ત્યાં વસુધાનાં ફોન પર રીંગ વાગી એણે ફોન ઉપાડ્યો અને બોલી ‘હાં સર બોલો” પછીએ ફોનમાં વાત સાંભળતી ગઇ અને એનો ચહેરા પર આનંદથી પ્રસરી રહ્યો... એણે કહ્યું “ભલે હું ઘરે વાત કરીને જણાવીશ.....”



વધુ આવતા અંકે - પ્રકરણ-114