Andhari Raatna Ochhaya - 6 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા (ભાગ -૬)


ગતાંકથી.....

એક સેકન્ડ પહેલા તો તે સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં હતો .એક મિનિટમાં એ આમ બેભાન કેમ બની ગયો? આ શું સ્વાભાવિક નિંદ્રા હતી કોઈ નશા ની અસર હેઠળ દિવાકર પથારી પર પડ્યો રહ્યો .અચાનક તેના હાથ પગમાં ભારે કળતર થવા લાગી તે બેઠો થવાનો પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ તેનાથી બેઠું થવાયું નહીં. તેના શરીરમાંથી જાણે બધું જ ચેતન કોઈએ હરી લીધું હોય તેવું લાગ્યું થોડીવાર પછી તે ભર નિંદ્રામાં પડ્યો..
હવે આગળ.....

દિવાકર ઊંઘમાં છે. છતાં તેને પોતાની સ્થિતિનું પૂરેપૂરું ભાન છે આ તે કેવી વિચિત્ર અવર્ણનીય પરિસ્થિતિ છે .તેનું શરીર એકદમ ઠંડુ પડી ગયું છે. સ્થિર બની ગયું છતાં તેનું મન સ્વચ્છ અને સક્રિય છે .તેનું જ્ઞાન પણ લુપ્ત થયું નથી છતાં તેની હલનચલન કરવાની શક્તિ એની વાચા લુપ્ત થઈ ગઈ છે. કોઈ અદ્રશ્ય મંત્રના પ્રભાવથી કોઈ તેના પર જાદુ ચલાવી રહ્યું હોય એવી સ્થિતિ થઈ રહી છે શંકાશીલ અને કંટાળા ભર્યા હૃદયે તે ઉભો થવાનો પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ તેનું શરીર મગજના હુકમમાં નહોતું એકદમ ભયાનક ત્રાસની લાગણી તેના શરીરને જડ બનાવી દેતી હતી .ખુબ જ પ્રયત્ન કરવા છતાં તેના હાથ પગ ને તે હલાવી શક્યો નહીં.
એ શું સ્વપ્ન જોતો હતો ?! !!!
ના ,સ્વપ્ન કદી આટલું બધું વાસ્તવિક હોય ખરું,?! મૃત્યુએ તેને ઝપાટામાં લીધો છે દૂરથી કોઈ વસ્તુના અસ્પષ્ટ અવાજ નજીક આવતા હોય એવું લાગતું હતું . આ શબ્દમાં થોડે જ દૂર વહેતી નદીનો કલકલ નિનાદ પણ જાણે ક્ષણ ક્ષણ શબ્દ પ્રયાણ કરી રહ્યો છે.
ખટ કરતો એક અવાજ થયો આંખો ફેરવી દિવાકરે જોયું કે પોતાના ઓરડાનું બારણું ખુલ્યું ને ચિનો અંદર આવે છે. આ શું સ્વપ્ન છે ?!!!
ના, ના ,ખરેખર ચાંઉ ચાંઉ યમરાજ ની માફક તેની પાસે આવીને ઉભો છે. દિવાકર એક વાર ફરીથી ઉઠવાનો નિરથૅક પ્રયત્ન કરે છે . પરંતુ એ નુ શરીર જીવંત લાશ બની ગયું હોય એમ બેડ પર જડાઈ ગયું છે .તેને ડર લાગે છે કે ચિનો કદાચ તેનુ ખુન કરે પરંતુ તેમ છતાં તેનુ શરીર અગાઉની જેમ જ હાલ્યા ચાલ્યા વગર પડી રહે છે એટલું જ નહીં પણ તેની આંખોના ડોળા પણ સ્થિર થઈ ગયા પલકારા માર્યા વગર જ તેની આંખ સામે ઉભેલા ચીના ને તાકી રહી એ સિવાય બીજો કોઈ રસ્તો જ ન હતો. ત્રાસથી તેનુ માથું ફરવા લાગ્યું થોડીવાર તો દિવાકર ને લાગ્યું કે કોઈ પણ ક્ષણે શ્વાસ બંધ પડી જશે એને હરેક ક્ષણે આંખ ની સામે સ્પષ્ટ દેખાતું હતું કે ચિનો હમણાં જ તેને યમરાજ ને દ્વાર મોકલી દેશે.
ખૂબ જ ભયજનક અસહ્ય સ્થિતિ આવી પહોંચી ચિના એ પોતાના ઝભ્ભામાંથી એક અસ્ત્રો કાઢ્યો અને અસ્ત્રો હાથમાં લઇ તે ધીરે ધીરે દિવાકર તરફ આગળ આવ્યો દીવાકરે બૂમ પાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેને લાગ્યું કે શરીરના પ્રત્યેક અંગની જેમ જ તેની કંઠનળી પણ જળ બની ગઈ છે પ્રયત્ન કરવા છતાં તેના ગળામાંથી અવાજ નીકળ્યો નહીં બંને હોઠો જેવી સ્થિતિમાં હતા તેવી સ્થિતિમાં બંધ રહ્યા.
ચીનો તેના મુખ તરફ ક્ષણભર જોઈ રહ્યો પછી એકદમ આનંદ સાથે કંઈક બબડવા લાગ્યો ત્યારબાદ અસ્ત્રાની તીક્ષ્ણ ધાર તેના ગાલ પર અડાડી અને ખસેડી લીધી પરંતુ તેણે જોયું કે અસ્ત્રા ની ધાર પર લોહીનું બિંદુ વળગેલું છે
દિવાકર ના જડ બનેલા શરીર તરફ એકવાર દ્રષ્ટિ નાખી એ કોઈ હિંસાખોર રાક્ષસ હાસ્ય કરે તેવું હાસ્ય કરતો ચીનો શાંત પગલે ડગલા ભરી બહાર ચાલ્યો ગયો .ઓરડામાં ફરી એકદમ નીરવ શુન્યતા ફેલાઈ રહી
પરંતુ આ શું વળી આ શબ્દ શાના ?!!
અવાજ બહાર બગીચા માંથી આવતો હતો કારનો અવાજ હતો કદાચ કોઈ મોટી કાર ગેરેજ માંથી બહાર કાઢી રહ્યું હતું પરંતુ આટલી મોટી રાતે ગાડી ક્યાં જતી હશે ???
દિવાકર કાન માંડી અવાજ સાંભળવાનો પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ એ વધારે સમય એ શબ્દો સાંભળી શકયો નહીં એની આંખોમાં એકદમ જ ઊંઘ ભરાઈને થોડીવાર માં તે ઘસઘસાટ ઊંઘી ગયો.
ઊંઘ ઊડી ત્યારે તેણે જોયું કે સવાર થઈ ગઈ છે. સૂર્યનો તડકો એના ઓરડામાં બારીએથી ડોકિયા કરી રહ્યો છે તેનું શરીર સવારે એકદમ ઠંડુગાર થઈ ગયુ હતુ .
દિવાકર ના મગજ પર થી હજુ રાત્રીના બનાવની અસર દૂર થઈ નહોતી.

તેને આસપાસ નજર દોડાવી રૂમમાં લગભગ બધું જ હતું એ જ સ્થિતિ માં એકદમ ઠીકઠાક હતું સિવાય કે એ પોતે.દિવાકર પથારી પરથી ઉઠ્યો અને બારી પાસે આવી ઉભો રહ્યો.
એ ઉંડો વિચાર કરવા લાગ્યો કે શું એ રાતનો ભયાનક ત્રાસ એ ખરેખર સપનું હતું?!!!
પરંતુ, તેમ જ હોય તો આ તેના ગાલ પર અસ્ત્રા નો ઘસરકો ક્યાંથી હોય? ડાબા ગાલ પર આ લોહી જામી ગયેલું જણાય છે એ શું ખોટું!!!?
ત્યારે શું એ સ્વપ્ન નહોતું!!??

બારણા પર કોઈએ ટકોરા કર્યા ને દીવાકર ના વિચારો ની હારમાળા તુટી તેણે બારણા તરફ નજર નાખી એક નાની ટ્રે ઉપર એક ચા નો પ્યાલો અને બે ચાર બ્રેડ લઈ ચિનાએ અંદર પ્રવેશ કર્યો.
રૂમમાં આવતા જ તેમણે ટેબલ પર ચા ને નાસ્તો મુક્યો.
ચાંઉ ચાંઉ બોલ્યો : "આઠ વાગ્યા બહુ ઊંઘ કરી. આ ચા પી લો અમારા દેશની ચા છે પી જોજો કેવી લાગે છે."
દિવાકર કંઈ જ બોલ્યો નહીં મૂઢની જેમ બેસી રહ્યો પછી ચા ના ટેબલ પર હાથ લંબાવી ચા નો પ્યાલો લઈ અને ઘૂંટડો ભર્યો.
ખરેખર ,,!ચા સ્વાદિષ્ટ તો હતી આ ચીના એ ચા બનાવવા ની રીત બીજી ઘણી બધી કારિગરીની જેમ બહુ સારી રીતે હાથ કરી લીધી લાગે છે .ચા પીધા પછી દિવાકર નું શરીર સ્ફુર્તિમાં આવ્યું.
ફ્રેશ થઈ કપડાં બદલી અને તેણે નક્કી કર્યું કે જયારે તક મળે એટલે તે ચીનાને કાલ રાતના બનાવની વાસ્તવિકતા પૂછીને જ રહેશે.
થોડીવાર બાદ ચીનો આવી ચા નો કપ અને ટ્રે લઈ ગયો. કપડાં બદલી દિવાકર તૈયાર થઈને બહાર આવ્યો.
બહાર આવતા જ સોનાક્ષી સામે મળી તે દિવાકર પાસે જ આવતી હોય તેમ જણાતું હતું.
ચાંઉ ચાંઉ ને સામે આવતો જોઈ ભયભીત અવાજે સોનાક્ષી એ કહ્યું : " નરેન્દ્ર બાબુ આપ અહીંથી ચાલ્યા જાઓ. આપ ભારે મુશ્કેલીમાં આવી પડ્યા છો. આપે અહીં આવીને બહુ મોટી ભૂલ કરી છે. આપને અહી લાવવામાં મેં ખરેખર ભૂલ કરી નાખી છે."

દિવાકરે જોયું કે ભયથી સોનાક્ષી નું મોઢું સાવ ફિક્કું થઈ ગયું હતું એની આંખો પર ઉદ્વેગ અને ભયના ચિન્હ સ્પષ્ટ જણાતા હતા .
દિવાકરે તેને શાંત કરવા માટે હસતા હસતા કહ્યું : "બહેન જરા પણ ડરશો નહીં આપ શાંત થાઓ મને લાગે છે કે આપણા કહેવા પ્રમાણે વર્તવાનું મારાથી હવે બની શકે તેમ નથી. આપના ચેહરા પરથી સ્પષ્ટ જણાય છે કે આપને મદદની જરૂર છે. આપને યાદ તો હશે કે મેં ગઈકાલે મદદ કરવા માટે જણાવ્યું હતું. મારી પ્રતિજ્ઞાઓ હું અક્ષરે અક્ષર પાડીશ ને આપને બનતી તમામ મદદ કરીશ .તે સિવાય અહીં જે કંઈ ભેદભરમ છે તે ઉકેલવામાં મને પણ આતુરતા છે હવે આ મકાન છોડી જવાનું તો મારાથી બની શકે તેમ જ નથી."
કાળી ભમરો સહેજ ઊંચી કરી સોનાક્ષી દિવાકર ના મુખ તરફ જોઈ રહી.
ખરેખર !!તમે ખૂબ જ સાહસિક ને હિંમતવાળા છો આવા લોકો તો મેં ભાગ્યે જ જોયા છે.

ક્રમશ......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED