Andhari Raatna Ochhaya - 2 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા (ભાગ -૨)


ગતાંકથી.....

બે ચાર સામાન્ય વાતો કયૉ પછી એ ભિખારી ને દિવાકર રસ્તાના એક નિજૅન ખૂણામાં જઇને ને વાતચીત કરવા લાગ્યા....
આંધળા ના વેશમાં રહેલ ખબરી કહેવા લાગ્યો: "આપને જોઈને ખૂબ જ આનંદ થયો. આપ શું આ ગુંડા ની પાછળ પડ્યા છો?"
પેલો વિશાળકાય માણસ હજુ કારની પાસે ઉભો ઉભો પહેલી સુંદર યુવતી સાથે વાત કરી રહ્યો હતો .દિવાકર એકીટશે એ તરફ જોઈ રહ્યો. પછી ધીમેથી બોલ્યો : "ના, હું એને ઓળખતો નથી. એ કોણ છે ? એ છોકરી પણ કોની છે?"
એ તો ભગવાન જાણે. તો પણ હું એટલું તો જાણું છું કે એ કોઈ મોટો ગેંગ નો સરદાર છે. તે ઘણી વખત આ થિયેટરની આસપાસ દેખાય છે ."
બંનેએ એક જોયું કે પેલો વિશાળકાય માણસ કારનો ડોર ખોલી અને અંદર બેઠો કે તરત જ પેલી યુવતીએ કાર ચાલુ કરી. થોડી મિનિટમાં કાર જનતાચોક તરફ અદ્દશ્ય થઈ ગઈ.
દીવાકરે કહ્યું :"ખબરીલાલ, તું એ માણસ પર બરાબર ધ્યાન આપતો રહેજે હું એક દિવસ એના વિશે તારી સાથે વાત કરીશ આજે તો હું જાઉં છું."
ખબરીલાલે હકારમાં માથું ધુણાવ્યું. દીવાકર થિયેટર થી બહાર ઉતરી પૂર્વ દિશા તરફ આગળ વધ્યો.
શિયાળાની ઠંડી રાત હતી. રસ્તા પર કોઈક રડયુખડયુ માણસ દેખાય રહ્યું હતું. ફક્ત તે વખતની સીટી બસ આવન-જાવન કરી રહી હતી.
જનતા ચોકથી એક સાંકડી ગલી પશ્ચિમ તરફ ચાલી જાય છે. દીવાકર શોર્ટકર્ટ્સ માટે એ ગલીમાં ગયો.
થોડી દૂર જ ચાલ્યો હતો ત્યાં તેને દૂર એક કાર ઊભેલી દેખાય અને તેની અંદર પેલી થિયેટર પાસે હતી એ જ સુંદર યુવતી લાગે છે..... એક ક્ષણમાં દીવાકર ચકિત થઈ ગયો. થિયેટર પાસે ઊભેલી કાર અને તેની અંદર બેઠેલી એ સુંદર યુવતી અહીં ક્યાંથી ,?! આટલે દૂર આવેલા વિસ્તારમાં એ શું કરતી હશે? અને પેલો ગુંડો ક્યાં ગયો? અત્યારે તો છોકરી એકલી છે. કદાચ તેણે આટલામાં ક્યાંક ઉતારી મૂક્યો હશે? તે યુવતી કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરતી હતી.નકાર ની બહાર આવીને એણે બોનેટ ખોલી કંઈક ચેક કરી ફરી કાર ચાલુ કરવા પ્રયત્ન કર્યો છતાં કાર ચાલુ થઈ નહીં.કારને પણ આ સુંદર યુવતી ને તંગ ને પરેશાન કરવામાં મજા આવતી હોય તેમ ઘણા પ્રયત્નો પછી પણ કાર ચાલુ ન જ થઈ.અંતે તે યુવતી થાકી.
કોણ હશે આ યુવતી?કદાચ કોઈ ક્રિમીનલ ગેંગ સાથે જોડાયેલી તો નહીં હોય ને!દિવાકર ત્યાં દુર જ અટકી ને વિચારવા લાગ્યો કે ત્યાં જઈને તેને મદદ કરવી કે નહીં?ના, હમણાં જવું યોગ્ય નથી થોડીવાર રાહ જોવી જોઈએ.શુ થાય છે એ જોઈએ તો ખરા!

અચાનક જ અંધારી ગલી માંથી બે ગુંડા જેવો વિશાળકાય બદમાશ એ યુવતી તરફ આવતા દેખાયા.ચહેરા ના ભાવ ને ઈશારા જોઈને જ દિવાકર ને વાત સમજાય ગઈ.તેના પગે ગતિ પકડી ને એના શરીર ની માંસપેશીઓ લડવા માટે તૈયાર થઈ ગઈ.
બંને જણા કાર તરફ આગળ વધ્યા.અચાનક જ એ અસહાય યુવતી ની ત્રાહિત ચીસ થી આજુબાજુ ની નીરવ શાંતિ ખળભળી ગઈ. દિવાકર પુરપાટ એ કાર તરફ ભાગ્યો .
બચાવો,બચાવો ની પુકારે દિવાકર ને વધુ સતર્ક ને તેજ કર્યો.કાર માં મોં ઘુસાડેલ સાંઢ ને ખેંચી ને જોરદાર નો મુક્કો તેના નાક પર મારી ને તેના પગ ની કીકી થી ઘડીભર માં તેને જમીનદોસ્ત કરી દિધો અસ્પષ્ટ વેદના નો ઉચ્ચાર કરતો એ પડી રહ્યો.
બીજો માણસ આ ઓચિંતા હુમલા માટે તૈયાર ન હતો .શું કરવું એ વિચારે એ પહેલાં જ દિવાકર ના જોરદાર મુક્કા એના પેટ પર પડ્યા ને એ દુર જઈને પડ્યો.
એટલા માં પહેલો માણસ ઊભો થયો.એના હાથ માં મોટું ચપ્પુ હતું જે રસ્તાના આછા પ્રકાશમાં માં ઝળહળતું હતું તે યુવતી ચીસ પાડી ઉઠી.
દિવાકર તેને અભયવચન આપતા બોલ્યો:"ડરો નહીં.તમે નચિંત અંદર જ બેસો."
ગુસ્સામાં લાલચોળ એ બદમાશ તેના પર ત્રાટકવા માટે છરી ઉગામી કે ડિફેન્સ ના બધા જ દાવ હસ્તગત કરેલ દિવાકરે છરી પોતાના શરીર ને અડકે એ પહેલાં જ એના હાથ ના કાંડા ને એ રીતે મચકોડ્યુ કે તે એના ગળા માંથી તીણી ચીસ નીકળી ગઈ ને એ ત્યાં જ કાંડુ પકડી ને બેસી ગયો.

કાર પણ યુવતી ની વ્યથા ને માન આપતી અચાનક જ યુવતી ના અવિરત પ્રયત્નો થી સ્ટાર્ટ થઈ કે તરત જ એ યુવતી એ ઉત્સાહ સાથે કહ્યું:" જલ્દી આવી જાઓ મારી કાર સ્ટાર્ટ થઈ ગઈ છે."દિવાકર કંઈ જ પણ વિચાર કર્યા વિના તરત જ કાર માં ગોઠવાય ગયો.

ડર ના લીધે એ યુવતી ધ્રુજતા ત્રાહિત અવાજે બોલી:"ઝડપથી દરવાજો બંધ કરો .આજુબાજુ ના લોકો જાગી ગયા છે! હમણાં પોલીસ આવી પહોંચશે!"
પોલીસ આવે તો તો બધો પ્લાન ધુળમાં મળવાનો હતો.જલ્દી થી એ યુવતી એ કાર ને ભગાવી ને થોડીવાર માં જ ગાડી ઘટના સ્થળેથી દૂર નીકળી ગઈ.

બે ચાર વળાંક બાદ કાર મેઈનરોડ પર આવીને ને સહેજ શાતા વળતા એ યુવતી દિવાકર ને પુછવા લાગી:"આપને ક્યાંય વાગ્યુ તો નથી ને?
દિવાકરે કહ્યું: અરે ,ના ના, ક્યાંય જરીક પણ નહીં વાગ્યુ."
યુવતી એ કહ્યું: "આપે એ બંને બદમાશ ને ખરેખરો પાઠ ભણાવ્યો. તમે તો ભગવાન બની ને આવ્યા મારા માટે બીજું કોઈ હોત તો એ ગુંડા ઓને જોઈને જ ઊભી પૂંછડીએ ભાગી જાત ! હે ભગવાન કેવા ભંયકર માણસો હતા!"
દિવાકરે કહ્યું:એ લોકો એ તમને તો કંઈ ઈજા નહીં પહોંચાડી ને!?"
" ના રે! મને કંઈ જ નહીં થયું . પરંતુ આજે જો તમે ના હોત તો ભગવાન જાણે શું થાત મારી હાલત?! દૈવયોગ કે તમે સમયસર આવ્યા ને મને બચાવી .આપનો જેટલો ભી આભાર માનું ઓછો છે."
દિવાકરે કહ્યું:"આભાર માનવાની કોઈ જ જરૂર નથી.મેં જે કંઈ પણ કર્યું છે એ તો મારું કર્તવ્ય માની ને કર્યું છે મારી જગ્યા એ બીજી કોઈ વ્યક્તિ હોત તો એ પણ આ જ કરતા.આપે આભાર માનવાની કોઈ જ જરૂર નથી."

યુવતી સ્ટીયરીંગ ફેરવતા બોલી:" આપ નક્કી કોઈ કામ થી નીકળ્યા હશો ને મારે લીધે તમારો બહુ જ ટાઈમ બગડ્યો .આપ ને ક્યાં ઉતારું?"
સ્ટીયરીંગ ફરતા એ સુંદર યુવતી ના કોમળ ને મનમોહક હાથ પર દ્રષ્ટી કરતા દિવાકર બોલ્યો : "તમને કદાચ જાણીને નવાઈ લાગશે પરંતુ હું કોઈ જ જરૂરી કામ થી જતો નહોતો બસ આમતેમ આંટા મારતો હતો."
આશ્ચર્યચકિત નજરે દિવાકર તરફ નજર કરતાં બોલી : "ખરેખર, શું સાચે જ આપ કોઈ કામ થી નહોતા જઈ રહ્યાં? આવા એરિયામાં આંટા.... ?

દિવાકરે કહ્યું :"હાલ બેકાર છું . કોઈ કામકાજ નથી એટલે ટાઈમ પાસ કરવા આમ તેમ આંટા મારી રહ્યો હતો."
યુવતી વિચારવા લાગી કે જે માણસે પોતાના જીવના જોખમે પોતાની મદદ કરી એ ખરેખર અંદર થી દુઃખી લાગી રહ્યો છે.બેકારી ના કારણે પિડાય રહ્યો હશે.તે યુવતી ને એમની મુશ્કેલી દુર કરવા ની ઈચ્છા થઈ.

તેણે શંકાશીલ હ્રદયે પુછ્યું:"શું કામ ની શોધ માટે આપ આ રીતે ભટકી રહ્યા છો ? સાચે કોઈ જ કામ નથી તમારી પાસે?"
દિવાકરે આતુર નયન થી એના તરફ જોઈને કહ્યું : "ના, કોઈ જ કામ નથી.આપ ક્યાંય નોકરી અપાવી શકશો?"

ક્રમશ...........


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED