Andhari Raatna Ochhaya - 9 books and stories free download online pdf in Gujarati

અંધારી રાતના ઓછાયા (ભાગ -૯)

ગતાંકથી.....દિવાકર એ ગુપ્ત રસ્તે નીચે ઉતરવા લાગ્યો. થોડીવાર ચાલ્યા પછી તે સમજ્યો કે હવે જમીનનું તળિયું આવી ગયું હોય લાગે છે .અંધારામાં બંને બાજુ હાથ ફેરવી તપાસતાં લાગ્યું કે રસ્તાની બંને બાજુ પાકી દિવાલ પર ઈલેક્ટ્રિક ની સ્વિચ પણ આવેલી છે ઉપર નાની નાની લાઈટો ગોઠવેલી પણ માલુમ પડતી હતી. તેણે સ્વીચ ચાલુ કરતાં જ ઉપર ની લાઈટો ચાલુ થઈ.તેણે તીક્ષણ નજરે આખો રસ્તો જોઈ લીધો સામેથી કોઈ આવતું હોય તેવું લાગ્યું નહીં. છતાં તે પ્રતિક્ષણે હુમલો થવાની આગાહીથી ચેતવા લાગ્યો .આ વખતે પોતાની બેસ્ટ ફ્રેન્ડ એવી ગન પણ તેની સાથે નહોતી ,
એટલે તેને ભારે ગભરામણ છુટતી હતી.ગન વગર બહાર ન નીકળવું ને એવી તેની પ્રતિજ્ઞા હતી પરંતુ મિ.રાજશેખર સાહેબ ને એરપોર્ટ પરથી વળાવી પાછા ફરતા જ આવી અજીબોગરીબ સ્થિતિમાં ફસાવું પડશે એવું કોણે ધાર્યું હતું ?

ધીમે ધીમે ચાલતો તે રસ્તાને છેડે આવી પહોંચ્યો. હવે આગળ રસ્તો બંધ હતો. સામે એક મજબુત લોખંડી દરવાજો આવતા જ તેના પગ થંભી ગયા.એ દરવાજા ની પાછળ કોઈ છુપો ઓરડો હોય એવી પુરેપુરી શક્યતાઓ રહેલી હતી.કેમકે ત્યાં થી જ કોઈના બોલવાનો અવાજ આવી રહ્યો હતો.અવાજ કોઈક માણસ નો જ હતો કોઈ ઉશ્કેરાટ થી ગુસ્સે થઈ બોલી રહ્યું હતું

તે કાન માંડી અંદરની વાતચીત સાંભળવા લાગ્યો. ધ્યાનપૂર્વક સાંભળતા તેને ખબર પડી કે આ તો મકાનના માલિક વિશ્વનાથ બાબુનો અવાજ છે. તે કોઈની સાથે વાત કરી રહ્યા છે .પરંતુ તે આટલા ગુસ્સામાં અને ઉશ્કેરાઈને શા માટે બોલી રહ્યા હશે ?
દિવાકર સાંભળવા લાગ્યો .તે કહે છે કે "કેટલા દિવસ ; હવે કેટલા દિવસ મને આમ નરકમાં રાખવો છે ?"
જવાબ મળ્યો કે : "જ્યાં સુધી મારું કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી !"
અવાજ પરથી દિવાકર સમજી ગયો કે ,ડોક્ટર મિશ્રા ના શબ્દો હતા.
ડરથી ભયભીત ને ફાટી ગયેલા અવાજે વિશ્વનાથ બાબુ બોલ્યા : " અને મારી દીકરી ?"
તે અહીં જ રહેશે .આ પતિશય માંદા છો, અને તેથી તેની સેવાની આપને જરૂર છે ,એ વાત તમે ભૂલી જતા લાગો છો !"
"રાક્ષસ !"
દિવાકર સમજી ગયો કે આ "રાક્ષસ" શબ્દ વિશ્વનાથ બાબુ ની પિડા બોલી રહી છે. તેમના અંતરમાંથી બહાર આવેલા શબ્દો તેમના દુઃખ અને પીડા જણાવી રહ્યા હતા. પરંતુ જે લોકો એમની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે તેના ઉપર તેમને આટલો તિરસ્કાર હોવાનું પણ કંઈક કારણ હશે ?
એકાદ ક્ષણ પછી ડોક્ટર મિશ્રાએ કહ્યું : "ગુસ્સે થશો કે જરીક પણ ઉશ્કેરાશો નહી .હું તમને તેમ કરવાની મનાઈ કરું છું ફરીથી જો આ પ્રમાણે બરાડા પાડશો તો હું ચીનાને કહી......"
ડોક્ટરના છેલ્લા શબ્દો તેના સાંભળવામાં ન આવ્યા ; પરંતુ વિશ્વનાથ બાબુ એકદમ આર્તનાદ કરી ઉઠ્યા કે :
" ના ,ના ,ના એ શબ્દ તેણે બરાબર સાંભળ્યા
" બસ તો પછી, શાંત થઈ બેસજો ." ત્યારબાદ પગ નો અવાજ સાંભળી દિવાકરે અનુમાન કર્યું કે ડોક્ટર સાહેબ જઈ રહ્યા છે . તે પણ હવે વધારે વાર ત્યા ન રોકાતા ધીમે ધીમે લાંબી ગલીમાં થઈ બહાર નીકળી આવ્યો.

દિવાકર જ્યારે છુપા માર્ગમાં ઉભો ઉભો ડોક્ટર મિશ્રા અને વિશ્વનાથ બાબુ વચ્ચેની વાત સાંભળતો હતો, ત્યારે મકાનની પશ્ચિમ બાજુએ આવેલી એક નાની પાળી પર બેસી સોનાક્ષી ઉંડા વિચારમાં મગ્ન થઈ ગઈ હતી.
ડોક્ટર મિશ્રા આવ્યા છે .આજે તે એકલા આવ્યા નહોતા. તેમની સાથે તેનો બેસ્ટ ફ્રેન્ડ મયંક પણ આવ્યો હતો. આ જંગલી માણસથી સોનાક્ષી અતિશય ડરતી હતી. જેટલી ડરતી હતી તેટલી જ તે તેને નફરત કરતી હતી. તે દિવસે થિયેટર પાસે તેને જોઈને સોનાક્ષી ખુબ જ ભયભીત બની ગઈ હતી. સોનાક્ષી ને જોતા જ મયંક તેની સાથે રહેવા માંગતો હતો ;તેને જેવી તેવી વાતો સંભળાવી અપમાન કરતો હતો .આ બાબતમાં સોનાક્ષી એ આ વાત પોતાના પપ્પાને કહેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમણે પોતાની દીકરીનાં કહેવા પર ધ્યાન આપ્યું નહોતું.

જેના સ્મરણ માત્રથી સોનાક્ષીને એકદમ ધૃણા ઉપજતી હતી તે જ માણસ દુર્ભાગ્યે તેની સામે આવી ઉભો રહી. વિકૃત મુખે હાસ્ય કરતો હતો તેની કુશળતા પૂછવા લાગ્યો. ત્યારબાદ બેશરમ ની માફક તેની પરવાનગી વગર જ તેની બાજુએ રહેલી થોડી જગ્યા પર બેસી ગયો.
સોનાક્ષી તેને બેદરકારી દાખવી ટુંકો જવાબ આપી ઉભી થઈ ગઈ અને ધીરે ધીરે ગાર્ડન તરફ ચાલવા લાગી ; પરંતુ મયંક કંઈ પીછો છોડે તેઓ માણસ નહોતો તે પણ ઉભો થઈને બેશરમ ની માફક તેની બાજુમાં ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા તે પોતાની નિર્લજ્જ વાતો સોનાક્ષીને ખૂબ સમજીને ઈરાદાપૂર્વક સંભળાવવા લાગ્યો.

સોનાક્ષીએ ઊભા રહી પ્રશ્ન પૂછ્યો : "સારું, મયંક, તમે તો ડોક્ટર મિશ્રાના ખાસ મિત્ર છો ખરું ને ?"
મંયકે માથું હલાવી હકાર માં જવાબ આપ્યો .હા,હા પણ વાત શું છે?? ખાસ મિત્ર છે તેથી શું થઈ ગયું આપ જો કોઈ પણ હુકમ આપો તો હું તમને મારી શક્તિ મુજબ ફરજ બજાવવામાં કંઈ પાછો પડીશ નહીં ડોક્ટર મિશ્રા પણ મને કદી અટકાવી શકશે નહીં . આપ કહો હું આપને કોઈપણ બાબતમાં મદદ કરી શકુ તેમ હોય તો ?
ત્યારે મને જણાવો કે ડોક્ટર મિશ્રા અને મારા પપ્પા વચ્ચે શું રહસ્ય છુપાયેલ છે ?મારા પપ્પા આ મકાનને છોડવા કેમ તૈયાર નથી?
સોનાક્ષી જ્યારે આ બોલી રહી હતી ત્યારે મયંક તેની સામે ઉભો રહી પોતાની લાલસાપુર્ણ દ્રષ્ટિથી સોનાક્ષીને નિહાળી રહ્યો હતો.
હા એ વાત હું જાણું છું આપના પપ્પા આ મકાન શા માટે છોડતા નથી એ વાત મને બરાબર ખબર છે હું આપને બધી વાત જણાવીશ તો તેના બદલામાં આપ મને શું નામ આપશો? તેમના ચેનચાળા ને અભદ્ર ઈશારાથી સોનાક્ષી એકદમ ડરી ગઈ તે મયંક પાસેથી છટકી જવા માટે ઉતાવળે પગલે ત્યાં થી ચાલવા લાગી. પરંતુ મયંકે બેશરમી ની હદ વટાવી તેનો હાથ પકડ્યો ને સોનાક્ષીને પોતાના તરફ ખેંચીને કહ્યું અરે જાય છે ક્યાં? થોડીવાર બેસો તો ખરા.
હાથ છોડી દો મારો .જંગલી ,બેશરમ ......
ગુસ્સામા તે હાથ છોડાવી રડતી રડતી અપમાન થી લાલચોળ મુખે સોનાક્ષી પોતાના રૂમમાં તરફ ન જતા સીધી જ પોતાના પપ્પાના રૂમમાં ગ ઈ. મયંક ત્યાં જ બેઠો બેઠો સોનાક્ષીને જતી જોવા રસ્તા પર દ્રષ્ટિ રાખી ક્રુર ને કટુ હાસ્ય કરવા લાગ્યો.
સોનાક્ષી પોતાના રૂમ તરફ ન જતા સીધી જ પોતાના પપ્પાના રૂમમાં પ્રવેશ કરતા સીધી જ તેની નજર ડોક્ટર મિશ્રા પર પડે છે; સોનાક્ષીને જોતા જ વિશ્વનાથ બાબુ બોલ્યા : " શું કામ છે ?
કહ્યા વગર અંદર કેમ આવી ?"
સોનાક્ષી મનની ઉશ્કેરણી દબાવી બોલી :" પપ્પા હું જાણતી નહોતી કે આપ ડોક્ટર સાહેબ સાથે અગત્યની વાત કરતા હશો, પરંતુ તેમને જોઈને મને બહુ આનંદ થયો છે; મારે કંઈ કહેવું છે ?
ડોક્ટર મિશ્રા હસતા ચહેરે બોલ્યો: " કહો, હું આપની વાત સાંભળવા તૈયાર છું."
ડોક્ટર મિશ્રાના મુખ પર સ્મિત જોઈ સોનાક્ષી કંપી ઊઠી.ડોકટર મિશ્રા તરફ જોતા તે વધારે ને વધારે ત્રાસ અનુભવતી હતી .તેના અંતઃકરણમાં તે વ્યક્તિ માટે ધૃણા ને નફરત વધતી જતી .આ માણસ ના આચરણ અને આંખોમાં કંઈક તો એવું છે જ જે સમજાય તેવું નથી. મયંક થી સોનાક્ષી એટલી ડરતી નહોતી પરંતુ ડોક્ટર મિશ્રાથી તો એ રીતસર ગભરાતી હતી.
થોડી વાર મૌન રહ્યા બાદ એ એકદમ ગુસ્સે થઈ બોલી : "મયંક નામનો માણસ કે જે આપની સાથે આવ્યો છે ;તેણે આજે મારૂં અપમાન કર્યું છે મારી ઈચ્છા છે કે આપ ફરી આવો ત્યારે આ માણસને આ મકાનમાં લાવતા નહીં.ટ્
પોતાની પુત્રીના શબ્દો સાંભળીને વિશ્વનાથ બાપુ એકદમ ગુસ્સાથી ધુંઆપુંઆ થઈ ગયા અને બોલ્યા : " આવું હું કદી સહન નહીં કરું .ડોક્ટર મારી પુત્રીનું અપમાન એ મારાથી કેમ સહન થાય ! "
ડોક્ટર મિશ્રા તેને શાંત કરતા બોલ્યા : આપ શાંત થાઓ. હું જરૂરથી આ વાત આગળ વધતી અટકાવીશ.

સોનાક્ષીજી , વાત શું બની છે તે કહેશો?

આખો દિવસ બેચેની અનુભવી વિશ્વનાથ બાબુ ભારે ચિંતામાં પડ્યા હતા. એ જ વખતે તક જોઈને સોનાક્ષીએ દિવાકરના કહેવા મુજબ કલકત્તાના કોઈ પ્રખ્યાત ડોક્ટરની મદદ લેવાની દરખાસ્ત પોતાના પપ્પા સમક્ષ રજૂ કરી. પરંતુ આવા દુઃખમાં પણ પુત્રીની દરખાસ્ત સાંભળી તેને ધમકી આપી આગળ બોલતી અટકાવવાનું વિશ્વનાથ બાબુને ઉચિત લાગ્યુ.તેણે બીજા ડોક્ટરની મદદ લેવાની ચોખ્ખી ના પાડી.
ડોક્ટર મિશ્રા ને બધી વાત કરશે?
ડોક્ટર મિશ્રા તેનો શું ઉકેલ લાવશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ.....

ક્રમશ.......


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED