Andhari Raatna Ochhaya - 7 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા (ભાગ -૭)

ગતાંકથી.....

કાળી ભમરો સહેજ ઊંચી કરી સોનાક્ષી દિવાકર ના મુખ તરફ જોઈ રહી.
ખરેખર !!તમે ખૂબ જ સાહસિક ને હિંમતવાળા છો આવા લોકો તો મેં ભાગ્યે જ જોયા છે.
હવે આગળ....

સોનાક્ષીના મોઢે પોતાના વખાણ સાંભળીને દિવાકરે હસતા હસતા કહ્યું : "બસ બસ હવે રહેવા દો .તમારા મોઢે વખાણ તો સાંભળવામાં ખૂબ મજા આવે છે પરંતુ તેમાં થોડીક વધારે અતિશયોક્તિ થઈ ગઈ છે હો . મારા જેવા લોકો તો આજકાલ ઘરે ઘરે જોવા મળે છે.જે પોતાની જાતને સમજતા શીખ્યા છે. પોતાની શક્તિ પર વિશ્વાસ રાખતા શીખ્યા. પોતાનું કર્તવ્ય સમજે છે .કાલે જ મેં છાપામાં વાંચ્યું હતું કે ફોરેન માં એક ઇન્ડિયન્સે પાંચ સાત ગુંડા ઓના પંજામાંથી એક ફોરેનસૅ બાળકીને બચાવી હતી. એ લેખ ની વાત વાંચીને મને એટલો આનંદ થયો કે વાત જ ન પુછો.
સોનાક્ષી વચ્ચે જ બોલી : "આપ શું એમને ઓળખો છો??!!"
સોનાક્ષીના આનંદિત ચહેરા સામે જોઈ સહેજ વિસ્મય સાથે દીવાકર બોલ્યો કેવળ ઓળખું છું એટલુ જ નથી પણ એ તો મારો જીગરી દોસ્ત છે. મારા નાના ભાઈ જેવો છે.
દિવાકરે જોયું કે સોનાક્ષીના ચહેરા પર સહેજ શરમના શેરડા પડ્યા છે .તે કંઈક કહેવા જાય છે પણ દિલની વાત હોઠે આવતી નથી.
દિવાકરને કંઈક શંકા થઈ તે ક્ષણભર માટે ચૂપ થઈ પછી બોલ્યો આપ શું તેને ઓળખો છો?
સોનાક્ષી એ કંઈ જવાબ ન આપ્યો તેના ચહેરા પરના ભાવ કહી રહ્યા હતા કે પોતે તેને સારી રીતે ઓળખે છે.ચુપકીદીનો અભિનય કરી એ તેમના શરમથી લાલચોળ થયેલા ચહેરાથી વાત જણાવી રહી હતી.
શરમ થી ખીલેલા ચહેરા તરફ જોતા દિવાકર નો સંદેહ વધારે વધ્યો તેમને આતુરતાથી પ્રશ્ન કર્યો.આપ તેને ક્યારથી ઓળખો છો? મને બધી સાચી વાત તો કહો તમારા અંતરની વાત જાણવાની મને બહુ તલાવેલી લાગી છે.
થોડીવાર બાદ નીચે મોં રાખી શરમથી દબાતા અવાજો સોનાક્ષી બોલી : "તે મારા થનારા પતિ છે."
દિવાકરે એકદમ ખુશ થતાં કહ્યું :" શું વાત કરો છો સાચે જ!!! એ તો મને લાગતું જ હતું તમારા ચહેરા પર થી તે જ વાત જણાતી હતી. મેં ધાર્યું તો હતું કે નક્કી કંઈ તો વાત છે જ ! આ વાત સાંભળી હું ખૂબ જ ખુશ થયો છું. તે ક્યારે ઇન્ડિયા પાછા આવવાના છે.??"
એને અહીં આવતા હજુ તો વરસ લાગી જશે.
ઓચિંતા જ પાછળથી ધીમે ધીમે કોઈ ઉધરસ ખાતું હોય એવો અવાજ સંભળાયો બંને પાછળ જોયું તો ચાંઉ ચાંઉ એકદમ ગંભીર મુખમુદ્રા કરી ઉભો હતો .ચીનના ના હાથમાં એક નાની ટ્રે ઉપર ચાંદીના પ્યાલામાં ગરમ દૂધ કે કોફી જેવું કંઈક હતું
તેણે સોનાક્ષીને કહ્યું : " સોનાબેન હું આપના માટે મિલ્ક લાવ્યો છું
સોનાક્ષી એ કહ્યું : "મારે હમણાં કંઈ નથી પીવું તું પાછું લઈ જા "
ચિનો પાછો ચાલ્યો ગયો.
ધૃણા સાથે સોનાક્ષી બોલી :" આ માણસ મને આંખનાં કણાની માફક ખુંચી રહ્યો છે એને જોતાં જ મને એટલો તિરસ્કાર થાય છે કે એમ થાય કે એમના ગાલ ઉપર એક થપ્પડ લગાવી દઉં."
તો પછી તેને તમે રાખ્યો છે શા માટે? તમે મંજુરી આપો તો તેના બધી જ વાયડાઈ બંધ કરી આપું.
ના ચાલે ને....
એ બાબતમાં મારું કંઈ ચાલતું નથી .પપ્પા પણ એને ચાહતા હોય એવું પણ મને લાગતું નથી છતાં તેને કાઢી મુકતા નથી એ તો અમારા મકાનનો એક આગવો ભાગ બની ગયો એવું લાગે છે .
દિવાકરે કહ્યું : પરંતુ આ મકાનનો જ નહીં મકાનને લગતા ભેદભરમનો પણ ....."
સોનાક્ષી એ ધીમાં અવાજે કહ્યું : " ખરી વાત છે !"
દિવાકરે કહ્યું : "ચાંઉ ચાંઉ કહેતો હતો કે વિશ્વનાથ બાબુ એ ચીનમાં હતા ત્યારે તેમણે તેને નોકર તરીકે રાખી લીધો હતો."
સોનાક્ષી એ જોરથી માથું ધુણાવી કહ્યું: "ના ,તદ્દન ખોટી વાત !અમે આ મકાનમાં આવ્યા ત્યાર પછી જ એ આવ્યો છે.કેવળ એની જ નહીં પણ આ મકાનનું બધું જ ખોટું છે."
દિવાકર એકદમ ગંભીર બની અને બોલ્યો : " આ જુઠ્ઠ ના સામ્રાજ્યમાં કંઈક સત્ય પણ ક્યાંક છુપાઈ રહ્યું છે; એ સત્ય મારે શોધી જ કાઢવું પડશે."
જમ્યા પછી દિવાકર પોતાના રૂમમાં બેઠો હતો ,તેવામાં ચીનાએ આવીને કહ્યું : " સાહેબ આપને બોલાવે છે !"
દિવાકર કંઈ જ બોલ્યા વિના એકદમ આશ્ચર્ય સાથે વિશ્વનાથ દત્ત ના રૂમ પાસે જઈ ઉભો રહ્યો‌.
અંદર જવાની પરમિશન મળતા જ તે અંદર ગયો.
વિશ્વનાથ દત્ત ની તબિયત આજે કંઈક સારી હોય એવું લાગતું હતું. દિવાકરને જોઈ એકદમ કટાણું મુખ રાખી તે બોલ્યા : " જો ભાઈ , હજી મેં તને રાખવાનો વિચાર નથી કર્યો . પણ જ્યાં સુધી અહીં રહે ત્યાં સુધી બેઠો બેઠો ખાય એ મને ન પોષાય. તને કંઈક તો કામ સોંપવું જ પડે. તને બાગકામ આવડે છે?"
બાગકામ !આ સાંભળી થોડીવાર તો દિવાકર વ્યાકુળ બની ગયો . પરંતુ સાહસ કરીને જાત ને સંભાળતા બોલ્યો : "જી હા સાહેબ ! એ કામ થોડું ઘણું તો જાણું છું ખરો!" સારું ત્યારે બીજું કામ ન હોય ત્યારે બગીચા ઉપર દેખરેખ રાખજે. તારી પહેલા જે ડ્રાઇવર હતો તે પણ આ કામ કરતો હતો .આજે સાંજે હું બહાર જવાનો નથી તો તું બગીચાનું કામ કરજે ,હવે અહીંથી જા તને જોતાં જ મારો મગજ કાબુમાં રહેતો નથી ,ચીનાને મળજે એ તને બધું સમજાવી દેશે જે કંઈ પણ કામ કરવાનું હશે તે બધું જ તે તને સમજાવશે.
વિશ્વનાથ દતે આટલું બોલીને પોતાના હાથમાં પકડેલા ન્યુઝ પેપરમાં પોતાનું મોઢું નાખ્યું.
દિવાકરે જોયું કે આટલા થોડા શબ્દો બોલતા પણ તેમને થાક લાગતો હતો .તેમણે કહ્યું : "ઠીક છે સાહેબ ,હું હમણાં જ ચીનાને મળું છું."
ચીનો બગીચામાં જ હતો તેને મળવા જણાયું કે દિવાકરના સંબંધમાં વિશ્વનાથબાબુ પાસેથી તેને ક્યારનો હુકમ મળી ચૂક્યો હતો કે તેમને દિવાકરને બગીચાના કામ અંગે સમજાવવાનું છે .
દિવાકરે કહ્યું : " ચાંઉ ચાંઉ, હું આ માળી નું કામ બહુ તો જાણતો નથી ;પરંતુ કોઈ પણ કામ હોય તે શીખવા માટે મારું મન હંમેશા તૈયાર જ હોય છે ."
ચીનાએ એકદમ તિક્ષણ નજરે દિવાકર તરફ જોઈને કહ્યું: " ઘણું બધું શીખવાનો પ્રયત્ન કરવો એ પણ કાંઈ બુદ્ધિમતાનું લક્ષણ નથી. મેં બરાબર નજર રાખી જોયું છે કે તમે તમારો દરજજો ભૂલી જાવ છો .દરેક બાબતમાં તમારું વધુ પડતું જાણવાની કુતુહલતા વધતી જાય છે આ શું એક ડ્રાઇવર માટે ઠીક વસ્તુ ગણાય?"
દિવાકરને અંતરમાં ઊંડે ઊંડે થોડોક ભય લાગ્યો પરંતુ પોતાનો ડર બહાર ન જણાવા દેતા તે બોલ્યો : "ચાંઉ ચાંઉ,આમાં તારી કંઈક સમજ ફેર થઈ હોય એવું લાગે છે, પરંતુ હવેથી હું તારા સૂચન પ્રમાણે જ વર્તવાનો પ્રયત્ન કરીશ."
તે ખરપડી વડે ઘાસ ખરપવા લાગ્યો.
થોડી વાર થઈને એકાએક મેઈનગેટ પાસે કોઈ કારનો અવાજ થયો .દીવાકરે જોયું કે એક મોટી કાર અંદર પ્રવેશી કારને જોતા જ ચિનો ઉતાવળે પગલે તે તરફ દોડયો.
દિવાકરે જોયું કે કારમાંથી બે માણસો બહાર ઉતયૉ. એક દુબળો અને ઠીંગણો છે; અને બીજો જાડો અને એકદમ કદાવર છે .
બીજા માણસ તરફ નજર નાખતા જ તે ચમકી ઉઠ્યો .એ માણસને જ કાલે સાંજે થિયેટર પાસે સોનાક્ષી સાથે વાતો કરતો જોયો હતો અને ખબરીએ પણ એના વિષય માં શંકા કરી હતી.
તે આ મકાનમાં શા માટે આવ્યો હશે?

(જાણવા માટે વાંચો આગળ નો ભાગ........)
ક્રમશ.........

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED