અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૪) Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૪)


ગતાંકથી...



મકાનમાંથી નોકર દોડતો બહાર આવ્યો સાહેબે તેને કહ્યું : " આ મિસ. સ્મિથ આજથી અહીં જ રહેવાના છે .જેમ તું મારું ધ્યાન રાખે છે તેમ તેનું પણ તારે ધ્યાન રાખવાનું છે તેમને તેમના માટેના બેડ એકરૂમમાં લઈ જા"

ડેન્સી સહેજ ધડકતા હ્દયે છેદીરામની પાછળ ગઈ.
હવે આગળ...


રૂમની બહાર ઉભા રહી છેદીરામે કહ્યું : "આપનો બધો સામાન બરાબર ગોઠવ્યો છે. હું નીચેના રૂમમાં છું. જરૂર પડે મને બોલાવજો.
ડેન્સી તેમને થેન્ક્યુ કહ્યુ અને તેને રજા આપી બારણું અંદરથી બંધ કરી દીધું.
રૂમ આમ તો કંઈ બહુ ખરાબ નહોતો. બેડ પર સ્વચ્છ ચાદર પથરાયેલી હતી. ફર્નિચર જાણે નવું જ કેમ ન ખરીદ્યું હોય !એવું લાગતું હતું આવા ઉજાસ માટે સફિસિયન્ટ બારી પણ હતી. રૂમના એક કોર્નર પર નાનકડું ટેબલ અને ટેબલ પર લેપટોપ વ્યવસ્થિત ગોઠવાયેલું હતું અને ટેબલ લેમ્પ નો ઝાંખો પ્રકાશ તેમની પર પડી રહ્યો હતો.
થોડીવાર પછી ફ્રેશ થઈ ડેન્સી નીચે ઉતરી સામેના ઓરડામાં આદિત્ય વેંગડું તેની રાહ જોતો બેઠો હતો તેણે પૂછ્યું : "મિસ સ્મિથ,નવી જગ્યા કેવી લાગે છે ?મને આશા છે કે અહીં કોઈ પણ જાતની તમને અગવડ તો નહીં જ હોય !"
ડેન્સીએ માથું હલાવી ના પાડી.
આદિત્ય વેંગડુંએ કહ્યું : " જે કંઈ વસ્તુ જોઈએ તે તમારે જાતે લઈ લેવાની છે .મારા ઘરમાં હું કોઈ નોકરાણી રાખતો નથી. કારણ કે તેઓ બહુ વાતોડી હોય છે અને એવા માણસો મારા આ અગત્યના કામમાં બહુ નડતરરૂપ થઈ પડે છે.
આવડા મોટા મકાનમાં એક પણ લેડીઝ નથી. એ વાતની કલ્પના કરતા જ ડેન્સી ચમકી પરંતુ તેણે પોતાનો એ મનોભાવ બહાર દર્શાવ્યો નહીં.
આદિત્ય વેંગડું કહેવા લાગ્યા : " મકાનના આ તરફના ભાગમાં હું નાના પ્રકારના પ્રયોગો કરું છું. હું જે વખતે લેબોરેટરીમાં હોવ તે વખતે મને કોઈ ડિસ્ટર્બ ન કરે એ તમારે જોવાનું છે .લાઇબ્રેરીના રૂમમાં તમારે કામ કરવા માટે ટેબલ ખુરશી લેપટોપ વગેરે ગોઠવી રાખેલ છે. ચાલો ત્યાં જઈએ . હું તમને બધું જ કામ સમજાવી આપું છું."

******************************
ત્રણેક દિવસ પછી....

નોલેજ હાઉસમાં આવ્યા ને ત્રીજો દિવસ થયો છે. ડેન્સી લાઇબ્રેરીના રૂમમાં બારીએ ઊભી ઊભી ચિંતામાં મગ્ન થઈ ગયેલી છે.
અહીં આવ્યા બાદ તેને કોઈપણ જાતની અડચણ કે મુશ્કેલી તો નડી નથી તો પણ મનમાં ને મનમાં તે કોઈ પ્રકારનો ઊંડો ડર અનુભવી રહી છે .તેને કોણ જાણે શાથી એમ થયા કરે છે કે આ મકાનના માણસો ,નોકર ચાકર વગેરે બધા ભેદ અને રહસ્યથી ભરપૂર છે અને કદાચ એ ઊંડા રહસ્ય પાછળ જ તેમનાં અસલ સ્વરૂપ છુપાયેલા છે.
ડેન્સી નું કામ એટલું બધું અઘરું નહોતું. આખા દિવસમાં એમને બસ થોડાક ઈ-મેઈલ કરવાના અને અમુક કાગળ ટાઈપ કરવાના થતા તેથી વધારે કામ તો ક્યારેક જ આવતું. પરંતુ તેમને જે ટાઈપ કરવાના થતા તે કાગળ ને ઈ-મેઈલ મોટે ભાગે ન સમજાય તેવી સાંકેતિક ભાષામાં લખાયેલા આવતા .અસંખ્ય સંખ્યા ના સમન્વયથી એ લેટર ની ભાષા બનતી અને આ ઈ-મેઈલ મોટાભાગે ઇન્ડિયા અને ઇન્ડિયા બહાર પણ મોકલવામાં આવતા.

કોમ્પ્યુટર પરના આ કામ સિવાય તેને બીજું એકેય કામ કરવાનું નહોતું. નવરાશનો લાંબો સમય કઈ રીતે ગાળવો તેના વિચારમાં તે મશગુલ થઈ રહી હતી . તેવામાં તેણે બારણા પાસે કોઈ માણસ નો પગરવ સંભળાયો તેણે પાછું વાળી જોયું તો એક સંપૂર્ણ અજાણ્યો માણસ તેના તરફ લાલસાભર્યાં નયને તાકીને ઊભેલો જણાયો.

એ માણસનો પહેરવેશ લઘર વઘર હતો. તેનો ચહેરો પણ એટલો જ બેડળ હતો .તેના કપાળના ડાબા ભાગમાં મોટો ઘા પડ્યાની નિશાની હતી આથી તેનો કદરૂપું મોઢું વધુ કદરૂપું બની ગયું હતું.
તેને જોઈ તે તિરસ્કાર ને તિક્ષણ અવાજે બોલી : "ઓ હેલ્લો મિસ્ટર! તમે કોણ છો ? અહીં શા માટે આવ્યા છો?"

તે માણસ પરવાનગી વગર રૂમમાં આવી ઉભો અને ડેન્સી તરફ તાકી તાકીને આંખો નચાવતો બોલ્યો : _ હું આદિત્ય વેંગડું ને મળવા આવ્યો છું."

ડેન્સીએ તરત જવાબ આપ્યો : "અત્યારે તેઓ કોઈને મળી શકે તેમ નથી. તમે આ મકાનમાં ઘૂસ્યા કઈ રીતે ?"
તે માણસ બેશરમની માફક મંદ હાસ્ય હસ્યો . તેના હાસ્યમાં એ કોઈ શયતાન નું વિકૃત હાસ્ય પ્રગટ થતું હતું. તેણે કહ્યું : " છેદીરામે મને રસ્તો બતાવ્યો."
" છેદીરામે ! એ તો બહુ ખરાબ ખરાબ! હું હમણાં ‌જ‌ તેને બોલાવું છું ! આ શું ! રસ્તો છોડો ! "

બરાબર એ જ સમયે છેદીરામે રૂમમાં પ્રવેશ કર્યો. તેણે ડેન્સી તરફ ન જોતા આવનાર તરફ માનપૂર્વક જોઈ કહ્યું : " સાહેબ હમણાં જ આપણને મળવા આવે છે. આપ આરામથી બેસો."
એ માણસ બહાર જતો જતો મોં ફેરવી ફરી લુચ્ચું મંદ હાસ્ય હસતો ડેન્સી ને કહેવા લાગ્યો : " મને આશા છે કે હજુ ફરીવાર તને નિહાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે."
છેદીરામ અને એ આગંતુક નો પગરવ સંભળાતો બંધ થયો .ડેન્સી થોડી વાર તો રૂમની વચ્ચોવચ એકદમ અવાક્ બની ઉભી રહી.
આદિત્ય વેંગડું તેના બોસ હતા .દેશના વિખ્યાત વિજ્ઞાનશાસ્ત્રી હતા. દેશના ભલા માટે તેઓ પ્રતિક્ષણે વિજ્ઞાનના અવનવા અનેક પ્રયોગો કરવામાં મગ્ન રહેતા્ ડેન્સી એ તેના મોઢે સાંભળ્યું હતું કે જો તેના પ્રયોગો સફળ થાય તો દુનિયા પર મહાન ઉપકાર કરી શકાય તેવું હતું. આવા માણસો ઉપર સ્વાભાવિક રીતે શ્રદ્ધા રાખવાનું મન થાય પરંતુ તેમની આજુબાજુ જે ભેદી રહસ્યમય વાતાવરણ છે તે ડેન્સીને કેમ એ કરી સમજાય નહોતા રહ્યા. આ રહસ્ય અંધારી રાતના કોઈ ઓછયા જેવું ભયાનક ડેન્સી ને લાગતું હતું. તેને હંમેશા જ એમ લાગ્યા કરતું હતું કે તેના બોસ જુદા જુદા બે રૂપે જીવી રહ્યા છે.એક.....
અચાનક તેના વિચારો અટક્યા. બારીની બહાર કંઈક અવાજ થયો.
એ તરફ મોં ફેરવી તેને જોયું તો બારી બહાર દિવાકર ઉભો છે.
તેની પાસે જતા તેણે ધીમેથી કહ્યું : "અરે ,તમે અહીં કેમ ઊભા છો. અહીં તો કોઈ તમને જોઈ જશે તો પ્રોબ્લેમ થશે. તમે પાંચેક મિનિટ માટે ગાર્ડનમાં બેસો મારે ઘણી બધી વાત કરવી છે."
થોડીવાર રહીને ડેન્સીએ ધડકતા હૃદયે ગાર્ડનમાં આવેલી ગીચ કુંજમાં દિવાકરની મુલાકાત લીધી. સાંજ ઢળી ચૂકી હતી.આછો અંધકાર ઘેરાવા લાગ્યો હતો.પંખીઓનો કલરવ ગુંજી રહ્યો હતો. ઝાડી એટલી તો ગીચ હતી કે તેઓને કોઈ જોઈ શકે તેમ ન હતું.

દિવાકરે કહ્યું : "આપ કદાચ ખૂબ નવાઈ પામ્યા હશો પરંતુ મોનિકાના ઘરે આપણે જે વાતચીત થઈ હતી તે યાદ છે? જો કોઈ પણ જાતની જરૂર પડે તો તમારે મને ખબર આપવા એવું તમે મને પ્રોમિસ આપ્યું હતું .મોનિકા મને સગો ભાઈ માને છે. આપ મોનિકાના ખાસ ફ્રેન્ડ છો આથી હું આપને પણ મોનિકા જેવા જ માનું છું .આપે આવતી વખતે મોનિકાને કહ્યું હતું કે તમે તેને નિયમિત મેસેજ કરશો પરંતુ અહીં આવ્યા પછી તમે તેને એક પણ કોલ, મેસેજ કે મેઈલ કર્યો નથી .તમારો નંબર પણ બંધ આવે છે .તેથી તે બહુ જ ચિંતિત બની ગઈ છે. અને તે માટે જ મારે આપની શોધ માટે અહીં આવ્યું પડ્યું છે."

એકદમ મૃદુ અવાજે ડેન્સી એ કહ્યું : "હા કહ્યું તો હતું ખરું! પણ અહીં આવ્યા પછી મને ખબર પડી કે બહારના કોઈ પણ માણસ સાથે સંપર્ક રાખવાનો મને અધિકાર નથી .હું જે કંઈ મેસેજ કે લેટર કે કંઈ પણ લખું તે પણ પહેલા વાંચી લેવામાં આવશે.
"ઓહહહ... ! અચ્છા! કોણ વાંચે ?"
"કદાચ મિ. વેંગડું પોતે. નહિતર તેનો બીજો કોઈ વિશ્વાસુ માણસ."
ડેન્સી ના આ જવાબ ની દિવાકર શું પ્રતિક્રિયા આપશે?આગળ કેટલા રહસ્ય ખુલશે એ જાણવા માટે વાંચો આગળ નો ભાગ...
ક્રમશઃ........