Andhari Raatna Ochhaya - 5 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા ( ભાગ -૫)

ગતાંકથી......


વિશ્વનાથ દત્ત હંમેશા મોટા લોકોની માફક ટેબલ ખુરશી પર બેસી દીકરી સાથે ડિનર કરતા હતા.
ચીના ના કહેવાથી તેઓ ખૂબ જ કષ્ટ સાથે ઉભા થઈ જમવા માટે ડાઇનિંગ ટેબલ પર આવ્યા ને દિવાકર ચીનના ના સુચવેલા ઓરડા તરફ ગયો.

દિવાકર જમીને પછી રૂમમાં ગયો . તેણે બધી જ વસ્તુઓની બરાબર ચકાસણી કરી પછી થોડીવાર આરામ ખુરશી પર બેસી જઈ તાજેતરમાં થયેલી ઘટનાઓ અંગે વિચારણા કરી.
દિવાકરે ઘડિયાળ તરફ જોયું. રાતના બાર થવા આવ્યા હતા છતાં તેમની આંખમાં નિંદરા દેવીની પધરામણી થતી નહોતી. તે પોતાના રૂમમાં આમતેમ આંટા મારતા મારતા અને બનેલી ઘટનાઓનો વિચાર કરવા લાગ્યો તેમના મનમાં અનેક પ્રશ્નો ઉભરાવા લાગ્યા પરંતુ એ બધા પ્રશ્નોના જવાબ કલ્પનામાં આવી શકે તેવું નહોતું. ખરેખર શું આ એ જ દાનવીર વિશ્વનાથ દત્ત છે?!!! જેની ખ્યાતિ દિલ્હીથી કલકત્તા સુધીના સર્વ શહેરોમાં ફેલાય છે. તે શા માટે કલકત્તાના છેડે આવેલા આવા ખખડધજ નિર્જન મકાનમાં રહે છે ? શા માટે તેને ઘરમાં ચીની નોકર
રાખવો પડ્યો હશે ? હિન્દીના ઘરમાં ચીની નોકર !!આવો રિવાજ શા માટે !? શું બીજા રસોઈયા મરી ગયા છે કે આવા ભુત જેવા ચીનાને રસોઈ નું કામ સોપ્યું છે. જોકે ચાંઉ ચાંઉ એ દીવાકર ને ખૂબ જ સારી રીતે જમાડ્યો હતો. તેના રૂમમાં પણ જરૂરી બધી જ વસ્તુઓ તેમણે રાખી હતી તેને કોઈપણ મુશ્કેલી ન પડે તે રીતની બધી સગવડ કરી આપી હતી છતાં તેના પર દીવાકર ને દરેક ક્ષણે શંકાઓ ઊપજતી હતી.


જે રૂમમાં તેને રહેવાનું હતું તે રૂમ અગાઉથી જ તૈયાર કરવામાં આવ્યો હતો. બારણાને બીજા છેડે એક લોખંડનો પલંગ હતો જ છેડા પર એક નાનું ડ્રેસિંગ ટેબલ હતું એક કબાટ, એક આરામ ખુરશી ,ટેબલ વગેરે વસ્તુઓ ગોઠવેલ હતી સામે દિવાલ પર મોટા મોટા પોસ્ટર લગાવેલા હતા દિવાલના મધ્યભાગમાં રંગીન કાચ વાળી જાળી હતી.


ચિંતાગ્રસ્ત હૃદયથી દિવાકર ધીરે ધીરે પલંગ પર આવી બેઠો. ચારે તરફ ગંભીરતા છવાઈ રહી હતી એકલતા એ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું બહારની દુનિયા પણ એકાંતપણાના અવસાન થી જાણે કોળીઓ થઈ ગઈ હોય તેવું લાગતું હતું આવી અલૌકિક એકાંતતા દીવાકરન એ કોઈ દિવસ અનુભવી નહોતી. તે બરાબર સમજતો હતો કે ચારે તરફ ફેલાઈ રહેલું આ વાતાવરણ અનાયાસે જ નથી .આ મોટી હવેલીમાં રહેતા લોકોની સંખ્યા બહુ જ જૂજ હતી . ચીના એ તેને જણાવ્યું હતું કે માલિક વિશ્વના દત તેમની દીકરી સોનાક્ષી અને ચાંઉ ચાંઉ સાથે તેના બીજા બે નોકરો સિવાય આ વિશાળ મકાનની અંદર બીજું કોઈ રહેતું નથી.
હવેલી રાત્રિની ભયાનકતા થી ખાઉં ખાઉં કરતી હોય એમ જણાતું હતું. અહીં લોકો વસતા હશે એવો ભાસ બહારના લોકોને ભાગ્યેજ થાય તેમ હતું. સામે સાંકળી ગલી હતી એ ગલીની પેલે પાર નદી ચાલી જતી હતી. હવેલીની પાછળ ઉંચી દિવાલ હતી આથી તે બાજુ તદ્દન બંધ હતી. બંગલા નો આખો પ્લાન જાણે બહારના જગતથી એકાંત રહેવા માટે ગોઠવવામાં આવ્યો ન હોય તેવું લાગતું હતું.
આ બંગલાનો જુનો ઇતિહાસ પણ કઈ ઓછો ભયાનક નહોતો. ચાંઉ ચાંઉ એ દીવાકરને હવેલીનો આગળના ઇતિહાસ જણાવતા કહ્યું હતું કે રાજાશાહી ના સમયમાં આ હવેલી નિર્માણ થઈ હતી .તે વખતે આ હવેલીમાં પુષ્કળ ભયંકર બનાવો બન્યા છે અફવાઓ એવી હતી કે કોઈ એક જમીનદારે આ હવેલી માં એકીસાથે દોઢસોથી(150) થી વધુ લોકો ના ખૂન કર્યા હતા. જાગીરદાર ના ભયંકર હત્યાકાંડ સિવાય પણ અનેક એવી ભેદભરી કથાઓ આ મકાન સાથે જોડાયેલી હતી. અને એથી જ લોકો આ મકાનને 'ભેદી મહેલ' તરીકે ઓળખતા હતા.

અનેકવિધ ભેદ રહસ્યોને સમાવીને બેઠેલ આ હવેલી સમાન મહેલને 'ભેદી મહેલ' કહેવું જ વધારે લાયક હતું. જો કે ચાંઉ ચાંઉ એ આ મકાન સંબંધમાં બીજી કંઈ વાત કરી નહોતી છતાં જે કંઈ સાંભળવામાં આવ્યું હતું. તે પરથી દીવાકરને આ સંબંધમાં વધારે જાણવામાં ખૂબ ઉત્કંઠા થઈ હતી .જે મકાનમાં દોઢસોથી (150 ) પણ વધુ ખુન થયા હોય તે મકાન કંઈ જેવું તેવું નહીં હોય!!! ખરેખર , તેમાં બહાર દેખાય છે તે કરતા વધારે ગુપ્ત રૂમ હશે! તે ગુપ્ત ભાગને શોધવાની તાલવેલી હવે દીવાકરને થવા લાગી.
ચીનના એ મકાન સંબંધમાં બીજી કંઈ વિગત જણાવી નહિ પરંતુ તેણે તેના અત્યારના માલિકના સંબંધમાં પુષ્કળ વાતો જણાવી હતી. વિશ્વનાથ દત્ત જ્યારે ચીનમાં મુસાફરી કરતા હતા ત્યારે તેમણે ચાંઉ ચાંઉ ને પોતાના નોકર તરીકે રાખી લીધો હતો .ચીનના ના કહેવા પ્રમાણે વિશ્વનાથ નુ મૂળ વતન દિલ્હી હતું. ત્યાંથી તેઓ એક બે વર્ષથી કલકત્તા રહેવા માટે આવ્યા હતા. ડૉક્ટરની ખાસ સલાહથી તેમણે નિર્જન જગ્યા પસંદ કરી હતી. તેઓ થોડા વર્ષથી જ્ઞાનતંતુ ને લગતી કોઈ ગંભીર બીમારી ની પીડા ભોગવી રહ્યા છે .કોઈ પણ ક્ષણે તેમની તબિયત લથડી જાય એથી એમની સંભાળ કેવળ ડોક્ટર મિશ્રા જેવા શ્રેષ્ઠ ડોક્ટર જ કરી રહ્યા છે. એના જેવા ડોક્ટરની સારવારથી જ કોઈ પણ પ્રકારની તકલીફ એમને આજ સુધી થઈ નથી.
ચાંઉ ચાંઉના લાંબા ભાષણ ના જવાબમાં દીવાકર એટલું જ બોલ્યો : " પરંતુ આ જગ્યા મને તો બહુ નિર્જન લાગે છે આવી સુમસામ જગ્યા મેં મારી જિંદગીમાં ક્યાંય જોઈ નથી."
એ વાત સાચી પરંતુ અહીંના હવા પાણી બહુ સારા છે પાસે જ ગંગા નદી વહી જાય છે. સવારે ને સાંજે ગંગા નદી પરથી આવતો પવન સાહેબનાં શરીરને ખૂબ ફાયદો કરે છે. ડોક્ટર મિશ્રા પણ તે શું જ માને છે કે તેઓ અહીં આવ્યા પછી પહેલા કરતાંય વધારે તંદુરસ્ત રહે છે.
બીજી વાતચીત પછી દીવાકરે પૂછ્યું : "ગેરેજમાં એક મોટી રોયલ કાર પડી છે એ કોની છે? "
કોની હોય વળી અમારા સાહેબની જ એ કારમાં જ તેઓ બહાર ફરવા જાય છે. નાની ગાડી એમની દીકરી સોનાક્ષી બેન ની છે .આમ અચાનક જ કોઈને કહ્યાં વિના સોનાક્ષી બેને તમારી ડ્રાઇવર તરીકે નોકરી આપી તેથી મને બહુ નવાઈ લાગે છે!!
દીવાકરે જવાબ આપ્યો સોનાક્ષી બેહને મને કહ્યું કે મારા પપ્પાને એક ડ્રાઈવરની જરૂર છે. ત્યારે મને લાગ્યું કે કામ ધંધા વિનાના બેકાર માટે આ તક જતી કરવી ઉચિત નથી. મેં તરત જ તેમને આ કામ મને સોંપવા માટે વિનંતી કરી.
ચાંઉ ચાંઉ એ કહ્યું : "એ ગમે તે હોય પરંતુ જ્યારે તમે કામ લીધું છે તો પછી તમે કંઈ પણ મુશ્કેલી ન મળે એ મારે જોવાનું રહ્યું તમને અહીં બહુ અગવડ નહીં પડે. કામ બહુ ઓછું છે કોઈ કોઈ દિવસ તો સાહેબ ઘરની બહાર નીકળતા જ નહીં. આખો દિવસ ઘરમાં જ પડ્યા રહે છે. તે દિવસે તમારે છૂટ્ટી નો દિવસ સમજી લેવો.
જમીને રૂમમાં આવ્યા પછી દીવાકર અને ઉશ્કેરાયેલા મન થી એ વાતો અંગે જ વિચાર કરી રહ્યો હતો. વિશ્વનાથ દત્ત સાહેબ ને શું બીમારી હશે!? તે શું ખરેખર બીમાર હશે? અગર ના તો તેને જોતા તો સાજા હોય તેવું જણાતું નથી તેના દુબળા પાતળા મોં પર ઊંડી ઊતરેલી આંખો ને ભય અને ત્રાસની છાયા સ્પષ્ટ દેખાય છે .તેનું આખુ શરીર દૂબળૅતાથી કંપે છે. તેનું શરીર કોણ જાણે પણ જાણી ન શકાય તેવી માનસિક ચિંતાથી નંખાઈ ગયું છે.
રાત્રિ વધવા લાગી એકાંત વધુ ગાઢ બનવા લાગ્યું સર્વત્ર સુનકાર પ્રસરી ગયો હોય એવું લાગ્યું . દૂર નદીમાં સ્ટીમર ચાલી જતી હોય તેમ જણાતું હતું તેના એંન્જિનનો અવાજ ને પવન ના સુસવાટા ઘરની બારી પર જાણે ધક્કા મારતા ન હોય તેમ જણાતું હતું. કેટલા વાગ્યા હશે?

રિસ્ટવોચ કાંડા પરથી ઉતારી ઓશિકા પાસે મુકેલી.તેણે વોચ માં સમય જોવા હાથ લંબાવી જોયો પરંતુ તેનું આખું શરીર થાક થી લોથપોથને બેભાન બની ગયું હોય તેવું લાગ્યું .જાગરણ અને માનસિક ઉશ્કેરાટ ને લીધે આમ થયું હશે ! એવી તેણે કલ્પના કરી એક મોટું બગાસું ખાઈ પથારી પર તેણે પોતાનું શરીર એમજ પડ્યું રહેવા દીધું.ઊંડી તંદ્રાવસ્થા થી તેની આંખો મીંચાવવા લાગી . તેના બન્ને હાથ પથારીમાં બન્ને બાજુએ લથડી પડ્યા.
આ શું બન્યું? એક સેકન્ડ પહેલા તો તે સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં હતો .એક મિનિટમાં એ આમ બેભાન કેમ બની ગયો? આ શું સ્વાભાવિક નિંદ્રા હતી કોઈ નશા ની અસર હેઠળ દિવાકર પથારી પર પડ્યો રહ્યો .અચાનક તેના હાથ પગમાં ભારે કળતર થવા લાગી તે બેઠો થવાનો પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ તેનાથી બેઠું થવાયું નહીં. તેના શરીરમાંથી જાણે બધું જ ચેતન કોઈએ હરી લીધું હોય તેવું લાગ્યું થોડીવાર પછી તે ભર નિંદ્રામાં પડ્યો..

(શું કારણ હશે દિવાકર ની આ સ્થિતિ નુ ?એના માટે વાંચતા રહો આગળનો ભાગ
ક્રમશ.........


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED